રીલ્સની દુનિયાની બહાર પણ જુઓ
ફોકસ -અંતરા પટેલ
અશોક પોતાના કિશોર સાથીઓની સ્થાનિક ગેંગ સાથે મળીને પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી ક્ષેત્રમાં લોકોની કનડગત કરતો હતો અને પીડિતોની રીલ બનાવીને એને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતો હતો. તે લોકોને ધમકી દેતો, તે જબરદસ્તીથી શરમજનક કામ કરાવતો અને એનું રેકોર્ડિંગ કરતો. તેણે એક વ્યક્તિને ‘મુર્ગા’ બનાવ્યો અને હાથથી કાન પકડવાની ફરજ પડી હતી. તેણે આનું રેકોર્ડિંગ કરીને ઓનલાઈનમાં શૅર કર્યું. અશોકની આ હરકતથી ત્રિલોકપુરીના અમુક લોકો ગુસ્સામાં આવ્યા. આ લોકોએ અશોકનું અપહરણ કરીને તે મરી ન જાય ત્યાં સુધી તેની મારપીટ કરી. પોલીસે અશોકની હત્યાના સંબંધમાં પાંચ ઈસમની ધરપકડ કરી હતી.
દિલ્હીના આ સમાચાર વાંચીને મારા પગ નીચેની જમીન ખસી ગઈ. સોશિયલ મીડિયાથી લાભ પણ છે, પરંતુ એ પણ વિચારવા જેવી વાત છે કે એ આપણા સમાજને કઈ તરફ લઈ જાય છે. અલબત્ત આ સાથે હું સ્પષ્ટ કરવા માગું છું કે હું ઈન્સ્ટાગ્રામની વિરોધી નથી. હકીકત એ છે કે મને એવો અનુભવ થયો છે કે ઈન્સ્ટાગ્રામર મારી ઉપેક્ષા કરીને ઉત્સાહિત થઈને પોતાના ફોન સ્ક્રોલ કરે છે. તેઓ દયા અને માફીના પ્રતીક છે. મને લાગે છે કે તેમની નજીક સુનામી પણ આવી જાય તો પણ તેઓ પોતાની નજર ફોનના સ્ક્રીન પરથી હટાવતા નથી. મને આવા લાકો પસંદ છે. તેઓ આનંદમય અજ્ઞાનતામાં રહે છે. તો મને સમસ્યા શું છે ? રીલ્સ! આ આધુનિક ફેનોમેનન સાથે મારી પહેલી મુલાકાત રોડના છેડામાં થઈ. એક યુવાન રોડ પર જોશમાં કિક મારીને રેતી ઉપર ઉછળી રહ્યો હતો. તેનો ફોન બાજુમાં હતો. મને એ કોઈ વસ્તુ શોધી રહ્યો છે એમ લાગતા હું તેની નજીક ગઈ. યુવાન મને ઈશારો કર્યો કે હું દૂર જતી રહું. મને કેવી રીતે ખબર પડે કે તે ‘પઠાન’ના ગીત પર ડાન્સ કરી રહ્યો હતો.
આ તો શરૂઆત હતી. મને જરા પણ અનુભૂતિ નહોતી કે જનરેશન -ઝેડના માઈકલ જેકસનના અવતારો સાથે મારી મુલાકાત દરરોજ થશે. મને તેઓ રેલવે સ્ટેશનમાં, બાથરૂમના દર્પણની સામે અને રોડની વચ્ચે જોવા મળે છે. આ જગ્યાઓમાં તેમને મૂક દર્શકો મળે છે જેના મૌનને પર્ફોર્મર સ્વીકૃતિ ગણે છે. સાચું કહું તો સવારે સાડાનવ વાગ્યે હું ઓફિસ પર પહોંચું એ સમય પહેલાં મને ખબર પડી જાય છે કે બોલિવૂડ, કોલિવૂડ અને હોલીવૂડમાં કયું ગીત ટ્રેન્ડ થઈ રહ્યું છે. જ્યારે હું કામના બોજાથી ઓફિસમાં બોર થઈ જાઉ તો મને વિચાર આવે છે કે હું ફિલ્મ સ્ટડીઝનો કોર્સ જોઈન કરું. હું તો માનતી હતી કે આ કમરતોડ ડાન્સ રૂટિનના શિકાર ફક્ત યુવાનો છે. ના, આ વાત સાચી નથી. બાળકોથી માંડીને ૮૦ વર્ષના વૃદ્ધો કોઈ પણ રીલ મંચ પર આવીને પોતાના પગ હલાવી રહ્યા છે (અથવા તો તોડી રહ્યા છે) મારી એક દોસ્ત જે રીલ્સના સંબધમાં મારા વિચારો સાથે સંમત છે, તેણે મને કહ્યું કે એક વયોવૃદ્ધની જોડી ટેરેસ પર સનગ્લાસ પહેરીને ‘કચ્ચી સેરા’ના સ્ટેપ્સ શીખી રહી હતી ત્યારે તેમની છોકરીને તેનો બોયફ્રેન્ડ ઉઠાવીને લઈ ગયો.
આમાં વધુ ચિંતાજનક વાત એ છે કે લોકો રીલ્સ બનાવાની કળાને પર્ફેકટ કરવાનો સતત પ્રયાસ કરે છે. તેઓ દર મિનિટે કપડાં બદલે છે અને એક સરખા ડાન્સ સ્ટેપ્સની સો વાર પ્રેક્ટિસ કરે છે. પછી મારો અભિપ્રાય પૂછીને રિલ્સ ન બનાવાનું નક્કી કરે છે. આ લોકોએ મને જીવનનો મહત્ત્વનો બોધ દીધો છે કે રીલ્સ અંગે કોઈ વાત ન કરાય. આની જગ્યાએ હું આકાશ, ફૂલો વગેરેની વાતો કરું છું. હું ક્યારેક એ પણ ટ્વિટ કરું છુ ંકે ફોનની સ્ક્રીન પરથી નજર હટાવીને ઉપર જુઓ.