ઉત્સવ

પણ્ડિતા સમદર્શિન:

મનન ચિંતન

હેમંત વાળા

ક્ષાઞ્જટળ લપડરુયૃર્ણીં શરૂઆતમાં જ પ્રશ્ર્નો એ ઊભો થાય કે પંડિત સમદર્શી હોય છે કે સમદર્શીને પંડિત કહેવાય. પંડિત શબ્દને થોડોક ઊંડાણમાં સમજવાની જરૂર છે. પંડિત એટલે માત્ર જાણકાર નહીં પણ એવી વ્યક્તિ કે જેની પાસે માહિતીની સાથે અનુભૂતિ છે. પંડિત સત્યને માત્ર જાણતો નથી તે સત્યને જીવે છે. પંડિત એવી વ્યક્તિ નથી કે જેની પાસે પુસ્તકીયું જ્ઞાન માત્ર છે. પંડિત એટલે પરિસ્થિતિને સંપૂર્ણતામાં જાણનાર વ્યક્તિ. પંડિત એટલે પિંડને અને બ્રહ્માંડને યોગ્ય પરિપ્રેક્ષમાં સમજીને તે પ્રમાણે જીવન જીવનાર વ્યક્તિ.

પંડિત એટલે એ વ્યક્તિ કે જે પોતાના જીવનનો મૂળ ધ્યેય કયો હોવો જોઈએ તે સમજીને તે પ્રમાણે જીવન જીવે. પંડિત એ સાચા રાહ પર ચાલે જ છે, પંડિત સત્યને તો અપનાવે જ છે, પણ સાથે સાથે સમાજને પણ એ માર્ગ પર ચાલવા માટે તથા એ સત્યને સમજવા પ્રેરિત કરતો રહે. પંડિત એ ભક્ત પણ છે અને જ્ઞાની પણ, પંડિત કર્મનિષ્ઠ પણ છે અને યોગી પણ.

ઘણા સમયથી કેટલાક વક્તાઓ પોતાની જાતને વધારે સમજદાર તથા વધારે જ્ઞાની સમજાવવા માટે પંડિત શબ્દ તથા પંડિત નામના વિશેષણનો સતત હ્રાસ ઉપજાવતા હોય છે. તેમની માટે પોતાની જાતને સ્થાપિત કરવાનો અને પોતાને વધુ યથાર્થ મનાવવાનો આ એક નિમ્ન કક્ષાનો બાલીશ પ્રયત્ન છે. ક્યાંક કોઈ વ્યક્તિ દ્વારા થયેલ ભૂલનું સામાન્યિકરણ કરી તેને નિયમ તરીકે ગણાવવાની આ શઠતા છે.


પંડિત સમદર્શી હોય છે. તેનામાં દ્વૈત ભાવ લગભગ સદંતર નાશ પામેલ હોય છે. મારું કે તારું, હું કે તું, આ કે તે, અહીં કે તહીં; આવી બધી બાબતોથી તે પર હોય છે – તે અલિપ્ત હોય છે. સુખ અને દુ:ખમાં પણ તે સમાન વ્યવહાર કરે છે. યોગ્ય અને અયોગ્ય એ બંનેને તે પ્રકૃતિની જ કરામત સમજે છે. સત્ય અને અસત્ય એ બંનેને તે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજે છે. તેની માટે મૃત્યુ અને અમૃત વચ્ચે કોઈ ભેદ નથી. સ્થિરતા તથા ચલિતતા અને પ્રવૃત્તિ તથા નિવૃત્તિ, એ બંનેમાં પંડિત સમાનતા ધારણ કરે છે. તેની દ્રષ્ટિએ પૂજનીય બ્રાહ્મણ અને અધમ વ્યક્તિ એક સમાન છે. તે શ્ર્વાન, ગાય અને હાથીને, અને એવા અન્ય સઘળા પ્રાણીને સમદ્રષ્ટિથી જુએ છે.


તે નાનામાં નાના જીવ તથા વિશાળ ડાયનાસોરમાં રહેલ આત્માની સમાનતા ને જાણે છે. તે જાણે છે કે દરેક જીવ માત્ર તેના કર્મને અનુસાર જે તે યોનીમાં જન્મ લે છે. પરમ પરમાત્મા તો તે દરેકની અંદર સમાન ચૈતન્ય શક્તિ સાથે સ્થાપિત થયેલો હોય છે. પ્રભુ આ દરેક પ્રાણી વચ્ચે ક્યાંય ભેદભાવ રાખ્યા વગર દરેકને સમાન ચૈતન્ય શક્તિ આપતો હોય તો તે સત્ય જાણનાર પંડિત આવી બાબતો માટે મનમાં ભેદભાવ ક્યાંથી લાવી શકે ! પંડિત સમદર્શી જ હોય.


પંડિતની સમજ પ્રમાણે શિવ તથા હરિ એક જ છે, પ્રકૃતિ અને પુરુષ વચ્ચે પણ ક્યાંય ભેદ નથી. તે પરસ્પર પૂરક તથા એકબીજા સાથે વણાયેલા છે એમ પણ નથી, તે તો એક અને એક માત્ર છે. સમગ્ર વિશ્ર્વ એક રસ છે. સમગ્ર સર્જન એકરૂપ છે. અહીં તો અંતે બધું હેમનું હેમ જ છે, તો પછી મનમાં ભેદ ક્યાંથી ઊપજે! અહીં પ્રતીત થતું સર્જન, અહીં દેખાતી દુનિયા માત્રને માત્ર તે પરમ તત્ત્વનું પ્રતિબિંબ જ – પરમ તત્ત્વનો સંકલ્પ માત્ર હોય તો કોઈ પણ પ્રકારની ભેદવૃત્તિ ક્યાંથી ઊપજી શકે! બધું જ તેનું સ્વરૂપ છે, બધું જ તેનામાં પરોવાયું છે.


તે પરમના એક સંકલ્પથી – તેના ભાવથી સર્જાયેલ આ સમગ્ર સંસારની પ્રત્યેક ઘટનામાં તે અને માત્ર તે જ હયાત હોય તે સ્વાભાવિક છે. અહીં પંડિતને સર્વત્ર તે પરમ ચૈતન્ય જ દેખાય અને તેથી ભેદયુક્ત જણાતી બાબતોમાં પણ તેને એકરૂપતા અને એકરસતા દેખાય. પંડિત દરેક પ્રકારના ભેદભાવથી પર થઈ ચૂકેલ હોય છે. તે પોતાના ગુરુની કૃપાથી આ સ્થિતિને પામે છે. જોકે અહીં આ સ્થિતિ કે તે સ્થિતિ જેવો ભેદ પણ નથી હોતો.

પંડિત જાણે છે કે તેને જાતિભેદ નથી, તેને મૃત્યુશંકા નથી, તેને નથી માતા કે નથી પિતા તો પછી જન્મ ક્યાંથી હોય! અને જન્મ ન હોય તો મૃત્યુ ક્યાંથી સંભવી શકે! પરમ સ્થિતિની તે અવસ્થામાં ગુરુ અને શિષ્યનો ભેદ પણ નાશ પામે છે. ત્યાં તો માત્ર તે પરમ તત્ત્વ જ રહે છે, અને જ્યાં માત્ર એકનું જ અસ્તિત્વ હોય ત્યાં અન્ય સાથેની સરખામણી માટેના કારણરૂપ ભેદદ્રષ્ટિ કયાંથી હોઈ શકે!


જ્ઞાની પંડિત છે. ભક્ત પંડિત છે. કર્મયોગી પણ પંડિત છે અને યોગ સાધના કરનાર પણ પંડિત છે. ભલે આ ચારે માર્ગો અલગ અલગ જણાતા હોય પણ તે બધાનું ગંતવ્ય સ્થાન તો એક જ હોવાથી આ ચારેય પ્રકારની પ્રવૃત્તિઓમાં સંલગ્ન થનાર અંતે તો પંડિત જ છે. આ ચારમાંથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં સંલગ્ન હોય તેવા કરુણાસભર ગુરુ જ શિષ્યને આવી પરમ સ્થિતિમાં પહોંચાડી શકવા તત્પર હોય છે.


પંડને યથાર્થ સ્થિતિમાં તથા સંપૂર્ણતામાં જાણનાર વ્યક્તિ કોઇ પણ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો ભેદભાવનો આગ્રહી ન બની શકે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button