ઉત્સવ

એમ. જી. કે. મેનન સર્વોચ્ચ વિજ્ઞાની

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

દક્ષિણ ભારતીયોનાં નામો ઘણા અવળ-ચવળિયા હોય છે. તેનો ઉચ્ચાર કરવો પણ અઘરો પડે. તેથી તેમને ટૂંકમાં જ બોલાય-લખાયછે. તેવું જ એમ. જી. કે. મેનનનું છે એમ. જી. કે. મેનનનું નામ મમ્બીલ્લિકલથીલ ગોવિંદકુમાર મેનન.

મેનન એવા વિજ્ઞાની છે જેમણે ભારતમાં વિજ્ઞાનની બધી જ મોટી પોઝિશન માણી છે. પછી તે TIFRના ડિરેકટરની પોઝિશન હોય કે એટમિક એનર્જી અને ઇન્ડિયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઇઝેશનના ચેરમેનની પોઝિશન હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરીની પોઝિશન હોય કે ભારતના ઇલેકટ્રોનિક્સ ખાતાના ચેરમેનની પોઝિશન હોય. આટલી મોટી પોઝિશન તેમની હતી તેઓ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ચીફ પેટ્રન હતા અને ત્રણેક વાર મેનન સાહેબ ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના આમંત્રણને માન આપી સોસાયટીની પરિષદોમાં આવ્યા હતા. તેઓ FRS હતા. (FRS= ફેલો ઓફ ધી રોયેલ સોસાયટી) તેમનો જન્મ ૧૯૨૮ના ઑગસ્ટ મહિનાની ૨૮ તારીખે થયો હતો અને તેમનું નિર્વાણ ૨૦૧૬ના નવેમ્બરની ૨૨ તારીખે થયું
હતું.

ભારતમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિકસાવવામાં તેમનું યોગદાન ખૂબ જબ્બર અને મહત્ત્વનું રહ્યું છે. તેમને ભારત સરકારે ભારતરત્નનો ઇલ્કાબ આપવો જોઇતો હતો. પણ તેમ કરતાં સરકાર ચૂકી ગઇ છે.

મેનન સાહેબના મેન્ટર ડૉ. હોમી જે. ભાભા હતા. ભાભાના નિર્વાણ પછી ટીઆઇએફઆર (ઝઈંઋછ) ને આગળ લાવવામાં અને તેને જગવિખ્યાત બનાવવામાં મેનન સાહેબનું યોગદાન ઘણું મોટું હતું. સરકારની બ્યુરોક્રસીની સાથે કામ પાર પાડવામાં તેઓ માહેર હતા. ગવર્મેન્ટની બ્યૂરોક્રસી બે મહાન વિજ્ઞાનીઓથી ડરતી એક મેનન સાહેબ અને બીજા હતા એચ. એન. શેઠના સાહેબ. આ બંને વિજ્ઞાનીઓ સરકારની બ્યૂરોક્રસીને ગણકારતા જ નહીં.

મેનન સાહેબ કોસ્મીક-રે ફિઝિસિસ્ટ હતા. તેમના નામે એક સબ-એટમિક પાર્ટિકલ પણ છે.

તેઓનો જન્મ મેંગલોરમાં થયો હતો. તેઓ યુ.કે.ની બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં ભણ્યા હતા અને નોબેલ પ્રાઇઝ જીતનાર સેસીલ એફ. પોવેલના સુપરવિઝમેનમાં તેમણે ઙવ. ઉ,ની પદવી મેળવી હતી. તેઓએ ૧૯૫૫માં ઝઈંઋછ જોઇન્ટ કરી હતી. તેમણે ઘણી ઊંચી પોઝીશન જેવી કે ઝઈંઋછના ડિરેકટર, ઇન્ડિયન સ્ટેટિસ્ટીકલ ઇન્સ્ટિટયૂટના ડિરેકટર, ઇસરોના વિક્રમ સારાભાઇ ફેલો, નેશનલ એકેડેમી ઓફ સાયન્સીઝ ઇન્ડિયાના અધ્યક્ષ બૉમ્બેની ઈંઈંઝના બોર્ડ ઑફ ગવનર્સના અધ્યક્ષ, ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના બોર્ડના અધ્યક્ષ વગેરે શોભાયમાન કરી હતી. તેમને અબ્દુસ સલામ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૮માં એક લઘુગ્રહ જેનું નામ ૭૫૬૪ હતું તેનું નામ મેનન સાહેબના નામ પર ગોકુમેનન રાખવામાં આવ્યું હતું. મેનન સાહેબ ડૉ. મોહનભાઇ પટેલ (D,Sc,)ના બનેવી થતા હતા. ભારતના વૈજ્ઞાનિક સમાજના એ ઝળહળતા તારા હતા.

મેનન સાહેબ જોધપુરમાં ભણ્યા હતા. તેમનો ઉચ્ચ અભ્યાસ અંગ્રેજ સરકારની મુંબઇ સ્થિત રોયલ ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સમાં કે જે હવે ભારત સ્વતંત્ર થયા પછી માત્ર ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સ જ કહેવામાં આવે છે, આ ઇન્સ્ટિટયૂટમાં ડૉ. ભાભા, પ્રોફેસર વી. વી. નારળીકર વગેરેએ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. લેખકે પણ આ જ ઇન્સ્ટિટયૂટમાંથી ગ્રેજયુએશન કર્યું હતું. એક જમાનામાં ઇન્સ્ટીટયૂટ ઑફ સાયન્સનું નામ હતું. ભારતની સરકારી ઇન્સ્ટીટયૂટ હોવાથી હવે તેનું નામ રહ્યું નથી.

મેનન સાહેબને ભારત સરકારના ભારતરત્ન સિવાય બધા જ ટાઇટલ મળ્યાં છે, ઘણા અવોર્ડઝ અને સન્માન મળ્યાં છે. મેનન સાહેબ ઇસરોના ચેરમેન પણ રહ્યા હતા અને ભારત સરકારના પ્લાનિંગ કમિશનના સભ્ય પણ રહ્યા હતા. તેઓ ઈજઝછ કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિય રિસર્ચના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. તેઓ વી.પી. સરકારમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એજ્યુકેશનના સ્ટેટ મિનિસ્ટર હતા. મેનન સાહેબના જીવનનો કેનવાસ ઘણો વિશાળ હતો તેમ છતાં તેઓ અમારી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ચીફ પેટ્રન હતા અને ડૉ. એચ.એન. શેઠના અમારી સંસ્થાના ટ્રસ્ટી હતા તે અમને આજે પણ ગર્વ આપે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત