ઉત્સવ

ઑપરેશન તબાહી-૫૬

‘યા બેગમ સાહેબા કી રગોમેં જિન્હા ખાનદાન કા ખૂન દૌડ નહીં રહા, યા ફિર વો ગદ્દાર હૈ.’ જનરલ અયુબે સીગાર સળગાવી

અનિલ રાવલ

‘મુઝે લગતા હૈ કબીર કોઇ ખેલ ખેલ રહા હૈ તુમ્હારે સાથ.’ હસીનાએ કિચનમાં મરિયમને કહ્યું.

‘તુમ્હે એસા ક્યું લગ રહા હૈ.?’ મરિયમે પૂછ્યું.

‘ક્યોં કી મેરી જાન, અભી તક શાદી કી તારીખ તય નહીં કરી હૈ. કબીર કે કપડે બન રહે હૈ… ઔર એક તુમ હો… ખુદ કી શાદી કી તૈયારી કરને સે મના કર રહી હો.’

‘મૈં શાદીવાલે કપડોં મેં નિકાહ નહીં કરુંગી… કબીર કરે જો કરના હો ઉસે… ઔર હાં, કબીર પર મુઝે પુરા ભરોસા હૈ,’ મરિયમ કહ્યું.

‘ભરોસા હૈ તો ઇતની બેરૂખી ક્યું હૈ શાદી કો લે કર?’

‘ચિંતા હૈ… શાદી કે બાદ કી… ક્યા કરેંગે કહાં રહેંગે? સોચતી હું તો થરથરા જાતી હું.’ મરિયમે કહ્યું.

‘તુમ યહ ફિકર છોડો… સબકૂછ ઠીક ન હો જાયે તબતક આપ દોનોં યહીં રહના.’ હસીનાએ ધીરજ બંધાવી, માયા દર્શાવી પણ માયાના દિમાગમાં ચાલી રહેલી ગડમથલનો એને અંદાજ નહતો.


દર્શન ત્યાગીએ પોતાના માણસ પાસે કરેલી ગોઠવણ મુજબ કાસિમભાઇ અને શૌકતે પેપર્સ લીધા. કાસિમભાઇએ અન્ય કોઇ જગ્યાએથી બીજી કેટલીક મહત્ત્વની ચીજો લઇ લીધી. કાસિમભાઇએ એની આદત મુજબ પાકિસ્તાની ચલણી નોટોની કોથળીનું મોઢું ખુલ્લું રાખ્યું હતું. પૈસા વેરીને કાસિમભાઇ પોતાના દુશ્મન કે વેરી પાસે પણ પોતાનું ધાર્યું કામ કરાવી લેતા…..એના ઇન્ટરનેશનલ કોન્ટેકટનો સૌથી વધુ લાભ ગોપીનાથ રાવ લેતા હતા…કારણ કે વરસો પહેલાં રાવ સિક્રેટ એજન્ટ તરીકે એક્ટિવ હતા ત્યારે પેરિસમાં તેમણે કાસિમભાઇનો જીવ બચાવ્યો હતો. કાસિમભાઇ રાવને બાદ કાયમ કહેતા આપકે લિયે જાન હાજિર હૈ. શસ્ત્રોની સપ્લાય હોય કે હવાલા હોય, બોગસ પાસપોર્ટ બનાવવાના હોય કે કોઇનું કાસળ કાઢી નાખવાનું હોય…કાસિમભાઇને અમુકતમુક દેશના દુતાલયોમાંથી ફોન આવે અને કામ પતી જાય. છ દેશોના અલગ અલગ નામ સાથેના પાસપોર્ટ એના ગજવામાં લઇને ફરે અને શહેનશાહની જેમ મોં બતાવીને બોર્ડર ક્રોસ કરી જાય, એનું નામ કાસિમભાઇ. એનો એક પગ નેપાળમાં હોય ને બીજો પગ બીજી સેક્ધડે ઇઝરાયલમાં હોય. એમના બે પગ જ્યાં થોભે ત્યાં કોઇ મોટું કામ હોય જ. આ વખતે પણ એને રાવનો સંદેશો મળ્યો કે તરત જ એ પાકિસ્તાન પહોંચી ગયા. કાસિમભાઇ તૈયાર થઇ ગયેલા પેપરો અને બીજો સામાન લઇને કબીર અને શૌકતને ફોટો સ્ટુડિયોના ડાર્કરૂમમાં મળ્યા. એણે કબીરને તમામ વસ્તુઓ સોંપીને સમજાવી દીધું.

યહ લો જી, શાદી કે કપડોં કે સાથ કામ આનેવાલા સબ સામાન મૈંને તુમકો સોંપ દિયા.’ કબીરે માથું ધુણાવ્યુ.

તુમ દોનોં કા નિકાહ કરવા કે મૈં નિકલ જાઉંગા. અબ તૈયારી શુરૂ કર દો.’કહીને એમણે રિવોલ્વર કબીરના હાથમાં મુકી.

અબ ઇસ કી કોઇ ઝરૂરત નહીં હૈ.’ કબીરે હાથ પાછો વાળતા કહ્યું.

રખ લો….શાદી ભી એક જંગ હૈ..કામ આયેગી. કાસિમભાઇએ કહ્યું. કબીર ઝડપથી નિકળી ગયો. એની થોડીવાર રહીને શૌકત નીકળી ગયો.


જનરલ અયુબે શૌકતને તાત્કાલિક બોલાવ્યો. મનમાં શંકાઓના ઝાળા ગૂંથતો શૌકત જનરલ અયુબની કેબીનમાં પહોંચ્યો ત્યારે એક ઇન્સપેક્ટર બેઠો હતો.

શૌકતને મામલો સંગીન લાગ્યો. સલામ વાલેકુંમ બોલીને બેસવાનો ઓર્ડર મળે એની રાહ જોતો ઊભો રહ્યો.

શૌકત બૈઠો.’ જનરલ અયુબનો હુકમ છુટ્યો. શૌકત બાજુમાં બેઠેલા ઇન્સપેક્ટરની સામે જોતા જોતા બેઠો.

યહ ઇન્સપેક્ટર હબીબ શેખ હૈ….ડો. અહેસાન ઝકરિયા ઔર ઉન કી બીવી કી કત્લ કી તહકીતાત કર રહે હૈ.’ શૌકતે હવે ધ્યાનથી ઇન્સ્પેક્ટરની સામે જોયું.

કત્લ કી રાત..હોટલ સે એક લડકી કો બુરખે મેં બહાર નિકલતે હુએ રિસેપ્શનિસ્ટને દેખા થા…ઉસ બીચારીને સૌચા કી વો ડૉ. ઝકરિયા કી બીવી હૈ…..લેકિન બીવી કા તો હોટલ કી રૂમ મેં કત્લ હો ગયા થા….મતલબ કી બુરખે મેં બહાર નિકલી વો કોઇ ઓર થી….કૌન થી વો.?’ કહીને જનરલ અયુબે ઇન્સ્પેક્ટર પાસેથી પેકેટ લઇને એને વિદાય કર્યો.

શૌકત, પતા હૈ વો કૌન થી.?’ જનરલ અયુબે પેકેટ ખોલીને બુરખો બહાર કાઢીને બતાવ્યો.

યહ વહી બુરખા હૈ..જિસે પહેનકર વો લડકી બહાર નિકલને મેં કામિયાબ રહી થી…દરઅસલ યહ બુરખા મિસિસ ડૉ. ઝકરિયા કા હૈ….મર્ડર કરને સે પહેલે ઉસને પહેન લિયા થા.’ કોઇ ફિલ્મની પટકથા લાગતી આ વાર્તાનો અંત જાણવા શૌકત ઉત્સુક હતો.

ઉસી રાત દુસરે એક ઇન્સ્પેક્ટરને રાસ્તે મેં એક કાર કો રોકી થી…ઉસ મેં બૈઠી હુઇ લડકીને યહી બુરખા પહેના થા. જો કી બાદ મેં એક નાલે મેં સે મિલા.’ જનરલ અયુબે બુરખો ઊંચો કરીને બતાવ્યો.

જનરલ અયુબના સસ્પેન્સ પરથી જલદી પરદો ઉઠાવવા શૌકત પૂછી બેઠો: કૌન થી વો.

ઉસ કાર કો ચલા રહે થે હમારે સિતારવાદક બરકતુલ્લાખાં સાહબ…..બેગમ સાહેબા હમીદાબાનુ કે શૌહર…જો હમારે વજિર-એ-આઝમ કી બહુત હી ચહિતી હૈ..’ જનરલ અયુબે સ્કેચ કાઢીને ટેબલ પર મુક્યો. ફોટા પર અછડતી નજર ફેરવીને શૌકતનું દિમાગ સુન્ન મારી ગયું.

યહ લડકી બેગમ સાહેબા કે ઘરમેં રહતી હૈ યા રહેતી થી. સુના હૈ લંડન સે આઇ હૈ’ જનરલનો દરેક શબ્દ બેગમ સાહેબા, ખાં સાહેબ અને માયા તરફ તીરની જેમ છુટતો હતો, પણ ઘાયલ શૌકતને કરતો હતો.

જનાબ, બેગમ સાહેબા તો જિન્હા ખાનદાન સે હૈ.’ શૌકતે કહ્યું.

હમમમમમમમમ….’ જનરલ અયુબે શબ્દને લંબાવ્યો. યા બેગમ સાહેબા કી રગોં મેં જિન્હા ખાનદાન કા ખૂન દૌડ નહીં રહા, યા ફિર વો ગદ્દાર હૈ.’ જનરલ અયુબે સીગાર સળગાવી.
જનાબ, આપ હુકમ કરો.’ શૌકતે જનરલ અયુબના મોંમાંથી નીકળતા ગોળગોળ ધૂમાડા જેવા વિચારો જાણવા કહ્યું.

બેગમ સાહેબા કે ઘર પર અભી હમલા કરના નામુમકિન હૈ. લડકી કા પતા કરો…હો સકતા હૈ, દુસરા પિલ્લું ભી વંહી હો. મોકા દેખ કર ઉઠા લો.’


શૌકતના ઘરનો દરવાજો જોરથી ખખડ્યો. હસીનાએ આતી હું કહીને દરવાજો ખોલ્યો. સામે ઊભેલા અબ્દુલા દરજીએ કપડાનું પેકેટ એના હાથમાં મુક્યું. મેરે પાસ મરને કી ભી ફુરસદ નહીં હૈ..’ કહીને પવનવેગે નીકળી ગયો.

કમાલ કા દરજી હૈ.’ બોલીને હસીનાએ દરવાજો વાંસી દીધો. કિચનમાંથી બહાર આવેલી માયાને જોઇને હસીનાએ કહ્યું: લો દેખ લો…તુમ્હારે શૌહર કે કપડે આ ગયે હૈ.’
માયાએ કોઇ પ્રતિભાવ ન આપ્યો એટલે એણે જ પેકેટ ખોલ્યું. અંદર નજર કરીને પોતાનું કપાળ કુટ્યું….દરજી તેરી મત મારી ગઇ હૈ….યહ તૂ કિસકા કપડા દે ગયા….હસીનાએ કપડા ફરી પેક કરી નાખ્યા. માયા ફરી કિચનમાં જતી રહી.


થોડીવાર પછી શૌકત અને કબીર આવ્યા ઘરમાં પગ મુકતાની સાથે ચિંતાના સૂરમાં શૌકતે પૂછ્યું: અબ્દુલ્લા દરજી કપડે દે ગયા હૈ.?’
‘હાં…આયા થા….કબીર કી શાદી કે કપડે નહીં હૈ…કિસી ઓર કે હૈ.’

તુમને દેખે કપડે?’ ગભરાયેલા શૌકતે પૂછ્યું.

હાં ક્યું? ઇસલિયે તો કહ રહી હું.’
શૌકતના પેટમાં ફાળ પડી. એણે પેકેટ ખોલીને જોયું ને બરાડી ઉઠ્યો:‘ દરજી લોગ મેં અક્કલ નામ કી ચીઝ નહીં હોતી….ચલો કબીર, કપડા બદલના હોગા.’ કબીર તૈયાર જ હતો. બંને ઝડપથી નીકળી ગયા.


ફોટો સ્ટુડિયોના ડાર્કરૂમમાં કાસિમભાઇની સામે શૌકત અને કબીર બેઠા હતા. શૌકતે પેકેટ ખોલ્યું.

લો દુલ્હે મિયાં, પહન લો. તૈયાર હો જાઓ નિકાહ કે લિયે.’ કાસિમભાઇ બોલ્યા. કબીરે કપડા પહેરવાનું શરૂ કર્યું. કબીર સંપૂર્ણ તૈયાર થઇ ગયો પછી કાસિમભાઇએ લાઇટ કરી. સામાન્ય રીતે કાયમ અંધારું ઓઢીને રહેતો ડાર્કરૂમ ઝળંહળાં થઇ ગયો.

શાદી કી શેરવાની મેં ક્યા લગતે હો ભાઇ.’ શૌકત બોલી ઉઠ્યો. કબીરે અરીસામાં જોયું પછી શૌકત અને કાસિમભાઇને ભેટી પડ્યો.


રાતે લગભગ નવ લાગ્યે તબરોઝાના મિલિટરી મથકના ગેટ પર એક જીપ આવીને ઊભી રહી. ડ્રાઇવરે ઊતરીને ગેટ પરના મુખ્ય સિક્યોરિટી ઇન્ચાર્જને આઇકાર્ડ અને પેપરો બતાવ્યા. એણે ઝીણી નજરે તપાસીને જીપમાં બેઠેલા ઓફિસરને ધારી ધારીને જોયા. સિક્યોરિટી ઇન્ચાર્જે એક ફોન લગાવીને કોઇને જાણ કરી.

કેપ્ટન અખ્તર હુસેન કી જગહ પર નયે સા’બ આયે હૈ..બ્રિગેડિયર સાકીબ મિર્ઝા….મિલિટરી ઇન્ટેલિજન્સ યુનિટ.’

પોતે બહાર આવીને ઓફિસરને સલામ ઝીંકી. જાતે મેઇન ગેટ ખોલી આપ્યો. ડ્રાઇવરે કેપ્ટન અખ્તર હુસનના ક્વાર્ટર નજીક જીપ ઊભા રાખી. પાછળ બાઇક પર આવેલા સિક્યોરીટી ઇન્ચાર્જે દરવાજો ખોલી આપ્યો. ડ્રાઇવરે બેગ અંદર મુકી.

ચલતા હું જનાબ..અલ્લા હાફીઝ..’ કહીને ડ્રાઇવરે જીપની ચાવી ઓફિસરને આપી.

ઇન્ચાર્જે સલામ કરીને કહ્યું: જનાબ, કિસી ભી ચીઝ કી ઝરૂરત હો તો ફોન કર દિજિયેગા..’ પછી ડ્રાઇવર તરફ નજર કરીને કહ્યું: આપ વાપિસ કૈસે જાઓગે.’

પીછે હમારી દુસરી ગાડી હૈ.’

ચલો મૈં આપકો ગેટ તક છોડ દેતા હું.’ ઇન્ચાર્જે ડ્રાઇવરને ગેટ પર છોડ્યો અને બહાર ઊભેલી બીજી ગાડીમાં ડ્રાઇવર રવાના થઇ ગયો.

બ્રિગેડિયર મિર્ઝાએ નાનકડા કોટેજ જેવા ક્વાર્ટરના રૂમમાં નજર ફેરવી. સામે જડેલા અરીસામાં જોઇને બોલ્યો: કબીર, તું તો ઓરિજિનલ બ્રિગેડિયર સાકીબ મિર્ઝા કરતા પણ વધુ જામે છે.’
કાસિમભાઇ, ડ્રાઇવર બન કર આયે હો તો અબ ગાડી આપ હી ચલાઇયે.’ શૌકત બોલ્યો. બંને હસ્યા. કાસિમભાઇએ સ્ટિયરીંગ પોતાના હાથમાં લઇ લીધું.


હસીના અને મરિયમ કબીર અને શૌકતની રાહ જોતી બેઠી હતી.

દરજી કે પાસ કપડે બદલને મેં ઇતના વક્ત થોડીના લગતા હૈ. શૌકત તો શૌકત ઉસકા યાર ભી માશાલ્લાહ.’ હસીના હસીને બોલી. મરિયમ ચૂપ રહી. અચાનક હસીના સોફા પરથી સટ્ટાક
કરીને ઊભી થઇ ગઇ.

મિલિટરી અફસર કે યુનિફોર્મ કભી કોઇ દરજી સીતા હૈ ક્યા.?’ હસીના મનમાં શંકા સળવળી. એણે મરિયમની આંખોમાં જોયું. મરિયમની આંખોમાં આશ્ર્ચર્ય ઉછળ્યું. એ જ વખતે દરવાજે ટકોરા પડ્યા.

કબીરને નહીં જોઇને હસીનાએ શૌકતને પૂછ્યું: ‘કબીર કહાં હૈ.?’

શૌકત ગમગીન ચહેરે બેઠો. હસીનાની સામે જોયું. માયાની સામે નજર મિલાવી ન શક્યો.

કબીર કહાં હૈ?’ શૌકત સવાલ ફરી આવ્યો.

હસીના, કબીર મેરા દોસ્ત બદલ ગયા…કહેતા હૈ મુઝે શાદી નહીં કરની….વો ચલા ગયા.’ શૌકત નીચું જોઇ ગયો.

મઝાક સમઝ રખા હૈ ઉસને શાદી કો….ઇસ લડકીને ઉસ પર ભરોસા કિયા’ કહીને હસીનાએ મરિયમની સામે જોયું. પણ એના ચહેરા પર કોઇ વેદના ન હતી. ગુસ્સો ન હતો. દુ:ખ ન હતું. આંખમાં આંસુનું એકેય ટીપું ન હતું. સાંભળીને એ અંદર જતી રહી.

આ જોઇને હસીનાના મનમાં વિચારોનું એક વિકરાળ મોજું ધસી આવ્યું. લગ્નનું વચન આપીને દોસ્તના ઘરે લઇ આવનારો માણસ ફરી ગયો….દગો આપીને જતો રહ્યો એનું આ છોકરીને સહેજેય દુ:ખ નથી..લગ્નની બાબતમાં આ છોકરી ગલ્લાંતલ્લાં કરતી રહી છે. છેલ્લે સુધી શાદીના કપડા માટે તૈયાર થઇ નથી. અને શૌકત અને કબીર?’ દરજી યુનિફોર્મ આપી ગયો છે એવું જાણ્યા બાદ એમના સિંયાંવિયાં થતા ચહેરા મેં જોયેલા….ઉતાવળે નીકળી જતા મેં નિહાળેલા. શૌકત કાયમ રહસ્યમય રહ્યો છે. આજકાલ ફોન પર એની ગૂસપૂસ વધી ગઇ છે. હસીનાના મનમાં સળવળતું શંકાનું સાપોલિયું અજગર બનવા લાગ્યું. શૌકતની અસલિયત શું છે.? આ કબીર અને મરિયમ કોણ છે.? જાસૂસ.? હસીનાને પોતાના જ ઘરમાં એક વિકરાળ રહસ્યમય જાળું ગૂંથાતું દેખાયું.

શૌકત ક્યા ચલ રહા હૈ ઇસ ઘર મેં.?’ હસીના શૌકતની સામે જઇને ઊભી રહી ગઇ.

‘મૈં બતાતી હું’ બહાર ધસી આવેલી માયા હસીનાની સામે રિવોલ્વર તાકીને ઊભી હતી. ‘મૈંને કહા થાના કી વક્ત બતાયેગા. કૂછ બાતોં કો સમજને મેં વક્ત લગતા હૈ.’
ક્રમશ:

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?