ઉત્સવ

માલદીવ મુદ્દે ફિલ્મી કલાકારોમાં જોવા મળી રાષ્ટ્રીય ભાવના

પ્રાસંગિક -નિધિ ભટ્ટ

નરેન્દ્ર મોદી માત્ર સામાન્ય જનતામાં જ નહીં પંરતુ ફિલ્મી સેલિબિટ્રીઝમાં પણ રાષ્ટ્રીય ભાવના જગાડવામાં સક્ષમ રહ્યા છે, પછી તે હિંદુ હોય મુસલમાન હોય કે ખ્રિસ્તી. હાલમાં સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ આ ચર્ચા શરૂ થઈ છે. પીએમની મુલાકાતથી એવી અટકળો થઈ છે કે ભારત માલદીવને સાઇડ લાઇન કરીને તેના ટાપુઓમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. પીએમ મોદીની મુલાકાત બાદથી લક્ષદ્વીપ ગૂગલ સર્ચ એન્જિન પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ કીવર્ડ છે. પીએમ મોદીની મુલાકાત બાદ થોડી કલાકોમાં ૫૦,૦૦૦ થી વધુ લોકોએ ગુગલ પર આ કેન્દ્રશાસિત પ્રદેશને શોધ્યો હતો. નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવની સત્તાધારી પાર્ટીના નેતાઓની ટ્વિટ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવ્યો હતો. આ ટ્વિટ્સમાં નરેન્દ્ર મોદીની મજાક ઉડાવવામાં આવી હતી અને ભારતીયોને ગંદા કહીને વંશીય ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આમાં ઝહીર રમીઝ અને મરિયમ શિઉના ખાસ કરીને તેમની ટિપ્પણીઓને કારણે સોશિયલ મીડિયા પર ભારતીયોના નિશાના પર આવ્યા હતા. આનું પરિણામ એ આવ્યું કે સોશિયલ મીડિયા પર ‘બોયકોટ માલદીવ’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

જ્યારથી પીએમ મોદીએ લક્ષદ્વીપની તસવીરો શેર કરી છે, ત્યારથી લોકોએ સોશિયલ મીડિયા પર કહેવાનું શરૂ કર્યું કે માલદીવ કરતાં લક્ષદ્વીપ રજાઓ મનાવવા માટે સારી જગ્યા છે. આ ટ્વિટનો જવાબ આપતા માલદીવના કેટલાક નેતાઓએ વાંધાજનક નિવેદનો આપ્યા હતા. આ અંગે ભારતના નાગરિકો અને નેતાઓ સિવાય બોલિવૂડના કલાકારો પણ ધર્મ કે નાતજાતના ભેદભાવ વગર પીએમ મોદીના સમર્થનમાં સામે આવ્યા છે અને પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીના વખાણ કરતા બોલિવૂડ એક્ટર સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લક્ષદ્વીપના સુંદર સ્વચ્છ અને આશ્ર્ચર્યજનક દરિયાકિનારા પર જોવું ખૂબ જ સુંદર દૃશ્ય છે અને સૌથી સારી વાત એ છે કે તે આપણા ભારતમાં છે. અક્ષય કુમારે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે માલદીવની અગ્રણી જાહેર હસ્તીઓ દ્વારા ભારતીયો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આશ્ર્ચર્યની વાત છે કે તે દેશ વિશે આવું કહે છે. જે તેમને સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ મોકલે છે. આપણે આપણા પાડોશીઓ પ્રત્યે સારા છીએ પણ આપણે આવી બિનજરૂરી નફરત શા માટે સહન કરીએ? અક્ષય કુમારે વધુમાં કહ્યું હતું કે મેં માલદીવની ઘણી વખત મુલાકાત લીધી છે અને હંમેશા તેની પ્રશંસા કરી છે પરંતુ દેશનું ગૌરવ પહેલા આવે છે. તો ચાલો આપણે ભારતીય ટાપુઓ શોધીએ અને નક્કી કરીએ અને આપણા પોતાના પ્રવાસનને સમર્થન આપીએ.

જયારે બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અને ભારત વિરુદ્ધ માલદીવના પ્રધાનોની ટિપ્પણીઓને લઈને વીરેન્દ્ર સેહવાગની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે વીરુ પાજી… આ ખૂબ જ સુસંગત છે અને આપણી જમીનની સાચી ભાવના સાથે સુસંગત છે. આપણા જ લોકો શ્રેષ્ઠ છે. હું લક્ષદ્વીપ અને આંદામાન ગયો છું અને તે અદભૂત સુંદર સ્થળ છે. અદ્ભુત પાણીના બીચ અને પાણીની અંદરના અનુભવો છે. બિલકુલ અવિશ્ર્વસનીય…આપણે ભારત છીએ, આપણે આત્મનિર્ભર છીએ, આપણી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button