ઉત્સવ

દાદાભાઈ નવરોજીની પુણ્યતિથિએ :હું જાતિ અને ધર્મથી પર એક ભારતીય છું – દાદાભાઈ નવરોજી

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

*સમાજને સામ્રાજ્યવાદી માનસિકતાથી બચાવવો જરૂરી છે, કેમ કે સામ્રાજ્યવાદ સંસ્કૃતિઓને પતન તરફ ધકેલી રહ્યો છે. – દાદાભાઈ નવરોજી
*આધુનિક ભારતના ઈતિહાસમાં દાદાભાઈ નવરોજીનું એ સ્થાન છે જે મહાભારતમાં ભીષ્મ પિતામહનું છે. એટલા લાંબા સમય સુધી દેશની સેવા કરી એટલા લાંબો સમય ભોગવવાનું સૌભાગ્ય આજ સુધી આપણા દેશમાં કોઈ નેતાને પ્રાપ્ત થયું નથી.

*દાદાભાઈ નવરોજી એક ઉત્તમ બુદ્ધિજીવી અને પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્રસેવામાં સમર્પિત કરનાર વ્યક્તિ હતા. પ્રજા તેમને પ્રેમ અને સન્માનથી ‘ભારતના મહાપુરુષ’ અને ‘ભારતીય રાષ્ટ્રવાદના જનક’ કહેતા.

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ઈંગ્લિશ હેરિટેજ ચેરિટી દ્વારા ચલાવવામાં આવતી ‘બ્લુ પ્લાક’ યોજના સમગ્ર લંડનમાં ચોક્કસ ઈમારતોના ઐતિહાસિક મહત્ત્વને સન્માન આપે છે. ભારતીય સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીના અનુસંધાનમાં નવરોજીના ઘરની બહાર લગાવવાની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. લંડનમાં રહીને નોંધપાત્ર કામ કરનારી મહાનવ્યક્તિઓનાં સન્માનમાં તેમના ઘર બહાર બ્રિટિશ હેરિટેજની ભૂરા રંગની તકતી લગાવવાની પરંપરા છે. દાદાભાઈ નવરોજીના નિવાસસ્થાનને પણ ઇહીય ઙહફિીય વજ્ઞક્ષજ્ઞીિ (‘બ્લુ પ્લાક’) આપવામાં આવેલ. દાદાભાઈ બ્રિટિશ સંસદમાં ચૂંટાનારા પહેલા એશિયન અને એ પણ ભારતીય (ગુજરાતી) સાંસદ હતા. અગાઉ આવું સન્માન રાજા રામમોહન રોય, મહાત્મા ગાંધી, શ્રી અરવિંદ, જવાહરલાલ નહેરુ અને ડૉ. આંબેડકરનાં નિવાસસ્થાનોને પણ આપવામાં આવ્યું છે.

નવરોજી પાલનજી અને માનિકભાઈના પુત્ર દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ના રોજ મુંબઈ નગરમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ વતન ગુજરાતનું નવસારી છે. તેમના પિતાનું નામ પાલનજી નવરોજી અને માતાનું નામ માણેકબાઈ હતું. જેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમના લાલન-પાલન અને શિક્ષણની સંપૂર્ણ જવાબદારી તેમના માતા ઉપર હતી. મુંબઈની એલ્ફિન્સ્ટન શાળામાં દાખલ થયા. તેઓ તીવ્રબુદ્ધિ અને મેઘાવી વિદ્યાર્થીઓમાંના એક હતા. અભ્યાસમાં હોશિયાર હોવાને કારણે ઉચ્ચ અંક અને ઇનામ પ્રાપ્ત થતા રહેતા. પારસી ધર્મગુરુના કુટુંબમાં જન્મેલા દાદાભાઈનાં લગ્ન ૧૧ વર્ષની વયે સોરાબજી શ્રોફની પુત્રી ગુલબાઈ સાથે થયાં.

મુંબઈમાં તે સમયે અશ્ફિન પેરી ચીફ જસ્ટીસ હતા તે સાથે તેઓ તે પ્રાંતના શિક્ષણવિભાગના અધ્યક્ષ પણ હતા. દાદાભાઈની બુદ્ધિમત્તા, વિદ્વતા, પ્રતિભા અને યોગ્યતાથી મુગ્ધ થઈને બેરિસ્ટર પાસ કરવા વિદેશમાં મોકલવા ઇચ્છતા હતા. એ માટે જસ્ટિસ પેરીએ પ્રસ્તાવ રાખ્યો કે, તેમનો પરિવાર અડધો ખર્ચ અને અડધો હું આપીશ પરંતુ નવરોજી પરિવાર અડધી ફી આપી શકે તેવી સ્થિતિમાં ન હતો, બીજી તરફ સમાજમાંથી પણ કોઈ મદદ ન મળી એની પાછળ બીજા અનેક કારણો હતા. આ સમયે મુબઈ ગર્વર્મેન્ટ સેકટેરિયટમાં એક ક્લાર્કની જગ્યા ખાલી થઇ તેમાં તેમને તક પણ હતી.

બરાબર તે સમયે જ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયૂટ નેટિવ હેડ આસિસ્ટન્ટ ખાલી જગ્યા આવી અને તેના પર તેમની નિયુક્તિ થઇ. ઇ.સ. ૧૮૪૫માં પ્રથમ ઍલ્ફિન્સ્ટન શાળામાં શિક્ષક તરીકે અને પછીથી ઇ.સ. ૧૮૫૦ ઍલ્ફિન્સ્ટન કોલેજમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી. અધ્યાપક તરીકે આ કૉલેજમાં નિયુક્ત થનાર તેઓ પ્રથમ હિંદી હતા. તેમણે અધ્યાપન કાર્યની સાથે સામાજિક સેવાની પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. પારસી સમાજ સુધારણા માટે ઑગસ્ટ, ૧૮૫૧માં સ્થપાયેલી પારસી ધર્મસભાના મંત્રી તરીકે તેમણે વર્ષો સુધી પોતાની સેવાઓ આપી. વર્ષ ૧૮૫૧માં ‘રાસ્ત ગોફતાર’ નામે પાક્ષિક શરૂ કર્યું. સામયિકે હિંદુ ધર્મ અને સમાજ સુધારણામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. વર્ષ ૧૮૫૨માં ‘બોમ્બે એસોસિયેશન’ નામથી રાજકીય સંસ્થા સ્થાપી.

ઇ.સ. ૧૮૫૫માં તેઓ ‘કામા એન્ડ કંપની’ ની વ્યાવસાયિક ફર્મમાં ભાગીદાર તરીકે ઇંગ્લેન્ડમાં કાર્ય કરવા માટે ગયા. ઇંગ્લેન્ડમાં ૧૮૫૫ થી ૧૮૬૯ એમ ચૌદ વર્ષના વસવાટ દરમિયાન વ્યવસાય વિકાસ અને ભારતની અનેક રીતે સેવા કરી. ૧૮૫૬ થી ૧૮૬૬-૬૭ સુધી લંડનની યુનિવર્સિટી કે કૉલેજમાં ગુજરાતી ભાષાના પ્રોફેસર તરીકે પણ કાર્ય કર્યું હતું.

ઇ.સ. ૧૮૬૧માં લંડનમાં ઝોરોસ્ટ્રિયન એસોસિયેશનની અને ઇ.સ. ૧૮૬૫માં ‘લંડન ઈન્ડિયા સોસાયટી’ની સ્થાપના કરી અને તેના અધ્યક્ષ બન્યા હતા એટલું જ નહીં ઇ.સ. ૧૯૦૭ સુધી આ પદ પર હતા. તેમણે ૧ ડિસેમ્બર, ૧૮૬૬ના રોજ ઈસ્ટ ઈન્ડિયા એસોસિયેશનનું નામ આપ્યું. ઇ.સ. ૧૮૭૪માં દાદાભાઈ થોડા સમય માટે લંડનથી ભારત પાછા ફરતાં વડોદરાના મહારાજાએ તેમને પોતાના રાજ્યના દીવાન તરીકે નિમણૂક કરી. ફક્ત ૧૩ મહિનાના પોતાના વહીવટ દરમિયાન દાદાભાઈએ વડોદરા રાજ્યમાં નોંધપાત્ર સુધારા કર્યા અને ત્યારબાદ પોતાના પદનું રાજીનામું આપ્યું. જુલાઈ ૧૮૭૫માં દાદાભાઈ નવરોજીએ મુંબઈ નગર નિગમના સભ્ય તરીકે સેવાઓ આપી. ઇ.સ. ૧૮૮૨માં હન્ટર કમિશન સમક્ષ ભારતમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે રજૂઆત કરી.

ઇ.સ. ૧૮૮૨માં આવેલ ઈલ્બર્ટબીલને તેમણે ટેકો આપ્યો હતો. ઇ.સ. ૧૮૮૩માં તેઓએ “વોઈસ ઓફ ઇન્ડિયા નામનું અખબાર શરૂ કર્યું. ઇ.સ. ૧૮૮૫માં સ્થપાયેલ ‘બોમ્બે પ્રેસિડન્સી ઍસોસિયેશન’ના તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા અને ૧૮૮૬માં ‘હિન્દી રાષ્ટ્રીય મહાસભાના’ પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે પોતાના અવસાન સુધી હિન્દી રાષ્ટ્રીય મહાસભા મારફત રાષ્ટ્રસેવાનું કાર્ય સતત ચાલુ રાખ્યું. તેઓ ૧૮૯૨માં ‘મધ્યસ્થ ધારાસમિતિ’ના સભ્ય તરીકે પણ નિયુક્ત થયા હતા.

ઇ.સ. ૧૮૯૨-૧૮૯૫ સુધી બ્રિટિશ સંસદમાં દાદાભાઈની વિશેષ ભૂમિકાએ બ્રિટિશ સરકાર પર ઊંડી છાપ છોડી. ઇ.સ. ૧૮૯૭માં સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઇન્ડિયા, શ્રી જાર્જ હેમિલ્ટનને બ્રિટનની સંસદમાં દાદાભાઈની કાર્યવિધિ તેમજ નિર્ભીકતાના અને ભારતીય હિતના તેમના પ્રબળ સમર્થન સંબંધમાં ભારતના વાયસરૉય લૉર્ડ એલ્ગીનને બતાવ્યું.

ઇ.સ.૧૯૦૧માં ‘પૉવર્ટી ઍન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા’ નામે લખેલ ગ્રંથમાં તેમણે આધારભૂત આંકડાઓ સાથે સાબિત કર્યું કે, બ્રિટિશ શાસન તથા તેની આર્થિક નીતિથી એક વખતનું સમૃદ્ધ ભારત આર્થિક રીતે પાયમાલ થયું હતું. જેને દાદાભાઈએ દ્રવ્યાપહરણ (મફિશક્ષ વિંયજ્ઞિુ) તરીકે ઓળખાવેલ છે. સર લિયમ વેડરબર્ન અને શ્રી ડબલ્યુ.એસ. કેનની મદદથી ભારતીય સંસદીય સમિતિની રચના એ દેશની યોગ્ય સેવા છે. દાદાભાઈ નવરોજી એવા પહેલા ભારતીય હતા. જેમના (ડ્રેન થિઓરી) ‘પાવર્ટી એન્ડ અન-બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા’ શીર્ષકથી પુસ્તકના સ્વરૂપમાં પ્રકાશિત થયું.

ભારતીય આર્થિક વિચારધારાના ઈતિહાસમાં દાદાભાઈ ભારતનું રાષ્ટ્રીય વ્યય મૂલ્યાંકન મહત્ત્વપૂર્ણ છે. તેઓ તે સમયના ઉત્કૃષ્ટ અર્થશાસ્ત્રીઓમાં એક તેથી જાણ્યું અને વિશ્ર્લેષણ કર્યું કે, જરૂરિયાત, સાધનોનો અભાવ અને બેરોજગારીથી પરેશાન તથા કર માળખાનો બોજ એ ભારતીયોની દયનીય આર્થિક સ્થિતિ માટે જવાબદાર છે.

ઇ.સ. ૧૯૦૬માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના કલકત્તા અધિવેશનમાં દાદાભાઈના ભાષણનો મુખ્ય વિષય સ્વરાજ્ય હતો. સ્વરાજ્યનો અર્થ સ્પષ્ટ કરતા કહ્યું કે, જે પ્રકારે તમામ સેવાઓ, વિભાગો અને અન્ય કાર્યોમાં બ્રિટન પ્રશાસન તે દેશની જનતાના હાથ હોય છે, તેવી જ રીતે પણ ભારતમાં પણ હોવું જોઈએ.

ઇ.સ. ૧૯૦૬માં ઇંગ્લેન્ડ છોડીને પોતાના દેશમાં વસવાટ કર્યો અને જીવનના અંત સુધી એટલે કે, ઇ.સ. ૧૯૧૭માં ૯૨ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી રાષ્ટ્રસેવાનું કાર્ય ચાલુ રાખ્યું. તેઓ નિ:સ્વાર્થ રાષ્ટ્રભક્તિ તેમ જ ઉમદા ચારિત્ર્યના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ હતા. ગાંધીજીએ દાદાભાઈને વાસ્તવિક અર્થમાં ભારતના દાદા તરીકે વર્ણવ્યા છે તથા તેમને સેવા અને સાધનાના ઉમદા પ્રતીક તરીકે બિરદાવ્યા છે. ભારતીય વડીલ નેતા (ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇંડિયા)
દાદાભાઈ નવરોજીનું નિધન ૩૦ જૂન, ૧૯૧૭ના રોજ મુંબઈ ખાતે થયું હતું.

દાદાભાઈ નવરોજીએ મુંબઈ માટે કરેલી સાર્વજનિક સેવાઓ : બરોડા રાજ્યની નોકરી છોડ્યા બાદ તેઓ મુંબઈ આવતા રહ્યા અને અહીં તેઓ ઘણાં વર્ષો મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય રહ્યા જેના કારણે નગર વિકાસનાં કાર્યો કર્યાં. મુંબઈના ગવર્નર લોર્ડ રેનેએ મુંબઈ વ્યવસ્થાપિકા સભાના સભ્ય બનાવ્યા પરંતુ ઇંગ્લેન્ડ જવાના કારણે તેઓ વધુ સમય તેમાં કાર્ય કરી શક્યા નહિ.

તેઓએ મુબઈમાં અનેક સાર્વજનિક કાર્યો કર્યાં. જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓની સાહિત્યિક અને વૈજ્ઞાનિક સમિતિ સ્થાપિત કરી જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજ સુધી શરૂ છે. તેના દ્વારા એક મુખ પત્ર પણ પ્રકાશિત થયું જેમાં તેઓ લેખો લખતા હતા. આ સોસાયટીએ શાખાઓ ખોલી તેે જ્ઞાન-પ્રસારક મંડળી નામથી ઓળખાતી. તે મંડળીમાં ગુજરાતી અને મરાઠી ભાષાઓમાં વ્યાખ્યાન આપવામાં આવતા હતા.

દાદાભાઇના સહયોગ/પ્રયત્નથી મુંબઈમાં ક્ધયા પાઠ શાળાઓ ખુલી. એટલા માટે જ દાદાભાઈ નવરોજીને મુંબઈવાસીઓ સ્ત્રી શિક્ષણના સર્વ પ્રથમ પ્રવર્તક માને છે. આ ઉપરાંત મુંબઈ એસોસિયેશન, ફ્રામ-જી ઇન્સ્ટિટયુટ, ઈરાની-ફંડ, પારસી જીમ્નેશિયમ, વિડોવ મેરેજ એસોસિયેશન, વિક્ટોરિયા એન્ડ અલ્વર્ત મ્યુઝિયમ જેવી સંસ્થાઓ સ્થાપિત કરવામાં તેમણે પરિશ્રમ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો