ઓપિનિયન : અત્યારનાં બાળકો બુદ્ધિશાળી અને ચપળ પણ મા-બાપો માટે મોટી મોબાઈલ સમસ્યા

-સી. એ. પ્રકાશ દેસાઈ
આજના ટેકનોલોજીના દોરમાં મોબાઇલ એ જરૂરી દૂષણ બની ગયેલ છે. ગમે કે ના ગમે પણ તેના વગર જીવન શકય નથી. આજકાલના આ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રનમાં બુદ્ધિમતાની કમી નથી, ઇનફેકેટ તેઓ આપણે જયારે તેની ઉંમરના હતા તેના કરતાં તેઓ વધારે બુદ્ધિશાળી અને ચપળ છે પણ મોબાઇલ ફોન આ વિદ્યાર્થીઓના મા-બાપો માટે બહુ મોટી સમસ્યા થઇ ગયેલ છે.
આવી જ સમસ્યાનો સામનો ઇસ્ટ ઇંગ્લેન્ડની સુફોલ્ક કાઉન્ટીની એક શાળાએ જતી 8 વર્ષની વિદ્યાર્થિનીની 41 વર્ષની માતા ડેઇઝી ગ્રીનવેલ ગડમથલમાં હતી કે તેની બાળકીને મોબાઇલ ફોન આપવો કે નહીં, પણ આખરે નક્કી કર્યું કે આપવો જોઇએ, તેથી આપી દીધો. પણ જયારે તેણે આ વાત અન્ય પેરેન્ટસને કરી તો જાણ્યું કે બધા આ જ દ્વિધામાં હતા કે શું કરવું નિશાળે જતા બાળકોને મોબાઇલ ફોન આપવો કે નહીં?
ડેઇઝીને અન્ય માતા-પિતા સાથે આ અંગે વાતો કરતા જાણવા મળ્યું કે સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન ઉપર મોબાઇલ ફોનની અવળી અસરો તેઓના ભણવા ઉપર પડે છે તેથી નિશાળે જતા વિદ્યાર્થી કે વિદ્યાર્થિઓને 11 વર્ષ કે 16 કે 18 વર્ષ કઇ ઉંમરે મોબાઇલ ફોન ઉપલબ્ધ કરાવવો જોઇએ તે અંગે તેના વિચારો વ્યક્ત કરીને વધુ ચર્ચા કરવા તેણે વૉટસઍપ ઉપર સ્કૂલે જતા ચિલ્ડ્રનના પેરેન્ટસનું એક ગ્રૂપ બનાવ્યું અને તેને એટલો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો કે જોતજોતામાં 13,000 બ્રિટિશ સ્કૂલના 1,24,000 પેરેન્ટસ એ સ્માર્ટફોન ફ્રી ચાઇલ્ડ હૂડ મોહિમ શરૂ કરી દીધી. તેઓના સર્વેમાં જાણવા મળ્યું કે 15 વર્ષથી નીચની વયના બાળકોમાં સ્માર્ટ ફોનના કારણે 69 ટકા બાળકોમાં અશ્ર્લીલ બિભત્સ અને વાયોલન્ટ ક્ધટેનના કારણે બહુ નેગેટીવ અસરો પડે છે જે તેના બિહેવિયરમાં વ્યક્ત થાય છે. જેમ ડ્રગ્ઝના બંધાણીઓ ડ્રગ્ઝ વગર તડફડે છે તેમ એકવાર સ્માર્ટ ફોનના આદી બાળકો જયારે તેમના પાસેથી સ્માર્ટફોન લઇ લેવામાં આવે છે ત્યારે તેઓ પણ સ્માર્ટફોન વગર નથી રહી શકતા અને તેઓનું વર્તન બહુ જંગલી અને ભાષા પણ બહુ ખરાબ થઇ જાય છે.
બ્રિટનમાં સોશિયલ મીડિયા અને સિવિલ સોસાયટી પણ આ હકીકતથી વાકેફ છે કે સ્માર્ટફોન આવતીકાલની પેઢીને બરબાદ કરી રહ્યું છે. તે વિષયને અનરૂપ એક ટીવી શો ‘એડોલસન્સ’ બહુ પ્રચલિત છે. જેમાં એક ટીનએજર બાળક ટીવી પરના પ્રોગ્રામો જોઇને એક મર્ડર કરે છે. આ શોના પ્રોડયુસરને બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર કૈર સ્ટારમરે તેના ઘરે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં બોલાવ્યા અને કહ્યું કે તે આ પ્રોગ્રામ તેના દીકરા અને દીકરી સાથે જુઓ છે અને શો સરસ છે પણ બાળકોમાં સ્માર્ટ ફોનની સમસ્યા ગંભીર છે પણ તે કાયદાથી કંટ્રોલ કરવી શકય નથી. તેના માટે મા-બાપ અને શાળાઓએ જ રસ્તો શોધવાની જરૂર છે. યુરોપના દેશોમાં પણ બાળકોના હાથમાં સ્માર્ટ ફોનની સમસ્યા છે. તેથી જ ડેનમાર્ક સરકારે સ્કૂલમાં સ્માર્ટ ફોન ઉપર બેન લગાવેલ છે. ફ્રાન્સમાં તો 2018થી જ પ્રાથમિક શાળામાં મોબાઇલ ફોન બેન કરેલ છે. નોર્વે પણ આ દિશામાં જઇ રહ્યું છે.
પેરેન્ટસ ગ્રૂપે તેઓના સર્વેમાં જાણ્યું કે બાળકો માત્ર સ્માર્ટફોનથી ખુશ નથી પણ ત્યાર પછી કોણ કયા બ્રાન્ડનો ફોન વાપરે છે. કઇ સાઇઝનો છે વગેરેના કારણે સુપરીયોરિટી અને ઇન્ફીરીયોરિટી કોમ્પ્લેકસનો ભોગ બને છે.
સ્માર્ટ ફોન કરી ચાઇલ્ડહૂડ ગ્રૂપની મીટિંગોમાં જાણવા મળ્યું કે 12 વર્ષની આયુના બાળકો અઠવાડિયામાં 21 કલાક સ્માર્ટ ફોનના સ્ક્રીન ઉપર ટાઇમ પાસ કરે છે અને 15થી 18 વર્ષની વયના બાળકોમાંથી 79 ટકા બાળકો મહત્તમ સમય સ્માર્ટફોન ઉપર ગુજારે છે. મીટિંગમાં એ પણ જાણવા મળ્યું કે કેટલાંક શોના ક્ધટેન્ટમાં ડિપ્રેશન, ટીનએજર્સની દોસ્તીમાં બ્રેકઅપ, મા-બાપ સામે બળવો અને ડ્રગ્ઝના કારણ વધી રહેલા પાર્ટી કલ્ચરના કારણે જે બાળકોની આર્થિક શક્તિ આવા ખર્ચા કરવા માટે શકય નથી તેઓમાં આપઘાતના પ્રયાસો થતા જોવા મળેલા છે.
મા-બાપ પણ confused છે કે સલામતીની દૃષ્ટિએ અને બાળકો એક બીજા સાથે તેના વિષયોની ચર્ચા કરવા અને ઇર્મજન્સીમાં ફોન આપવો જરૂરી છે. તેથી બીજા દૂષણોની અવગણના કરીને પણ મોબાઇલ ફોન 18 વર્ષની નીચેની ઉંમરના બાળકોના હાથમાં આપવો જરૂરી છે. આવામાં એક સમાચાર આવ્યા કે ફેબ્રુઆરી 2025માં બારનેટ પ્રોવીન્સના કોલીન્ડેલે નક્કી કર્યું છે કે ત્યાંની પબ્લિક સ્કૂલસમાં મોબાઇલ ફોન બેન કરવામાં આવે છે જેના કારણે 63,000 વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોબાઇલ લાવવાની મનાઇ છે. સોશ્યિલ મીડિયાના માધ્યમથી આ સમાચાર વાયુ વેગે ફેલાઇ રહ્યાં છે અને તેના કારણે અન્ય શાળાઓમાં અને વાલીઓમાં સ્માર્ટ ફોન ફ્રી ચાઇલ્ડહૂડની અસરો જોવા મળે છે. આ ડાર્ક સમયમાં એક સ્કૂલ બહુ સુંદર આઇડીયા લઇને આવી કે આજના જમાનામાં સલામતી અને સંદેશા માટે કદાચ બાળકોને મોબાઇલ ફોન આપવો જરૂરી છે. તેથી તેઓએ તેમના સ્ટુડન્ટસને નોકીયાના મોબાઇલ ફોન આપ્યા જેમાં માત્ર ફોન કરવાના, ફોન રિસિવ કરવાના અને એસએમએસ મોકલવાના જ ફીચર્સ છે. નથી તેના કૅમેરા, નથી રેડિયો કે નથી યુ ટ્યુબ વગેરેની સવલતો.
મને ખબર નથી કે ભારતના કોઇ પ્રદેશો કે શહેરમાં આવું સ્માર્ટ ફોન ફ્રી ચાઇલ્હૂડ જેવું ગ્રૂપ છે કે નહીં કે જેમાં લાખો વાલીઓ જોડાયેલા હોય અને એક મોહિમ ચલાવતા હોય અને કલેક્ટિવલી સમસ્યાનું સમાધાન શોધતા હોય પણ આ વિચાર અને મોહિમ ખરેખર અસરકારક છે. કારણ કે આજના બાળકો એટલા સ્માર્ટ અને હોશિયાર છે કે તેઓને ભણાવવાની ચિંતા નથી પણ કેમ મોબાઇલ અને ટીવી સ્ક્રીનથી દૂર રાખવા તે જ માતા-પિતા માટે માથાનો દુખાવો છે. “ચાઇલ્ડહુડ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ મોમેન્ટસ ઓફ વન્સ લાઇફ નર્ચર ધેમ એન્ડ ડોન્ટ કીલ.” હવે પછીનો લેખ 8 સપ્તાહના અવકાશ પછી પ્રસિદ્ધ થશે આપ સૌ વાંચકમિત્રોના સ્નેહબદલ ખૂબ ખૂબ આભાર.
આપણવાંચો: ફોકસ પ્લસ : વિન્ડચામનો મધુર સ્વર લાવે છે ઘરમાં સમૃદ્ધિ