ઉત્સવ

સરદાર પટેલનું સ્વપ્ન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

(ગતાંકથી ચાલુ)
જો નેહરુને બદલે સરદાર પટેલને તેના ઉકેલની જવાબદારી સોંપવામાં આવી હોત તો કાશ્મીરનો મુદ્દો આજે ગંભીર સમસ્યા ન બન્યો હોત. પટેલે મિનુ ભાસાનીને કહ્યું હતું કે જો નેહરુ માર્ગમાં ન આવ્યા હોત તો તેઓ કાશ્મીરનો મુદ્દો જલ્દી ઉકેલી શક્યા હોત. (બી, કૃષ્ણા, ઇન્ડિયન આયરન મેન) કાશ્મીરના જોડાણના પ્રશ્ન વચ્ચે દેશમાં
અનુચ્છેદ ૩૭૦ લાગુ કરવાની માંગ કરનાર શેખ અબ્દુલ્લા સૌથી પહેલા હતા. તેમણે આ મામલે ૩ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ સરદાર પટેલને પત્ર લખ્યો હતો પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના મુસ્લિમોને સંપૂર્ણ સ્વતંત્રતાની ઓફર કરી છે. પાકિસ્તાનનું કહેવું છે કે, તેની દખલગીરી વિના પણ અમે જમ્મુ-કાશ્મીરનું બંધારણ બનાવી શકીએ છીએ. શેખે ચાલાકી બતાવીને સરદાર પટેલને ફસાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે પાકિસ્તાનના આ પ્રસ્તાવને પ્રભાવને ઓછો કરવા માટે ભારતે જમ્મુ અને કાશ્મીરને બંધારણીય સ્વતંત્રતાની જાહેરાત કરવી જોઈએ.

સરદાર પટેલ શેખ અબ્દુલ્લાની યુક્તિ/ચાલ સમજી ગયા અને તેને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. અબ્દુલ્લાની દરખાસ્ત સરદાર સામે કામ ન લાગી ત્યારે તેમણે એ જ દરખાસ્ત પંડિત નેહરુ સમક્ષ મૂકી. નેહરુએ આ અંગે ઈમરજન્સી બેઠક બોલાવી ત્યારે સરદાર પટેલે તેનો પણ વિરોધ કર્યો હતો.

સરદાર પટેલના વિરોધ અને કડક વલણથી પરેશાન શેખ અબ્દુલ્લાએ ૧૪ એપ્રિલ, ૧૯૪૯ના રોજ સ્કોટ્સમેન પત્રકાર માઈકલ ડેવિડસનને એક ઈન્ટરવ્યુ આપ્યો અને જમ્મુ અને કાશ્મીરના વિભાજનની માંગણી કરી. તેનાથી પરેશાન નહેરુએ સરદાર પટેલ પર શેઠની વાત સ્વીકારવા દબાણ કર્યું. તેમ છતાં સરદાર મક્કમ અને પ્રભાવશાળી રહ્યા ત્યારે પંડિત નેહરુ મે ૧૯૪૯માં જમ્મુ અને કાશ્મીર ગયા અને શેખ અબ્દુલ્લા સાથે ઘણા કરાર કર્યા. સરદાર પટેલને પણ આ વાતની જાણ ન હતી. કરારની જોગવાઈઓ તૈયાર કરવાની જવાબદારી આયંગર અને શેખ અબ્દુલ્લા સાથે મળીને આપી.

સરદાર વલ્લભભાઈ પટેલને આ વિશે પછીથી કહેવામાં આવ્યું ત્યારે, તેમણે તેને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી. સરદાર પટેલના હસ્તક્ષેપ પછી નવો ડ્રાફ્ટ/મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો પરંતુ શેખ અબ્દુલ્લાએ તેનો સ્વીકારવા ન કર્યો. આ પછી આયંગરે તેને કેટલાક ફેરફારો સાથે પુન: શેખ પાસે મોકલ્યો. પરંતુ આ વખતે સરદાર પટેલે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો.

મહેતાએ રાજ્યને બાહ્ય આક્રમણથી બચાવવા માટે ભારતીય સૈનિકોના પ્રવેશ પછી પાકિસ્તાનના કાર્યકારી કમાન્ડર-ઇન-ચીફ જનરલ ડેવિડ ગ્રેસીએ કાશ્મીરમાં પ્રવેશવાનો ઇનકાર કર્યા પછીની ઘટનાઓનું વર્ણન કર્યું. કાશ્મીરના વિલય પત્રમાં જોડાણ પર હસ્તાક્ષર કર્યા પછી જિન્નાએ જવાહરલાલ નેહરુને કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવા લાહોર આમંત્રણ આપ્યું. મેહતાએ કહ્યું માઉન્ટબેટન આમંત્રણ સ્વીકારવા આતુર હતા. નેહરુ માઉન્ટબેટન સાથે સંમત થવાનું વલણ ધરાવતા હતા. જો કે, સરદાર પટેલે એ આધાર પર આનો સખત વિરોધ કર્યો કે આ કિસ્સામાં પાકિસ્તાન આક્રમણકારી છે અને ભારતે આક્રમણકારીને ખુશ કરવાની નીતિને અનુસરવી જોઈએ નહીં. મતભેદોને કારણે આ મામલો મહાત્મા ગાંધી પાસે લઈ જવામાં આવ્યો જેમણે નહેરુ, પટેલ અને વીપી મેનન સાથે તેની ચર્ચા કરી. ચર્ચા દરમિયાન એવું બહાર આવ્યું (એક રાજદ્વારી ઉકેલ) કે નેહરુ બિમાર છે અને તેમના લાહોર જવાનો કોઈ પ્રશ્ન જ નથી. માઉન્ટબેટને એકલા જ જવાનો નિર્ણય લીધો હતો.’ મહેતાએ જણાવ્યું હતું કે, ગોપાલસ્વામી આયંગરે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા માટે કલમ ૩૭૦નો વિસ્તાર કર્યો હતો જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

જુલાઈ ૧૯૪૯માં શેખ અબ્દુલ્લા અને અન્ય ત્રણને કાશ્મિરમાંથી બંધારણ સભા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમણે જ રાજ્ય માટે વિશેષ દરજ્જાની જોગવાઈ ઉમેરી હતી. આ માટે આ ચારેય અને ગોપાલસ્વામી આયંગર વચ્ચે મહિનાઓ સુધી વાતચીત ચાલી. જે સમયે બંધારણ સભામાં ચર્ચા ચાલી રહી હતી તે સમયે તે કલમ ૩૦૬અ હતી. બંધારણ સભા સમક્ષ રજુ કરાયેલા અનુચ્છેદ ૩૭૦ ડ્રાફ્ટમાં આયંગરે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી જોગવાઈ ઉમેરી. વિધાનસભાએ પણ તે પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.

શેખ અબ્દુલ્લાએ નેહરુ સાથે મળીને અનુચ્છેદ ૩૭૦ લાગુ કરવાના પ્રયત્નના ભાગરૂપે ૧૬ ઓક્ટોબર ૧૯૪૯ના રોજ બંધારણ સભાને અનુચ્છેદ ૩૭૦ વિશે જાણ કરી અને બીજા જ દિવસે તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવી. આ સમગ્ર ઘટનાનું અચાનક બન્યાનું સ્વરૂપ આપવામાં આવ્યું જેથી કોઈને તેની ચર્ચા કરવાનો સમય ન મળે.

બીજું, ઑક્ટોબર ૧૯૪૯ સુધીમાં બંધારણનો મુસદ્દો લગભગ પૂર્ણ થઈ ગયો હતો અને તેમાં માત્ર પ્રસ્તાવના જેવા મહત્વના કાર્યો જ બાકી હતા. સૌથી અગત્યનું કે બંધારણનો મૂળ ડ્રાફ્ટ જે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે તૈયાર કર્યો હતો તેમાં કલમ ૩૭૦નો ઉલ્લેખ પણ નહોતો જે આવી સ્થિતિમાં બંધારણ સભાના કોઈપણ સભ્યને તેના વિશે કોઈ જાણકારી.માહિતી ન હતી..
કુલદીપ સિંહ પોતાના એક શોધ લેખમાં લખે છે કે, આ પછી છેલ્લો ફેરફાર ઓક્ટોબર ૧૯૪૯ ના રોજ બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો હતો. શેખે આનો વિરોધ કર્યો અને આયંગરને પત્ર લખીને બંધારણ સભામાંથી રાજીનામું આપવાની ધમકી આપી. જો કે, સરદાર પટેલ આગળ તેનું કશું ચાલ્યું નહીં. કલમ ૩૭૦ ના પ્રથમ ડ્રાફ્ટમાં બધી સત્તાઓ શેખ પાસે હતી. સરદાર પટેલે શેખ અબ્દુલ્લાની વચગાળાની સરકારની જગ્યાએ યુનિયન ઓફ ઈન્ડિયાજોડી દીધું. આ સરદાર પટેલનું પગલું હતું જેના કારણે કલમ ૩૭૦ હટાવી શકાય છે. જો કે વર્ષ ૧૯૬૪માં એકવાર તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો.

સરદાર પટેલના તત્કાલીન ખાનગી સચિવ વી. શંકરે તેમના બે ખંડના પુસ્તક માય રિમિનીસેન્સીસ ઓફ સરદાર પટેલમાં ટાંકીને મહેતાએ જણાવ્યું હતું કે, ૧૬ ઓક્ટોબર, ૧૯૪૯ના રોજ જ્યારે બંધારણ સભામાં કલમ ૩૦૬ અ (અગાઉની કલમ ૩૭૦નો પુરોગામી)નો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો ત્યારે પટેલે ગોપાલસ્વામીને પત્ર લખ્યો અને કહ્યું કે , મૂળ ડ્રાફ્ટની સરખામણીમાં ખાસ કરીને મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોના સંદર્ભમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો છે. આ રાજ્ય ભારતના ભાગ બનવાની અને તે જ સમયે આમાંની કોઈપણ જોગવાઈઓને માન્યતા ન આપવાની વિસંગતતા તમે પોતે જ અનુભવી શકો છો.’
પટેલે લખ્યું કે, ’ સ્વયં શેખ અબ્દુલ્લાની હાજરીમાં અમારી પાર્ટીએ દ્વ્રારા સમગ્ર વ્યવસ્થાને મંજૂરી આપી દીધા પછી મને કોઈ ફેરફાર જરાય ગમતો નથી. શેખ અબ્દુલ્લા જયારે પણ પાછા હટવા માગે છે, ત્યારે તેઓ હંમેશા અમને લોકો પ્રત્યેની તેમની ફરજ વિશે કહે છે. અલબત્ત, તેમની ભારત કે ભારત સરકાર પ્રત્યે અથવા વ્યક્તિગત ધોરણે તમારા અને વડા પ્રધાન (નેહરુ) પ્રત્યેની કોઈ કર્તવ્ય નથી, જે તેમને સમાયોજિત માટે દરેક શક્ય પ્રયત્નો કરી રહ્યા છે.’

રાજ ખન્ના પોતાના શોધ લેખમાં જણાવે છે કે, જ્યારે બંધારણ સભાએ જમ્મુ અને કાશ્મીર માટે વિશેષ દરજ્જા અંગે આયંગરનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે નારાજ સરદાર પટેલે શંકરને સમજાવ્યું કે આયંગરે નેહરુની સલાહ હેઠળ કામ કર્યું જે તે સમયે અમેરિકામાં હતા. પટેલે કહ્યું, જો જવાહરલાલ અહીં હોત તો અમે તે કરારમાંથી બહાર નીકળી શક્યા હોત પરંતુ હું ગોપાલસ્વામી સાથે આ કેવી રીતે કરી શકું જે ફક્ત આદેશોનું પાલન કરતા હતા? જો મેં આ કર્યું હોત તો લોકો કહેત કે હું તેમના (નેહરુના) વિશ્વાસુ સાથે જ્યારે તેઓ દૂર હતા ત્યારે બદલો લઈ રહ્યો હતો.’

પટેલ નારાજ હતા પણ નિરાશ ન હતા. પટેલે કહ્યું હતું કે, ’આખરે શેખ અબ્દુલ્લા કે ગોપાલસ્વામી બંને સ્થાયી(કાયમી) નથી. ભવિષ્ય ભારત સરકારની તાકાત અને હિંમત પર નિર્ભર કરશે. જો આપણને આપણી પોતાની તાકાતમાં વિશ્વાસ ન હોય તો આપણે એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં રહેવાને લાયક નથી.
રાજવાણી : એક ગુજરાતીએ રાષ્ટ્રહિત માટે સેવેલું સ્વપ્ન, બીજા ગુજરાતીએ પૂર્ણ કર્યું જે ગુજરાતની રાષ્ટ્ર માટેની સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરે છે. (સમાપ્ત)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત