ઉત્સવ

ઑપરેશન તબાહી-૫૫

‘કબીર તો મેરા હીરો હૈ.મૈં બહુત પ્યાર કરતી હું ઉસે.’ માયાએ આંખો લૂછી નાખતા કહ્યું

અનિલ રાવલ

હા, એ સાચું કે કબીર અને શૌકત કયા કપડાની વાત કરી રહ્યા છે એની ખબર ન પડી… પણ થોડી વાર રહીને એણે મરિયમના કપડાની વાત છેડી…
‘આપ દુલ્હે મિયાં કે કપડોં કી તૈયારી કરો, હમ મરિયમ કે શાદી કે જોડોં કી તૈયારી કરતે હૈ… હૈ ના મરિયમ. એસે કપડે સિલવાયેંગે કી આપલોગ દેખતે રહ જાઓગે.’ હસીનાએ માયાને આંખ મારતા કહ્યું. માયાએ માત્ર સ્મિત કર્યું. શૌકત ટેબલના ખાનાંમાંથી પેન્સિલ-કાગળ અને મેઝરમેન્ટની પટ્ટી કાઢીને કબીરની સામે ઊભો રહી ગયો.

‘ખડે હો જાઓ દુલ્હે મિયાં.’ કબીરએ ઊભા થઇને માપ આપવાનું શરૂ કર્યું. શૌકત કબીરની ઊંચાઇ, છાતીની પહોળાઇ, ખભાનું માપ, હાથની લંબાઇનું મેઝર લઇને લખતો ગયો.
‘આપકો યહ સબ કરને કી ક્યા ઝરૂરત હૈ… દરજી કો બુલા લેતે.’ હસીના બોલી.

‘ઉનકે પાસ વક્ત નહીં હૈ.’ શૌકત બોલ્યો.

‘દરઅસલ હમારે પાસ વક્ત નહીં હૈ.’ કબીરે માયાની સામે
જોઇને કહ્યું.


કાસિમભાઇ ઇઝરાયલમાં ખાલેદ યાસ્સીનને બ્લ્યુ પ્રિન્ટની કોપી પહોંચાડીને પાછો અફઘાનિસ્તાન પહોંચી ગયો ને ગીચ વસતિવાળા વિસ્તારમાં આવેલા ઘરમાં રહેવા લાગ્યો. કાસિમભાઇની નાનકડી ઓરડીમાં ફોનની ઘંટડી મોટેથી વાગી. કાસિમભાઇએ ફોન ઊચકીને હેલ્લો કહ્યું.

‘ગિરધર બોલ રહા હું.’
કાઠમંડુમાં કાસિમભાઇની પરોણાગતિથી ખુશ ગિરધરને કાસિમભાઇ સાથે સારી દોસ્તી જામી ગઇ હતી… એ અવારનવાર કાસિમભાઇને ફોન કરતો. બંને કાઠમંડુમાં કરેલા જલસાની વાતો વાગોળતા.
‘બોલ ગિરધર,’ કાસિમભાઇએ કહ્યું. પણ આ વખતે ગિરધરનો અવાજ ગંભીર હતો. આ વખતે એણે કાઠમંડુમાં ઢીંચેલા લોકલ બ્રાન્ડના દારૂ અને ડાન્સ બારમાં ઝુમીને, મન ભરીને કરેલા ડાન્સવાસની વાતો ન કરી.

‘કબીર કી શાદી હોને જા રહી હૈ… આપકો કાજી બન કર જાના હૈ… ચીફને કહા હૈ.’ એણે ત્રણ ટુકડે વાત શરૂ કરી. ‘બાકી જાનકારી આપકો શૌકત અલી સે મિલ જાયેગી.’


માયાનો મૂડ બરાબર લાગતો નથી એવું જાણીને હસીનાએ એને કારણ પૂછ્યું.

‘ક્યા હુઆ હૈ તૂઝે? શાદીકો લે કર ખુશ નહીં લગતી.’

‘કૂછ નહીં… ઐસે હી’
‘કૂછ તો હૈ… મૈં દેખ રહી હું… તૂ ઉદાસ ઉદાસ સી બૈઠી રહતી હૈ.’

નહીં કૂછ નહીં હૈ’
‘ઘર સે ભાગ કર નિકલી હો, ઘર કી યાદ આ રહી હૈ?’

‘જો છુટ ગયા ઉસકા ગમ ક્યા કરના?’

‘શાદી નહીં કરની હૈ… કબીર સે? કહે દો, કહેને સે મન હલકા હો જાયેગા ઔર કૂછ હલ નિકલ આયેગા.’

માયાએ હસીનાની સામે જોયું, પણ આંખના ઝળઝળિયાએ એની આકૃતિ ઝાંખી કરી નાખી.

‘કબીર તો મેરા હીરો હૈ. મૈં બહુત પ્યાર કરતી હું ઉસે.’ માયાએ આંખો લૂછી નાખતા કહ્યું.

‘વો તેરા હીરો હૈ, બહુત પ્યાર કરતી હૈ ઉસે, જો છૂટ ગયા ઉસકા ગમ ક્યા કરને કા… તો ફિર ઇતની ઉદાસ ક્યોં હૈ મરિયમ. કૂછ તો ઝરૂર હૈ.’ હસીના ઊંડા વિચારમાં પડી ગઇ.


‘સૂનો, મુઝે લગતા હૈ મરિયમ શાદી કો લે કર ખુશ નહીં હૈ’ હસીનાએ રાતે ધીમા અવાજે શૌકતને કહ્યું.

‘ક્યા? કૂછ બતાયા ઉસને?’ શૌકત ચોંકી ગયો.

‘કૂછ નહીં બોલી, વોહી તો તકલીફ હૈ. આપકો કબીરને કૂછ કહા?’

‘નહીં તો.’ શૌકતે કહ્યું.

‘ક્યા વો ખુશ હૈ?’

‘હાં, બીલકુલ ખુશ નઝર આતા હૈ.’

‘નહીં જી, કૂછ તો ગરબડ હૈ… પતા લગાના હોગા.’ હસીના બોલી.

‘ક્યા પતા લગાના હૈ?’ એક તરફ શૌકતના દિમાગમાં કબીર અને મરિયમને પકડવાનો જનરલ અયુબનો આદેશ અને ચીફ ગોપીનાથ રાવની સૂચનાઓનું પાલન સહિતના વિચારો ઘુમરાઇ રહ્યા હતા ત્યારે બીજી બાજુ હસીનાની વાત એને મૂંઝવી રહી હતી.

‘અગર મરિયમ શાદી સે ખુશ નહીં હૈ તો મૈં યહ શાદી નહીં હોને દુંગી.’ હસીનાએ સાફ શબ્દોમાં પોતાના વિચારો કહી દીધા.

‘ઉસકે લિયે મૌલવી સાહબ હૈ ના? વોહી પૂછતે હૈ… કબૂલ હૈ… અગર કબૂલ નહીં હોગી તો શાદી નહીં હોગી… સીધી બાત હૈ.’ શૌકતે કહ્યું.

‘મૌલવી કે સામને અક્સર લડકી કૂછ બોલ નહીં પાતી… બાદ મેં પછતાને સે અચ્છા હૈ શાદી હી ના હો’ હસીનાના શબ્દોમાં નારીવાદ રણક્યો.

‘ઠીક હૈ ઠીક હૈ… મૈં કબીર સે પૂછ લુંગા. તૂમ ફિકર ના કરો.’ શૌકતે શોર્ટ કટ લીધો.


‘કૂછ પેપર્સ તૈયાર કરના હૈ… આપકી મદદ ચાહિયે.’

ગોપીનાથ રાવના કહેવાથી દર્શન ત્યાગીએ પાકિસ્તાનના મિલિટરી બેઝમાં આવેલી ઓફિસમાં એક માણસને ફોન પર કહ્યું.

‘હો જાયેગા… લેકિન ઉસકો કિંમત દેની પડેગી.’ અગાઉ કોમર્સ તેમ જ સાયન્ટિફીક એન્ડ ટેક્નોલોજી રિસર્ચ ડિવિઝનમાં કામ કરી ચુકેલો ત્યાગીનો માણસ બોલ્યો.
‘મૂંહ માંગી કિંમત મિલેગી ઉનકો.’

‘કામ બોલો.’ સામેથી અવાજ આવ્યો.

ત્યાગીએ કામ કહી દીધું… સામેથી દામ કહેવામાં આવ્યા.


‘અરે કાજી સા’બ આઇયે આઇયે…’ શૌકતે બારણું ખોલતા વેંત મોટા અવાજે આવકાર આપ્યો. અંદરના રૂમમાં બેઠેલી હસીના અને માયાના કાન સરવા થઇ ગયા.

‘કાજી સા’બ?’ હસીનાને આશ્ર્ચર્ય થયું. ‘મૈં કહેતી થી ના… શૌકત બડે ભેદી ઇન્સાન હૈ… ઉન કો ના ખુફિયા એજન્સી મેં કામ કરના ચાહિયે થા.’

શૌકતની અસલિયતથી અજાણ હસીનાની વાત પર હસવું કે ગંભીર થઇ જવું માયાને સમજાયું નહીં.

‘કાજી સા’બ આનેવાલે હૈ… ઉસકા પતા બીવી કો હી નહીં. માયા, દેખ લો શૌકત કી ભેદભરમ કી દુનિયા…’ હસીના હસી પડી. માયા પણ હસી.

‘ચલો દેખતે હૈ… સારેં ગાંવ કી ફિકર મેં કાજી દુબલે હૈ યા મોટે?’ હસીનાએ માયાનો હાથ ખેંચ્યો.

‘ઝમાના બદલ રહા હૈ, કાજી સા’બ. બુરખા ઔર હિજાબ કા વક્ત પૂરા હો રહા હૈ’ શૌકતે બુરખો પહેર્યા વિના બહાર ટપકી પડેલી હસીના અને માયાને જોતા કહ્યું.

‘યહ દોનોં હમારે ખાસ દોસ્તો હૈ… શાદી કરના ચાહતે હૈ. મોડર્ન લોગ હૈ… ફિર ભી હમારે કહેને સે કબૂલ હૈ, કબૂલ હૈ કરેંગે…. લેકિન આખરી વક્ત કિસી કા મન બદલ ના જાયે, હમારી ઔર આપકી બેઇઝ્ઝતી ના હો, ઇસલિયે આજ અભી ઇસી વક્ત હમ આપકે સામને કબૂલ કરવાના ચાહતે હૈ.’ શૌકતે કબીર અને માયાને બતાવતા કહ્યું.

હસીના અને માયા એકબીજાની સામે જોઇ રહી. શૌકત જે કામ કરે તે પાકું જ કરે એની હસીનાને ખબર હતી, પણ કબીર અને મરિયમના નિકાહ પહેલાં રિહર્સલ કરશે એનો અંદાજ નહતો.

‘તો આપ દોનોં કો શાદી મંજૂર હૈ?’ કાજીએ ઉતાવળિયો સવાલ કર્યો. શૌકતે કબીર અને માયાની સામે જોયું. બંનેએ મુંડી હલાવીને હા કહી…

‘અરે… ઐસે નહીં, કબૂલ હૈ બોલો,’ કાજી બોલ્યો.

કબૂલ હૈની રસમ પૂરી થઇ કે તરત જ શૌકતે કહ્યું ‘આપ દોનોં કાજી સા’બ કે લિયે ચાય-નાસ્તા કા બંદોબસ્ત કરો.’ હકીકતમાં હસીના અને માયાને અંદર મોકલી દેવાની ચાલ હતી. બંને અંદર ગઇ એટલે શૌકત અને કબીર સોફા પર પહોળા થઇને બેઠા.

‘કાસિમભાઇ, આપ આ ગયે અચ્છા હુઆ. હમ તૈયાર હૈ.’ કહીને કબીરે ઊંધી હથેળી રાખીને હાથ લંબાવ્યો. એની પર શૌકતે એ જ રીતે હાથ મૂક્યો. એની પર કાસિમભાઇએ હાથ મૂક્યો. ત્રણેયના શરીરમાં ઊર્જાની ઝણઝણાટી પ્રસરી ગઇ.


અચાનક સવારે શૌકતના ઘરમાં ફોનની ઘંટડી રણકી. શૌકતે ફોન લીધો. મહેશનો અવાજ સાંભળીને એને આશ્ર્ચર્ય થયું… આની પાસે મારા ઘરનો નંબર કઇ રીતે આવ્યો?

‘બોલ,’ એણે ઝટ પૂછી લીધું.

‘કબીર સાથે વાત કરવી છે.’ શૌકતે કોનો ફોન છે એ કહ્યા વિના જ કબીરને ફોન પકડાવી દીધો.

‘હેલ્લો’ કબીર બોલ્યો.

‘મહેશ છું. અભિનંદન દોસ્ત. જે કામ મારે કરવું જોઇતું હતું એ તું કરવા જઇ રહ્યો છે. હું એ માટે મારી જાતને હકદાર માનતો હતો. ખેર, આનું દુ:ખ મને કાયમ રહેશે.’ મહેશે આટલું કહીને ફોન કાપી નાખ્યો.


‘કાજી કે સામને તો તુમને કબૂલ હૈ કહે દિયા લેકિન તું શાદી કે કપડે ક્યો નહીં બનવાતી.?’ છેલ્લા બે-ત્રણ દિવસથી આ વાતે મૂંઝવણમાં મુકાયેલી હસીનાને સવાલ થયો.

‘વક્ત બતાયેગા… કૂછ બાતોં કો સમજને મેં વક્ત લગતા હૈ.’ માયાએ કહ્યું.

‘હમલોગ વક્ત કા સહારા લે કર બહુત કૂછ છુપાતે હૈ… વક્ત કૂછ નહીં બોલતા, હમ મૂંહ ખોલતે હૈ વક્ત દેખ કર.’ હસીનાએ કહ્યું.

‘હસીના, મૈં અપની કૂછ બાત કો લેકર પરેશાન હું… મુઝે કૂછ વક્ત દે દો. તુમ્હે સબ બતાઉંગી.’

‘ના જાને ક્યો… તુમ દોનોં આયે હો તબસે ઘરકા માહોલ કૂછ અજીબ સા હો ગયા હૈ. સબકૂછ મેરે સામને હો રહા હૈ, લેકિન મુઝે પતા નહીં ચલતા… કોઇ રાઝ મેરે આસપાસ ઘૂમ રહા હૈ.’

હસીના સાચી હતી, એના દિલમાંથી ઉઠેલા અવાજમાં સચ્ચાઇ હતી. શૌકત નામનું ઊંડુ રહસ્ય એની પાસ સતત ઘૂમરાતું રહેતું હતું… અને એમાં કબીર અને માયાના પ્રવેશે એ રહસ્યને ઓર ઊંડું બનાવ્યું હતું.

‘મૈં તુમસે સિર્ફ કૂછ વક્ત માંગ રહી હું.’ રાઝની શંકાની ઓથે ઊભેલી હસીનાને રાઝદાર બનાવવાની અસમંજસમાં અટવાયેલી માયા માત્ર આટલું બોલી ત્યાં ફોનની ઘંટડી વાગી. હસીનાએ અકળાઇને ફોન ઉપાડ્યો.

‘શૌકત મિયાં કો ફોન દિજિયે.’

‘આપ કૌન જનાબ?’
‘મૈં અબ્દુલ્લા દરજી બોલ રહા હું. દુલ્હે કે કપડે તૈયાર હો ગયે હૈ… ઉનકો બોલિયે આ કર લે જાયે.’

‘અબ્દુલ્લાભાઇ, આપ આ કર દે જાઇએ… આપકે પાસ નાપ લેનેકા વક્ત નહીં… કમસે કમ કપડે દેને કે લિયે તો તકલીફ ઉઠાયે.’ હસીનાનું દિમાગ હજી હટેલું હતું.

‘જી, કોઇ બાત નહીં હમ ખુદ આયેંગે… દે કર જાયેગેં.’ દરજી બોલ્યો.

‘ઔર હાં, કપડે હમારે હાથ મેં હી દિજિયેગા ઓર કિસી કે નહીં.’ હસીનાએ માયાની સામે જોઇને ફોન મુકી દીધો. માયાને આ નહીં સમજાયું.

‘અરે… યહ ક્યા બાત હુઇ. શાદી કે કપડે કોઇ ભી લે… ક્યા ફર્ક પડતા હૈ?’

‘વક્ત બતાયેગા… કૂછ બાતોં કો સમજને મેં વક્ત લગતા હૈ.’ હસીનાએ થોડીવાર પહેલાં માયાના મોંમાંથી નીકળેલા શબ્દો દોહરાવ્યા. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ