શહીદ કે વીરગતિ દિવસ?
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
અજ્ઞાની અને શક્તિશાળી લોકોએ ‘વીરગતિ’ શબ્દનું માત્ર અવમૂલ્યન જ નથી કર્યું, પણ તેનો ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો છે. જેના કારણે કોઈ પણ જગ્યાએ મૃત્યુ પામે તો તેને શહીદ/બલિદાન કહેવામાં આવે છે.
વીરગતિ શબ્દમાં મનથી પ્રાણ સુધી પોતાના જીવનની વીરગતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા અને સંકલ્પ, પછી યથા શક્તિ ઉદેશ્ય સિદ્ધ માટે ધન, જનની વીરગતિ, પ્રયોજન પર શારીરિક બલિદાન આપવું.
મૃત્યુનો ડર બતાવી ભારતના નવયુવકો કોઈની સામે, ક્યારેય, કોઈને છોડીને વહીવટીતંત્ર કે અન્ય આગળ ઝૂક્યું નથી તે પરંપરા આજે પણ જીવિત છે. ભારતમાં પોતાના કાર્યમાં મગ્ન નવયુવકોનો આભાવ નથી. પ્રાગ અથવા મધ્યયુગીન ઈતિહાસમાં સ્થળે-સ્થળે સામૂહિક રૂપમાં કોઈ વ્યક્તિ માત્રના રૂપમાં વીરગતિ પ્રાપ્ત કરનાર નવયુવકોની કયારેય કમી નથી રહી. અંગ્રેજોના આગમન પૂર્વે ભારતમાં નવયુવકો વ્યક્તિગત તથા સામૂહિક રૂપમાં વિદેશીઓના હુમલાઓનો સામનો કર્યો છે.
માનવસંસ્કૃતિની શરૂઆતથી જ માણસ જ્યાં વસ્યો ત્યાં તેણે વીરતા, મમતા, સ્નેહ ને વીરગતિ પ્રાપ્ત કરનાર કાર્યને – એના કરનારાઓને પૂજ્યા છે. આદિકાળથી આજ પર્યંત વીર પૂર્વજોને, તેમના વંશજો કે અનુયાયીઓએ સન્માન્યા છે. આફ્રિકા, યુરોપ, અમેરિકા કે એશિયાના આદિવાસીઓ પોતાની ઢબે પોતાના પૂર્વજોને પૂજે છે. તેઓ આદિમ અથવા પ્રાકૃતિક રીતે તેમનાં સ્મારકો રચે છે, કેટલીક એંધાણીઓ ઊભી કરે છે. મૃતાત્માને ખુશ કરવા, શાતા અર્પવા પરાપૂર્વથી માનવી બધું કરી છૂટતો જણાયો છે અને એમ કરવામાં તો આદિમાનવકુળોને પોતાનું કર્તવ્ય પણ લાગ્યું છે. આધુનિક લોકો તેમના પ્રસિદ્ધ પુરુષોને જાહેર કે પવિત્ર સ્થાને દફનાવી કે તેમની દહનક્રિયા કરી તેમના ઉપર સ્મારક રચે છે. આ બલિદાનને વીરત્વ પ્રાપ્ત કરનારને શહીદ શબ્દ સાથે જોડી છે. હકીકતમાં તો વીરગતિ, બલિદાન અને શહીદ શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ, કર્તા અને કર્મ અનેક રીતે પ્રયોજાયા છે. આમ છતાં તેને એકબીજાના પર્યાય માની લેવામાં આવ્યા અને લોકો મુખે શહીદ શબ્દ પ્રચલિત બની ગયો પરંતુ શહીદ શબ્દમૂળ તો વિદેશી કે અરબી શબ્દ છે.
વર્તમાન સરકારમાં ભારતીય ઈતિહાસ લેખન ક્ષેત્રે બ્રિટીશ માનસિકતા કે વિચારના બદલે ભારતીય દૃષ્ટિકોણથી ઈતિહાસનું પુન: લેખન થઇ રહ્યું છે, ત્યારે વીરત્વ પ્રાપ્ત કરનાર લોકો માટે વીરગતિ શબ્દ પ્રયોજયેલો છે. તેવા સમયે શહીદ શબ્દના બદલે ભારતીય પરંપરાગત શબ્દ ક્યારે? આ પ્રશ્નની ચર્ચા અત્યારે શા માટે? કેમ કે ગઈકાલે ૨૩,માર્ચ ૨૦૨૪ના રોજ શહીદ દિવસ છે. ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવે વીરગતિ પ્રાપ્ત કરેલ તે દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત ૨૦૧૫ અને ૨૦૨૨ માં શહીદ શબ્દ પુન: ચર્ચાનું કેન્દ્ર બિંદુ રહ્યું હતું. આજે આ લેખના માધ્યમથી તેની પુન: ચર્ચા કરીએ.
શહીદ શબ્દનો અર્થ : હિન્દી શબ્દકોષ અનુસાર શહીદનો અર્થ સત્ય અને ધર્મ માટે મરનાર વ્યક્તિ/ હુતાત્મા. ગુજરાતી વિશ્વકોષ અને કુરાન મુજબ શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. મૂળ અરબી ભાષાના શબ્દ ‘શહીદ’નો અર્થ ‘સાક્ષી આપનાર’ થાય છે. આમાંથી બનેલ શબ્દ ‘શાહેદ’ અથવા ‘સાહેદ’ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ છીએ. વધુમાં શહીદ શબ્દ વિસ્તૃત બની લોક પ્રચલિત શબ્દ બનતો ગયો. સેના કે પોલીસના શબ્દકોશમાં શહીદ જેવો કોઈ શબ્દ જ નથી.
બલિદાન શબ્દનો અર્થ : સંસ્કૃત શબ્દકોષ મુજબ બલિદાનનો અર્થ હોમવાની કે દેવને અર્પણ કરવા માટે વપરાય છે. આ અર્પણ એટલે વસ્તુ, પૂજન, ભોજન વખતે વધતો અવશેષ, દેવને ચડાવેલું પ્રાણી, કરવેરો જેવી બાબતો માટે વપરાય છે. ગુજરાતી લેક્સિકોન ડિક્શનરી અનુસાર અગ્નિ દેવ વગેરેને નૈવેદ્ય ધરવું એ. (૨) (લા.) કુરબાની, આત્મભોગ અર્થ કરવામાં આવે છે. પોતાની આત્માનું સર્વસ્વ અર્પણ કરવું તેવો કરી શકાય.
વીરગતિ શબ્દ : ગુજરાતી લેક્સિકોન ડિક્શનરી અનુસાર વીરગતિનો અર્થ શૂરવીર પુરુષોને શોભે તેવું જવાનું. (૨) બહાદુરી ભરેલું મૃત્યુ એવો થાય છે. જ્યારે કોઈ મહાન યોદ્ધા અથવા વ્યક્તિ પવિત્ર ઉદ્દેશ્ય અથવા રાષ્ટ્ર માટે પોતાનું જીવન બલિદાન આપે છે, ત્યારે તેને વીરગતિ પ્રાપ્ત કરી કહેવાય છે.
શહીદ સ્મારકો : સામાન્ય રીતે જે વ્યક્તિએ રાષ્ટ્ર કે ધર્મ માટે પોતાના જીવનનો આત્મભોગ, ત્યાગ, મૃત્યુ સ્વીકાર્યું હોય અને પછી તેની યાદમાં સ્મારક બનાવવામાં આવે તેને શહીદ સ્મારક કહેવાય છે.
સ્મારકો માટે ઘણીવાર શહીદોના પાળિયા/સ્મારકો એવો શબ્દ વપરાય છે. જેમાં પાળિયા એટલે પરાક્રમી પુરુષો કે સ્ત્રીઓના બલિદાનનાં ગ્રામીણ સ્મારકો. ભારતીય ઇતિહાસના મધ્યયુગમાં સ્મારકો તરીકે પાળિયા સ્થાપવાનો રિવાજ પ્રસર્યો હતો. ગુજરાતમાં ઈ. સ.ની બીજી સદીના યષ્ટિલેખો મળ્યા છે. કચ્છ જિલ્લાના પચ્છમ ખાવડામાં આવેલા અંધૌ ગામમાંથી ઈ. સ. ૧૩૦(શક વર્ષ ૫૨)ના ચાર યષ્ટિલેખો પ્રાપ્ત થયા છે. ક્ષત્રપકાલ પછી છેક ગુપ્તકાલમાં પાળિયાઓ પર લેખ કોતરેલા મળે છે. તે પછી સતી-પ્રથા રાજપૂતોમાં ઈ. સ. ૧૦૦૦ પછી વધતી ગઈ અને ઈ. સ. ૧૨૦૦થી ૧૮૦૦ દરમિયાન રાજપૂત અને અન્ય જ્ઞાતિઓમાં પાળિયા મૂકવાનો રિવાજ શરૂ થયો. પાળિયા અને ખાંભી એ વ્યાપક અર્થમાં મૃત્યુનાં સ્મારકો છે. પાળિયાની સૃષ્ટિ દ્વારા મૃતકો દ્વારા પણ મંગલ થવાની ભાવના ઋગ્વેદના દસમા મંડળના અઢારમા સૂક્તમાંથી મળે છે. આ ઉપરાંત અન્ય નામે પણ અનેક સ્મારકો છે.
વિભિન્ન કાળમાં શહીદ માટેની ભ્રમણા અને વપરાતા શબ્દો : વીરગતિ અને બલિદાન શબ્દ એ શુદ્ધ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન સમયમાં વીરગતિ શબ્દ પણ પ્રચલિત હતો જેનો અર્થ કોઈ મહાન યોદ્ધા અથવા વ્યક્તિ પવિત્ર ઉદ્દેશ્ય અથવા રાષ્ટ્ર માટે પોતાનું જીવન બલિદાન આપે છે, ત્યારે તેને વીરગતિ પ્રાપ્ત કરવી કહેવાય છે. મહાભારતમાં વિદુરે દ્યળે ઇપળે ક્ષૂ્યરળે ફળઘણ લુ્રૂૃર્પૈજબ ધજ્ઞરુડણળે હિન્દી ડિક્શનરી અનુસાર વિશેષ: એવું કહેવાય છે કે જે લોકો યુદ્ધના મેદાનમાં બહાદુરીથી લડતા મૃત્યુ પામે છે, તેઓ સૂર્યમંડળમાં ભેદ ન કરી સીધા સ્વર્ગમાં જાય છે. મૂળ સંસ્કૃત શબ્દ બલિદાન શબ્દ પ્રારંભિક દેવને અર્પણ કરવા વસ્તુ, નૈવેદ્ય, પશુ, કરવેરા માટે વપરાતો હતો.
૭ સદી પહેલા અને પછી વીરગતી/બલિદાનને બદલે શહીદ શબ્દ વપરાયો કે પ્રચલિત બન્યો હશે અને આધુનિક સમયમાં પણ આ શબ્દ સાથે વીરગતિ પ્રાપ્ત, આત્મબલિદાન, અમરત્વ પ્રાપ્ત, હુતાત્મા જેવા શબ્દો સાથે ચાલુ રહ્યું. પરંતુ સેન્યમાં સૈનિકો માટે આ શબ્દ ચર્ચાનું કેન્દ્ર રહ્યો. આ ચર્ચા કે વિવાદના મૂળમાં અનેક કારણો રહ્યા છે. તેના વિશેષ સંશોધન થવું જોઈએ.
સૈન્ય અને શહીદ શબ્દનો વિવાદ : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શાંતનુ સેને સંસદમાં પ્રશ્ન કર્યો હતો કે શું સરકારે ફરજની લાઇનમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકો માટે ‘શહીદ’ શબ્દનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. જેના જવાબમાં રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે ૨૮ માર્ચ, ૨૦૨૨માં જવાબ આપ્યો હતો.
શહીદ કેમ ન કહેવાય? સૈન્યના એક વરિષ્ઠ અધિકારીએ કહેલું કે સામાન્ય રીતે શહીદ શબ્દનો ઉપયોગ એવા લોકો માટે થાય છે જેઓ ધર્મ માટે લડતા હોય અથવા તેનું રાજકીય કારણ હોય. આ શબ્દ ધાર્મિક અને ઐતિહાસિક અર્થ છે. તેમણે વધુમાં કહ્યું કે આપણા જવાનો દેશની એકતા અને પ્રાદેશિક અખંડિતતા અને બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોની રક્ષા કરતી વખતે પોતાનો જીવ આપી દે છે. ભારતીય સશસ્ત્ર દળોને તેમના વ્યાવસાયિક, અરાજકીય અને બિનસાંપ્રદાયિક સ્વભાવ પર ગર્વ છે.
આ બાબતે સૈન્ય શું કહે છે ? ભારતીય સેનાએ કહ્યું છે કે શહીદ શબ્દનો ઉપયોગ કરવો ખોટો છે. આર્મી હેડક્વાર્ટર દ્વારા તમામ આદેશોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘શહીદ શબ્દનો ઉપયોગ ખોટો છે’. તે કહે છે કે વર્ષો વર્ષ સશસ્ત્ર દળોના કેટલાક અધિકારીઓ અને મીડિયા પણ દેશ માટે બલિદાન આપનારા આપણા જવાનો માટે શહીદ શબ્દનો ઉપયોગ કરે છે. સૈન્યએ કહ્યું છે કે શહીદનો ઉપયોગ એવી વ્યક્તિ માટે કરવામાં આવે છે જેનું મૃત્યુ સજાના ભાગ રૂપે થયુ હોય. જેણે ધર્મ માટે ત્યાગ કરવાનો ઇન્કાર કર્યો હોય અથવા તો એવી વ્યક્તિ કે જેણે ધાર્મિક અને રાજનીતિક આસ્થા માટે માર્યા ગયા હોય. આથી ઇન્ડિયન આર્મીના સૈનિકો માટે આ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
શહીદ નહી તો શું કહેવાનું ? ખફિિુિં શબ્દનો હિંદી અર્થ શોધીએ તો શહીદ શબ્દ મળે છે પરંતુ શહીદની જગ્યાએ તેઓને બલિદાની અથવા પરાક્રમી કે વીર કહી શકાય. આ ઉપરાંત સેનાએ કહ્યું કે ભાષણમાં અથવા ક્યાંય પણ બહાદુર સૈનિકોનો ઉલ્લેખ કરવા માટે, શહીદને બદલે ‘કિલ્ડ ઇન એક્શન’ (હત્યા), લેડ ડાઉન ધેર લાઇવ્સ એટલે કે જીવન ન્યોછાવર કરવું. સુપ્રીમ સેક્રાફાઇઝ ફોર ધ નેશન એટલે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન. ફોલન હીરોઝ એટલે વીરગતિ પ્રાપ્ત, ઇન્ડિય આર્મી બ્રેવર્સ એટલે ભારતીય આર્મીના બહાદુર તથા ’ફોલન સોલ્જર્સ’એટલે બહાદુર સૈનિક કહીને સંબોધન કરી શકાય.
જે લડાઈ/યુદ્ધમાં વ્યક્તિ ઈમાનદારી અને બહાદૂરીથી મૃત્યુ પામે તેમાં વિજયની ભાવના છે જે ભાવના પદ, ધન તથા ઉન્નતિની પ્રાપ્તિ સબંધિત છે. એક વાત એ પણ છે યુદ્ધ કરી વખતે તે પોતાના શરીર અને હૃદયને એક કરી તે જન્મભૂમિ અને માતૃભૂમિના રક્ષણ માટે લડે છે. જ્યાં અન્ય કોઈ લાભની ચેષ્ટા નથી. એક ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ થશે. બંને ભાવનામાં મૃત્યુ થાય છે; તેમ છતાં એકનું મૃત્યુ ‘શૌર્ય પૂર્ણ મૃત્યુ’ અને અન્ય ‘શૌર્યવીર પૂર્ણ મૃત્યુ’ કહેવાશે. વ્યક્તિના મૃત્યુ પાછળ માત્ર તેનું અંગત ભવિષ્ય જ નહીં પરંતુ તે જેના વતી લડે છે તેનું ભવિષ્ય પણ હોય છે, પરંતુ વીરનું વીરત્વ પાછળ તેના ત્યાગની મર્યાદા જ જોવા મળે છે.
પ્રથમ પ્રકારના મૃત્યુને પ્રામાણિક નોકર(સેવક)નું મૃત્યુ જ કહી શકાય અને બીજા પ્રકારના મૃત્યુને વીરગતિ સિવાય બીજું કંઈ કહી શકાય નહીં. પ્રથમ મૃત્યુ પાછળ સંપત્તિ, પદ અને કર્તવ્યની લાગણી છે અને બીજા મૃત્યુ પાછળ માત્ર ‘સેવા ભાવ’ છે. કોઈ વીરને આદેશનો ગુલામ ન કહી શકે પરંતુ સૈનિકને આદેશની વફાદારીનો રક્ષક જ કહી શકાય.
મૃત્યુ દ્વારા સ્વદેશ સેવા કરનારને જ વીરગતિ કહી શકાય. જનની, જન્મભૂમીની સેવાવૃતિ સિવાય અન્ય કોઈ વાસના/ઈચ્છા મૃત્યુ સમય સુધી જેના મનમાં નથી તે વીરગતિ કહેવાશે.
આઝાદીને આટલાં વર્ષો વીત્યા પછી પણ સૈન્યમાં સૈનિકોના વીરગતિ માટે અંગ્રેજી શબ્દ વાપરવામાં આવે છે જે દુખની વાત છે. ત્રણેય શબ્દની વ્યુત્પત્તિ-અર્થ, કાર્ય વિભિન્ન રીતે વપરાયા છે છતાં ચોક્કસ ઉદેશ્ય માટે મૃત્યુ સ્વીકારનાર વ્યક્તિ માટે શહીદ શબ્દ પ્રચલિત બનતો ગયો. ક્યારે, ક્યાં સમયે, કેવા સંજોગોમાં આવું બન્યું તે એક સંશોધનનો વિષય છે જેના પર ઊંડાણ પૂર્વકનું સંશોધન કરવું રહ્યું.