ઉત્સવ

ઇંડિયામાં મચી ધૂમ આખેઆખું તળાવ ગુમ?

મિજાજ મસ્તી – સંજય છેલ

ટાઇટલ્સ: ગુમ થયેલા સંબંધો ક્યારેય મળતા નથી. (છેલવાણી)
કહે છે શોધવાથી ભગવાન મળી જાય છે પણ આજકાલ તો માણસને, સાચો માણસ જ નથી મળતો. હદ તો ત્યારે થાય છે કે ઘણીવાર તો માણસને પોતાની અંદરનો માણસ જ નથી મળતો! ના ના, આ ચિંતનનું ચૂરણ નથી.

હમણાં તુર્કીના બૂસરા પ્રદેશમાં, બેહાલ મુટલ નામના માણસે મિત્રો સાથે જંગલમાં ખૂબ દારૂ પીધો. પછી નશામાં ઘરે ફરતી વખતે જંગલમાં ખોવાઇ ગયો. મોડી રાત થઈ તો મુટલની પત્નીને ચિંતા થઇ પણ પેલો ફોન જ ના ઉપાડે તો એ પોલીસ પાસે ગઇ. પોલીસે મુટલને જંગલમાં શોધવાનું શરૂ કર્યું. મજાની વાત તો એ છે કે પોલીસ જંગલમાં મુટલને શોધી રહી હતી ત્યારે મુટલ ખુદ, પોલીસ સાથે ખુદને જ શોધવા ટીમમાં જોડાઇ ગયો. એક પોલીસવાળાએ જોયું કે સાથે કોઇ અજાણ્યો માણસ ફરી રહ્યો છે, ત્યારે ખબર પડી કે જેને શોધી રહ્યા છે, તે `મુટલ બેહાલ' આ જ છે! `હાલ મેરા બેહાલ હૈ'- આને કહેવાય!  

અગાઉ બિહારમાં સાસારામમાં 500 ટનનો, 60 ફૂટ લાંબો, 12 ફૂટ ઊંચો, આખેઆખો પુલ ગાયબ થઈ ગયેલો, પછી બેગુસરાયના રેલવે-યાર્ડમાંથી ટે્રનનું આખેઆખું એન્જિન ગાયબ થઇ ગયેલું! વળી તાજેતરમાં તો બિહારના દરભંગા જિલ્લામાં પાણીથી ભરેલું એક આખે આખું તળાવ ગુમ થઇ ગયું! પોલીસ તપાસમાં ખબર પડી કે દરભંગામાં જમીનની વધતી કિમતોને કારણે ભૂ-માફિયાઓની નજર તળાવની જમીન પર હતી. અંધારામાં ચોરીછૂપી તળાવ ઉલેચી, ત્યાં માટી ભરી લેવલિંગ કરીને, એનાં પર રાતોરાત ઝૂપડાં બાંધી દીધા. હવે એ દિવસ દૂર નથી કે ભૂ-માફિયાઓ કે બિલ્ડરો આખે આખો અરબી સમુદ્ર ભરી દઇને ત્યાં નવો પ્રદેશ બનાવી દેશે! (હાલો, અત્યારથી જ બુકિગ ચાલુ કરવા માંડો!)
બિહાર તો ઠીક સાતેક વર્ષ અગાઉ આપણાં અમદાવાદમાં એલીસ બ્રિજ પરથી કવિશ્રી નાનાલાલ'ની માર્બલની તકતી રાતોરાત ગુમ થઇ ગયેલી!ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઇ જા’ કવિતા લખનાર કવિ નાનાલાલને, કાવ્ય-રસિકો રસકવિ' કહેતાં પરંતુ ચોરટાંઓને કવિના નામની માર્બલની તક્તીમાંરસ’ પડે, એ વળી નવું! જો કે કાવ્યનું સર્જન' એક કળા છે અને બીજાની કવિતા ચોરવી એ તો મહાકળા છે! એ જ રીતેચોરી’ કરવી પણ એક કળા જ છેને? તો મહાકવિની માર્બલ સ્મૃતિની ડકૈતીમાં 1 નહીં પણ 2-2 કળાનો મહાસંગમ થયેલો કહેવાયને?

ઇંટરવલ:
ગુમ એવો થઈ ગયો છું, એક બીજી જગ્યામાં હું,
સૌની સભાથી દૂર છું, સૌની સભામાં હું. (મરીઝ)
આવું ગુમ થવાનું ખાલી ભારતવર્ષમાં જ નહીં પણ જગતભરમાં થાય છે. હમણાં દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં બંધ પડેલી સ્કૂલનો ભવ્ય એન્ટ્રી ગેટ, હોલ, પાંચ ક્લાસ, બે ટોઈલેટ, ફર્નિચર અને ઈલેક્ટ્રિકનો સામાન વગેરે છ મહિનાની અંદર ચોરોએ ગુમ કરી નાખ્યો. એ તો વળી ચોર ખાનદાન હતા કે આટલું જ લઈ ગયા નહીંતર એમનું ચાલે તો બિહારના તળાવની જેમ જમીન પણ ચોરીને લઈ ગયા હોત! જૂન 1979માં લંડનમાં ક્રિસ્ટીન નામની એક સ્ત્રીએ કોર્ટમાં છૂટાછેડા માગતા કહ્યું કે એનો પતિ એલન વારે વારે હવામાં ગુમ થઇ જાય છે! (અનેક સ્ત્રી વાચીકાઓ આ સાંભળી ખુશ થઇ ગયાં હશેને?) ક્રિસ્ટીન અને પતિ એલન, રજાઓમાં રશિયા ફરવા ગયેલા ત્યારે લેપલેન્ડમાં એક ચર્ચમાં ફરતા ફરતા અચાનક જ એલન ગુમ! ક્રિસ્ટીને અને રશિયાની પોલીસે ઘણી તપાસ કરી પણ ક્રિસ્ટીનનો પતિ ચાર વર્ષથી ગાયબ હતો તો ક્રિસ્ટીનને કોર્ટ પણ એકપક્ષી છૂટાછેડા આપે પણ કઇ રીતે? એકવાર પેરિસમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક સેતારિયર અને વૈજ્ઞાનિકોની ટુકડી એક મૂર્તિ તપાસી રહ્યા હતા. જોતજોતામાં જ એ મૂર્તિ અદશ્ય થઈ ગઈ અને એની જગ્યાએ બીજી વિશાળકાય મૂર્તિ આવીને ત્યાં ગોઠવાઈ ગઈ! ગાયબ થઈ ગયેલી મૂર્તિનો ફોટો અને નવી આવી ચડેલી વિશાળ મૂર્તિ, આજે પણ પેરિસના નેશનલ મ્યુઝિયમમાં છે. જૂની મૂર્તિ ક્યાં ગઈ અને નવી મૂર્તિ ક્યાંથી આવી એ હજી કોયડો જ છે.

બીજા વિશ્વયુદ્ધમાં દક્ષિણ ચીનમાં,10 ડિસે. 1939માં 3000 સૈનિકો મોડી સાંજે છાવણીમાં હાજર હતા. કલાક પછી હાજર થવા સાયરન વાગ્યું તો એક પણ સૈનિક છાવણીમાંથી બહાર આવ્યો નહીં. ઓફિસરોએ ચેક કર્યું ત્યારે ખબર પડી કે 3000માંથી એક પણ સૈનિક છાવણીમાં નથી. એમનાં હથિયાર, કપડાં, જૂતાં બધું એમનું એમ હતું પણ તેઓનાં શરીર ત્યાં ન હતાં! સૈનિકોનાં ઘરે ને ગામેગામ આખા ચીનમાં તપાસ કરી પણ 3000માંથી એકે ય સૈનિક જીવતો કે મરેલો મળ્યો નહીં. યુદ્ધ પૂં થયા બાદ દુશ્મન દેશમાં ચીને, જાપાનીઝ રેકોર્ડમાં તપાસ કરી પણ જાપાની લશ્કર તો દ.ચીન સુધી પહોંચ્યું જ નહોતું! અરે, આપણે ત્યાં 5-6 વરસ પહેલાં ગવરમેન્ટના એટર્ની જનરલે, સુપ્રીમ કોર્ટમાં કબૂલેલું કે રક્ષા મંત્રાલયમાંથી રાફેલ પ્લેન સોદા'નાં ડોક્યુમેંટ્સ ચોરાઇ ગયા છે! દેશની રક્ષા જેના હાથમાં હોય એરક્ષા મંત્રાલય’માં જ ચોરી? આ તો જાણે પોલીસ કમિશનરનું પર્સ, પોલીસચોકીમાં જ ચોરાઇ જાય ને કોઇ પકડાય નહીં એવું ને? હમણાં સમગ્ર તંત્રમાંથી લોકતંત્રનો મંત્ર ખોવાઇ રહ્યો છે. જો કે આજકાલ શું નથી ખોવાયું? સાહિત્યમાંથી સામાન્ય માનવી ખોવાઇ ગયો છે. ફિલ્મી સંગીતમાંથી ઊંડાણવાળા ગીતો ખોવાઇ ગયા છે. અદાલતોમાંથી ન્યાય ખોવાતો જાય છે. જીવનમાંથી પહેલાં જેવી નાની નાની ખુશીઓ ખોવાતી જાય છે. કુદરત કે જીવતા જાગતા માણસોને ભૂલીને આખેઆખી માનવજાત સ્માર્ટ-ફોન કે આઇ-પેડમાં ગરદન ઢાળીને ખોવાઇ ગઇ છે.
એંડ-ટાઇટલ્સ:
ઈવ: આજે હું ખોવાઈ ગયેલી.
આદમ: કોના વિચારમાં?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…