મોટા ભાગના દેશોમાં પ્રજાસત્તાક સરકાર છે…
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
આજે 26 જાન્યુઆરી. બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થઈ 15 ઓગસ્ટ, 1947ના દિવસે ભારતને આઝાદી મળી. દેશ સ્વતંત્ર થયો. એના લગભગ અઢી વર્ષ પછી 26 જાન્યુઆરી, 1950ના દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. પ્રજાસત્તાક એટલે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર અનુસાર મતદારો દ્વારા નિશ્ચિત મુદત માટે ચૂંટાયેલી સરકાર. એવી સરકાર ધરાવતા દેશોને પ્રજાસત્તાક દેશો કહેવામાં આવે છે. પ્રજાસત્તાકમાં મતદારો સાર્વભૌમ સત્તા ધરાવતા હોય છે. સાર્વભૌમ એટલે સર્વોપરી, એના ઉપર કોઈ નહીં. રાજ્યના ચૂંટાયેલા વડા બિન વારસાગત રીતે નિશ્ચિત મુદત માટે પ્રજાના નામે શાસન ચલાવતા હોય છે. રાજાનો દીકરો જ રાજા બને એથી સાવ વિપરીત એટલે બિન વારસાગત પ્રણાલી. આ રીતે ચૂંટાયેલા પ્રમુખ સામાન્ય રીતે નામ માત્રની કારોબારી સત્તાઓ ધરાવતા હોય છે. કારોબારી એટલે કારોબાર સંબંધિત અને કારોબાર એટલે અમલ, કારભાર, વહીવટ કે વ્યવસ્થા. ભારતમાં રાષ્ટ્રપ્રમુખ નામ માત્રની કારોબારી સત્તાઓ ધરાવે છે અને કારોબારીની ખરી સત્તાઓનો વાસ્તવિક ઉપયોગ તો વડા પ્રધાન સહિતનું પ્રધાનમંડળ કરે છે. અલબત્ત એમાં અમેરિકા જેવા દેશ અપવાદરૂપ છે. અહીં દેશના પ્રમુખ પાસે સત્તા હોય છે.
આ પણ વાંચો : બહોત હૈ મુશ્કિલ ગિર કે સંભલના…પણ માણસ નિશ્ચય કરે તો પડ્યા પછી ફરી ઊભા થઈ શકાય એનો પુરાવો છે એક પોલીસ અધિકારી નૌજિશા!
પ્રજાસત્તાક વ્યવસ્થા સામાન્ય રીતે લોકશાહી પર આધારિત હોય અને એમાં રાજાશાહીને કોઈ સ્થાન ન હોય. જોકે, કેટલાક દેશોમાં લોકશાહી હોય, પરંતુ ત્યાંની સરકારનું સ્વરૂપ પ્રજાસત્તાક હોતું નથી. જેમ કે બ્રિટનની સરકાર. અહીં રાજ્યનો વડો વારસાગત ધોરણે હોદ્દો ધરાવે છે. પ્રજાસત્તાક સરકાર ત્રણ સ્વરૂપો ધરાવે છે: (1) પ્રમુખીય પ્રથા, (2) સંસદીય પ્રથા અને (3) પ્રમુખીય – સંસદીય મિશ્ર પ્રથા. યુએસએમાં પ્રમુખીય પ્રથા, ઈટલી, પશ્ચિમ જર્મની અને ભારતમાં સંસદીય પ્રથા તથા ફ્રાંસમાં પ્રમુખીય – સંસદીય મિશ્ર પ્રથા કાર્યરત છે. કેટલાક દેશો બંધારણની દૃષ્ટિએ પ્રજાસત્તાક હોવા છતાં, વાસ્તવિક સ્વરૂપમાં તે પ્રજાસત્તાક હોતા નથી. લેટિન અમેરિકન દેશોમાં આવા દાખલા જોવા મળે છે.
ભારતમાં પ્રાચીન કાળમાં બે પ્રકારની સરકાર હતી. એક રાજાશાહી પર આધારિત અને બીજી ગણાધીન યા પ્રજાસત્તાક. અનેક વ્યક્તિવાળા શાસનને ગણાધીન (ગણતંત્ર) કહેવામાં આવતું. ઐતિહાસિક દૃષ્ટિએ ગણનો અર્થ પ્રજાસત્તાક રાજ્ય થાય છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બનાવનારા પાણિનિના અભિપ્રાય મુજબ રાજદ્વારી સંઘ એટલે ગણ અથવા પ્રજાતંત્ર. આધુનિક કાળમાં પ્રજાસત્તાક સરકારનો ઉદભવ એ રાજ્યક્રાંતિઓનું પરિણામ છે. આજે યુરોપમાં કેટલેક ઠેકાણે રાજાશાહી તંત્રો અપવાદરૂપે અસ્તિત્વમાં છે. જોકે, ત્યાં રાજા નામની જ સત્તા ધરાવે છે. યુનાઈટેડ નેશન્સમાં સભ્યપદ ધરાવતા વિશ્વના મોટા ભાગના દેશોએ પ્રજાસત્તાક સ્વરૂપની સરકાર અપનાવી છે.
REPUBLIC COUNTRIES
પ્રજાસત્તાક માટે અંગ્રેજી શબ્દ છે રિપબ્લિક. પ્રજાસત્તાક સરકારનું એક એવું સ્વરૂપ છે જેમાં સત્તા લોકો પાસે હોય છે. અલબત્ત સીધી રીતે શાસન કરવાને બદલે લોકો સત્તા ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપે છે. આ પ્રતિનિધિઓ તેમના હિતનું પ્રતિનિધિત્વ કરે છે. The word republic comes from the Latin term res public, which means public things, public matter, or public affair. પ્રજાસત્તાક શબ્દ લેટિન શબ્દ ‘res public’ પરથી આવ્યો છે, જેનો અર્થ જનતા સંબંધિત સાર્વજનિક બાબત થાય છે.
વિશ્વના ૧૫૯ સાર્વભૌમ રાજ્યો તેમના સત્તાવાર નામે પ્રજાસત્તાક શબ્દનો ઉપયોગ કરે છે. આપણે જે દેશને દક્ષિણ કોરિયા તરીકે ઓળખીએ છીએ તેનું વાસ્તવિક નામ તો રિપબ્લિક ઓફ કોરિયા છે. જોકે, કેટલા દેશ ખરેખર પ્રજાસત્તાક તરીકે શાસન કરે છે એની યાદી તૈયાર કરવી એ ખૂબ જ મુશ્કેલ કામ છે. This is partly due to the generously broad modern definition of a republic and partly due to the fact that the term is occasionally incorporated into the titles of countries that have arguably distorted its definition.
આ પણ વાંચો : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે ઃ બ્રાન્ડિંગમાં ફેરફાર ક્યારે લાવવા?
આજના યુગમાં રિપબ્લિક યાને કે પ્રજાસત્તાકની વ્યાખ્યામાં ઉદારતા જોવા મળે છે. આ અભિગમને કારણે વ્યાખ્યા વિકૃત થઈ ગઈ છે. કેટલાક દેશના નામમાં રિપબ્લિક શબ્દ કહેવા પૂરતો છે કારણ કે એ દેશના શાસનમાં લોકશાહી નહીં, આપખુદશાહી જોવા મળે છે. One well-known example of this is North Korea, whose official name is the Democratic People’s Republic of Korea, despite the fact that the country is widely considered to be a military dictatorship and a totalitarian regime rather than a republic. એનું ખૂબ જ જાણીતું ઉદાહરણ ઉત્તર કોરિયા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ઉત્તર કોરિયાનું સત્તાવાર નામ ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા છે. જોકે, નામને શાસન સાથે કોઈ લેવાદેવા નથી.
આ દેશ રિપબ્લિક – પ્રજાસત્તાક તરીકે નહીં, પણ લશ્કરી સરમુખત્યારશાહી અને નિરંકુશ – એકહથ્થુ શાસન તરીકે નામચીન છે. Similarly South American country Chile is known as Republic of Chile but for some years it was ruled by military dictatorship. સાઉથ અમેરિકન દેશ ચિલી રિપબ્લિક ઓફ ચિલી તરીકે ઓળખાય છે પણ અનેક વર્ષ ત્યાં રાજકીય સરમુખત્યારશાહી હતી. આ બધા એવા ઉદાહરણ છે જેને પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખવા એ કમનસીબી છે. At the same time, many of the world’s most prominent true republics, such as the United States, Germany, Japan, and the United Kingdom, do not include the word “republic” in their names at all. આના બીજા છેડાના ઉદાહરણ છે યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, જાપાન અને યુનાઇટેડ કિંગડમ જેવા વિશ્વના ખરા અર્થમાં અગ્રણી પ્રજાસત્તાક રાષ્ટ્ર જેમના નામમાં પ્રજાસત્તાક શબ્દનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો.
गणराज्य या गणतंत्र
પ્રજાસત્તાક માટે હિન્દી શબ્દ છે ગણરાજ્ય અથવા ગણતંત્ર. गणतंत्र शब्द संस्कृत के दो शब्दों ‘गण’ और ‘तंत्र’ से मिलकर बना है. ‘गण’ का मतलब है जनता और ‘तंत्र’ का मतलब है प्रणाली. ભાષાના દ્રષ્ટિકોણથી વિચારીએ તો ગણતંત્ર શબ્દ ‘ગણ’ અને ‘તંત્ર’ એ બે સંસ્કૃત ભાષાના શબ્દોના યુગ્મથી બન્યો છે. ગણ શબ્દનો અર્થ થાય છે જનતા અને તંત્રનો અર્થ થાય છે પ્રણાલી. ગણતંત્ર એટલે જનતાનું શાસન. भारत को गणतंत्र इसलिए कहा जाता है क्योंकि इसके प्रतिनिधि देश की जनता द्वारा चुने जाते हैं। नागरिकों द्वारा चुने गए प्रतिनिधियों के पास हमारी ओर से निर्णय लेने की शक्ति होती है। ભારતને પ્રજાસત્તાક એટલા માટે કહેવામાં આવે છે કે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ દેશ પર શાસન કરે છે. एक गणराज्य या गणतंत्र सरकार का एक रूप है जिसमें देश को एक “सार्वजनिक मामला” माना जाता है, न कि शासकों की निजी संस्था या सम्पत्ति। एक गणराज्य के भीतर सत्ता के प्राथमिक पद विरासत में नहीं मिलते हैं। यह सरकार का एक रूप है जिसके अन्तर्गत राज्य का प्रमुख राजा नहीं होता। ગણરાજ્ય અથવા ગણતંત્રમાં દેશ શાસક કે કોઈ અંગત બાબત નથી ગણવામાં આવતી. બલ્કે એ સાર્વજનિક સંપત્તિ તરીકે સ્વીકૃત છે. અહીં રાજ્યના પ્રમુખ રાજા નહીં લોક પ્રતિનિધિ હોય છે.
આ પણ વાંચો : ટિટલાગઢનું શિવમંદિર બહાર ભયંકર ગરમી છતાં ઠંડું રહે છે!
गणराज्य
મરાઠીમાં પ્રજાસત્તાક માટે પ્રજાતંત્ર અથવા પ્રજાસત્તાક શબ્દ વપરાય છે. પ્રજા શબ્દ બંને ભાષામાં સમાન અર્થ અને વપરાશ ધરાવતા હોવાથી સામ્ય જોવા મળે છે. भारत हे सार्वभौम समाजवादी लोकशाही गणराज्य आहे असं संविधानाच्या प्रास्ताविकात घोषित करण्यात आलं आहे. બંધારણની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કે ભારત એક સાર્વભૌમ સમાજવાદી લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. 26 જાન્યુઆરી, 1950ના દિવસથી આપણું બંધારણ અમલમાં આવ્યું. બંધારણ માટે મરાઠી શબ્દ છે સંવિધાન.‘आम्ही भारताचे लोक’ या शब्दांपासून आपल्या संविधानाची उद्देशिका सुरु होते. देशाचं जे काही बरं-वाईट करायचं, त्याचे सर्वाधिकार भारतीय नागरिकांच्या हाती आहेत. संविधानातली प्रत्येक बाब संविधान सभेत चर्चा होऊन संमत झाली आहे. બંધારણની પ્રસ્તાવનાની શરૂઆત જ ‘અમે ભારતની જનતા’ શબ્દોથી થાય છે. દેશનું જે પણ ભલું – બૂરું કરવું એની સત્તા ભારતીય નાગરિકોના હાથમાં છે. બંધારણના દરેક મુદ્દા પર વિશદ છણાવટ અને ચર્ચા થયા પછી જ સર્વસંમતિ સાધવામાં આવી હતી. આજ તો અર્થ છે પ્રજાસત્તાકનો.