ઉત્સવ

ઑપરેશન તબાહી-૫૧

‘આપ મેરી માચીસ કીઆખરી ટીલ્લી હો.’ વજિર-એ-આઝમે બેગમ સાહેબાને કહ્યું.

અનિલ રાવલ

‘આપકી મદદ ચાહિયે’ વજિર-એ-આઝમના આવા શબ્દોની બેગમ સાહેબાને અપેક્ષા નહતી. હા, દેશના કેટલાક ટોચના ચુનંદા માણસોની કતલથી હચમચી ગયેલા તંત્રથી ત્રસ્ત, જખ્મી અને ચિંતિત વજિર-એ-આઝમનું આવા કપરા સમયે મળેલું આમંત્રણ માત્ર ખાનદાની રિશ્તેદારી કે દોસ્તી નથી એટલું તો એમને સમજાયું હતું… કોઇ ગંભીર બાબત છે. અને હાલના સંજોગોમાં પાકિસ્તાનની ગંભીર હાલત જોતાં, ગંભીર બાબતની કલ્પના કરવાનું બેગમ સાહેબા માટે અઘરું નહતું… પણ વજીર-એ-આઝમને મોઢે સાંભળવાની મજા બેગમને લૂટવી હતી. બેગમ સાહેબાને એમની આંખોમાં બેબસી, લાચારી દેખાઇ. બેગમ સાહેબા વજિર-એ-આઝમને સાંભળવા આતુર હતાં.
‘ખિદમત કા મૌકા દિજિયે.’ બેગમ સાહેબા માત્ર આટલું જ બોલ્યાં.
‘હમારે મુલ્ક મેં ઘૂસ કર હમેં કૌન તબાહ કર રહા હૈ? હિન્દુસ્તાન કે સાથે આપકે અચ્છે તાલ્લુકાત રહે હૈ. બસ, ઇતની માલુમાત કર કે હમેં બતાયેં.’
એક પછી એક મોટા માથાઓને હણાવી નાખનારાં, આખા ય ઑપરેશનનાં સૂત્રધાર એમની સામે બેસીને દુશ્મન દેશના વડા પ્રધાનની વિવશતા જોઇ રહ્યાં હતાં. પાકિસ્તાનના લશ્કરી શાસનના કઠપૂતળી સમા વજિર-એ-આઝમની નામોશી નિહાળી રહ્યાં હતાં. પોતાનું ડોલતું શાસન બચાવવાના મિથ્યા પ્રયાસમાં થઇ રહેલા પ્રયાસને જોઇ રહ્યાં હતાં. કદાચ બેગમ સાહેબા એમનું છેલ્લું તરણું હતું.
‘આપ મેરી માચીસ કી આખરી ટીલી હો’ વજિર-એ-આઝમે બેગમ સાહેબાને કહ્યું.
બેગમ સાહેબા જોકે માચીસની એ ડબ્બી હતાં જેમાં કબીર, મહેશ, રાહુલ અને માયા નામની ચાર ટીલી હતી અને હજી તો એમણે દીવાસળી ચાંપી હતી. માત્ર એટલાંથી ફેલાવેલી અંધાધૂંધીથી એમનું તંત્ર અંધ બની ગયું હતું. બેગમને થયું કે વજિર-એ-આઝમે ઘૂંટણિયે પડી ગયા છે. બેગમ સાહેબા માટે આ ખુશીનો અવસર નહતો, એક મૂંઝવણ હતી, કારણ કે વજિર-એ-આઝમે મદદ માગી હતી… એક એવી મદદ કે જે સાપના કરંડિયામાં હાથ નાખવા જેવી હતી. બેગમ સાહેબાએ કરંડિયામાં હાથ નાખવાને બદલે મદારી બનીને, બીન વગાડીને સાપ જગાડવાનું નહીં, પરંતુ એને સુવડાવી દેવા જેવું કપરું કામ કરવાનું હતું. મદારી અને સાપના કરંડિયા સામે બેસીને જોઇ રહેલો માણસ કોઇ જેવો તેવો નહતો… એ પાકિસ્તાની લશ્કરનું પ્યાદું જરૂર હતો, પણ એને નાચવાનો અને નચાવવાનો અનુભવ પણ હતો. બેગમ સાહેબાએ સાવચેતીપૂવર્ક જવાબ આપવાનો હતો.
‘જનાબ, કૂછ લોગ અપને ઘર મેં ઘૂસ કે, અપના કામ કર કે સરહદ પાર કર ગયે હૈ… અબ વો લોગ કૌન થે ઉસકી માલુમાત કર કે ક્યા ફાયદા?’
‘ઓર લોગ ભી હૈ, બેગમ સાહેબા.’ વજિર-એ-આઝમની કેબિનના એક અંધારા ખૂણામાંથી અવાજ આવ્યો. ખુરશી ફેરવીને પાકિસ્તાનનો લશ્કરી વડો અયુબ ઊભો થઇને બેગમ સાહેબાની સામેની ખુરસી પર જઇને બેઠો. એમને જોઇને બેગમ સાહેબનો ચહેરો લાલચોળ થઇ ગયો. એમને વજિર-એ-આઝમની આ હરકત ગમી નહીં. બે જણની ખાનગી બેઠકમાં જનરલ અયુબની આવી આંચકાદાયક એન્ટ્રી એમને અપમાનજનક લાગી. વજિર-એ-આઝમ સામે તકાયેલી બેગમ સાહેબાની આંખોમાં સવાલો હતા. આટલાં વરસોના આપણા સંબંધો પર પાણી ફેરવી નાખ્યું. નિર્દોષ દોસ્તીની ધજિયા ઉડાવી દીધી. શું આપણી વચ્ચે અવિશ્ર્વાસની ઊંડી ખાઇ સર્જાઇ ગઇ? ‘હમારી પ્રાઇવેટ મિટિંગ મેં જનરલ અયુબ કો ક્યું હાજિર રખ્ખા… ઔર વો ભી અંધેરે મેં છુપા કર.’ પછી સહેજ મરક્યાં. કદાચ એમના મનમાં એક વિચાર આવ્યો કે જનરલ અયુબ તમે અંધારામાં જ હતા… અને હજી અંધારામાં જ છો… અને વજિર-એ-આઝમ, તમે તો પાકિસ્તાનની મોટી હથેળી પર ગણી ગણીને શ્ર્વાસ લેનારો એક પામર-લાચાર જીવ છો.
‘સરહદ પર હમારે તીન લોગો કો માર કે દો કાફિર નીકલ ગયે હૈ… ઔર દો અભી ભી હૈ… જિન મેં સે એક લડકી હૈ… બેગમ સાહેબા.’ અયુબનો ભારે અવાજ કેબીનમાં ફરી વળ્યો. બેગમ સાહેબા ટટ્ટાર બેઠાં. જનરલ અયુબ પાસે કુલ ચાર એજન્ટોની માહિતી હતી… એમાંથી એક છોકરી હોવાનું સાંભળીને સાવધ થઇ ગયાં. આમ છતાં બેગમે અયુબની અવગણના કરીને વજિર-એ-આઝમને એટલું જ પૂછ્યું કે ‘આપ મુજસે ક્યા ચાહતે હો?’
‘હમ બાકી દો લોગોં કા પતા જાનના ચાહતે હૈ.. જો કી આપ હી ઢૂંઢ કર હમેં બતા સકતી હૈ…’ વજિર-એ-આઝમને બદલે મિલિટરી જનરલ અયુબે જવાબ આપ્યો. બેગમ સાહેબા ગમ ખાઇ ગયા. અયુબ એક નાગણને છંછેડી રહ્યો હતો..
‘અગર આપકે પાસ ઇતની બાતમી હૈ તો ફિર ઉસે પકડ ક્યું નહીં લેતે?’ બેગમ સાહેબાએ હવે સીધી મિલિટરી જનરલ સાથે આંખ મિલાવીને વાત કરી. ‘મુઝે મેરે હિન્દુસ્તાન કે સોર્સ કો કામ પર લગાને કી ક્યા ઝરૂરત હૈ?’ બેગમ વજિર-એ-આઝમ તરફ વળ્યાં.
‘ઝરૂરત હૈ બેગમ સાહેબા, હમેં યહ પતા લગા કર બતાઓ કી ઉન લોગોં કા પ્લાન ક્યા હૈ?’ વજિર-એ-આઝમે કહ્યું.
‘તબાહી… ઉન લોગોં કા પ્લાન હૈ… હમારી તબાહી… વો લોગ હમારા ન્યુક્લિયર પ્લાન્ટ ખતમ કરના ચાહતે હૈ… ઓર ઇસમેં નઇ બાત ક્યા હૈ… હર દુશ્મન મુલ્ક કા યહી મકસદ હોતા હૈ… મૈંને કેપ્ટન અખ્તર હુસેન કો હિન્દુસ્તાન કે ન્યુક્લિયર પ્લાન્ટ કી બ્લ્યુપ્રિન્ટ દી થી… લેકિન વો કૂછ કર પાયે ઇસસે પહેલે… ખેર, આપકો પતા હૈ’ બેગમ સાહેબાની વાત સાંભળીને જનરલ અયુબને કોઇએ એના લમણામાં નજીકથી ગોળી મારી હોય એવું લાગ્યું.
‘બેગમ સાહેબા, મુઝે ઇસ બાત કા બિલકુલ પતા નહીં હૈ… વો નકશા કહાં હૈ?’
‘ઉસ રાત મેરે ઘર મેં પાર્ટી થી… ઇસ કે બાદ મૈને ઉસે બ્લ્યુપ્રિન્ટ દી થી… ફિર પતા નહીં.’
‘ફિર ક્યા હુઆ મુઝે પતા હૈ… ખાનસામા રહેમત મિયાંને કેપ્ટન કો ઝહર દિયા… ઔર સરહદ પાર કર ગયા.’ કહીને અયુબે ખિસ્સામાંથી સ્કેચ કાઢ્યો..યહી હૈ વો ખાનસામા ઔર યહ ઉસકા શાગીર્દ મહેશનો સ્કેચ કાઢીને બતાવ્યો.
‘ખાનસામા આપકી પાર્ટી મેં કેપ્ટન કે સાથ આયા હોગા’ અયુબે કહ્યું.
‘હાં, લેકિન બિલકુલ સીધાસાદા ખાનસામા લગતા થા.’ બેગમ સાહેબાએ કહ્યું.
વજિર-એ-આઝમ બન્ને વચ્ચેની વાતચીતની ઘણી વાતથી વાકેફ ન હતા. ‘ખાનસામા રહેમત મિયાં, પાર્ટી યહ સબ મેરી સમજ મેં નહીં આ રહા…’ એમણે કહ્યું.
‘કેફે લશ્કરી કે માલિકને રહેમતકો ખાનસામા બના કર કેપ્ટન કે સાથે ભેજા થા… હારૂન અહમદકી કત્લ ઉસી હોટલ મેં હુઇ… તબ મુઝે ડાઉટ આયા… હમ હોટલ કે માલિક ઔર મેનેજર અલી દોનોં કો…’
આટલું બોલીને જનરલ અયુબ અટકી ગયો અને બેગમ સાહેબાનો શ્ર્વાસ અધ્ધર ચડી ગયો. શું હોટલ માલિક અને અલીએ મોં ખોલ્યું હશે? અમારા બધાના નામ આપી દીધા હશે? બેગમ સાહેબાને જાસૂસીનો ખેલ ખતમ થતો લાગ્યો.
‘ક્યા હુઆ ઉન દોનોં કા?’ એમણે થોડા નીચા અવાજે પૂછ્યું.
‘હમ ઉન કી રૂમ મેં પહોંચે ઇસ સે પહેલે કિસીને દોનોં કો ગોલી માર દી થી… હમેં સિર્ફ લાશ મિલી.’ જનરલ અયુબ બોલ્યો ને બેગમ સાહેબાનો શ્ર્વાસ હેઠો બેઠો… જોખમ પહેલાનું જોખમ જોઇ લેવાની કાતિલ નજર માત્ર કબીરની જ હોઇ શકે.
કબીરે જ આલમગીરને કબીલા પર થયેલા બેફામ ગોળીબાર અને હત્યાનો બદલો લેવા ઉશ્કેર્યો હતો. કેફે લશ્કરીમાં કેપ્ટનની જગ્યા પર રોજ મિલિટરી પોલીસ ચીફ હારૂન આવીને બેસતો હોવાની બાતમી આપી હતી. બીજી તરફ એણે હોટલમાલિક અને અલીને પણ તૈયાર રાખ્યા હતા. અલીએ પ્લેટમાં રિવોલ્વર મૂકીને આપવાનું કામ કર્યું અને આલમગીરે બદલો લઇ લીધો… જોકે એણે પોતાનો જીવ ગુમાવ્યો, પણ એ પોતાના માણસોની કત્લેઆમનો બદલો લેવા કુરબાની આપવા જ ગયેલો… કબીરને પાકી ખાતરી હતી કે કેફે લશ્કરીની ઘટના બાદ હોટલમાલિક અને અલીની પૂછપરછ થશે જ અને એમના મોં ખોલાવવા પાકિસ્તાન લશ્કરી વડો કોઇપણ હદે જશે. એ પહેલાં બન્નેના મોં બંધ કરવા જરૂરી હતા… આખરે આ પણ તો કુરબાની જ છે ને દેશકાજે.
બેગમ સાહેબાએ વજિર-એ-આઝમની સામે જોઇને કહ્યું ‘મૈં હિન્દુસ્તાન કે ઉસ નકશે કી કૉપી દિલા સકતી હું… જહાં પર ઉન કા ન્યુક્લિયર પ્લાન્ટ હૈ.’
જનરલ અયુબ વચ્ચે જ ત્રાટક્યો ‘હમારી સરહદ સે બચ કર નીકલ જાનેવાલે દો એજન્ટ ક્યા લે કર ગયે હૈ યહ પતા કિજિયે બેગમ સાહેબા.’
બેગમ સાહેબાને થયું કે કેટલીક વાર હા પાડવાને બદલે ના પાડીને સામેવાળોનો વિશ્ર્વાસ જીતી લેવાય છે.
‘નહીં હોગા…’ બેગમ સાહેબાએ કહ્યું. વજિર-એ-આઝમ અને જનરલ અયુબ એકબીજાની સામે જોઇ રહ્યા. ના સાંભળવાની આદત નહીં ધરાવનારો જનરલ અયુબ સમસમી ઊઠ્યો.
‘આપસે યહ ઉમ્મીદ નહીં થી.’ વજિર-એ-આઝમ બોલ્યા.
‘મેરા મતલબ હૈ કી અગર દો એજન્ટ કૂછ લે કર ગયે હૈ… તો વહાં કી સરકાર, ખુફિયા એજન્સી સબ કે સબ હરકત મેં હોંગે… હમેં વો જાનકારી મિલના ઇસ હાલ મેં મુશ્કીલ હોગી.’
‘ચલો, યહ આપકી બાત ભી ઠીક હૈ.’ વજિર-એ-આઝમને એમના વાતમાં તર્ક દેખાયો.
‘મૈંને કેપ્ટન અખ્તર હુસેન સાબ કો ભી યહ બાત સમજાઇ થી કી… ઉનકા ન્યુક્લિયર પ્લાન્ટ ઉડા દો… બડા કામ કરો… બડા બદલા લો… દો-ચાર એજન્ટો કો માર કર કૂછ ફાયદા નહીં.’
‘કબ તક મિલેગા વો નકશા?’ જનરલ અયુબ બોલ્યો.
‘કૂછ દિન લગ જાયેંગેં… એક હી કૉપી થી, જો હમને કેપ્ટન કો દે દી થી.’ બેગમ સાહેબાને જનરલ અયુબ નામનો ઉંદર પાંજરામાં પુરાતો દેખાયો.
‘હમેં આપ પર પુરા ભરોસા હૈ… આપ જૈસે ભરોસેમંદ લોગ કમ બચે હૈ.’ વજિર-એ-આઝમે કહ્યું.
‘ક્યા યહ સચ હૈ કી કેપ્ટન અખ્તર હુસેન તબરોઝા કે જિસ મિલિટરી મથક મેં ખાસ ડ્યુટી પર થે, વહાં અપના ન્યુક્લિયર પ્લાન્ટ હૈ?’ બેગમ સાહેબાએ પ્રશ્ર્ન કર્યો. જનરલ અયુબ અને વજિર-એ-આઝમ એકબીજાની સામે જોઇ રહ્યા.
એક સેક્ધડ પછી બન્ને એકી અવાજે બોલ્યા ‘ના.’ (ક્રમશ:)ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત