સયુંકત રાષ્ટ્રના શાંતિ રક્ષાના આદર્શો ને કાર્યક્રમમાં નવા ભારતની સાંસ્કૃતિક ભૂમિકા
‘વસુધૈવ કુટુંબકમ’ પર આધારિત તેના સાંસ્કૃતિક વારસા સાથે ભારતે આ તકનો વધુ ઉપયોગ કરી તેના અસરકારક શાંતિ નિર્માણ અને શાંતિ રક્ષા કાર્યક્રમો કરવા જોઈએ.

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
વસુધૈવ કુટુમ્બકમ્: એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય
ભારતીય ઐતિહાસિક જ્ઞાન-પરંપરામાં આપણે આંતરરાષ્ટ્રીય શાંતિના મહાન આદર્શને અનુસર્યા છીએ. આપણી પોતાની પ્રજામાં અંદરોઅંદર સંઘર્ષો અને યુદ્ધો સાથે સંકળાયેલા પ્રશ્ર્નો હતા. પરંતુ, બાહ્ય પ્રજાઓ સાથે આપણે કદી પ્રશ્ર્નો ન હતા તેમ છતાં હંમેશાં શાંતિભર્યા તમામ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંબંધો હતા.
ભારતના સાંસ્કૃતિક વારસાની આ એક મોટી મૂડી છે. કેટકેટલાક સમય સુધી રાજકીય સત્તા અને સૈન્યબળ હોવા છતાં પોતાના ૫,૦૦૦ વર્ષના ઈતિહાસમાં ભારત કદી બીજો દેશ
જીતવા ચડ્યું નથી. ભારતીય ઈતિહાસનું એ વ્યાવર્તક લક્ષણ અને સાંસ્કૃતિક ભૂમિકા છે; ને તેથી જ શાંતિ માટેની રાષ્ટ્રસંઘ કે સયુંકત રાષ્ટ્ર સંઘ અને એની સાથી સંસ્થાઓના શાંતિના આદર્શો અને કાર્યક્રમોને ભારત હૃદયપૂર્વક ટેકો આપે છે.
૧૮૯૭ના જાન્યુઆરીમાં કોલંબોમાં આપેલા પોતાના વ્યાખ્યાનમાં આ વ્યાવર્તક લક્ષણનો ઉલ્લેખ કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે: (પૂર્વમાંનું પ્રથમ જાહેર વ્યાખ્યાન, ધ કંપ્લીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ’, વો. ૩, પૃ. ૧૦૫-૬): જગત ઉપર આપણી માતૃભૂમિનું ઋણ ઘણું
મોટું છે.
દેશદેશની તુલનાએ, આ જગત પર એવી એક પણ પ્રજા નથી જેનું ઋણ શાંત હિંદુ, નમ્ર હિંદુના કરતાં વિશ્ર્વ પર વધારે હોય, ‘નમ્ર હિંદુ’ શબ્દો કેટલીકવાર લઘુતાવાચક હોય તે રીતે પ્રયોજાય છે; પરંતુ અવહેલના પાછળ પણ સત્ય કદી છુપાઈ શકતું હોય તો, તે નમ્ર હિંદુ પાછળ છુપાયેલું છે, કારણ એ પ્રભુનું પ્યારું બાળક છે. સ્વામી વિવેકાનંદના આ શબ્દો વર્તમાન સમયમાં પ્રાસંગિક જણાય છે.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સ્થાપના સમયથી વિશ્ર્વએ શાંતિની સંસ્કૃતિને સરળ બનાવવા, જટિલ વૈશ્ર્વિક સંઘર્ષોને ઉકેલવા અને આવશ્યક શાંતિ રક્ષણ તેમજ શાંતિ નિર્માણમાં સમર્થન પ્રદાન કરવા નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તરફ ધ્યાન આપ્યું છે. આમ છતાં તે ઘણા કિસ્સાઓમાં તે સફળ થઇ શક્યું નથી.
સંયુક્ત રાષ્ટ્ર ૨૦ સદીના અનેક યુદ્ધોમાં શાંતિ સ્થાપિત ન કરી શકવાની અસફળતાએ ૨૧મી સદીના વિશ્ર્વના મોટા અને લાંબા યુદ્ધો થઇ રહ્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ એ અસફળતાના ઉદાહરણોની લાંબી યાદીમાં ઉમેરો કરે છે. યુદ્ધો અને તેની પ્રક્રિયાઓના ફેલાવવાને અસરકારક રીતે રોકવા માટે વૈશ્ર્વિક નેતાઓ અને સંસ્થાઓની નિષ્ફળતા દર્શાય છે. તેમાં યુક્રેન-રશિયા, ઇઝરાયલ-હમાસ વચ્ચેનું વર્તમાન યુદ્ધ અને સુદાન, મ્યાનમાર, યમન અને સાહેલ ક્ષેત્રના સંઘર્ષોનો સમાવેશ થાય છે.
વિશ્ર્વને આ સમયે નવા વિચારશીલ નેતૃત્વની તાત્કાલિક જરૂર છે જે સહિયારી દ્રષ્ટિ બનાવી શકે અને શાંતિ અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપી શકે. જેનું નેતૃત્વ કરવા ભારત સક્ષમ છે.
ભારત વિકસતી પ્રાચીન સંસ્કૃતિ છે જેના પ્રવાસી વિશ્ર્વભરમાં ફેલાયેલા છે અને તે હંમેશાં વસુધૈવ કુટુમ્બકમ્ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય)માં વિશ્ર્વાસ કરે છે. ભારતે આ તકનો લાભ અવશ્ય ઉઠાવવો જોઈએ અને વધુ અસરકારક શાંતિ નિર્માણ અને શાંતિ રક્ષા કાર્યક્રમોની રચના કરવા માટે તેનું વિચારશીલ નેતૃત્વ પ્રદાન કરવું જોઈએ.
સયુંકત રાષ્ટ્રમાં ભારતની સાંસ્કૃતિક ભૂમિકા કેમ? ભારતે ક્યારેય કોઈ દેશ સામે યુદ્ધ – આક્રમણ કે વિસ્તારવાદી નીતિ આપનાવી નથી. તેનાથી વિપરિત ભારતે યુએન શાંતિ રક્ષા મિશનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે અને અન્ય કોઈપણ દેશ કરતાં વધુ સૈનિકોનું યોગદાન આપ્યું છે. ૧૯૪૮ થી ઞગ ના ૭૨ મિશનમાંથી ૪૯માં ૨,૫૩,૦૦૦ કર્મચારીઓએ સેવા આપી છે. જાન્યુઆરી ૨૦૨૪ના ડેટા અનુસાર લગભગ ૫,૯૦૦ ભારતીય સૈનિકો ૧૨ ઞગ શાંતિ રક્ષા મિશનમાં સામેલ છે. ભારતીય સેનાના જવાનોએ નોંધપાત્ર બલિદાન આપ્યા છે અને ૧૬૦ થી વધુ સૈનિકો વીરગતિ પામ્યા છે. જે યુએન શાંતિ રક્ષામાં ભારતની સતત ભાગીદારી અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વિશ્વસનિયતા ભારતને સંયુક્ત રાષ્ટ્રના
શાંતિ રક્ષા કાર્યસૂચિને આગળ ધપાવવા માટે તેના વૈચારિક નેતૃત્વને રજૂ કરવાની તક પૂરી પાડે છે.
આ સાથે એક વાતની નોંધ તો લેવી જ પડે કે આ શાંતિ રક્ષક દળ (પીસ કિપીંગ ફોર્સ)ની મહત્તા ઓછી આંકી ન શકાય.. યુનોના આ બ્લૂ હેલમેટધારી સંત્રીઓ સોમાલિયા, બોસ્નિયા, સર્બિયા, કમ્બોડિયા, લેબેનોન, સાયપ્રસ, અલ-સાલ્વાડોર, કુવૈત, ઇરાક, ભારત-પાકિસ્તાનની સરહદે ઇઝરાયલ નજીક ગાઝાપટ્ટી જેવા અનેક મોરચે પહેરો ભરે છે. જે ભારતની સતત ભાગીદારી અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.
યુએન શાંતિ રક્ષા રક્ષા અને શાંતિ નિર્માણમાં ફેરફાર: યુએન શાંતિ રક્ષા અભિયાન (ઙઊંઘ) ની સ્થાપના વિશ્ર્વ સંઘર્ષોને દૂર કરવા અને સ્થિર સમાજમાં પરિવર્તન સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. સારા ઇરાદાઓ અને સમર્પિત પ્રયત્નો છતાં શાંતિ મિશનની ઘણીવાર અપેક્ષા કરતાં ઓછી અસર થાય છે જે વણઉકેલાયેલા સંઘર્ષો શાંતિને પાછળ રાખે છે. સયુંકત રાષ્ટ્ર ઙઊંઘ ની સમીક્ષામાં મેજર જનરલ બરદલઇ કહે છે કે, મોટા ભાગના નિષ્ફળ ઙઊંઘ ની વિશેષતા રહી છે સમયસર સૈનિકોને રાખવામાં મોડું, નબળા સૂચનો, અપૂરતા સંસાધનો, અકુશળ અને અપ્રશિક્ષિત શાંતિ સૈનિકો છે.
ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ કાંગો ક્ષેત્રનું સ્થિરીકરણ મિશન, દક્ષિણ સુદાન મિશન, સાયપ્રસ મિશન, સોમાલિયાનું કાર્યાલય, સેન્ટ્રલ આફ્રીકન રિપબ્લિક મિશન જેવા અનેક ઉદાહરણોમાં હિંસક સંઘર્ષોની બહુપક્ષીય પ્રકૃતિ દર્શાવે છે જ્યાં સયુંકત રાષ્ટ્ર શાંતિ મિશનોએ કાયમી શાંતિ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કર્યો છે. એવી દલીલ પણ કરી શકાય છે કે, આધિપત્યપૂર્ણ શાંતિ જાળવણીના અભિગમે મૂળભૂત સામાજિક અને આર્થિક ફરિયાદોની અવગણના કરી હશે. આ શાંતિ જાળવણી અને શાંતિ નિર્માણ માટે નવીન અને વ્યાપક અભિગમની જરૂરિયાતને પ્રકાશિત કરે છે જે અંતર્ગત ફરિયાદો અને આઘાતને દૂર કરવાની જરૂરિયાતને સંબોધિત અને સમાવિષ્ટ સંવાદને પ્રોત્સાહન આપશે તેમજ સ્થાનિક લોકોને અંદરથી શાંતિ બનાવવા માટે સશક્ત કરશે.
ભારતની ક્ષમતા : ભારત તાજેતરના સમયમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને આર્થિક તકોને આગળ વધારવા માટે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર, ક્વાડ તેમજ ઈં૨ઞ૨ ભાગીદારી જેવા અનેક વ્યૂહાત્મક પ્રયાસોમાં મૂલ્યવાન ભાગીદાર બન્યું છે. ભારતીય પ્રવાસી સમગ્ર વિશ્ર્વમાં વિકસી રહ્યો છે. ભારતીય કંપનીઓ સમગ્ર વિશ્ર્વમાં વ્યાપાર કરી રહી છે જેમાં સંવેદનશીલ સંઘર્ષ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.
શાંતિ અને સમૃદ્ધિ એકબીજા પર આધારિત છે. હિંસા, સંઘર્ષ અને અસ્થિરતા ભારતીય પ્રવાસીઓ તેમજ ભારતના વ્યવસાયો અને ભૌગોલિક રાજકીય હિતોને સીધી અસર કરશે. તેથી વસુધૈવ કુટુંબકમ્ પર આધારિત તેના સાંસ્કૃતિક વારસા સાથે ભારતે સમગ્ર વિશ્ર્વમાં વધુ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે આગેવાની લેવી જોઈએ. સયુંકત રાષ્ટ્ર શાંતિ રક્ષા અને સયુંકત રાષ્ટ્ર શાંતિ નિર્માણ અભિયાનોમાં ભારતીય માળખા અને પદ્ધતિઓની હિમાયત કરીને ભારત શાંતિ અને સુમેળભર્યા સહ-અસ્તિત્વ દ્વારા પરિભાષિત ભવિષ્યને સક્ષમ કરવામાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે છે. આનાથી વિશ્ર્વ નેતા બનવાના ભારતના મહત્વાકાંક્ષી વિઝનને સાકાર કરવામાં પણ મદદ મળી શકે છે.