-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
કોઈએ પ્રભુને પૂછયું,
પ્રભુ! મારે મારી lifeને સાર્થક કરવી છે, પ્રભુ! હું શું કરું?
પ્રભુએ કહ્યું, જેની સહન કરવાની તૈયારી હોય, તે lifeને સાર્થક કરે. હું પરમાત્મા બન્યો, એનું સૌથી મોટું secret છે કે, મેંpain સાથે પ્રીત કરી હતી, મેં દરેક પ્રકારનાં કષ્ટો, વેદનાઓ, ઉપસર્ગો અને પરિસહોને welcome કરવાની અને એને સહન કરવાની તૈયારી કરી હતી.
પ્રતિકૂળતાના પથ પર પગલાં પાડનાર પરમાત્મા બને છે, અનુકૂળતાનો માર્ગ પસંદ કરનાર સંસારમાં પરિભ્રમણ કરે છે.
અનુકૂળતા એ મનની લાચારી છે. જ્યાં મનની લાચારી હોય, ત્યાં ધર્મ સાધના કરવાની શક્યતા ઘટી જાય છે.
પ્રભુનો ધર્મ જન્મથી મળ્યો, પણ પ્રભુએ જે સહન કરવાની સાધના કરી, એ આપણે ન કરી, એટલે ધર્મ કરીને પણ ધર્મનો અહેસાસ નથી થતો. ચંદનબાળાએ પ્રતિકૂળતાનો સ્વીકાર ર્ક્યો અને જેટલાં પણ કષ્ટો આવ્યાં, સમભાવે સહન કર્યા માટે જ, પ્રભુ એમના દ્વારે પધાર્યાં, એમની મોક્ષયાત્રાનો પ્રારંભ કરાવ્યો.
પ્રતિકૂળતાને જે મિત્ર બનાવે છે, પરમાત્મા એની સમીપ આવે છે.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ ક્ષમાપનાનો ઉત્સવ છે. ક્ષમાપના કેમ કરવી પડે છે? કેમ કે, સામેવાળી વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક તમારી અનુકૂળતા પર, તમારી પ્રસન્નતા પર બયિફસ મારી છે, જે તમારાથી સહન નથી થઈ, એટલે એમની સાથેના સંબંધોમાં break લાગી ગઈ છે.
ધર્મની શરૂઆત સહનશીલતાના ગુણથી થાય છે.
એક હોય છે, પરાણે પરિસ્થિતિને સહન કરવી અને એક હોય છે, સ્વયંના સહનશીલતાના ગુણના કારણે ગમે તેવી પરિસ્થિતિને સહજતાથી સહન થઈ જવી.
સહનશીલતામાં હંમેશાં સ્વીકારભાવ હોય છે.
ભગવાન મહાવીરના કાનમાં જ્યારે ખીલ્લાં માર્યા ત્યારે ભગવાન એનો પ્રતિકાર કરી શકે, એને અટકાવી શકે એટલું સામર્થ્ય ધરાવતા હતા, છતાં ભગવાને શાંતિથી સમભાવે સહન કર્યું, ‘સહન કરવું પડે’ એવી ભગવાનની કોઈ લાચારી ન હતી, પણ સહનશીલતા એમનો ગુણધર્મ હતો. આવેલી પ્રતિકૂળતા કર્મનો ઉદય છે, એવી શ્રેષ્ઠ સમજ હતી.
ધર્મ એટલે કર્મના ઉદયે આવેલી પ્રતિકૂળતાને સ્વીકારવાની અને સહન કરવાની તૈયારી!!
જ્યાં સહન કરવાની તૈયારી હોય છે, ત્યાં ધર્મ ખીલે પણ છે અને વિકસે પણ છે.
વિચાર કરો, ક્ષમા કોણ આપી શકે? જે સહન કરી શકે!
સંતોષ કોણ રાખી શકે? જે સહન કરી શકે!
નમ્રતા કોણ રાખી શકે? જે સહન કરી શકે!
સહનશીલતા અર્થાત્tolerance power જેનામાં હોય, એના ચહેરા પર સદાય પ્રભુ જેવી પ્રસન્નતા હોય, એ ક્યારેય રડતો ન હોય, એ ક્યારેય moodless ન હોય.
મોટાભાગના સંસારીઓ કદાચ સહન કરવું પડે એમ હોય એટલે અથવા સંબંધોને સાચવવા માટે પણ સહન કરી લે, પણ એ સહન કર્યાની ગણતરી કર્યાં કરે, એટલે એના ચહેરા પર હંમેશાં ભાર હોય!
સહનશીલતા એ ધર્મનો શ્ર્વાસ છે.
સહન કર્યાં વિના જૈનત્વ ક્યારેય ખીલે નહીં.
તીર્થંકરના ભવમાં પણ પ્રભુએ કેટલાં ઉપસર્ગોને સહન કર્યાં, ત્યારે એમનો આત્મા સકલ કર્મોનો ક્ષય કરી ‘પરમાત્મા’ પદને પામ્યો.
જેની સહન કરવાની તૈયારી છે, એની ભગવાન બનવાની શરૂઆત થાય છે.
Check કરો,
સહન ન કરવાના કારણે તમે કેટલીવાર ગુસ્સો કર્યો હશે, કેટલીવાર કોઈનેhurt કર્યાં હશે, કેટલાં રાગ-દ્વેષ કર્યાં હશે, સહન ન કરવાના કારણે હિંસા, અસત્ય, ચોરી અને પરિગ્રહ કર્યાં હશે!
એક સહનશીલતાનો ગુણધર્મ ન હોવાના કારણે જાણતાં-અજાણતાં તમે ૧૮-૧૮ પ્રકારનાં પાપોનું સેવન કરી, તમારા આત્માને દૂષિત કર્યો છે, સહનશીલતાના ગુણધર્મની વિરાધના કરી છે, કેટલાંય પ્રકારનાં કર્મો બાંધ્યાં છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ દૂષિત આત્માને શુદ્ધ કરવા માટે છે.
આજે પ્રભુ અને ગુરુ સમક્ષ બે હાથ જોડી, મસ્તક નમાવી એક એક પાપોનો, એક એક ભૂલોની, એક એક દોષોની માફી માગવાનો અવસર છે, આત્માને શુદ્ધ કરવાનો અવસર છે અને સહનશીલતાના ગુણને પ્રગટ કરવાનો અવસર છે.
જ્યારે વ્યક્તિ સહન નથી કરતી ત્યારે તે દ્વેષભાવમાં આવી જાય છે. દ્વેષની વિદાય એ જ કરી શકે, જેની સહન કરવાની તૈયારી હોય, જેમની પાસેtolerance power હોય!
જેમની પાસે આ વર્ષે સહનશીલતાનો ગુણધર્મ આવી જશે,
એમને આવતી સંવત્સરીની કોઈ જરૂર નહીં રહે.
જે સહન કરી લે છે, એના સંબંધો ક્યારેય બગડતાં નથી. જેની સહન કરવાની તૈયારી હોય છે, એને કોઈ સાથે રાગ-દ્વેષ થતાં નથી. જેની સહન કરવાની તૈયારી હોય છે, તેને કોઈ સાથે મનદુ:ખ થતું નથી. જેની સહન કરવાની તૈયારી હોય છે, તે કોઈને hurt કરતાં નથી, કોઈની લાગણીને દુભાવતાં નથી માટે જ, એને કોઈની ક્ષમા માગવાની કે ક્ષમાપના માટે સંવત્સરીની જરૂર રહેતી નથી.
સહનશીલતાના ગુણધર્મને ખીલવવા માટે પ્રથમ મગજમાં જેના માટે જે કાંઈ ભર્યું હોય, એ ખાલી કરવું પડે.
તમે જ્યારે સહન નથી કરતાં, ત્યારે તમે ગમે તે પ્રકારના reactions આપો છો. તમારા એ reactions ના કારણે કેટલાંયની આંખોમાં તમે આંસુ લાવ્યા હશો. તમારા ગુસ્સાના કારણે, તમારા staffની આંખોમાં આંસુ આવ્યા હશે. તમારા nature ના કારણે તમારાં સ્વજનોની આંખમાં આંસુ આવ્યા હશે.
સ્વયંના આંસુઓથી, અન્યની આંખોમાં વહાવેલા આંસુઓના પાપને ધોવા માટે પર્યુષણ છે.
જેટલાં તમે પશ્ર્ચાતાપના આંસુઓથી સ્વયંને ભીંજવશો, એટલું તમારું heart soft થશે અને heart soft થશે તો જ સહન કરવાની તૈયારી થશે.
જે સહન નથી કરતાં, તે સ્વયં તો દુ:ખી થાય છે, પણ આસપાસવાળાને પણ દુ:ખી કરે છે. જે સહન નથી કરતાં, તે problems createકરે છે, તે વાતાવરણને અશાંત કરે છે.
જે સહન કરે છે, તે સિદ્ધ થાય છે.
તમે જેટલું સહન કરશો, એટલાં સિદ્ધત્વની નજીક જશો.
સહન કરવા માટે,reactionless બનવું જોઈએ.
તમે તપસ્યા કરો, તમે શરૂઆતમાં જ મનને message આપી દો, ‘મારે આ પર્યુષણમાં અઠ્ઠાઈ તો કરવી જ છે. ભલે મને ભૂખ લાગે, ભલે મને માથું દુ:ખે, ભલે મને પિત્ત થાય મારી સહન કરવાની તૈયારી છે.’
પ્રભુએ સ્વયં સહન કરી, સહન કરવાનો, સહનશીલતાનો ગુણધર્મ આપણને આપ્યો છે. આપણે પણ એ ગુણધર્મને વિકસાવી, આપણા આત્માને પરમાત્મા બનાવવાનો પુરુષાર્થ કરવો, એ જ પ્રભુના શ્રાવક તરીકેનું આપણું કર્તવ્ય છે.
પ્રભુએ કહ્યું છે; જો તારી સહન કરવાની તૈયારી છે, તો મારી તને મોક્ષમાંwelcome કરવાની તૈયારી છે.’
પ્રભુની જેમ pain સાથે પ્રીત કરી, આજે થોડુંpain સહન કરવાની તૈયારી રાખશો તો, એક દિવસ જન્મ-મરણના, સંસાર પરિભ્રમણનાpainનો અંત થઈ જશે.
pain સાથે પ્રીત ક્યારે થાય? પરિભ્રમણનો અંત ક્યારે થાય?
જ્યારે સહન કરવાની તૈયારી હોય!