ઉત્સવ

સમાજવાદી યુસુફ મહેરઅલીની સાહિત્યિક પ્રીતિ

વલો કચ્છ – ડૉ. પૂર્વી દેસાઈ

એક કવિએ તેમના વિષે લખ્યું છે કે, “કિસીકો ન હો શકા ઉસકે કદકા અંદાજા, જો આસમાં થા મગર શિર ઝુકા કે ફિરતા થા. સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે કચ્છે જે બલિદાન આપ્યાં છે તેમાં લોકલાડીલા યુસુફ મહેરઅલીનું શિરમોર યોગદાન રહ્યું છે. દેશસેવા કાજે સ્વધર્મ અને કર્તવ્યકર્મ દ્વારા જન્મભૂમિનું જય મંગલ કરનાર યુસુફનું જીવન પ્રદેશ માટે ગૌરવ ઊપજે તેવું રહ્યું. ‘ભારત છોડો’ અને ‘સાયમન ગો બેક’ ના ચેતનવંતા નારા આપી આઝાદીની ચિનગારી ચાંપનારા યુસુફ મહેરઅલી મર્ચન્ટ અણમોલ કચ્છી રત્ન હતા, પરંતુ આજે તેમની સાહિત્યિક પ્રીતિની પ્રસ્તુતિ કરવાનું મન થાય છે. માનવતાવાદી એવા યુસુફ રાજકીય સમાજવાદી વલણ ધરાવતા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે ઝંપલાવ્યું એ વાતથી આપણે સૌ જાગ્રત છીએ પણ તેમની સાહિત્ય પ્રત્યેનો લગાવ પણ અનન્ય હતો. તેમના સંવેદનશીલ અને ગ્રહણશીલ મનની અભિવ્યક્તિ તેમની સાહિત્યિક પ્રતિભા દ્વારા પ્રગટ થતી. સંસ્કૃતિ અને ઇતિહાસની તેમની અનુભૂતિને લાલિત્યપૂર્ણ અને સૌંદર્યસભર શબ્દબદ્ધ કરવા માટે તેઓ કલમ ધારણ કરતા. તેના અમુક દાખલા જોઈએ.

ભાવાનુવાદ: હિકડ઼ા કવિ ઇનીલા લખે આય ક, “કિસીકો ન હો શકા ઉસકે કદકા અંદાજા, જો આસમાં થા મગર શિર ઝુકા કે ફિરતા થા. સ્વતંત્રતા ગ઼િનેલા કરેને કચ્છ જુકો બલિડાન ડિનો આય તેમેં લોકલાડીલા યુસુફ મહેરઅલીજો શિરમોર યોગડાન રયો આય. ડેસસેવા લા સ્વધર્મ ને કર્તવ્યકર્મ ભરાં માભોમજો જય મંગલ કરીંધલ યુસુફજો જીયણ પ્રડેસજે માટે ગૌરવ ઉપજાય ઍડ઼ો હો. ‘ભારત છોડો’ ને ‘સાયમન ગો બેક’ જા બરબરંધા નારા ડિઇ આઝાધિજી ચિનગારી ચાંપીંધલ યુસુફ મહેરઅલી મર્ચન્ટ અણમોલ કચ્છી રત્ન વા. પ અજ઼ ઇનીજે સાહિત્યિક પ્રેમ રજૂ કરેજો મન થિએતો. માનવતાવાદી ઍડ઼ા યુસુફ રાજકીય સમાજવાદી વલણ ધરાઇંધા વા. આઝાધિમેં હિની ખૂપી વ્યા વા હિન ગ઼ાલ ત પાં મિણીકે ખિબર આય પ ઇનીજે સાહિત્યલા કરે લગાવ અનન્ય હો. ઇનીજા સંવેધનાસે ભરપૂર નેં ગ્રહણશીલ મનજી અભિવ્યક્તિ ઇનીજી સાહિત્યિક પ્રતિભા ભરાં પ્રિગટ થિએતી. સંસ્કૃતિ નેં ઇતિયાસજી ઇનીજી અનુભૂતિકે લાલિત્યપૂર્ણ તીં સૌંદર્યસિભર શબ્દબદ્ધ કરેલા ઇની કલમ ધારણ કરીંધા હોઆ. તેંજા અમુક ધાખલા ન્યારીયું.

યુસુફનો અન્ય એક પત્ર મે, ૧૯૨૩માં ઉપેન્દ્રને લખાયો હતો, તેમાં તેમણે લેખન અને વાંચનની રુચિને નોંધી લેવાની વાત પર ભાર મુક્તા નોંધ્યું હતું કે, હું હમણાં વિંસેંટ સ્મિથની ‘અકબર, ધ ગ્રેટ મુગલ’ વાંચી રહ્યો છું. લોર્ડ મોર્લીની સલાહ યાદ રાખો: ‘વાંચતી વખતે કલમ હાથવાગી રાખો.’ મન પર પ્રભાવ પાડનારા ફકરાઓ મેળવાના; ‘જે માત્ર વાંચીને સંતોષ ન માનતાં લખી લેવા જોઈએ.’
યુસુફની વાંચન પ્રત્યેની પ્રીતિ આપણે તેમના જ દ્વારા લખાયેલા પત્રોમાંથી અનુભવવા મળે છે. એ કેટલી હશે! કે જે એમના સરેરાશ લખાતા પત્રોમાં સાહિત્ય, સાહિત્યકાર કે પોતાનું વાંચન ચાલી રહ્યું હોય તો તેની નોંધ જોવા મળી છે. મિત્ર ઉપેન્દ્રની વકીલાતની પરીક્ષાના પ્રથમ ભાગ પાસ થયા પછી યુસુફે લખેલો ફેબ્રુઆરી, ૧૯૩૨નો પત્ર છે જેમાં તેમનો નિયમિત વાંચન માટેનો લગાવ દેખાઈ આવે છે.

ભાવાનુવાદ: યુસુફજી વાંચન કોરાજો પ્રેમ પાં ઇનીજે જ લખલ પત્રમિંજાનું અનુભવેલા જુડ઼ેતો. ઇ કિતરો હૂંધો! ક જુકો ઇનીજે લગ઼ભગ લખાઇંધલ પત્રમેં સાહિત્ય, સાહિત્યકાર ક પિંઢજો વાંચન હલી રયો વે ત તેંજી નોંધ ન્યારેલા જુડ઼ેતી. ભાઇબંધ ઉપેન્દ્રજી વકાલતજી પરીક્ષાજે પેલે ભાગમેં પાસ થે પૂંઠીયા યુસુફ ભરાં લખલ ફેબ્રુઆરી, ૧૯૩૨જો પત્ર આય જેંમેં ઇનીજો નિયમિત વાંચનજો લગાવ પાં ન્યારે સગ઼ોતા.

પ્રિય ઉપેન્દ્ર, એડ્વોકેટની પરીક્ષામાં તું પાસ થઈ ગયો છો તે જૈની આનંદ થયો… હવે મને ગમે ત્યારે પેરોલ પર છોડવામાં આવશે. માત્ર ૨૪ કલાક દરમિયાન કોઈ પણ ‘રાજકારણી’ને મળવાની પરવાનગી નથી. અને એક સીધા છોકરાની જેમ જેલભેગો થઈ જઈશ. .. હું ઠીક પ્રમાણમાં વાંચન કરું છું. જોકે અહીંના વાતાવરણમાં એકધાર્યું વાંચન કરવું મુશ્કેલ છે. મને ફરી પકડશે ત્યારે લાંબા સમયના જેલવાસ માટે તૈયાર રહેવું પડશે. તે વખતે હું પદ્ધતિસરનું વાંચન કરી શકીશ. તારે મને પુસ્તકો પૂરો પાડવાનો સમય આવી ચૂક્યો છે. તું મને ‘હવેલ્સ’ના એકાદ-બે પુસ્તકો મેળવી આપીશ; (ideals of indian art, Himalayas in indian art A’hp handbook of indian art)ં. મને ખાતરી છે કે તે ગાલ્સવર્ધીના નાટકોની મારા માટેની પ્રત શોધી કાઢી હશે. જો હજી ન શોધી હોય તો આ પત્ર મળતા તરત શોધી કાઢજે. તે મારા માટે હમણાં જ બહાર પાડેલું બર્નાડ શોનું જીવનચરિત્ર ‘ફ્રેંક હેરી’ મેળવી લઇશ કે? અથવા પેટ્રિક બ્રેબૃકનું ideals of indian art, Himalayas in indian art A’hp handbook of indian art ઉપરનું અને ગાલ્સવર્ધી પરનાં કેટલાંક પુસ્તકો મેળવી શકીશ? જો તું મારા માટે આટલું કરીશ તો મને બહુ ગમશે. આવી ઘટનાથી યુસુફની કવિ – સાહિત્યકારો વિશેની
જાણકારી તેમ જ સ્વાભાવિક સન્માનભાવ વ્યક્ત થાય છે.

મહેરઅલીની ઇતિહાસ અંગેની સૂઝ, કલા અને સૌંદર્ય પ્રત્યેની પ્રીતિ, દસ્તાવેજીકરણ માટેની પારખું નજર અને એ બધાથી ઉપર પુનરુત્થાન અને ક્રાંતિની ભૂમિ સાથે સંકળાયેલી સૂક્ષ્મ સંવેદનાઓના પ્રતિભાવ આપવાની શક્તિ આ બધું તેમના પ્રવાસવર્ણનથી પ્રગટ થાય છે. ક્યારેક વાત પ્રવાસ વર્ણનો પર પણ કરીશું.

જીવન વર્ષોમાં નહિ પણ મૂલ્યવાન કાર્યોથી જીવાતું હોય તો યુસુફ આવા ધ્યેયનિષ્ઠ જીવનનું પ્રતીક હતા. તેમને મન માનવી જ માનવજાતનું માપ હતું. સ્વાભાવિક જ યુસુફના પ્રયાસો માનવ વ્યક્તિત્વના વિકાસ માટેના જ હતા, અને નહીં કે મનુષ્યની દ્રરિદ્રતાને વટાવવા માટેના. તેમનાં જીવનના તારનું કંપન તેમની આસપાસ વસતા માનવીઓના ધબકતા જીવન સાથે એકરૂપ હતું. માનવી માટેની ઊંડી સહાનુભૂતિ એ જ એમના જીવનનો ઉત્સવ હતો. એટલે એમાં આશ્ર્ચર્ય પામવા જેવું કંઈ નથી કે જ્યારે તેઓ પોતાની આસપાસ આનંદનું વાતાવરણ જોતા ત્યારે તેમનું હૃદય આનંદની લાગણીથી પુલકિત થઈ ઊઠતું અને બીજાનું દુ:ખ જોઈને તેઓ હૃદયમાં ઊંડાં દુ:ખ અને વેદના અનુભવતા.

યુસુફ મહેરઅલીના ટૂંકા પણ મુગ્ધ કરનારા જીવનનો આવો હતો વૈભવ. ૨ જુલાઇ, ૧૯૫૦. સૂર્યોદય થાય તે પહેલા જ વહેલી પરોઢે મુંબઈના જશાવાલા નર્સિંગ હોમમાં યુસુફની જીવનજ્યોત બુઝાઇ ગઈ. યુસુફનાં જીવનની આ કથાને રવીન્દ્રનાથ ટાગોરની અમર કાવ્યપક્તિઓ પ્રભાવીપણે પ્રગટ કરે છે:

મારું પ્રભાત તો
ગીતોથી ભરપૂર હતું;
મારી સંધ્યા પણ
ખૂબ જ રંગીન હજો.

ભાવાનુવાદ: મહેરઅલીજી ઇતિયાસ કુરાજી સુજ, કલા નેં સૌંદર્ય ભરાંજો પ્રેમ, દસ્તાવેજીકરણલા પારખું નજ઼ર નેં મીંણિયા મથે પુનરુત્થાન નેં ક્રાંતિજી ભૂમિ ભેરી જુડ઼લ સનીસની સંવેધનાએંજો જભાભ ડેજી શક્તિ હી મિડ઼ે ઇનીજે પ્રિવાસવર્ણન મિંજાનું પ્રિગટ થિએતો. કડેક ગ઼ાલ ઇનીજે પ્રિવાસ વર્ણને તે પ કરીંધાસિ.

જીવન વરેમેં ન પ મૂલ્યવાન કાર્યસે જીવાંધો વે ત યુસુફ ઍડ઼ા ધ્યેયનિષ્ઠ જીયણજો પ્રતીક વા. ઇનીજે મન માનવી જ઼ માનવજાતજો માપન હો. હુંઇ યુસુફજા પ્રિયાસ માનવ વ્યક્તિત્વ જે વિકાસલા જ઼ હોઆ, ન ક માડૂએંજી દ્રરિદ્રતાકે વટાયજે માટે. ઇનીજે જીયણજે તારજો કંપન ઇનીજી આજુબાજુ વસંધા માડુએંજે ધબકંધે જીયણ ભેરો એકરૂપ હો. માડૂએંલા કરે ઇનીજી સહાનુભૂતિ ઇજ ઇનીજે જીયણજો ઉત્સવ વો. ઇતરે તેમેં નવાઇ ગ઼િનેજી નતી અચે ક જડે ઇની પિંઢજી આજુબાજુ આનંદજો વાતાવરણ નેરીંધા વા તેર ઇનીજો ધિલ રાજી થિઇ વનંધો હો ને બ્યે જો ડુખ ન્યારેને ઉધાસ.
યુસુફ મહેરઅલીજા ટુકો પ મુગ્ધ કરીંધલ જીયણજો ઍડ઼ો વો વૈભવ. ૨ જુલાઇ, ૧૯૫૦. સૂરજ ઉગંધે પેલા જ મુંભઇજે જશાવાલા નર્સિંગ હોમમેં યુસુફજી જીવનજ્યોત બુજાઇ વિઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો