મેરેજ ફંકશન: ટેકનોલોજી સાથે મેમરીઝનું માસ્ટર મેનેજમેન્ટ
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
દિવાળીની સીઝન પૂરી થયા બાદ હવે શેરી કે ચોકમાં લગ્નના ઢોલ ઢબુકવા માંડ્યા છે. જોકે, લગ્ન સીઝનને ઈન્ડિયામાં એક ઈકોનોમિક બુસ્ટર તરીકે જોવામાં આવે છે. એક આખી રેવન્યૂ આની સાથે જોડાયેલી છે. ઈમોશન વીથ અર્નિગ અને કેશ વીથ ઓકેશન જેવો માહોલ. પણ ટેકનોલોજી આવતા અનેક રીતે આ માહોલમાં ટેકનિકલ સ્પર્શ લાગ્યો છે. પ્રિવેડિંગને સ્ટેટસમાં મૂકીને કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવે છે. તો કોઈ પોતાનું શૂટ જ એવી રીતે કરાવે જેમાં એના કંઠેથી જાણે કોઈ ગીત ગવાતું હોય. ડેસ્ટિનેશન વેડિંગમાં અને થીમ વેડિંગના ટ્રેન્ડ વચ્ચે જ્યારે આખી ઈવેન્ટ પૂરી થાય ત્યારે શરીરમાં થાક અને મોબાઈલમાં ફોટા-વીડિયોનો લોડ વધી થાય છે. પણ હવે આ વિષયમાં પણ થોડી સ્માર્ટ મેનેજમેન્ટ હોય તો ઈવેન્ટ પણ પૂરી થઈ જાય અને થાક પણ ઘટી જાય. પણ દરેક વિષય પાછળ એની પૂર્વ તૈયારીઓ અનિવાર્ય હોય છે એમ આ વિષયમાં પણ એવું જ લાગુ પડે છે. મેરેજ ફંક્શન હોય અને એની સેલ્ફિ ન હોય એવું તે કેમ બને? પણ લગ્નના આલ્બમનો લોડ ઉપાડીને ક્યારેક મોબાઈલ પણ થાકી જતો હશે. કેમેરાવાળા કે વીડિયોવાળા પાસે નહીં હોય એવી ક્લિક પાડનારા પણ પડ્યા છે.
આવી અનેક મોટી ઈવેન્ટમાં આપણો મોબાઈલ ભરચક મલ્ટિમીડિયાથી ભરાઈ જતો હોય અને મુશ્કેલી પડતી હોય છે. તો કેટલીક સ્માર્ટ ટિપ્સથી આનું કાયમી સોલ્યુંશન કરી શકાય છે. એના માટે પહેલા તો એ કરવાની જરૂર છે કે, જ્યારે કોઈ ફંક્શન ચાલતું હોય અને આપણું કામ ન હોય એવા સમયમાં મોબાઈલમાંથી જગ્યા રોકતા ફોટો અને ફોરવર્ડેડ વસ્તુઓ હોય એને કાયમી ધોરણે ડિલિટ મારી દો, પછી જંક ક્લિનરથી ફાઈલ ક્લિન કરી દો. એ સિવાય મેરેજના ફોટો વોટ્સએપમાં સેન્ડ કરતા બ્લર થઈ જાય છે તો ટેલિગ્રામ અથવા મેઈલ કરી દો. પણ અહીં પાછો સાઈઝનો ઈસ્યુ આવે. તો એના માટે ક્રોપ ટુલથી બીજુ બધુ કાઢીને એક્ચ્યુલ ફોટો સેન્ડ કરી શકાય. મેઈલમાં પણ અટેચમેન્ટ થઈ જાય તો એને તમારા જ આઈડી પર સેન્ડ કરીને સ્ટોર કરી શકાય છે. વીડિયો કે રીલ્સનો લોડ વધારે હોય તો એ જ લોકેશન પર ખાલી શુટ કરીને મૂકી દો. એડિટ ટુલ્સમાં એ એડિટ થઈ જાય પછી ઓરિજિનલ ડિલિટ કરી દો. આના સિવાય પણ એક રસ્તો બીજો એ છે કે, કેમેરા કે વીડિયો વાળા જાણીતા અને ઓળખીતા હોય એના સિસ્ટમમાં આ ડેટાને સ્ટોર કરી દો. ઘણી વખત સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ઉતાવણમાં પ્રાયવસીનો પ્રશ્ન ભૂલી જવાય છે. આવા સમયે ફેસબુકમાં ઓન્લી મીનો ઓપ્શન આવે છે જે શેર કરતી વખતે જોઈ શકાય છે. અથવા ઓન્લી મી ને સેટિંગમાંથી સેટ કરી દઈને માત્ર આપણા પૂરતા જ એ ફોટોને સાચવી શકાય છે. પછી જે તે સમયે એની મેમરીઝ પણ બનાવીને ડાયરેક્ટ વોલ પર શેર કરી શકાય છે.
દરેક વખતે એક એક ફોટો શેર કરતા સમય લાગશે અને પ્રસંગ એન્જોય કરવાનું પણ રહી જશે. એટલે વર વધૂની એન્ટ્રી કે મહત્ત્વના રીવાજ વખતે એ વિધિ કરતા વરવધૂની મોમેન્ટ કેપ્ચર કરો. એવી મોમેન્ટ કે કેમેરામેન પણ તમારા મોબાઈલની ક્લિક પોતાના એડિટ માટે માંગે. એટલે દરેક પ્રસંગમાં એક એવી મેમરીઝ બનાવો કે જે કેમેરામાં પણ હોય અને તમારી પાસે પણ રહે. ડેટા જે અગાઉનો છે અને ખૂબ જ મહત્ત્વનો છે એવામાં પ્રસંગ આવતા ડેટા ટ્રાંસફર કરવાનું ભૂલી ગયા તો ચિંતા નહીં. જે ફોર્મેટ હોય એ દરેક વસ્તુ ઈ મેઈલમાં રાખી દો, મલ્ટિમીડિયાની સાઈઝ વધારે હોય તો કોઈના આઈફોન સાથે એનું આખું ફોલ્ડર શેર કરી દો. અથવા ટેલિગ્રામ કરી દો. પછી અનુકૂળતા એ લઈ શકાય. આનાથી ડેટા પણ સચવાશે અને મેરેજમાં મસ્ત ફોટો પણ પડશે. હવે નાઈટમાં લો લાઈટમાં ફોટોમાં લોચા થાય છે? હાલ તો દરેક ફોનમાં નાઈટ મોડ આવે છે એને એક્ટિવ કરી દો. ફોટો પણ ક્લિયર આવશે અને કામ પણ થશે. એમાં પણ નાનો મોબાઈલ હોય અને વધારે પડતી લાઈટ નડતી હોય તો ત્યાં તો કોઈને લાઈટ બંધ કરવાનું કહેતા નહીં. આવા સમયે જ્યાં લાઈટ આવે છે ત્યાં નાનુું એવું કવર મૂકી દો અથવા તો રૂમાલ મૂકી દો. ફોટો થોડો લાઈટ આવશે. પણ સરળતાથી ફિલ્ટર પણ થશે. ટ્રાય કરવા જેવું. ક્રિએટિવ પણ લાગશે અને મેમરીઝ પણ સચવાશે.
ફોટોમાં ક્લિક કરવામાં ફાવટ નથી? ડોન્ટ વરી. કેમેરામેનના શૂટ આવા પ્રસંગમાં કોઈ ફિલ્મ જેટલા મોટા હોતા નથી. એટલે એની ક્લિપનું રેકોર્ડિંગ પૂર્ણ થાય તો એને જ મોબાઈલ આપીને મસ્ત ફોટો ક્લિક કરાવી શકાય. એનાથી તમારો ફોટો બ્લર નહીં એની ગેરેન્ટી. સતત ફોટા પાડવાથી બેટરી ઝડપથી ખતમ થતી હોય તો નોટિફિકેશન સેટિંગમાં જઈને કેટલીક નોટિફિકેશનને બંધ કરી દો. જેમ કે ઈમેઈલ, વોટ્સએપ, આવી એપ્લિકેશન સતત મેસેજ કરીને નોટિફિકેશન વિન્ડો ભરી દે છે. હા, આનાથી એલર્ટ મળશે પણ ફોટોમાં તમને ડિસ્ટર્બ નહીં કરે, મેરેજની મેમરીઝને મસ્ત બનાવવા આમ તો ઘણા રસ્તા છે પણ ફોટો વારંવાર લોડ લેતા હોય તો એ નાનકડી રીલ ફોટોની પણ બનાવી દો. એમાં લોકેશ પણ આવી જશે અને મેમરીઝ પણ બની છે. છે ને બાકી આઈડિયા સારા…આ તો થઈ કોમન પણ ઉપયોગી વાત. હવે કરીએ ડિવાઈસની વાત. ચાર્જરને સાચવવાની મથામણ તો થોડી રહેવાની. પણ ચાર્જર બદલાઈ ન જાય એ માટે એડપ્ટર પર નામ લખવાના બદલે સિમ્પલ એનો વાયરલ બદલી દો. હાલ માર્કેટમાં ફાસ્ટ ચાર્જિંગ માટેના વાયર્સ મળે છે. કોઈ કલરફૂલ વાયર લઈ એડપ્ટર એ જ રાખો. ચાર્જર પર બીજાથી અલગ લાગશે અને ભૂલાશે પણ નહીં. વારંવાર ચાર્જિંગ પૂરા થતા હોય તો બધા નોટિફિકેશન બંધ કરી દો. વીડિયો કોલમાં બ્રોડકાસ્ટ થતું હોય તો એવી જગ્યાએ મોબાઈલ ન લઈ જાવ જ્યાં સૌથી વધારે લાઈટ હોય. આનાથી મોબાઈલ ઝડપથી ગરમ થાય છે. કારણ કે, ઓટોમોડ પરના દરેક મોબાઈલ પર લાઈટ એટલી જ ઇફેક્ટ કરે છે.
આઉટ ઓફ ધ બોક્સ
મેરેજાના ફેરાની સાથે સમજદારીના ફોક્સ પણ એટલા જ મહત્ત્વના હોય છે. એકબીજાના ઈમોશનથી પણ રીચાર્જ થઈ શકાય એટલી સંવેદના જીવતી હોય તો પ્રસંગ દરેક વાઈબ્રન્ટ લાગે.