ઉત્સવ

પદ્મશ્રી પેરીન: સ્વાતંત્ર્યશક્તિની આરાધના

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

દિવસ તેરમી માર્ચ, ૧૯૧૦નો. પેરિસથી એક રેલગાડીમાં બે મુસાફરો લંડન આવી રહ્યા હતા. એક વિનાયકરાવ સાવરકર અને બીજાં પેરિન નવરોજી. બંનેના ચહેરા પર ચિંતા અને વ્યગ્રતા હતી. કારણ, છેક ભારતથી બ્રિટિશ અદાલતે લંડનમાં એક કેસ દાખલ કરાવ્યો હતો. આરોપો એકદમ સ્પષ્ટ હતા : સાવરકરે લંડનમાં શ્યામજી કૃષ્ણવર્માની સંગતે ઇન્ડિયા હાઉસને રાજદ્રોહી ગતિવિધિમાં ફેરવી નાખ્યું હતું. તેની ધરપકડ! પેરિન તેની સાથે હતી એટલે તેની યે પૂછપરછ થઈ. હા, હું દાદાભાઈની પૌત્રી છું, ફ્રાંસમાં ભણું છું, સાવરકરથી પરિચિત છું… તેણે ખુલ્લી રીતે કહ્યું અને પછી તો જેલવાસી સાવરકરને મળવા પણ ગઈ. કોણ હતી આ મહિલા? શક્તિરૂપા. ઓ રાષ્ટ્રભક્ત મહિલાની ૧૨મી ઓક્ટોબરે ૧૩૫મી જન્મજયંતી ઉજવાઇ. જેણે ક્રાંતિકારિણી મેડમ કામાની સાથે પેરિસ, બ્રસેલ્સ, વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને લંડનમાં ‘સ્વાધીન ભારત’ની યુદ્ધઘોષણા કરી હતી, તે તો કચ્છનું ગૌરવ હતી. આસો માસનું પ્રથમ નોરતું આ શક્તિને સમર્પિત કરું છું.

ગુજરાતજે કચ્છકે પ મહાન હસ્તીએંજી ભૂમિ ગ઼ણેમેં અચેતી. હિન ધરા ઘણેં સ્વાતંત્ર્ય સેનાનીએંકે જનમ ડિને આય, જુકો રાષ્ટ્રજી રિખ્યાલા પિંઢજે જીયણજો બલિદાન ડિનેલા તૈયારી વતાયોં હો. કચ્છજે મડઈજી ગ઼ાલ કરીંધે પંડિત શ્યામજીકે પાં જ઼ાધ ક્યા, ઇજ મડઈજી ધી પેરિન ક, જેંજો જનમ ૧૨ ઓકટોબર ૧૮૮૮ જો થ્યો હો. દાદાભાઈકે ભારતજા ‘ગ્રાંડ ઓલ્ડમેન’ તરીકે ઓરંખેંમેં અચેતો. ઈ હિકડ઼ી બૌદ્ધિક પ્રતિભા નેં શિક્ષણવિદ વા. હિનીજા નિંઢી ઉંમરમેં જ ગુલબાઈ શ્રોફસેં વીંયાં થિઈ વ્યાવા. ઈનીજા ત્રે વીયા, ડો અરદેશર જુકો વીરબાઈ દાદીનાસે પેણ્યા, શિરીન જુકો ફ્રેમ દાદીનાસે વીંયાં કેં નેં માણેકબાઈ જુકો હોમી દાદીનાસે વીંયાં ક્યો હો.

કચ્છજે રાજવીએંસે દાદાભાઈજો ગાઢ નાતો હો. દાદાભાઈ નિંઢપણમેં જ ઈન્ગ્લેંડ વ્યાવા નેં બ્રિટિશ સંસદ સભ્ય ભન્યા વા. ઊન સમોમેં ઉની ‘હોમરૂલ’જી લડત લડ઼્યા વા. જેંસે પિંઢજી સલામતીકે ન્યારીને પુતર અરદેશરકે મુંભઈતાનું મડઈ સેરમેં હલાય ડિનો હો. અરદેશર સપરિવાર કચ્છજે મડઈમેં પિંઢજે તબીબી વ્યવસાય સાથે સ્થાઈ થ્યાવા નેં ઇનીજા અઠ વીયા વા. જેમેં પંજ઼ ધીરું પેરીન, ખુરશીદ, ગોશી, મેહેરબાનુ, નરગીશ નેં ત્રે પુતર કર્શાસ્પ, સરોશ નેં જાલ નાલે વા. દાદાભાઈ રાજ પરિવારસેં ઇતરા નજીક વા ક રાજવી પરિવારજા સરોશકે માસા નેં મેહેરકે માસી ચિઈ કુછાઈંધાવા. ડો અરદેશર ૧૮૯૩મેં ૩૩ વરેજી ઉમરમેં ગુજરે વ્યા વા. જેજી કિભર અજ પણ માડાઇ પારસી એણે કબ્રસ્તાન મેં આય. વીરબાઈ ભણેલા હુંધે ઈનીકે વહીવટી કમગીરી મેં મદદ ગીની સગાજે ઈન હેતુસે મહારાવશ્રી અરદેશરજે પરિવાર કે રેણાંગલા બંગલો ડિનોં હો. જેંસે હી પરિવાર ભુજમેં સ્થાઈ થિઈ વ્યોહો. અરદેશરજા છોકરા કચ્છજી આલ્ફ્રેડ હાઇસ્કૂલ નેં જીજો ભણેલા મુંબઇ તીં ઇંગ્લેન્ડ વ્યાવા.

ઇંગ્લેન્ડમેં ભણે ટાણે ઇનીજી મુલાકાત પંડિત શ્યામજી, સરદાર રાણા, વીર સાવરકર તીં મેડમ કામા સાથે થ્યો હો. નેં હુત બ્રસેલ્સમેં ઇજિપ્સીઅન નેશનલ કૉંગ્રેસમેં હીજ નવરોજીભેણું ભાગ ગિડો હો, ભાષણ ક્યા નેં ‘વંદેમાતરમ્’ ગીત ગાતો. મિસ પેરિનજે જીયણજો ઉત્તરાર્ધ મુંબઈમેં ગાંધીજીજે આંદોલન કરીંધે વીત્યો હો. હી પ રોચક કિસ્સા ઐં.

૧૯૧૧માં, પેરીન ભારત આવ્યા અને બ્રિટિશરોના હાથે તેણે અહીં ખૂબ જ અપમાનજનક ભેદભાવ અનુભવ્યો. ૧૯૧૯માં, પેરીન અને ગોશી મહાત્મા ગાંધીજીને મળ્યા અને ગાંધીજીના અનુયાયી બન્યાં. તેમણે ગાંધીજીના ‘વિદેશી છોડો, સ્વદેશી અપનાવો’ ના અભિયાનને પગલે ખાદીનાં કપડાં પહેરવાનું શરૂ કર્યું અને ખાદી તથા હરિજન મુક્તિના પ્રમોશનમાં સામેલ થયા. સ્વદેશીની બનતી, દારૂ પર પ્રતિબંધ અને મહિલાઓનું આયોજન, પેરીનબેનનો પ્રિય વિષય બની ગયો હતો. ૧૯૨૧ માં તેમણે સરોજિની નાયડુ સાથે રાષ્ટ્રીય સ્ત્રીસભાની રચનામાં નોંધપાત્ર યોગદાન આપ્યું, જે ગાંધીવાદી આદર્શો પર આધારિત મહિલા અભિયાન હતું.

૯૨૫માં, પેરિને ધૂનજીશા કેપ્ટન સાથે લગ્ન કર્યા, જે વકીલ હતા. લગ્ન પછી પણ તે રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહી. ૧૯૩૦માં તે બોમ્બે પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના પ્રમુખપદ માટે ચૂંટાયેલી પ્રથમ મહિલા બની. તેમણે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરેલા સમૂહ અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો અને જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૩૦માં જેલમાં બંધ કરવામાં આવ્યાં હતાં. ૧૯૩૨માં જેલમાંથી મુક્ત થયા પછી, પેરીનબેને ગાંધીસેવા સેનાના સચિવ તરીકે સેવા આપી હતી અને ૧૯૩૫માં સ્થાપિત હિન્દુસ્તાની પ્રચાર સભાના કાર્યમાં પણ જોડાયા હતા. તે મુંબઈ પ્રદેશ કૉંગ્રેસની સંઘર્ષ સમિતિની પ્રથમ મહિલા પ્રમુખ હતી. તે વિનાયક દામોદર સાવરકરને લંડનની જેલમાંથી મુક્ત કરવાની પ્રક્રિયામાં સામેલ હોવાનું કહેવાય છે. મેડમકામા બગડેલી તબિયત સાથે ભારત પાછાં ફર્યાં અને મુંબઈની હૉસ્પિટલમાં સારવાર લીધી હતી જ્યાં આ નવરોજી બહેનોએ તેમની શુશ્રૂષા કરી હતી.

આઝાદીના શરૂઆતનાં વર્ષોમાં (૧૯૫૪માં) પેરીનને પદ્મશ્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં અને વર્ષ ૧૯૫૮માં પેરીનનું અવસાન થયું.

આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં પારસીઓ ભલે ઓછા હોય પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. સ્વાતંત્ર્ય સેનાની તરીકે નવરોજીભેંણેકે ઈનીજે નિશ્ર્ચય નેં પ્રદાનલા વૈશ્ર્વિક માન મિલ્યો હુંધો પ કચ્છમેં પાં કુરો ડિનોં? ભારતની હેડ઼ા મહાન સ્વાતંત્ર્ય સેનાનીજી ગ઼ાલ આય. જુકો એકવીસમી સધીમેં ભુલાજી વિઈ આય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker