ઉત્સવ

માતૃદેવો ભવ

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

કોલેજની ગેટ-ટુ-ગેધર પાર્ટીમાં આજે શ્રેયા વૈષ્ણવે ખૂબ મજા કરી. પાર્ટી પૂરી થતાં જ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ડી.કે.વર્માએ ડૉ.શ્રેયાને તેમની કેબીનમાં બોલાવ્યાં. કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટ તરફથી યોજાનાર ત્રણ દિવસીય શૈક્ષણિક સેમિનાર વિષે જણાવતાં કહ્યું-
શ્રેયા, આવતા અઠવાડિયે કોમર્સ વિભાગ તરફથી ડિજિટલ બેન્કીંગ ટ્રેનિંગ વિષે ત્રણ દિવસનો વર્કશોપ છે. શું તમે રીસોર્સ પર્સન તરીકે આવી શકો? તમે આવો તો તમારા જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને મળી શકે.

થેન્ક યુ સર, ફોર યોર કાંઈડ ઈન્વીટેશન. પણ, સર હું આવી શકું તેમ નથી. શ્રેયાએ નમ્રતાથી કહ્યું.

શ્રેયા, હવે તમે તો નિવૃત છો, સમય આપી શકશો. હું જાણું છું તમે આ ક્ષેત્રે નિષ્ણાત છો. શા માટે ના કહો છો. ડૉ.વર્માએ પૂછયું.

સર, માય હસબંડ ઈઝ ટ્રાવેલિંગ નેક્સટ વીક ફોર યુરોપ.
સો યુ આર જોઈનીંગ વીથ હીમ, એન્જોઈંગ રીટાયરમેન્ટ લાઈફ.

નો સર, હી ઈઝ ગોઈંગ ફોર હીઝ કંપની વર્ક, હું જઈ ન શકું. સર, અમે બંન્ને રીટાયર્ડ, પણ બંને એક સાથે કશે જ નથી જતા. શ્રેયાએ કહ્યું.
કેમ? નાવ યુ શુડ એન્જોય. ડૉ.વર્માએ કહ્યું.

સર, મારા સાસુમા ૮૭ વર્ષના છે. એક બાળકની જેમ એમની સંભાળ લેવી પડે છે. જો મારા હસબંડ અહીં હોત તો હું ચોકકસ આ સેમિનારમાં ટ્રેનિંગ આપવા આવત.. શ્રેયાએ કહ્યું.
શ્રેયા, તમારા સાસુમા ખૂબ લક્કી છે. શું નામ છે એમનું ?
કોકીલાબેન. પણ અમે એમને મા કહીને બોલાવીએ છીએ.

તમે જાતે સાસુમાની આવી સેવા તમે બંને કરો છો, ધેટ ઈઝ ગ્રેટ, ડૉ.વર્માએ કહ્યું.

શ્રેયા ડ્રાઈવ કરીને ઘરે જતી હતી ત્યારે તેની સખી પ્રતિભાએ પૂછયું- તું આ બધું કેવી રીતે મેનેજ કરે છે, સો સોરી યાર, યુ કાન્ટ એન્જોય યોર લાઈફ. ફ્રેન્ડસ સાથે શોર્ટ ટ્રીપ, કીટી પાર્ટી, મુવીઝ. યુ કાન્ટ ગો. અરે, આખો દિવસ ઘરમાં કેમ ગમે?

જો, પ્રતિભા માની સેવા કરવાનો લાભ નસીબદાર સંતાનોને જ મળે છે. હું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે હું છવ્વીસ વર્ષની હતી.ત્યારથી મારી સાસુએ મને પોતાની દીકરીની જેમ રાખી છે.
.એમની બે દીકરીઓ તો સાસરે ગઈ, પણ હું છું ને- એમની સંભાળ માટે. ૮૭ વર્ષના મારા સાસુમાને અત્યારે તો અલમાઈઝર થઈ ગયું છે. એ બધું ભૂલી જાય છે. બહુ ટેક્ટફૂલી સાચવવા પડે છે.
હવે ગઈ કાલે સાંજે જ મેં એમને ભાવતો બાજરીનો રોટલો અને રીંગણાનો ઓળો આપ્યો. એમણે માંડ અડધો રોટલો ખાધો. એક કલાક પછી અમે ન્યૂઝ જોતા હતા. ત્યાં જ પિત્ઝાની એડ જોતાં બોલ્યાં- મને રોટલો આપ. મને ભૂખ લાગી છે. તારે મને ભૂખે મારી નાંખવી છે કે શું?

હું તરત જ ઊભી થઈ. તરત ફરીથી રોટલો અને ઓળો લઈ આવી.

હું સમજું છું. માની આ લાચારી છે. માએ મને ખૂબ સાચવી છે.

મારી પ્રેગનન્સી, મારી દીકરી ઈશાનો ઉછેર, કોલેજની મારી જોબ, આ બધામાં સાસુમા સાથે જ રહ્યા હતા એ હું કેમ ભૂલી શકું?. શ્રેયાએ પ્રતિભાને કહ્યું.

પણ, તમે કોઈ સર્વન્ટને પણ રાખી શકો, તમે એફોર્ડ કરી શકો તેમ છો. પ્રતિભાએ કહ્યું.

યસ, પણ, જે હૂંફ, આત્મીયતા આપણી હોય તે પેઈડ સર્વન્ટમાં તો ન મળે ! શ્રેયાએ કહ્યું.

શ્રેયા, તુ સી ગ્રેટ, યાર. પ્રતિભાએ કહ્યું. ત્યાં જ એનું ઘર આવતાં એ બાય- થેંકસ કહેતા ઊતરી ગઈ.

શ્રેયા ઘરે પહોંચી ત્યારે સાંજે સાડા પાંચ વાગી ગયા હતા. અનિકેતે બારણું ખોલતાં જ કહ્યું- સારું થયું તું આવી ગઈ. મા ક્યારના રેસ્ટલેસ છે. મારે બિઝનેસ કૉન્ફરન્સની ઘણી તૈયારી કરવી બાકી છે.
પ્રિન્સીપાલે સેમિનાર ક્ધડક્ટ કરવા કહ્યું હતું પણ પોતે ના પાડી, તે અનિકેતને જણાવ્યું.
અરે, સોરી શ્રેયા, યુ હેવ ટુ મીસ યોર સેમિનાર. અનિકેતે કહ્યું.

નો સોરી એટ ઓલ, ફોર મી માય ફેમિલી ઈઝ ફર્સ્ટ- અને આપણી બાને કોઈ તકલીફ ન પડવી જોઈએ. શ્રેયાએ આમ કહ્યુ ત્યારે અનિકેત તેના ભાવ જોઈ અભિભૂત થઈ ગયો.

સવારથી શ્રેયા ઘરમાં ન હતી, એટલે મા શ્રેયાથી જરા નારાજ હતા- ખુરશી પર બેઠેલા માને શ્રેયાએ પોતાના બે હાથ વળગાડી વહાલ કર્યું. ત્યાં જ રામુએ કહ્યું- ભાભી, બરોડા સે દાદી કે મોબાઈલ પર રજનીબેન કા ફોન થા. ઉન્હોને બતાયા સોમવાર કો બંબઈ આયેંગે.

આજે મા શ્રેયાને છોડતા જ ન હતા. માને રાજી કરવા શ્રેયા એમને જૂના આલ્બમ બતાવતી હતી.

મા સાથે લંડન ફરવા ગયા ત્યારે ઈશા બાર વર્ષની જ હતી. એ ફોટામાં પપ્પાનો ફોટો જોતા મા બબડવા લાગ્યા- આમ મને છોડીને કેમ જતા રહ્યા?. આ અનિકેત-શ્રેયા અહીં ના હોત તો- આપણી ઢીંગલી તો પરણી ગઈ-પછી ન સમજાય એવા લવારા કરવા લાગ્યા. શ્રેયાએ તરત જ તેમને ગમતા ભજનોની કેસેટ મૂકી જેથી તેમનું ધ્યાન ડાયવર્ટ થાય.

સોમવારે એરપોર્ટથી ઘરે આવતાં રજનીબેનને સાંજે ૬.૩૦ વાગી ગયા. રજનીબેન માને પગે લાગવા ગયા, ત્યાં જ માએ પાસે જ ઊભેલી શ્રેયાને પૂછ્યું- આ કોણ છે, અહીંયા કેમ આવી છે?
હાય, હાય, માડી તું તારી દીકરીને ઓળખતી નથી ? રજનીબેનના ગળે ડૂમો ભરાયો.

રજનીબેન, તમે ખોટું ના લગાડો.

એમની તકલીફ તમે જાણો છો.

પણ, પોતાની સગી દીકરીને પણ ઓળખે નહીં? તમે કેવી રીતે મેનેજ કરો છો. તમને અને
અનિકેતને પણ નથી ઓળખતા?

આપણે હમણાં કોઈ વાત નથી કરવી. એ જે કરતાં હોય એમાં સાથ આપો તો મા ખુશ થશે.

અડધા કલાક પછી શ્રેયાએ રજનીબેનની વાત માંડતા કહ્યું- મા, જો રજનીબેન તમને બોલાવે છે.

મા-દીકરીને પ્રેમથી ભેટતા જોઈ અનિકેત અને શ્રેયા ભાવવિભોર થઈ ગયાં.

રજનીબેને જોયું કે મા ને દવા આપવી, દૂધ અને નાસ્તો કરાવવો, સમયસર જમવાનું આપવું આ બધું જ કામ અનિકેત અને શ્રેયા સેવાભાવે કરતા.

કોલેજમાંથી કોમર્સના પ્રોફેસર તરીકે નિવૃત્ત થયેલ શ્રેયાએ આવા જ સંસ્કાર પોતાની દીકરી ઈશાને પણ આપ્યા છે.

મુંબઈમાં પાંચ વર્ષ સી.એ. તરીકે પ્રેકટીસ કરીને ઈશા હાલમાં પતિ સાથે સિંગાપુરમાં સેટલ થઈ છે. પૂનામાં રહેતા મરાઠી બ્રાહ્મણના સંસ્કારી કુટુંબમાં એણે લવમેરેજ કર્યા હતા. વિદાય વેળા શ્રેયાએ દીકરીને કહ્યું- બેટા, હવે તારે બે કુટુંબ અને બે મમ્મી- પપ્પાને સાચવવાના છે.

બે મહિના પહેલાં જ ઈશાનો વીડિયો કોલ આવ્યો હતો. ઈશાએ ખુશ થતાં કહ્યું હતું, મમ્મા, અમે હવે મોટો ફ્લેટ લેવાના છીએ. જેથી તમે આવો તો આપણે સાથે રહી શકીએ.

બેટા, અમે જરૂર આવીશું અને રોકાઈશું પણ ખરા. પણ,પૂનાથી મમ્મી-પપ્પાને પહેલાં બોલાવ. એમને કોઈ વાતે ઓછું ન આવવું જોઈએ. શ્રેયાએ કહ્યું હતું.

મમ્મા, હું તારી દીકરી, મેં જોયું છે તું દાદીમાની કેવી સેવા કરે છે.મારા મનમાં પણ મારા પેરેન્ટસ અને દીપકના પેરેન્ટસ એવા કોઈ ભેદ નથી.

આઈ-બાબા પણ મને દીકરી જ સમજે છે. આઈ-બાબા, મમ્મા-પપ્પાના આશિષથી તો અમે અહીં છીએ.

ધેટ્સ ગ્રેટ, બેટા. એ પેરેન્ટસ માટે તો દીકરી ગણો કે વહુ તું જ છે. અને અમારા માટે દીકરો ગણો કે જમાઈ દીપક જ છે. શ્રેયાએ કહ્યું.

મમ્મા, હમણાં મારા દીયર સુભાષના મેરેજ થયા. અમે કોઈ ભેદભાવ રાખ્યો ન હતો. બધાએ ખૂબ મજા કરી. આઈ-બાબા પણ ખુશ થઈ ગયા.

દાદીમા અને મમ્માને ફલાઈંગ કીસ આપતા ઈશાએ કહ્યું- માતૃદેવો ભવ. સસ્મિત ચહેરે શ્રેયા બોલી-દીકરી વહાલનો દરિયો, મા પ્રેમનો મહાસાગર દીકરો જો વહાલનું આકાશ, તો મારી વહુદીકરી હૈયાનો હાર.
૦૦૦ ૦૦૦

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો