ચૈત્ર માસમાં ચૈત્રી નવરાત્રિ સહિત આવી રહ્યા છે આટલા તહેવાર, જાણો ક્યારે છે રામનવમી?
હિન્દુ પંચાંગ મુજબ અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે. આ વર્ષે ચૈત્ર મહિનો 26 માર્ચથી 23 એપ્રિલ સુધી ચાલશે (List of Chaitra maah vrat festival 2024). હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનામાં ઘણા મોટા અને મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો પણ આવવાના છે. ચૈત્ર મહિનામાં રંગપંચમી, પાપમોચિની એકાદશી, ચૈત્ર નવરાત્રી, રામનવમી અને હનુમાન જયંતી જેવા તહેવારો આવવાના છે. ચાલો આ મહિનામાં આવનારા તહેવારોની સંપૂર્ણ યાદી જોઈએ.
ગુરુવાર, 28 માર્ચ, 2024 | ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી |
મંગળવાર, 26 માર્ચ, 2024 | ચૈત્ર માસ શરૂ થાય છે |
શનિવાર 30 માર્ચ 2024 | રંગ પંચમી |
સોમવાર, 31 માર્ચ, 2024 | શીતળા સપ્તમી, કાલાષ્ટમી |
શુક્રવાર, 5 એપ્રિલ, 2024 | પાપામોચિની એકાદશી |
શનિવાર, 6 એપ્રિલ, 2024 | શનિ ત્રયોદશી, પ્રદોષ વ્રત |
રવિવાર, 7 એપ્રિલ, 2024 | માસીક શિવરાત્રી |
સોમવાર, 8 એપ્રિલ, 2024 | ચૈત્ર અમાવસ્યા, સૂર્યગ્રહણ |
મંગળવાર, 9 એપ્રિલ, 2024 | ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે, ઝુલેલાલ જયંતિ, હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે. |
ગુરુવાર 11 એપ્રિલ 2024 | મત્સ્ય જયંતિ, ગૌરી પૂજા |
શુક્રવાર, 12 એપ્રિલ, 2024 | લક્ષ્મી પંચમી |
રવિવાર, 14 એપ્રિલ 2024 | યમુના છઠ |
મંગળવાર, 16 એપ્રિલ 2024 | મહાતારા જયંતિ, માસિક દુર્ગાષ્ટમી |
બુધવાર, 17 એપ્રિલ 2024 | રામ નવમી, સ્વામિનારાયણ |
શુક્રવાર, 19 એપ્રિલ 2024 | કામદા એકાદશી |
શનિવાર, 20 એપ્રિલ, 2024 | ત્રિશૂર પુરમ, વામન દ્વાદશી |
રવિવાર, 21 એપ્રિલ 2024 | મહાવીર જયંતિ, પ્રદોષ વ્રત |
મંગળવાર, 23 એપ્રિલ 2024 | હનુમાન જયંતિ, ચૈત્ર પૂર્ણિમા વ્રત |
ચૈત્ર નવરાત્રી એ ચૈત્ર મહિનામાં સૌથી મહત્વનો તહેવાર છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થશે અને 17 એપ્રિલે મહાનવમી સાથે સમાપ્ત થશે. 9 એપ્રિલે ચૈત્રી નવરાત્રિના ઉપવાસ સાથે ઘટસ્થાપન કરવામાં આવશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવવાના છે. કહેવાય છે કે જ્યારે દેવી દુર્ગા ઘોડા પર સવાર થઈને આવે છે ત્યારે જીવનમાં કેટલીક સમસ્યાઓ પણ ઉભી થાય છે. જો કે દેવીની પૂજા કરનારાઓ પર તેની કોઈ આડ અસર થતી નથી.
રામનવમી 2024 (Ramnavami 2024)
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથીએ થયો હતો. તેથી આ દિવસે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર દેશભરમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે.