ઉત્સવ

જૂની જાહોજલાલી

આજે આટલું જ -શોભિત દેસાઈ

આંતરિક ખુશીનો કોઇ વિકલ્પ જ નથી. આખે આખો કુબેર પોતાનો આખો ખજાનો, પૂરેપૂરો સમૃદ્ધિથાળ મૂકે અને આંતરિક સમૃદ્ધિથી તરબતર જણની ખુશી હોય બીજા પલ્લામાં, તો બીજું પલ્લું નમે…મારા સાહેબો! બીજું પલ્લું. જ નમે. ‘બેફામ’ની એક ગઝલના કેટલાક શેર સાવ જુદા સંદર્ભમાં મૂકું છું….
ચમનથી એટલે તો દૂર ખસતા હોય છે પાગલ
કોઇ વેરાન રણમાં જઇ વિકસતા હોય છે પાગલ
બધા એથી જ હેરતથી જુએ છે એના અશ્રુઓ
છે ખાલી વાદળાં તો પણ વરસતા હોય છે પાગલ
જગતનાં ઝેરનું એ વેર લે છે જાત પાસેથી
ભરાવી દાંત પોતાને જ ડસતા હોય છે પાગલ
ઘણાયે દુ:ખદરદ વેઠયા પછી સિદ્ધિ મળે છે આ
અમસ્તા ને અમસ્તા રોજ હસતા હોય છે. પાગલ આવા કેટલાક Real Heroes ની આજે વાત માંડવી છે તમારી સાથે. એક મોટો સમુદાય છે એમનો. પણ એમાંથી ઉડીને આંખે તરી આવે એવા બે છે આપણી નજર સામે…. એક પ્રાણ ને બીજા ઓમપ્રકાશ. એવા લાજવાબ Performances મૂકયા છે. આ બન્નેએ અનેક ફિલ્મોમાં કે લોકો Hero નાયકને લગભગ ભૂલી જાય. તમે વિચારી શકો છો, અમિતાભ બચ્ચનને re launch કરતી ફિલ્મ ‘ઝંજીર’માં શેરખાન તરીકે બીજા કોઇને પણ? પહેલી વખત Police station માં આવીને કહ્યું ન હોવા છતાં બેસવાની કોશિશ કરતાં અને પછી અમિતાભની ખુરશીની લાત જોઇ આંખમાં આવતાં પ્રાણના ગજબનાક ગુસ્સાના, આંખમા પરાવર્તિત થતા હાવભાવ યાદ છે? કોઇ બીજો માઇનો લાલ લાવી શકે આવા expressions? વિજય પાટા પર પડયો પડયો મરવાના ઇન્તઝારમાં ઘડીઓ ગણી રહ્યો છે ઉપર જવાની એ વખતે જીપમાં એક કાન દેખાય એવા પ્રાણનાં ચહેરા પર કાળઝાળ અગ્નિ જેવો ગુસ્સો તો તમને યાદ છે ને! ના… ના… આખી Film narrate નથી કરવી…. બસ આ બે જscenes માં રજૂ થતાં પ્રાણ તમને યાદ કરાવવા છે આજે.
ત્યાંથી ૭ વરસ પાછળ જઇએ તો પ્રાણની villain માંથી second hero L¡$ side heroની શરૂઆત હું ના ભૂલતો હોઉં તો ૧૯૬૭માં ‘ઉપકાર’થી થઇ. હજી સોનેરી દાઢીવાળા મલંગચાચા, એમની કાંખઘોડી અને એમના રોશન ઔર ભાષન શામેલ કરીને બોલાતા શબ્દો હજી આજેય સ્મરણસંદુકમાં એમને આમ બેઠા છે. ખલનાયકના પાત્ર વધુમાં વધુ પ્રાણ દ્વારા રજૂ થયાં હશે… એ દરેક ફિલ્મમાં નવી સ્ટાઇલ પોતાના પાત્રમાં આમે જ કરતા. હોઠ પરની ચિરુટ હોઠ દ્વારા અંદર લઇ જઇને બહાર કાઢવી, મૂછની સાથે રમત રમવી, આંખની ચકળવકળમાં કૈંક નવું મૂકવું ઇત્યાદિ પ્રાણને ખલનાયકીની Monotony માંથી બહાર કાઢતા. change in mannerisn ખલનાયકના routine બનતા જતા પાત્રને એવી ધૂંઆધાર નવીનતા બક્ષતા તે ન પૂછોને વાત… તમે બધા આ બધાથી પૂરેપૂરા જ્ઞાત છો. એટલે હવે મુદ્દા પર આવું તો પડદા પર મન્ના ડે દ્વારા ગવાયેલા બે ગીત રજૂ થયા છે પ્રાણ દ્વારા. ઓહોહોહો… એ બન્ને ગીતનાં સ્વરકાર કલ્યાણજી આણંદજી, ગીતકાર -ઇન્દીવર અને ગુલશન બાવરા અને તખ્તા પર રજૂઆત પ્રાણની… બાપો બાપો!!! અભિનયની શબ્દોને આટલી સુસંગતતા બહુ ઓછી જોવા મળી છે. મન્ના ડેએ જાન રેડી દીધી છે. આ બન્ને ગીતોમાં ઇન્દીવરના શબ્દો તો જુઓ!
સુખમેં તેરે સાથ ચલેંગે, દુ:ખમેં સબ મુખ મોડેંગે
દુનિયાવાલે તેરે બનકર, તેરા હી દિલ તોડેંગે
દેતે હૈં ભગવાન કો ધોખા, ઇન્સાન કો કયા છોડેંગે?!
કસ્મે વાદે-પ્યાર-વફા સબ બાતેં હૈં બાતો કો કયા!
કોઇ કીસીકા નહીં, યે ઝૂ ઠે નાતે હૈં નાતોં કા કયા?
અને
યારી હૈ ઇમાન મેરા યાર મેરી જિંદગી
ગુલે ગુલઝાર કયોં બેઝાર નઝર આતા હૈ
ચશ્મે બદ કા શિકાર યાર નઝર આતા હૈ
છુપાના હમ સે ઝરા હાલે દિલ સૂના દે તું
તેરી હંસી કી કિંમત કયા હૈ યે બતા દે તું

  • ગુલશન બાવરા
    ઓ હો હો હો…
    આજે આટલું જ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button