ઉત્સવ

ટૅક વ્યૂહ : નેટવર્ક ન હોય તો પણ કોલ થશે..! આ છે મિનિમમ રિ-ચાર્જનું મોટું મેજિક…

-વિરલ રાઠોડ

મોબાઈલ યુઝર્સ મામલે ભારતે ગત અઠવાડિયે ડંકો વગાડી દીધો છે. સબસ્ક્રાઈબર્સ અને પ્રીમિયમ યુઝર્સ મામલે ભારત પાસે સૌથી વધારે યુઝર્સ છે. આ એક ડેટા ટેલિકોમ કંપનીએ પોતાના એક વાર્ષિક અહેવાલમાં અંકિત કર્યો છે. વાર્ષિક અહેવાલ અનુસાર રિ-ચાર્જ કે પોસ્ટપેઈડ ક્નેક્શન કરતા એક જ નંબર પર જુદી જુદી સર્વિસ એક્ટિવ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. એમાં મોટાભાગના યુવાનો હોવાનું સર્વે કહે છે.

આ પણ વાંચો : બજેટ-2025-26 મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને કેવા સુધારા ને રાહત જોઈએ છે?

હવે જે લોકોએ કી-પેઈડવાળા મોબાઈલનો ઉપયોગ કર્યો હશે એને એના બટનની અવધ પૂરી થયાનો અહેસાસ થયો હતો. અગાઉના મોબાઈલ જોઈએ તો દરેક મોબાઈલ પર એક નાનકડી દાંડી આવતી, જે નેટવર્કના સિગ્નલને કંટ્રોલ કરવાનું કામ કરતી. કાળક્રમે મોબાઈલ પાતળા થતા ગયા અને આ દાંડીએ કાયમી ધોરણે વિદાય લીધી. હવે તમે કહેશો કે, આમા શું નવું છે. હવે જે નવું છે એ છે નેટવર્કનું ક્રમિક ધોરણે બદલાવું. પરિવર્તન, ચેન્જ
અને ફેરફાર.

મોબાઈલમાં બેલેન્સ ન હોય કે બિલ ન ભર્યું હોય તો નેટવર્ક હોવાનું સ્ક્રિન પર બતાવે પણ ફોન કે મેસેજ ન થાય. આ તબક્કામાંથી તો દરેક વ્યક્તિ કોઈને કોઈવાર પસાર થઈ હશે પછી યુદ્ધના ધોરણે બિલ ભરવું પડે અથવા તો રિ-ચાર્જના ઓછામાં ઓછા પૈસા ખર્ચવા પડે. ટેલિકોમ કંપનીઓ માટે ગળાકાપ હરીફાઈના યુગમાં ફ્રી સર્વિસ પોસાય એમ નથી તેમ છતાં એક ફ્રી કોલ સર્વિસે કંપનીઓના પેટમાં તેલ રેડ્યું છે.

વાત વિગતવાર સમજીએ કે, નેટવર્ક ન હોય કે ઓછું હોય તો કેવી રીતે કોલ
કરી શકાય. પહેલા તો એ વાતની સ્પષ્ટતા કે અહીં કોઈ જ સેટેલાઈટ સર્વિસ
કોલિંગની વાત નથી. આ સર્વિસ ડિફેન્સ અને એવિએશન ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવે છે. નેટવર્ક પ્રોવાઈડર કંપનીઓ એક નવી સવલત શરૂ કરી રહી છે જેનું નામ છે `ઈન્ટ્રા સર્કલ રોમિંગ સર્વિસ’.

પ્રાથમિક ધોરણે આપણા દેશની ટેલિકોમ કંપનીઓએ આના પર રિસર્ચ કરીને, અમુક કરાર કરીને અને એને સમકક્ષ ટેકનોજી પાછળ ખર્ચ કરવાનું શરૂ કરી દીધું છે. આ સર્વિસ ટેલિકોમ કંપનીઓ પાસે પહેલા આવશે જેનો સીધો ફાયદો એના ગ્રાહકોને થવાનો છે. સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવતી કંપનીઓ માટે પ્રાથમિક ધોરણે આ મોંઘું પડશે.

આ પણ વાંચો : શું ભવિષ્ય માટે તમે તૈયાર છો?

જ્યારે તમારા મોબાઈલમાં કોઈ જ પ્રકારનું નેટવર્ક નહીં હોય તો પણ તમે બીજાના નેટવર્કનો ઉપયોગ કરીને કોલ કરી શકશો. આ થઈ એક પ્રકારની કોલિંગ નેટવર્ક પોર્ટેબિલિટી. જોકે, હકીકત એ પણ સ્વીકારવી પડે કે, મોબાઈલનો ટાવર ભલે કોઈ પણ કંપનીનો હોય નેટવર્ક તો એમાંથી બધી ટેલિકોમ કંપનીના એકસાથે રૂટ થાય છે. આપણા દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓએ આ ટેકનોલોજી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

આ માટે કેટલાક રોમિંગ, રિ-ચાર્જ પ્લાન અને સિમ સર્વિસમાં ફેરફાર કરવાનું પણ શરૂ કરી દીધું છે. એટલે હવે નજીકના સમયમાં કોલિંગ અને સિમ નેટવર્ક ટેકનોલોજીમાં એક મોટી અપડેટ આવી રહી છે એ વાત નક્કી છે.

આ પ્રકારની ટેકનોલોજી તૈયાર કરવાનો એક હેતુ એ છે કે, મેડિકલ કે સુરક્ષા સંબંધિત ઈમરજન્સી દરમિયાન કોઈ વ્યક્તિ યુદ્ધના ધોરણે મદદ માગી શકે. કોઈનો સંપર્ક કરી શકે. આફત જેવી સ્થિતિમાં જીવ બચાવવા કોઈને દોડાવી શકે. ઈન્ટ્રા સર્કલ રોમિંગ સર્વિસમાં નેટવર્ક કવરેજમાં વધારો, પ્રાપ્યતા, ઈમરજન્સી નેટવર્ક અને નેટવર્ક શેરિગ જેવા પાયાના ફિચર્સ છે. એ માટે ટેલિકોમ કંપનીઓ અત્યારે કમર કસી રહી છે. એક વખત મોબાઈલમાં ઈન્ટ્રા સર્કલ રોમિંગ સર્વિસ એક્ટિવ થઈ એટલે આસપાસ એક્ટિવ એવા તમામ નેટવર્ક મોબાઈલ પર મળશે, જેનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિ ઈમરજન્સીમાં પણ મદદ માગી શકશે. અહીં નેટવર્ક કોનું છે અને કંઈ કંપનીનું છે, કેટલું નેટવર્ક આવે છે એનું મહત્ત્વ નથી. ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે, જે તે સમયે આ સર્વિસ આપણા મોબાઈલ સુધી પહોંચશે પણ તેના ઉપયોગમાં મર્યાદા છે.

આ પણ વાંચો : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે ઃ બ્રાન્ડિંગમાં ફેરફાર ક્યારે લાવવા?

હંમેશાં માટે આ પ્રકારની સર્વિસનો ઉપયોગ કરી શકાશે નહીં. કંઈ સ્થિતિમાં આનો ઉપયોગ કરી શકાશે એ માટેના માપદંડ સરકારનો ટેકનોલોજી અને ટેલિકોમ વિભાગ નક્કી કરશે. જાણીને નવાઈ લાગશે પણ આ ટેકનોલોજીનો પ્રયોગ તમિલનાડુ રાજ્ય કરી ચૂક્યું છે. ગત વર્ષે તમિલનાડુના ચેન્નઈ સહિત કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પૂર આવ્યું એ સમયે નેટવર્ક ઠપ્પ થવાના બદલે નિષ્ણાતોએ કોઈ સંપર્કવિહોણા ન થાય એ માટે આ રસ્તો અપનાવ્યો હતો. ખાસ વાત એ હતી કે, જે પ્રવાસીઓ અહીં આવ્યા હતા. એના નેટવર્કનો ઉપયોગ પણ લોકોને જે તે સંપર્કવિહોણા ક્ષેત્રમાંથી કોન્ટેક્ટ કરવા થયો. ટેલિકોમ કંપનીઓ માર્કેટમાં ભલે હરીફાઈ કરે, પણ કોઈ સંપર્કવિહોણું ન થાય અને ઈમરજન્સીમાં મદદ મળી રહે એ હેતુથી સમજણના પ્લેટફોર્મ પર સહમત થતા મોટી સિદ્ધિ બની રહેશે.

આઉટ ઓફ બોક્સ
વર્ષ 1995માં ભારતમાં પહેલી વખત સિમકાર્ડ નેટવર્ક સિસ્ટમની શરૂઆત થયેલી. એની પહેલી સર્વિસ દિલ્હીમાં શરૂ થઈ હતી.

આ પણ વાંચો : ફોરવર્ડ થતી બધી લિંક સાચી નથી હોતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button