ઉત્સવ

આધુનિકતા ને પ્રાચીનતાના સમાયોજક પંડિત દીનદયાળ ઉપાધ્યાય

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાંસ્કૃતિક વારસા પ્રત્યે સજાગ અને જાગૃત હતા. ભારતીય સંસ્કૃતિને સર્વોચ્ચ મહત્ત્વ આપીને વર્તમાન સમય મુજબ રજૂ કરી. પ્રાચીન અને આધુનિકને સમન્વય કરી ભૂતકાળને વર્તમાનની દૃષ્ટિએ જોયું. તેઓ પશ્ર્ચિમી સભ્યતાની સાથે પરંપરાવાદી, અંધશ્રદ્ધા વિરોધી તેમજ રૂઢિપ્રથા અને અંધ માન્યતાઓને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધો ગણતા હતા.
ભારતીય ઈતિહાસના ભવ્ય ભૂતકાળના માર્મિક પ્રસંગોની વ્યાખ્યાઓ તેમણે આધુનિક રાષ્ટ્રીય ચેતનાના સંદર્ભમાં રજૂ કર્યું જે પ્રેરણાદાયી સાબિત થયું. ચિર-પરિચિત ઐતિહાસિક ઘટનાઓનું આલેખન અને વર્ણન તેમની આવડત,વાણી એક નવા અર્થસભર કે ઉત્તેજનાઓ જોવા મળે છે. એ દ્રષ્ટિએ તેઓ ખરા અર્થમાં ભારતીય ઈતિહાસના પુનરાવર્તક હતા.

પંડિત દીનદયાલજીનો જન્મ ‘એકાત્મ માનવવાદ’ ઐતિહાસિક વિચારની એક કડીના રૂપમાં થયો હતો. ૧૬મી-૧૭મી સદીની સ્થિતિ યુરોપીયન પુન:જાગરણ તથા ૨૦મી સદી એશિયન પુન:જાગરણનું પરિણામ છે. ૨૦મી સદીમાં એશિયન પુન:જાગરણનું નેતૃત્વ ભારતે કર્યું હતું. એશિયન પુન:જાગરણ ‘યુરોપિયન માનવતાવાદ અને ભારતીય આત્મવાદ’નું સંગમ સ્થળ બની ગયું. ડો. મહેન્દ્ર શર્મા પોતાના પુસ્તક પંડિત દીનદયાળ ઉપાધ્યાય કર્તવ્ય અને વિચાર – એકાત્મ માનવવાદ’ માં જણાવે છે કે, સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાજારામ મોહન રોય જેવા લોકોએ આ નવજાગરણનો શંખ ફૂંક્યો. સ્વામી વિવેકાનંદ યુરોપિયન માનવતાવાદ અને ભારતીય આત્મવાદની એકાત્માની ઈચ્છા રાખતા આહ્વાન કર્યું કે, આપણે આપણા ઘરના બધા દરવાજા નિર્ભયપણે ખોલવા પડશે. વિશ્ર્વભરમાંથી પ્રકાશના કિરણો આવવા દો, પશ્ર્ચિમનો તેજસ્વી પ્રકાશ પણ આવવો જોઈએ. જે નિર્બળ અને ખામીયુક્ત છે તેનો અવશ્ય નાશ થશે. જો તે ચાલ્યું જાય તો આપણને તેને રાખવાથી શું ફાયદો થશે? જે વીર, બળવાન અને અવિનાશી છે તેનો નાશ કોણ કરી શકે?

પુન:જાગરણના આ આહ્વાનમાંથી ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ઉદય થયો. આ તમામ વિચારમાં ભારતીય પુન:જાગરણ પશ્ર્ચિમી અને ભારતીય વિચારોનું પરસ્પર મંથન અને મિશ્રણ થઈ રહ્યું હતું તે સમયે ભારત સ્વતંત્ર થયું. આ વિચાર મંથન ચાલતુ રહ્યું ને વિચારોની આ શ્રેણીની નવીનતમ કડી દીનદયાલ ઉપાધ્યાય રચિત એકાત્મ માનવવાદ
રાજા રામમોહન રોયથી લઈને દીનદયાળ ઉપાધ્યાય સુધી લગભગ ૧૫૦ વર્ષની આસપાસના સમયગાળામાં પશ્ર્ચિમી અને ભારતીય જીવન દર્શન વચ્ચે સતત સંઘર્ષ થતો રહ્યો. આ સતત સંઘર્ષમાંથી ઉદ્ભવતું ‘એકાત્મ માનવવાદ’ આ સદીના મજબૂત વિઝનનું પ્રતિનિધિત્વ જે ભારતને ભારત બનાવી રાખવા માંગે છે પરંતુ વિશ્ર્વથી અલગ નહીં. વૈશ્વિક જ્ઞાન અને વિજ્ઞાનની પ્રગતિ ઇચ્છે છે પરંતુ આધ્યાત્મિકતાને છોડીને નહીં, વિશ્ર્વના નવીનતમ પ્રયોગોમાં યોગદાન આપવા માગે છે પરંતુ પોતાને ભૂલીને નહીં. કોઈ ભૌતિકવાદ, તો કોઈ આધ્યાત્મિકતા પર વધુ ભાર આપે છે. કોઈને નવા પ્રયોગોમાં ઉત્સાહ છે તો કોઈને પ્રાચીનતા પ્રત્યે વધુ આકર્ષણ છે. આ સંદર્ભમાં ‘પાશ્ર્ચાત્ય માનવવાદ’ સામે ભારતીયકરણનું પરિણામ એકાત્મ માનવવાદ’ છે. બંનેની પૃષ્ઠભૂમિમાં બે પરિમાણ છે – પ્રથમ, પશ્ર્ચિમી જીવન દર્શન અને બીજું, ભારતીય સંસ્કૃતિ. ‘માનવવાદ’ મુખ્યત્વે પશ્ર્ચિમી ખ્યાલ છે અને એકાત્મ ભારતીય. પંડિત દીનદયાળજીએ પશ્ર્ચિમી જીવનની શ્રેષ્ઠતાને સ્વિકારતા પરંતુ તેની વિકૃતિ સામે વધુ સાવધાન રહેતા કારણે લોકો વિકૃતિને અવગણી રહ્યા છે. ભારતીય પશ્ર્ચિમની નકલ કરી રહ્યા છે તથા સમાજમાં ભ્રમ ઉત્પન્ન થઇ રહ્યો છે. તેના વિશે લખ્યું છે કે…

….”ગાંધીજીના અવસાન બાદ જે લોકોના હાથમાં સત્તા આવી તેઓ ભારતની ભાષા અને ભાવનાને સમજી શક્યા નહોતા અને ન તો ભારતને પોતાનું કે ભારતના સ્વપ્નને ઓળખી/જાળવી શક્યા. આપણે આપણું સમગ્ર જીવન અંગ્રેજીના ચશ્માંથી જોયું પરિણામે આપણું રાજકારણ, અર્થતંત્ર, સામાજિક વ્યવસ્થા, સાહિત્ય અને સંસ્કૃતિ પર અંગ્રેજીની ઊંડી છાપ છે પરંતુ ભારતીયતા માત્ર ઉપર-ઉપર દેખાય છે. વિવિધ રાજકીય પક્ષો, સમાજવાદી કે બિનસમાજવાદી યુરોપ આધારિત રાજનીતિક વિચારધારાથી પ્રભાવિત છે જે ભારતને કોઈ બીજાનું અનુકરણવાદી બનાવવા ઈચ્છે છે.
ઉપાધ્યાયજીના મતે પશ્ર્ચિમની સારી બાબતોમાં પણ સંકલનનો અભાવ છે. રાષ્ટ્રવાદ વિશ્ર્વ શાંતિ માટે ખતરો ઉભો કરે છે. પ્રજાતંત્રમાં મૂડીવાદનું જોડાણ થતા શોષણનું કારણ બન્યું. મૂડીવાદના પતન પછી સમાજવાદ આવતા લોકશાહી અને વ્યક્તિની સ્વતંત્રતાનું બલિદાન આપ્યું. તેથી પશ્ર્ચિમ સામે પ્રશ્ર્ન એ છે કે, આ બધી સારી બાબતોનો સમન્વય કેવી રીતે કરવો? તેથી જ પંડિતજી પશ્ચિમના આંધળા અનુકરણના વિરોધી હતા સાથે તમામ માનવીય પ્રયત્નોને માન પણ આપતા. તમામ સુધારેલી સારી બાબતોને પશ્ર્ચિમી ખ્યાલના આધારે નહીં પરંતુ માનવ પ્રયોગોના આધારે સ્વીકારવાનું યોગ્ય માન્યું.

જગતનું જ્ઞાન એ આપણી થાળી છે. માનવજાતનો અનુભવ એ આપણી મિલકત છે. વિજ્ઞાન એ કોઈ ચોક્કસ દેશનો વારસો/ઈજારો નથી તે આપણા માટે પણ વિકાસનું સાધન બનશે. તેઓ પશ્ર્ચિમના પ્રગતિ પરિણામોની નકલ કરવા માગતા ન હતા. તેઓ અભ્યાસ કરીને તે વિકાસમાંથી શીખવા માંગતા હતા. દીનદયાલ ઉપાધ્યાયજી પશ્ર્ચિમના પ્રતિક્રિયાવાદ, ભૌતિકવાદ, એકતરફી અભિગમ, જીવનના ખંડિત વિચાર અને ઉપભોગવાદની ખૂબ ટીકા કરતા. પશ્ર્ચિમની તમામ સારી બાબતો માનવજાતના ખાતામાં જમા થઈ અને તેની ખામીઓનો ઉલ્લેખ પશ્ર્ચિમી જીવન દર્શનની નબળાઈઓ તરીકે કર્યો. દીનદયાલ ઉપાધ્યાય દ્વારા પ્રસ્તુત વિશ્ર્લેષણ આધુનિક ગાંધીવાદી દર્શન સાથે સુસંગત લાગે છે.

પશ્ર્ચિમના પ્રખ્યાત ગાંધીવાદી વિલ્ફ્રેડ વેલોકે ગાંધીજી વિશે લખ્યું છે – ગાંધીએ મુખ્યત્વે પશ્ર્ચિમી સંસ્કૃતિની નિંદા એ કારણથી કરતા કે, તે અંગત સંપત્તિ અને સત્તા માણસોને મશીન જેવા બનાવીને માનવ શ્રમનું શોષણ કરે છે. તેના પરિણામે એક એવો સમાજ ઊભો થયો જેમાં પરસ્પર વિરોધાભાસી વર્ગો પોતાના જ વિરોધી આદર્શો દ્વારા હિંસક ક્રાંતિ અને પ્રતિક્રાંતિમાં જોડાયેલ રહે છે. આ ભૌતિકવાદમાંથી વસ્તુ અને સેવાઓની પૂર્તિ માટે તીવ્ર સ્પર્ધા છે જે આંતરરાષ્ટ્રીય તણાવ અને આખરે વિશ્ર્વ યુદ્ધ અથવા વિશ્ર્વ ક્રાંતિને જન્મ આપે છે.

પંડિત દીનદયાલજી પશ્ર્ચિમને માનવ સભ્યતાના મુખ્ય પ્રવાહ તરીકે સ્વીકારવા અને તેમાં ડૂબી જવા તૈયાર નથી. પોતાની રાષ્ટ્રીય ઓળખ સાથે માનવ સંસ્કૃતિના પ્રવાહને સમૃદ્ધ કરવાની માનસિકતાને ઉપાધ્યાયજીએ ભારતીય સંસ્કૃતિને પોતાના વિચારોને આધાર બનાવ્યો. એશિયા અને યુરોપની સરખામણી કરતી વખતે શ્રી અરબિંદો લખે છે, યુરોપ સદીઓમાં જીવે છે અને એશિયા યુગોમાં, યુરોપ રાષ્ટ્રોમાં વહેંચાય ગયું છે. જયારે એશિયા સભ્યતા અને સંસ્કૃતિઓમાં વિભાજિત છે. સમગ્ર યુરોપમાં માત્ર એક જ સંસ્કૃતિ છે, જેનો સ્ત્રોત એક જ છે, તે જૂની અને ક્યાંકથી લીધેલ છે? એશિયામાં ત્રણ સંસ્કૃતિઓ છે, દરેકમાં મૌલિક અને સ્થાનિકતા છે. યુરોપમાં દરેક વસ્તુ નાની અને અલ્પજીવી છે. તેમાં અમરત્વનું રહસ્ય પ્રાપ્ત થયું નથી.

આજે જે યુરોપ વિજ્ઞાન, દર્શન, સભ્યતા વગેરેની ઊંચાઈઓ પર પહોચી રહ્યું છે તે ઊંચાઈ પર એશિયા ઘણા સમય પહેલા પહોંચી ચુક્યું હતું. પરંતુ તેનો સાવ હાસ અને અધોગતિ નથી થઇ તેથી તેને પુન:જીવિત કરી શકાય છે.

પંડિત દીનદયાળજી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આત્મસન્માનની ભાવના ધરાવતા હતા તથા દાર્શનિક દૃષ્ટિકોણથી તેની તાર્કિક સાતત્યતા માટે સહમત થતા તેથી તેમણે ભારતીય સંસ્કૃતિના શુક્લ પક્ષની વધુ ચર્ચા કરી છે. બધી સારી બાબતો ભારતીય સંસ્કૃતિના ખાતામાં છે અને બધી ખરાબ બાબતો માનવ સ્વભાવ, દોષ, સમયહીનતા અને વિદેશી સંપર્કના ખાતામાં છે. વિશ્ર્વના લોકો પણ અન્ય સંસ્કૃતિઓ વિશેષકર પશ્ર્ચિમી સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિને શ્રેષ્ઠ માનતા હતા. તેઓ ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓના ચાહક હતા. કારણ કે તેમના મતે તે સમગ્ર જીવન એ સમગ્ર દ્રષ્ટિનો સંકલિત વિચાર છે. એકાત્મવાદી આધ્યાત્મિક હોવા સાથે ભૌતિક પ્રગતિની પણ હિમાયત કરે છે. તે વ્યષ્ટિથી લઈને પરમેસ્ઠી અસ્તિત્વ સુધીની દરેક વસ્તુને અવિભાજિત માને છે. ધર્મ હોવાને કારણે રાજા, પ્રજા અને સમાજ સંયમિત રહે છે. તે કોઈ પુસ્તક કે વ્યક્તિને અંતિમ પુરાવો માનતો નથી. “નેતિ નેતિ અથવા “વાદે વાદે જાયતે તત્વબોધા તેની વિશેષતા છે. સહિષ્ણુતા એ તેનું પરમ લક્ષણ છે અને તે “એકમ સદ વિપ્રહ બહુદા વદંતિ નો વિચાર ધરાવે છે. ‘યત પિંડે તત્ બ્રહ્માંડે’ તથા આત્મવત્ સર્વભૂતેષુ ભાવનાથી ભરેલું છે. આ ધાર્મિક નથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ મજામ્યહમ. અર્થાત્ જે મને જે સ્વરૂપમાં ભક્તિ કરે છે તેને તે સ્વરૂપમાં હું તેને મળું છું. “ઇદમ ન મમ આ તેનો યજ્ઞમયી ભાવ છે. આ સમન્વય વાદી છે. વ્યક્તિ અને સમાજમાં સમન્વય ભૌતિકવાદ અને આધ્યાત્મિકતામાં સમન્વય, રાષ્ટ્ર અને વિશ્ર્વમાં સમન્વય વિચારો અને પંથોમાં સમન્વય તથા દરેક સંઘર્ષનો સામનો કરવાની અદ્ભુત ક્ષમતા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ છે.

પંડિત દીનદયાળજીએ તેમના વિવિધ લેખો અને ભાષણોમાં ભારતીય સંસ્કૃતિને ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરી છે પરંતુ તેઓ સાંસ્કૃતિક શ્રેષ્ઠતાના નામે યથાસ્થિતિવાદની સંપૂર્ણપણે વિરુદ્ધ હતા. તેમણે લખ્યું છે – અમે આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે વિચાર્યું છે, પરંતુ પુરાતત્વવિદો નથી. અમે કોઈ પુરાતત્વીય સંગ્રહાલયના રક્ષક તરીકે બેસવા માંગતા નથી. અમારો ઉદ્દેશ્ય સંસ્કૃતિની જાળવણી કરવાનો નથી પરંતુ તેને પ્રોત્સાહન આપી તેને જીવંત અને સક્ષમ બનાવવાનો છે. આપણે અનેક પરંપરાઓ સમાપ્ત કરી અનેક સુધારા કરવા પડશે. સમાજમાં અસ્પૃશ્યતા અને ભેદભાવનું કારણ લોકો મનુષ્યને મનુષ્ય ન માનીને એકતા માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. આપણે તેને ખતમ કરવા જોઈએ.

જૂની સંસ્થાઓમાં ઉત્પન્ન સ્વાર્થ વિશે ઉપાધ્યાયજીએ કહ્યું છે – જૂની સંસ્થાઓમાં જેમનો સ્વાર્થ છે તેને આંચકો લાગશે. જે લોકો પ્રકૃતિથી અપરિવર્તનવાદી છે તેમણે સુધારા અને સર્જનના આ પ્રયાસોમાં થોડી પીડા અનુભવશે પરંતુ દવા વિના રોગ મટી શકે તેમ નથી. કસરતની પીડા સહન કર્યા વિના તાકાત આવતી નથી. તેથી આપણે યથાસ્થિતિનો મોહ છોડીને નવનિર્માણ કરવું પડશે.
પંડિતજીએ મુંબઈના પોતાના ઐતિહાસિક ભાષણમાં ‘એકાત્મમાનવાદ’ ની અત્યંત ભાવપૂર્ણ શબ્દોમાં વ્યાખ્યા પ્રસ્તુત કરતા કહે છે કે, “વિશ્ર્વનું જ્ઞાન અને આજ સુધીની આપણી આખી પરંપરાના આધારે આપણે એવા ભારતનું નિર્માણ કરીશું, જે આપણા પૂર્વજોના ભારત કરતાં પણ વધુ ગૌરવશાળી હશે. આ વિચારમાં વ્યક્તિ વ્યક્તિત્વનો વિકાસ કરી સમગ્ર માનવતા જ નહીં પરંતુ સમગ્ર સૃષ્ટિ સાથે એકાત્મતાનો સાક્ષાત્કાર કરી ‘નર થી નારાયણ’ બનવા સમર્થ બનશે. આ આપણી સંસ્કૃતિનું શાશ્ર્વત, દૈવી અને પ્રવાહમાન સ્વરૂપ છે.

દીનદયાલ ઉપાધ્યાય દ્વારા પ્રસ્તાવિત એકાત્મમાનવવાદની આ ઐતિહાસિક અને દાર્શનિક પૃષ્ઠભૂમિ છે. ઇતિહાસના આ પ્રવાહના કારણે યુરોપ અને એશિયામાં પુન:જાગરણનો સંચાર થયો તેના પરિણામે પશ્ર્ચિમી અને ભારતીય વિચારો વચ્ચે પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયા કે મંથન થયું. પશ્ર્ચિમી વિચાર અથવા ભારતીય સંસ્કૃતિની તાત્ત્વિક પૃષ્ઠભૂમિમાં જ્યાં પશ્ર્ચિમી પ્રયોગો અને ભારતની પ્રાચીન સંસ્કૃતિનું મહત્ત્વ છે ત્યારે સ્વતંત્રતા પછી ભારતની રાજકીય વિચારસરણી નિર્ણાયક રીતે અભિન્ન એકાત્મ માનવવાદના સર્જનનું કારણ બન્યું. દીનદયાલ ઉપાધ્યાયજીએ વિવેકપૂર્વક પશ્ર્ચિમના વિચાર અને ભારતીય સંસ્કૃતિમાં સમન્વય કરવાનો પ્રયાસ કર્યો.

તેઓએ લખ્યું છે કે, આપણો રાષ્ટ્ર એ કોઈ ભૂ-પ્રદેશ નથી જે આજે અચાનક સમુદ્રમાંથી ઊભરી આવ્યું હોય. હજારો વર્ષોથી આપણું રાષ્ટ્ર આ ધરતી પર રહ્યું છે. આપણી પ્રકૃતિ અને પરંપરા આટલા લાંબા સમય સુધી અકબંધ રહી છે. આપણે આ અંગે કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે. આપણે પ્રતિભાના આધારે આધુનિક ભવિષ્યની દિશા નક્કી કરવી પડશે. આપણી જીવનશૈલી આપણને માર્ગદર્શન આપવા ઉપલબ્ધ છે. એ સાચું છે કે, આપણે હજારો વર્ષનો ઈતિહાસ જેવો છે તેવો લઈને નહિ ચાલી શકીએ. આપણી જીવનશૈલીના પાયાના તત્ત્વોને ભૂલીને પણ ન ચાલી શકીએ. આપણે તેને સમયને અનુરૂપ બનાવીને સ્વીકારવી પડશે. નવી સમજણ, પ્રાચીન ગુણો અને ગૌરવનો ઝળહળતો સમન્વય રજૂ કરી ચાલવું પડશે. આધુનિક કાર્ય યોજના અને પ્રાચીન સંદર્ભોમાંથી શિક્ષણ લઈને નવા નિર્માણના પગલામાં આગળ વધવું જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત