મ્યુઝિક મેકિંગ: શાનદાર એપ્લિકેશનથી બદલાયો કમ્પોઝનો ક્રાઈટેરિયા
ઈન્સ્ટ્રુમેન્ટથી લઈને ઈફેક્ટ સુધી બધુ જ આંગળીના ટેરવે
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ડિજિટલ યુગમાં સ્માર્ટફોનથી બદલાઇ રહેલી દુનિયામાં હવે કંઈક નવું આવે એ જ રોમાંચક લાગે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઘણુંય એવું હોય છે જે ઍક્ચ્યુલમાં હોતું નથી. આ ન હોવા છતા આનંદ કરાવી દે છે- ચોંકાવી દે છે અને ખરા અર્થમાં કલ્પનાના ઘોડાને
દોડાવી દે છે.
AI -આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આવ્યા બાદ આવા કેટલાક કલ્પનાના ઘોડાને ખરા અર્થમાં પાંખ મળી ગઈ એમ કહીએ તો ખોટું તો નથી. વેબસાઈટથી લઈને એપ્લિકેશન સુધી આ અલ્લાદ્દિનના ચિરાગમાંથી નીકળતા જીન જેવું AI જેને સ્પર્શ કરે એમાં કંઈક નવીતા ઉમેરે છે. આની પાછળ કઈ સર્કિટ કે સોકેટ કામ કરે છે એમાં નિષ્ણાંતે નિષ્ણાંતે વિષય જુદા છે. જ્યારે મોબાઈલ કિ-પેડ વાળા આવતા એ સમયે પણ દરેક નંબરને પ્રેસ કરીએ તો એક અલગ અવાજ આવતો. એનાથી પણ વધારો ભૂતકાળમાં જઈએ તો ટેલિફોનમાં પણ દરેક નંબરના ડાયલ કરવા પાછળ એક અવાજ આવતો. આ પરથી એટલું કહી શકાય કે ફોન અને મ્યુઝિકનો
સંબંધ દાયકાઓ જૂનો છે. અબ બાત નીકલી હૈ તો દૂર તક
જાયેગી!
ગૂગલના પ્લે સ્ટોરમાં ઢગલો એપ્લિકેશન છે. જેવો વિષય, વ્યક્તિ, એનો રસ અને ઉપયોગ એ પરથી આ જાદુઈ ચિરાગ જેવા સ્ટોરમાંથી દમદાર વસ્તુઓ નીકળે છે. જે ઉપયોગ કરવામાં સરળ છે, કામ ચલાઉ નથી પણ કામને દોડતું કરી દે એવી છે. સંગીત પ્રેમીઓ માટે ડિજિટાઈઝેશન એટલે પ્રોડ્યુસ કરેલા મ્યુઝિકને એક નવો સ્પર્શ આપવાની પ્રક્રિયા. થોડું સંગીતનું પાયાનું જ્ઞાન હોય, બીટ કે રિધમની પ્રાથમિક સમજ હોય એટલે પ્રોફેશનલને ટક્કર મારે એવું કામ થાય એવી એપ્લિકનશ આવી ગઈ છે. એમાં એક એક બીટ, સેક્ધડ, ટાઈમ, ઈફેક્ટથી લઈને ઈન્સ્ટ્રુમેન્ટ સુધી વ્યવસ્થિત વગાડી શકાય છે. મ્યુઝિકનું સર્જન કરવાનું છે. મ્યુઝિકનું મર્ડર નહીં. હવે જે લોકો આ એપ્લિકેશન પહેલી વખત ઉપયોગ કરશે એ માટે અવાજ કે બીટ થોડી કર્કશ રહેવાની. એમાં આપેલા સેમ્પલ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે. આ તમામ એપ્લિકેશનમાં રેકોર્ડિંગનો પણ ઓપ્શન ખરા, પછી તો જોઈએ શું?
-તો ચાલો કંઈક વગાડીએ.
AI ની મદદથી એ લોકો પણ સંગીત પ્રોડ્યુસ કરી શકે, જેની પાસે કોઈ વાદ્યનું જ્ઞાન છે. ભલે વાદ્ય હાથ પર ન હોય, પરંતુ એના સ્વર, સૂર, સાઝ ને સરગમ અંગે ખ્યાલ હશે તો આવી એપ્લિકેશન ગીત બનાવી આપે એમ છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે જે ઝોન સાંભળવો હોય એ પહેલાથી જ સિલેક્ટ કરીને ફિક્સ કરી દઈએ એટલે એ જ ઝોનની ઈફેક્ટ આપણા સુધી આવે. જેમ કે, ક્લાસિકલ પસંદ કર્યું હોય તો એમાં પછી હિપહોપ ન આવે. હા, મૂડ બદલાય તો ચેન્જ કરી શકો. AIVA નો ઉચ્ચાર ‘અવીવા’ થાય છે. ટેકનિકલ ટર્મ પ્રમાણે આને ‘એઆઈવા’ કહે છે. કોન્ટેટ પર જુદી જુદી ઈફેક્ટ નાંખવા માટે આ એપ્લિકેશન કુબેરના ભંડાર જેવી વિવિધતા ધરાવે છે. હાઈ ક્વોલિટી મ્યુઝિકથી લઈને ટેમ્પો સુધી, ઈન્સ્ટ્રુમેન્ટથી લઈને ઈન્સ્ટ્રુમેન્ટલ સુધી બધું જ બનાવી શકો. એપ્લિકેશન થોડી જટીલ છે , કારણ કે, અંદર ખૂબ જ નાની નાની ઈફેક્ટ પર નક્શીકામ કરેલું છે. બારીકીથી એની ઈફેક્ટ એડજસ્ટ પણ કરી શકાય છે. વોકલથી લઈને કોરસ સુધી તમામ વસ્તુ આવરી લીધી છે.
SOUNDFUL.:
કોઈ પણ વિડિયો કોન્ટેટ પર મ્યુઝિક ઈફેક્ટ નાખવા માટે બેસ્ટ ઓપ્શન. એટલું જ નહીં, સમગ્ર મ્યુઝિકને એવી રીતે કસ્ટમાઈઝ કરી શકાય કે ચોક્કસ સીન આવે ત્યારે એ પ્લે થાય. આ ઉપરાંત તેને મોનેટાઈઝ પણ કરી શકાય છે. ૫૦થી વધારે ઝોન અને સેમ્પલ સીધા જ ઉપયોગમાં લઈ શકાય છે. ઇઘઘખઢ એક એવી એપ્લિકેશન છે જેમાં સંગીતનું પાયાનું જ્ઞાન ન હોય તો પણ આરામથી એડિટ કરી શકાય. દરેક ઈન્ટરફેસ ખૂબ જ સરળ છે. સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો એટલે દરેક લેયર સમજાતા જાય. થોડું ગીત લખતા કે કમ્પોઝ કરતા ફાવે તો અહીંથી ડાયરેક્ટ કોઈ મ્યુઝિકલ લાઈબ્રેરીમાં અપલોડનો પણ સારો એવો ઓપ્શન મળે છે.
SOUNDRAW :
આ એપ્લિકેશનનું જેવું નામ એવું જ એનું કામ. સાઉન્ડરોમાં ઝોન, થીમ, ઈન્સ્ટ્રુમેન્ટથી લઈને વોકલ સુધીનું બધુ જ એડિટ થાય. નવું પણ બનાવી શકાય. થોડી ઊંડી સમજ હોય તો પ્રોફેશનલ લેવલ સુધીનું મ્યુઝિક કંપોઝ કરી શકાય. એક ખાસ નોંધ કે આ તમામ વેબ એપ્લિકેશન છે. પ્લે સ્ટોરમાં સર્ચ કરતાં એના જેવી બીજી કેટલીક એપ્લિકેશન માટે તે સજેસ્ટ કરશે. જ્યારે વેબસાઈટ પર જઈ લોગઈન કરીને સરળતાથી એનો ઉપયોગ કરી શકશો. કોમ્પોઝ કરવું થોડું જટિલ એટલા માટે છે, કારણ કે એમાં દરેક લેયરનું ખાસ ધ્યાન રાખવું પડે છે. મોબાઈલમાં એડિટ કરવું હોય તો સરળતાથી ડાઉનલોડ થશે બેન્ડલેબ. એ દરેક ઈન્સ્ટ્રુમેન્ટના અવાજને સરળતાથી સેટ કરવા માટેના ફીચર્સ આપે છે.
MUBERT :
દરરોજ નવી નવી સ્ટોરીમાં સાવ અલગ જ થીમ યુઝ કરવી છે તો ડાઉનલોડ કરો મ્યુબર્ટ. થીમથી લઈને મ્યુઝિક સુધી ટોટલ બધુ મફત. જેમાં ટેક્સથી લઈને વીડિયો પણ મૂકી શકાય છે. જોકે, આ એપ્લિકેશનની થીમ કરતા લોકો રિયલ લોકેશન પર શૂટ કરીને પ્લે કે પોસ્ટ કરવાનું વધુ પસંદ કરે છે.
આઉટ ઓફ બોક્સ
વર્ષ ૨૦૨૦માં રીલ્સ ઈન્સ્ટાગ્રામે શરૂ કરી. દુનિયામાં સૌથી વધારે રીલ્સ આપણા દેશમાં બને છે. જ્યારે સૌથી વધુ પોસ્ટ મૂકવામાં બ્રિટન નંબર વન છે.