મુંજી માતૃભૂમિકે નમન
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી
‘સાહસ, સંઘર્ષ અને સમૃદ્ધિની ઐતિહાસિક ભૂમિ છે કચ્છ! આ પ્રદેશ પાસે તો પોતાનું અલગ દેશભક્તિ ગીત પણ છે. જેનું બીજી છ ભાષામાં અનુવાદ થઇ ચુક્યો છે.
“ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહિ
યે તો જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ
ઇસકે કંકર કંકર મેં શંકર હૈ
ઇસકી બુંદ બુંદ મેં ગંગા હૈ
યે વંદન કી ભૂમિ હૈ
યે અભિનંદન કી ભૂમિ હૈ.’
યુગપુરુષ અટલ બિહારી વાજપેયીનું પુણ્ય સ્મરણ કરતા કચ્છ પ્રદેશની વાત કરવાનું મન થાય. ‘નયા ભારત બનાયેંગે’નું સપનું જેમણે સેવ્યું એવા અટલજીએ ઉપરોક્ત શબ્દો કચ્છની પાવન ભૂમિ પરથી ઉચ્ચાર્યા હતા. જે ભારતનો ટુકડો (કચ્છનો ભૂભાગ) પાકિસ્તાને પચાવી પાડ્યો હતો તેના વિરોધમાં થયેલ સત્યાગ્રહ (કચ્છ સત્યાગ્રહ: ૧૯૬૮) સમયે અટલજીએ ભાવના સેવી હતી કે કચ્છ એ ભારતનો અજોડ- અદ્ભુત ભૂપ્રદેશ છે, રતિભર ભૂભાગ કોઈ છીનવી જાય તે સાંખી શકાય નહિ. આ ભૂમિની અલૌકિક સુંદરતા અને અહીંના ખુમારીથી જીવન વ્યતિત કરતા લોકોની સફળ કહાણી છે. જેની ચાહક અનેક વિચક્ષણ બુદ્ધિપ્રતિભાઓ રહી ચુકી છે. સ્વપ્નદૃષ્ટા અને આપણા વડા પ્રધાન લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ સૌથી પ્રિય છે આ કચ્છ! આથી જ તેનો ઈતિહાસ, વિકાસ, સંસ્કૃતિ અને અર્થકારણ, તેની જીવનશૈલી અને વિનાશમાંથી નિર્માણની આગવી પરંપરાને જે કોઈ પણ માણે તે કહે છે – ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.’
કચ્છ માટે અનેક ગ્રંથમાળા રચાઈ હશે પરંતુ જેમજેમ સંશોધન કરતા જઈએ છીએ તેમ હજુ ઘણા મુદ્દા વણપીછાણ્યા હોય એવું આ પ્રદેશ માટે લાગ્યા કરે. એટલે જ આ કટાર મિઠડી બોલી કચ્છી અને ગૌરવવંતી ગુજરાતી ભાષાનું ફ્યુઝન બનીને પ્રસ્તુત થઇ રહી છે.
કચ્છી માડુ દુનિયાભરમેં પ્રસર્યા ઐ. કચ્છ કુરાજી લાગણી પ હિન કચ્છીએજે ધિલમેં બેહિસાબ ભરઈ આય. તેંમેં મુંભઈ ત સવાઈ કચ્છીજે રહેવાસસે છલકેતી, હિન પ્રેદેશવાસીજી લાગણીકે પોષેલા ‘મુંભઈ સમાચાર’ નિત નવો પ્રયોગ આચરી પ્રદેશવાસી જ ન પ સમૃદ્ધ ભાષાજે સંવર્ધનમેં સબૂર હિસ્સો નોંધાયેલા વિગતી. કચ્છજી અલકમલક ગાલીયું સંશોધનપ્રેરક નેં રસસભર અદામેં રજુ કેંણું ઈ પિંઢમેં જ રોચક ગાલ આય.
કચ્છજી ધીગીધરા ઈતિહાસજા ઘણે પનાં પલટાય આય. જેંજો આલેખન કરીયું તિતરો ઓછો આય. વરી, હરેક પને તે પ્રદેશજી ખુમારી, તેજસ્વીતા, વીરતાજો સ્પષ્ટ ખ્યાલ અચે તી આય. હિન ઘીગી ધરાતે કિઈક ઉચીં પ્રતિભાએંસે કચ્છજે વારસેજો પેટાર પુખતો થ્યો આય. એડા જ હિકડા જ્ઞાની થઇ વ્યા જુકો કચ્છકે પિંઢજી દેશભક્તિ વતાયલા જુદો જ ગીત રચીને ભેટ ક્યોં અયો.
ઈ.સ. ૧૮૯૫મેં સુરા કથાકાર લાલજીભાઈ કાનજી વ્યાસજે ઘરે જન્મેલા મોરારી ઇતરે જુકો અગ઼િયા વિઞિને કવિ, મહાત્મા નેં અવધૂત નિરંજન તરીકે ઓરંખાણા વા. ઇનીજો જનમ કચ્છજે મડઇમેં થ્યો હો. ઇની નિંઢી ઉંમરમેં જ઼ સંસ્કૃત નેં આયુર્વેદ તે સિદ્ધિ હાંસલ કરે ગ઼િડ઼ી હુઇ. દર્શનશાસ્ત્ર કે પક્કો કરી ૧૭ વરેજી વયમેં જ઼ હી તપસ્વીકે કચ્છજે ધીણોધર ડુંગર મથા ખીચડી રધંધે ‘મુંજી માતૃભૂમિ કે નમન’ ગીત સ્ફૂર્યો હો.
ઇની મહાકવિ નાનાલાલ દલપતરામ નેં પ્રિખ્યાત કવિ લલિતજી ભેરા હિકડ઼ી વાર જુહૂ મુંભઈમેં ગીત ગાતો હો. ધરિયાજે કિનારે વિઠા-વિઠા મિડ઼ે ભાઇબંધ જેર હી ગીત સોંયો તેર ભાવવિભોર થિઇ વ્યા વા. બિઇ વાર હિમાલયજી ડો હજાર ફૂટજી ઊંચાઈતે વિસામો ખાધે વેરા કવિશ્રી ગીત ગાતો નેં પ્રવાસમેં ભેરા નેપાળજા કવિ સમ્રાટ દેવ કોટા તેંરંઇ કચ્છી ગીતજો અંગ્રેજી અનુવાધ કરેં વિંધો હો. જેંજી ટિપ્પણી અંગ્રેજીજા વિદ્વાન ડૉ. સૂર્યકાન્ત ઠાકુર કેં આય. ભિક્ષુ આર્યદેવ હી ગીતજો અનુવાધ ફ્રેન્ચ ભાષામેં કયોં અયોં. પંડિત બટુકનાથ શાસ્ત્રી હી ગીત સોંયો તેં પૂંઠીયા ઇની સંસ્કૃત નેં મરાઠી ભાષામેં કાવ્યાનુવાદ પ્રગટ કરેલા ઉત્સાઈ વ્યા વા. (દુલેરાય કારાણી સાહિત્યજો વિશેષ આભાર.) આમ, આ કચ્છી દેશ ગીત કુલ છ ભાષાઓમાં પ્રગટ થઈ ચૂક્યો છે. અને જાણીતા સ્વરકાર સંગીતાચાર્ય પંડિત લક્ષ્મીનારાયણ દ્વિવેદી મિર્જાપુરકરે ‘મુંજી માતૃભૂમિ કે નમન’ ગીતની સ્વરલિપિ પ્રગટ કરી છે. કચ્છના લોકલ બોર્ડના શિક્ષણ વિભાગે મુંબઈની વિખ્યાત ગ્રામોફોન રેકર્ડ કંપની ‘હીઝ માસ્ટર્સ વોઈસ’ દ્વારા મુંજી ‘માતૃભૂમિ કે નમન’ ગીતની રેકર્ડ તૈયાર કરાવી હતી. આમ, મહાત્મા નિરંજને સમસ્ત બિહાર અને બંગાળમાં કચ્છનું નામ રોશન કર્યું છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદ તેમને ગુરુ તૂલ્ય માનતા અને માન આપતા હતા. આજકાલ કચ્છનું નામ રોશન કરનાર સપૂત ઓસમાણ ભાઈ મીર દ્વારા સુરબદ્ધ થયેલ આ ગીત સૌથી વધુ પ્રચલિત છે.