
મુંબઈની મેડિકલ કોલેજના છેલ્લા વર્ષના એમ.એમ.બી.એસ. સ્ટુડંટસની આજે ગેટ-ટુ-ગેધર પાર્ટી હતી. કોલેજના કેમ્પસમાં ઊભી કરેલી લોંજમાં પ્રોફેસર્સના ગાયડન્સ લેકચર્સમાં તબીબી સેવાનાં વચનો હમણાં જ પાસ થયેલા યુવા ડોકટરો હૈયે મઢી રહ્યા હતા. ભાવિ ઉડાનો માટે પાંખ પ્રસારવા આ યુવાહૈયાં થનગની રહ્યાં હતાં.
રાઉન્ડ ટેબલ પર બેઠેલા પાંચ મિત્રોએ એકબીજાને કોલ દીધા કે 25 ડિસેમ્બર એટલે આપણો સ્પેશિયલ ડે. દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈશું આપણે મળીશું. યસ,યસ, કહેતાં પાંચ હથેળીઓ ભેગી થઈ. આંખો ચમકી અને ના ભૂલેંગે કભીનાં મીઠાં વચનો અપાયાં.
આ પાંચ હાથ છૂટા થયા પણ ઉપલા ત્રણ હાથ હજુ ભીડાયેલા હતા- તે હતા મધુકર શેટ્ટી, રાજેશ ચૌહાણ અને ઈલા શાહ. કોલેજમાં એમ.આર.આઈ. તરીકે આ ત્રણની ખ્યાતિ છે. કોલેજમાં કયા ડિપાર્ટમેન્ટમાં, સ્ટાફમાં, હોસ્ટેલમાં કે સ્ટુડંટસ ગ્રુપની બધી હિલચાલ આ ત્રિપુટી પાસે હોય જ.
મધુકર એટલે સાયન્સ લેબ, રાજેશ એટલે જીનીયસ અને ઈલા એટલે બોલ્ડ- બ્યુટીફુલ એન્ડ સ્માર્ટ.
મેડિકલ સાયન્સની હવે આપણે પ્રેકટીસ શરૂ કરીશું પણ કોણ કઈ દિશામાં જશે એ તો સમય જ જાણે.
ઈલા, હું તને ખૂબ મિસ કરીશ. રાજેશે કહ્યું. ‘અરે, આવો સેન્ટી ન થા. વી કેન મીટ એની ટાઈમ. બાય ધ વે વોટ ઈઝ યોર પ્લાન?’
માય અંકલ ઈઝ ઈન ટેક્સાસ, હું ત્યાં એમ.ડી. કરીશ.
ધેટ્સ ગ્રેટ. ગુડ સ્ટાર્ટ. ઈલાએ એની સાથે હાથ મિલાવતાં કહ્યું, ત્યારે રાજેશે ઈલાના હાથને જોરથી દબાવ્યો અને બંનેના રગેરગમાં મીઠા સ્પંદનો ઝંકૃત થયાં.
મધુકરે કહ્યુ:- અરે, મૈં ભી હૂં. જીવનમાં સાચો પ્રેમ નસીબદારને જ મળે છે.
પ્રેમ એટલે જીંદગીભર સાથે રહેવાનું પ્રોમીસ. આ આગમાંથી અણીશુદ્ધ થઈને નીકળવાનું છે.
યસ, માય પ્રેમગુરૂ. તારી ફિલોસોફી સરસ છે. પણ અતિમુશ્કેલ. એક જ મોડેલને કયાં સુધી કેટલો પ્રેમ કરી શકાય?
નાવ નો ડિસકશન કહેતાં ઈલાએ કહ્યું- પ્રેમમાં વિશ્વાસ હોય તો એ પ્રેમ હેવનલી જોય આપે. પણ, પહેલાં સાચો પ્રેમ શોધો તો ખરા.
એમ.આર,આઈ.ની ત્રિપુટીએ વાસ્તવિક ભૂમિ પર પગલાં માંડ્યા. ઈલાએ ગાયનકોલોજીસ્ટ તરીકે એક ખાનગી હોસ્પિટલમાં પ્રેકટીસ શરૂ કરી. રાજેશ વિદેશમાં ગયો પણ ઈલા જ એની હૃદયસામ્રાજ્ઞી છે. કોઈ વિદેશી પંખી રાજેશને આકર્ષી ન શક્યું. ભૌતિક અંતર હોવા છતાં ય રાજેશ તો તેની હૃદય સામ્રાજ્ઞીની મૂક આરાધના કરતો હતો, મધુકર શેટ્ટીએ દહીંસરમાં જનરલ પ્રેકટીશનર તરીકે પોતાનું ક્લિનીક શરુ કર્યું. ઈલા અને મધુકરની અતૂટ મૈત્રી હોવા છતાં ય ઓછું જ મળાતું.
તે રાત્રે અગિયાર વાગે પ્રીમેચ્યોર ડિલીવરી માટે 40વર્ષની એક મજૂર મહિલા આવી. તે વખતે ડ્યૂટી પર ડો. ઈલા શાહ હતાં. પેલી બાઈએ સાત-આઠ કલાક પહેલાં કોઈ ઝેરી દવા લીધી હતી.
લેબર રૂમમાં જતાં જ પેલી સ્ત્રીની હાલત ગંભીર થઈ ગઈ. એને લીલી ઊલટીઓ થવા લાગી. બીજી બાજુ એનું બી.પી હાઈ થઈ જતાં તે અર્ધ બેભાન હતી. સાત મહિનાના ગર્ભના બાળકને ફોર્સએપ કરવાનું પણ મુશ્કેલ હતું.
ડો.ઈલા સાથે આસિસ્ટંટ ડોકટર, બે નર્સ જહેમત કરી રહ્યાં હતાં. આખરે એ બાઈએ છેલ્લો શ્વાસ લીધો અને એ ગર્ભશિશુ પણ મૃત જન્મ્યું.
ડો.ઈલાની આંખે અંધારા આવી ગયા. નજર સામે જોયેલું આ પહેલું મોત. ભલે, વ્યવસાયે ડોક્ટર છે પણ એક સંવેદનશીલ સ્ત્રી છે, એ પોતે પણ માતા બનવાની હોય અને આવું થાય તો?
એ પોતાની કેબિનમાં ગઈ અને હતાશાની ગર્તામાં ડૂબી ગઈ. એ મૃત સ્ત્રીનો મજૂરપતિ તો રોકકળ કરવા લાગ્યો. ત્યાં જ એની સાથે આવેલા એના ભાઈ બધાને ફોન કરવા લાગ્યો. જોતજોતામાં તો હોસ્પિટલના વેઈટિંગ રૂમમાં પચાસેક મજૂરો ભેગા થઈ ગયા. ડોકટરની બેદરકારીને લીધે જ આ ગરીબ બાઈનું પ્રસૂતિ વખતે અવસાન થયું, અને એને મૃત શિશુ જન્મ્યું.
આ ઘટનાને કારણે આ નવા ડોક્ટર અને હોસ્પિટલ સામે કેસ કરવાની બૂમો શરૂ થઈ. આખરે યુનિયન હોય અને તે પણ મજૂરોનું એટલે નારીસંસ્થા હોય કે રાજકીય પક્ષો તરત લાભ લેવા આવી જાય. હોસ્પિટલના ડીન, સ્ટાફ ડો.ઈલાનો બચાવ કરવાના પ્રયત્નો કરતા હતા.
ડો.ઈલા પણ મધ્યમ વર્ગના હતા. એમણે પણ સામાજિક સંસ્થા પાસે મદદ માગીને અભ્યાસ કર્યો હતો. હવે શું થશે? ડોકટર તો પ્રાણ બચાવે પણ આ લોકોને કોણ સમજાવે? બોલ્ડ-બ્યુટીફુલ ઈલા પહેલી વાર કાંપી ઉઠી.
એણે ડોકટર મધુકરને ફોન કર્યો.
મધુકર, પ્લીઝ જલદી આવ, આય એમ ઈન ગ્રેટ ટ્રબલ. અને ટૂંકમાં વાત કરતાં જ એ હિબકાં દઈને રડવા લાગી-‘નાવ માય લાઈફ ઈઝ ફીનીશ- આ લોકો મને નહીં છોડે.’
‘ઈલા માય ડીયર તું જરા ય ગભરાતી નહીં. હું તારી સાથે જ છું. તારા રિપોર્ટમાં જે કાંઈ મેડિકલ કંડીશન હોય તે લખજે. બી બ્રેવ તું ડોકટર છે. ડોક્ટર તો છેલ્લા શ્વાસ સુધી પ્રાણ બચાવે. દરદીને મારે નહીં બચાવે. હું હમણાં જ આવું છું. કૂલ ડાઉન ડીયર ઈલા હું તારી સાથે જ છું. તારા તરફથી હમણાં કોઈ રીએકશન આપતી નહીં.’
સાંજે 6-00 વાગે મધુકર એના વકીલ મિત્રને લઈને હોસ્પિટલમાં આવ્યો, વકીલે લેબરરૂમમાં હાજર હતા તે બધાના નિવેદન લીધા. મેડીકલ રિપોર્ટની કોપી, ડીનના સ્ટેટમેન્ટ નોંધ્યા. જેમાં ડો.ઈલાની મેડિકલ પ્રેકટીશનર તરીકેની નોંધ પણ હતી.
પંદર વીસ દિવસે માંડ માંડ મામલો શાંત થયો. ડોકટર મધુકરે જેની પત્ની પ્રસૂતિ વખતે ગુજરી ગઈ હતી તે મજૂરને દરદી સહાય ફંડમાંથી 25000 રૂપિયાની મદદ પણ અપાવી અને મામલો થાળે પાડ્યો.
છ મહિના પછી ડો.મધુકર અને ડો. ઈલા શાહે લગ્ન કર્યા. ઈલાએ લગ્નના કેટલાક ફોટા રાજેશને મોકલતાં કહ્યું- ‘મારા એમ.ડી. મિત્ર, અમને વીશ કરવા કયારે આવીશ?’
મધુકર અને ઈલાએ લગ્ન કરી લીધાં? શી ઈઝ માય લવ. મનમાં ઈર્ષા જાગતાં રાજેશે મનોમન નિશ્ર્ચય કર્યો કે ઈલા મારી છે અને હું ઈલાને મેળવીને જ જંપીશ.
ઈર્ષાની આગમાં બળતા રાજેશે મધુકરને લગ્નની વધાઈ તો ન આપી પણ પોતાની હારેલી બાજી જીતવા પેંતરા રચવા લાગ્યો.
રાજેશ એના ઈલા સાથેના કોલેજ કાળના મસ્તી ભરેલા ફોટા વોટસએપ પર ઈલાને મોકલતો અને લખતો આય મીસ યુ માય લવ.
જો કે ઈલા કોઈ પ્રતિભાવ આપતી નહીં.
ઈલા અને મધુકરના સુખી દાંપત્યજીવનમાં વંટોળ ઊભું કરવાનો એક નિર્લજ્જ આનંદ માણતા રાજેશથી કેવી રીતે છૂટવું આ ભય ઈલાને સતાવી રહ્યો. એણે મધુકરને સાચી વાત જણાવી.
તે દિવસે રાત્રે સાડા નવે રાજેશે ઈલાને ફેસટાઈમ કર્યો.
ઈલાને બદલે મધુકરે જ ફોન લીધો. રાજેશના હાથમાં વ્હીસ્કીનો ગ્લાસ હતો. એ બબડી રહ્યો હતો.
માય ડ્રીમ ગર્લ હું તારા વિના જીવી જ ન શકું. હું તને બેસ્ટ લાઈફ આપીશ, લગ્ન કરી લીધા, મને પૂછ્યું જ નહીં, પણ હું મુંબઈ આવીશ તને મેળવીને જ જંપીશ.
રાજેશ આપણે મિત્રો હતા પણ, ખબરદાર, હવે ઈલાને હેરાન કરીશ તો-
તો તું શું કરીશ? શી ઈઝ માય લવ.
ચૂપ રહે. હવે એ મારી વાઈફ છે. જરા પણ હેરાન કરીશ તો તને છોડીશ નહીં સાલા બાસ્ટર્ડ- કહેતા મધુકર ગર્જયો. એણે ફોન કટ કર્યો.
ઈલા, તારા મનની વાત મને કહે. સાચા વિશ્વાસથી જ પ્રેમ અણીશુધ્ધ બને છે. તારા મનમાં શું છે તે કહે.
આજે હું તારી પ્રિયા-પત્ની છું. એવી પ્રોમીસરી નોટ આપું? હા, એક સમયે રાજેશને હું ચાહતી હતી, પણ પ્રેમનો દરિયો તો તારા હૈયામાં પામી છું. લગ્નના બે વર્ષ પછી તારે મને આ પૂછવું પડે છે- એનું મને ખૂબ દુ:ખ છે. પછી પોતાના ગર્ભમાં રહેલા શિશુ પર મધુકરનો હાથ ફેરવતાં ઈલાએ કહ્યું- ચાલ, આપણે ખછઈં કઢાવીએ. એમાં મારો મધુ અને નાનું શિશુ જ છે.
આ પણ વાંચો…મેરુતો ડગે પણ જેનાં મનડાં ડગે નઈ…
જો આ રાજેશનો નંબર તો મેં ક્યારનોય બ્લોક કરી દીધો છે.
કોલેજકાળના ત્રણ મિત્રો એમ.આર.આઈ.માંથી રાજેશનું નામ ડીલીટ છે. હવે એમ- એટલે મધુકર અને આઈ એટલે ઈલા.
વી લવ ઈચ અધર ખ.ઈં. અને ત્યાં પ્રેમની વસંત મહોરી ઊઠી.