ઉત્સવ

હેં… ખરેખર?! :સરોવરનાં પાણીના સ્પર્શ સાથે મોત પથ્થર બનીને લાશ રહે સચવાયેલી!

-પ્રફુલ શાહ

મેડ્યુસા. હા, ખયમીતફ એક સ્ત્રી છે, એકદમ અજબગજબ અને ભયાનક. એના માથા પર વાળને સ્થાને જીવતા સાપ છે અને એ જેની સામે જુએ કે કોઈ એની સામે જુએ એ પથ્થરમાં ફેરવાઈ જાય. સદ્ભાગ્યે આ હકીકત નથી પમ ગ્રીક ધર્મગ્રંથનું એક સુંદર પાત્ર માત્ર છે.

આ મેડ્યુસાના નામ પરથી એક તળાવ છે. મેડ્યુસા લેક. આ તળાવનું મૂળ નામ છે લેક નેટ્રોન. એ પોતાની ખોફનાક ખાસિયતને લીધે ઝોમ્બી લેક તરીકે ય ઓળખાય છે. નારી અને લેક મેડ્યુસામાં મોટો ફરક એ છે કે એક કાલ્પનિક છે, ને બીજું વાસ્તવિક. મેડ્યુસા લેકની ભયાનક વાસ્તવિકતા એ છે કે એના જળને સ્પર્શનારા જીવજંતુ, પશુ, પંખી મરી જાય અને પથ્થરમાં ફેરવાઈ જાય.

આ પણ વાંચો: હેં… ખરેખર?! : ઉત્તરાખંડના ચોપતામાં દુનિયાનું સૌથી ઊંચાઈ પરનું શિવ મંદિર

કોઈ સુપબ હૉરર સ્ટૉરીના મેઈન કેરેકટર જેવું આ લેક નેટ્રોન છે પૂર્વ આફ્રિકન દેશ તાંઝાનિયામાં. પાડોશી દેશ કેન્યાની સરહદ નજીક આવેલ. અરુષા વિસ્તારમાં આવેલા આ તળાવની લંબાઈ 50 કિલોમીટરની વધુ છે. તો પહોળાઈ 24 કિલોમીટર છે. આ તળાવની આસપાસ પક્ષીઓની ઘણી પ્રતિમા-મૂર્તિ જોવા મળે છે. હકીકતમાં આ કોઈ શિલ્પકારે બનાવેલી મૂર્તિઓ નથી પણ તળાવનાં પાણીને પ્રતાપે મરીને પથ્થરમાં ફેરવાઈ ગયેલા પંખીઓના શબ છે. બિચારા ક્યારેક તરસ છિપાવવા આવ્યા અને મરીને પથ્થરમાં પરિવર્તિત થઈ ગયા.

એકદમ લાલ પાણીને લીધે અત્યંત મોહક અને નયનરમ્ય લાગતા નેટ્રોન લેકની સચ્ચાઈ લાંબો સમય સુધી બહાર નહોતી આવી. 2013માં નિક બ્રાંટ નામનો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર આ તળાવ નજીક પહોંચ્યો તો સ્તબ્ધ થઈ ગયો. લાલ રંગના તળાવ વચ્ચે પ્રાણીઓ અને પંખીઓની લાશ થીજી ગઈ હતી. જાણે લોહીની નદીની વચ્ચે ઝોમ્બી પડ્યયા હોય. તેણે આ તળાવની અનેક તસવીરો લીધી જે જોઈને દુનિયા અચરજમાં ડૂબી ગઈ. નિક ગ્રાંટને લીધે નૈટ્રોન લેક તરફ ખૂબ મોડેમોડે ય દુનિયાનું ધ્યાન ગયું એમ કદી શકાય.

આ પણ વાંચો: હેં… ખરેખર?!: આસામનું માયોંગ ગામ છે ભારતની કાળા જાદુની રાજધાની

રસપ્રદ બાબત એ છે કે સેંકડો-હજારો પશુ-પંખી નેટ્રોન લેક માટે ઓચિંતો આયખાનો અંતિમ મુકામ બની જાય છે. પરંતુ એક પ્રજાતિના પંખી અહીં દર વરસે આવે છે, રહે છે, પ્રજનન કરે છે અને જીવતા પણ જાય છે. આગલા વરસે ફરી આવવા માટે. હા, ફ્લેમિંગો લાખોની સંખ્યામાં નેટ્રોન લેક આવે છે. દેખાવમાં સુંદર લાગતા આ પક્ષી તળાવનું પાણી પીવે છે ને એને ટેસડાથી પચાવી પણ જાય છે.

આ તળાવના લાલ-ગુલાબી પાણીમાં લાંબો સમય રહેવા અને એ પીવાને લીધે એમનો રંગ પણ ગુલાબી થઈ જાય છે. ઇશ્વરે આ પંખીઓને કોઈ અલગ જ તાકાત આપી છે કે નેટ્રોન લેકનું ઝેરીલું મનાતું પાણી તેઓ સરળતાથી પચાવી જાય છે એ પરિવાર પણ વિકસાવે છે!

આ પણ વાંચો: હેં… ખરેખર?!: ચૌરાસી મંદિર પાસે જવામાં ફફડાટ, દૂરથી જ નમસ્કાર

સૌને એક જ સવાલ થાય કે આ તળાવમાં એવું તે જીવલેણ તત્ત્વ શું છે? શું એ શાપિત છે? ભૂતિયું છે? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તર્ક ભર્યા કારણો ઉપલબ્ધ છે. એ માટે રસાયણશાસ્ત્રની થોડી પ્રાથમિક બાબતો સમજવી પડશે. રસાયણશાસ્ત્રમાં એક વૈજ્ઞાનિક ટર્મ છે PH. આ phમાં શૂન્યથી લઈને ચૌદ સુધીના સ્તર હોય છે. એનાથી પાણીની ગુણવત્તાનો અંદાજ આવી જાય.

રોજબરોજના જીવનમાં પીવાના પાણીમાં pHનું પ્રમાણ યોગ્ય હોવું જરૂરી છે. પાણીમાં pHની માત્રા કેટલી હોય અને એનાથી શું થાય એ સમજીએ. આપણા પાણીમાં pHનું પ્રમાણ સાત હોય તો એ પીવાલાયક ગણાય. એનાથી ઓછું કે વધુ પ્રમાણ નુકસાનકારક બની જાય.

આ પણ વાંચો: હેં… ખરેખર?! ઃ દેવમાલી- બધા શાકાહારી એક એક કાચા ઘર ને ક્યાંય તાળાં નહીં!

પાણીની ગુણવત્તાની અસર અને pHનું પ્રમાણ ઉદાહરણ સાથે જોઈએ. જો pH માપીએ અને પરિણામ શૂન્યથી ચાર આવે તો? શૂન્ય એટલે બેટરી એસિડ, એક એટલે સલ્ફરીક એસિડ, બે એટલે વીનેગાર-લીંબુનો રસ, ત્રણ એટલે સોડા કે મોસંબીનો રસ અને ચાર એટલે એસિડ વરસાદ કે એસિડનું તળાવ. pH પાંચ બતાવે તો કેળા અને 5.6 એટલે વરસાદનું શુદ્ધ પાણી. 6થી વધુ એટલે દૂધ અને આરોગ્યપ્રદ તળાવ. સાત એટલે શુદ્ધ-પીવાલાયક પાણી.
pH આઠ આવે તો દરિયાનું પાણી કે ઇંડા, નવ એટલે ખાવાનો સોડા, દશ એટલે મિલ્ક ઓફ મેગ્નેશિયા (અથવા મેગ્નેશિયમ હાઇડ્રોકસાઈડ કે મેગ્નેશિયમ ડિહાઈડ્રોક્સાડ, 11 એટલે એમોનિયા, બાર એટલે સોપી વોટર (સાબુનું પાણી), તેર એટલે બ્લીચ અને pH એટલે ગટર સાફ કરવાનું પ્રવાહી.

pH પુરાણમાંથી હવે નેટ્રોન લેક પર પાછા ફરીએ. અહીંના પાણીમાં અન્ય તળાવોની સરખામણીમાં આલ્કલાઈનનું પ્રમાણ ઘણું વધુ છે. એનું pH લેવલ 10.5 જેટલું મપાયું છે. પણ આટલું બધું શા કારણે? એનું કારણ છે નજીકમાં આવેલો એક જ્વાળામુખી. ઓલ દોઇન્યો લેંગાઈ (Ol Doinyo Lengai) એનું નામ. મસાઈ ભાષાના આ શબ્દ સમૂહનો અર્થ છે પર્વતોનો દેવતા.

આ પણ વાંચો: હેં… ખરેખર?! : વિશ્વનો સૌથી ઊંચો માનવી, લંબાઇ આઠ ફૂટ, ૧૧.૧ ઇંચ

ઓલ દોઇન્યો લેંગાઈ વિશ્ર્વનો એકમાત્ર જ્વાળામુખી છે કે જેવા લાવારસમાં નાઈટ્રોકાર્બોનાઈટ્સ છે. આ વિશિષ્ટ પ્રકારના લાવારસમાં કેલ્શિયમ કાર્બોનેટ, સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ અત્યંત વધારે છે. આમાં સિલિકાનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી લાવા ઝડપભેર વહી જાય છે. એનું ઉષ્ણતામ અન્ય લાવાની સરખામણીએ ખૂબ ઓછું હોય છે. એટલે એ ખૂબ જલ્દી ઠરીને જામી જાય છે. આ આસપાસના રસાયણની નજીકના તળાવના પાણી પર અસર પડ્યા વગર ન રહે.
નેટ્રોન લેક જ્વાળામુખીના પહાડ પરથી સોડિયમ કાર્બોનેટ સહિતના બાકીના નાઈટ્રોકાર્બોનેટ ખનિજ અપનાવી લે છે. આને લીધે તળાવનું પાણી એકદમ ખારું અને આલ્કલાઈન પણ બની જાય. આને લીધે તળાવમાં પડનારા કે એનું પાણી પીનારા પશુ-પંખી લાંબો સમય જીવી શકતા નથી. વળી, પાણીમાંના રસાયણોને લીધે મૃત શરીરના સડવા કે કોહવાવાની પ્રક્રિયા ખૂબ જ મંદ હોય છે. આ જ કારણસર એમના શબ લાંબો સમય તળાવમાં પડ્યા રહે છે. મોટાભાગના અચરજ કે ચમત્કાર પાછળ વિજ્ઞાન હોય જ, જો આપણે સમજવા માગીએ તો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button