ઉત્સવ

ફોકસ: દુનિયા કેટલી પણ બદલાઇ ગઇ હોય લગ્નોમાં જાસૂસી હજુ પણ થાય છે

-લોકમિત્ર ગૌતમ

દુનિયા કેટલી પણ બદલાઇ ગઇ હોય, ભલે આજના ડિજિટલના જમાનામાં છુપાવવા માટે કાંઇ ના બચ્યું હોય પરંતુ સત્ય એ છે કે લગ્નોમાં વર-ક્ધયાની જાસૂસી અગાઉ પણ થતી હતી અને આજે પણ થઇ રહી છે અને જો માનવ મનોવિજ્ઞાન પર વિશ્વાસ કરે તો ભવિષ્યમાં પણ આમ જ થતી રહેશે.

આપણા દેશમાં લગ્ન અગાઉ વર અને ક્યારેક ક્યારેક કન્યાની જાસૂસી કરાવવાનો રિવાજ નવો નથી. હા, આ ડિજિટલ યુગમાં તેની રીતો અને જાસૂસીનો દાયરો ઘણો બદલાઇ ગયો છે. અગાઉ જ્યાં પારંપરિક જાસૂસ પરિવાર, પાડોશીઓ અને સગાસંબંધીઓ પાસેથી જાણકારી મેળવતા હતા જ્યારે હાલમાં ટેકનોલોજીની મદદથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે.

જ્યાં સુધી ભાવિ વર અથવા ક્ધયામાં કોઇની વધુ જાસૂસી થાય છે. એ સવાલ છે કે નિ:સંદેહ અગાઉની જેમ હાલમાં જાસૂસી વરની વધુ થાય છે. જો દેશના ભૌગોલિક અનુપાતમાં વાત કરીએ તો ઉત્તર ભારતમાં સૌથી વધુ જાસૂસી થાય છે. ખાસ કરીને દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહારમાં. અહીં લગ્નોમાં છેતરપિંડીના કેસ સૌથી વધુ હોય છે. એટલા માટે લગ્ન કરવા માગતો પરિવાર વરનું બેકગ્રાઉન્ડ ચેક કરાવે છે.

આ પણ વાંચો: ફોકસઃ ટીનેજર્સ કેમ બની રહ્યાં છે અનિદ્રાના શિકાર?

તેનો અર્થ એ નથી કે દક્ષિણ ભારતમાં લગ્નોને લઇને જાસૂસી થતી નથી. ઘણી થાય છે પરંતુ હાઇ પ્રોફાઇલ મામલામાં તો આ ચલણ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને ત્યારે જ્યારે છોકરો વિદેશમાં કામ કરતો હોય. મોટાં શહેરોમાં (મુંબઇ, બેંગલુરુ, ચેન્નઇ, હૈદરાબાદ)પણ આ ટ્રેડ ઓછો થવાને બદલે ઝડપથી વધી રહ્યો છે. જ્યાં છોકરાઓ પોતાને ઊંચા પગારવાળી નોકરી હોવાનું કહીને છોકરીઓને લગ્ન માટે ફસાવે છે.

લગ્નની જાસૂસીમાં આવેલા નવા ફેરફારો

હવે જાસૂસ વર અને ક્ધયા અંગે તેમની ઓફિસ અથવા પાડોશીઓ પાસેથી જાણકારી એકઠી કરતા નથી પરંતુ તેમની ડિજિટલ દુનિયામાં તપાસ કરે છે. ખાસ કરીને વરની સોશિયલ મીડિયા પ્રોફાઇલ (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન, ટ્વિટર)ને જોઇને તેની લાઇફસ્ટાઇલ, તેના મિત્રો અને વિચારધારાની જાણકારી મેળવી લે છે. તેની જૂની પોસ્ટ, લાઇક, કોમેન્ટથી એ સમજી શકાય છે કે તે કઇ વિચારો અથવા આદતો ધરાવે છે. તેની ઓનલાઇન ડેટા ટ્રેકિંગ કરે છે. મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીમાંથી તેની ઓનલાઇન હાજરી (ઝોમેટો, સ્વિગી, અમેઝોન, ઓલા, ઉબેર)ની હિસ્ટ્રી જોવામાં આવે છે જેથી તેની રહેણીકરણી, ક્યાં આવે-જાય છે. તેની જાણકારી મેળવે છે. ડાર્ક વેબ અને ડેટા લીક વેબસાઇટો પર તેના નામ અને ઓળખની જાણકારીથી આર્થિક સ્થિતિ અને ગુનાહિત રેકોર્ડ કાઢી લે છે.

વરની નકલી ડિગ્રી અને નોકરીનો પર્દાફાશ

લિંક્ડઇન અને જોબની બતાવવામાં આવેલી કંપનીની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરીને એ જોઇ શકાય છે કે છોકરો જ્યાં નોકરી કહેવામાં આવી છે ત્યાં વાસ્તવમાં કામ કરે છે કે નહીં. ડિગ્રીની પ્રમાણિકતા માટે યુનિવર્સિટી વેબસાઇટ અને સરકારી ડેટાબેઝથી વેરિફિકેશન કરવામાં આવે છે. ફાઇનાન્સિયલ સ્ટેટસ અને લોન હિસ્ટ્રી જાણવા માટે બેન્ક સ્ટેટમેન્ટ, ક્રેડિટ સ્કોર (સિબિલ) અને પ્રોપર્ટી રેકોર્ડ્સની તપાસ કરીને એ જાણી શકાય છે કે ક્યાંક છોકરો દેવામાં તો ડૂબ્યો નથી ને? ક્ધયાને સામાન્ય રીતે આ પ્રકારની તપાસમાંથી પસાર થવું પડતું નથી. પરંતુ તપાસમાં ઘણીવાર જાણવા મળે છે કે છોકરાએ મોટી લોન લીધી છે જેને તેણે છુપાવી હતી.

આ પણ વાંચો: ફોકસ: સોશિયલ મીડિયામાંથી ક્નટેન્ટની ચોરી તમને જેલમાં પણ ધકેલી શકે!

સંબંધોની તપાસ

આ મામલામાં ભાવિ ક્ધયાના ફોન નંબર પરથી કોલ ડિટેઇલ્સ અને ચેટ હિસ્ટ્રી (વોટ્સએપ, ટેલિગ્રામ)ની તપાસ કરીને એ જોવામાં આવે છે કે તેનું કોઇ અન્ય સાથે કોઇ સિરિયસ અફેર તો નથી ને. ડેટિંગ એપ્સ (ટિંડર, બુમ્બલે) પર કોઇ જૂનું અથવા ગુપ્ત એકાઉન્ટ તો નથી ને. તેની પણ તપાસ કરવામાં આવે છે. વરની નશાની આદતોની પણ જાસૂસી કરવામાં આવે છે. બાર અને ક્લબની વિઝિટ હિસ્ટ્રી, દારૂ અથવા ડ્રગ્સના વ્યસનની જાણકારીઓ ક્લબ અને મિત્રો પાસેથી લેવામાં આવે છે. ડ્રગ્સ અથવા દારૂ પીવાના કેસમાં પોલીસ રેકોર્ડ અને ડોક્ટર સાથે જોડાયેલી ફાઇલો પણ જોવામાં આવે છે.

નવા જમાનાના જૂઠ કેવા કેવા હોય છે?

અગાઉ જ્યારે ફક્ત સેલેરીમાં આંકડાઓ વધારવા સામાન્ય જૂઠ હતું પરંતુ આજકાલ વર પોતાના સ્ટાર્ટઅપ અથવા પોતાના બિઝનેસ અંગે ખોટું બોલે છે. ઘણીવાર પોતાને એન્ટરપ્રેન્યોર ગણાવનારા વ્યક્તિઓ પાસે વાસ્તવમાં કોઇ નિશ્ચિત અને સ્થિર આવક હોતી નથી. આવા મામલામાં તેમની કંપનીનો જીએસટી નંબર, રજિસ્ટ્રેશન અને ટેક્સ રિટર્ન ચેક કરવામાં આવે છે. અગાઉ બીજા લગ્નનું સત્ય મેળવવું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ હવે આધાર, પાન કાર્ડ અને કોર્ટના મેરેજ રેકોર્ડ્સથી સરળતાથી જાણી શકાય છે કે વ્યક્તિ અગાઉથી પરિણીત છે કે નહીં. ખોટા પારિવારીક બેકગ્રાઉન્ડની જાસૂસી કરીને પર્દાફાશ કરવામાં આવે છે. કારણ કે અનેક ભાવિ વર પોતાને કોઇ મોટા બિઝનેસમેન અને સરકારી અધિકારીનો દીકરો ગણાવે છે, પરંતુ ડિજિટલ જાસૂસીથી જાણી શકાય છે કે દાવો ખોટો છે.

આ પણ વાંચો: ફોકસ પ્લસ : વિન્ડચામનો મધુર સ્વર લાવે છે ઘરમાં સમૃદ્ધિ

વિદેશ જવા અને પીઆર હોવાની જાસૂસી

કેટલાક છોકરાઓ લગ્ન માટે ખોટું બોલે છે કે તેમની પાસે કેનેડા, અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયાના પીઆર (પરમેનન્ટ રેસિડેન્સી) છે એટલા માટે તેની પાસપોર્ટ ટ્રાવેલ હિસ્ટ્રી અને વિઝા સ્ટેટસને સરકારી વેબસાઇટ પરથી વેરિફાઇ કરી શકાય છે.
આ ડિજિટલ યુગમાં લગ્ન અગાઉ જાસૂસી કરવા માટેની રીતો આધુનિક અને સચોટ છે. હવે ફક્ત પારિવારિક પૂછપરછથી કામ ચાલતું નથી પરંતુ સોશિયલ મીડિયા, ફાઇનાન્સિયલ રેકોર્ડ, ડેટિંગ એપ્સ અને કાયદાકીય દસ્તાવેજોની પણ તપાસ કરાય છે. અગાઉ ફક્ત છોકરાની નોકરી અને પરિવાર જોવામાં આવતા હતા પરંતુ હવે ડિજિટલ ઓળખ, ફાઇનાન્સિયલ બેકગ્રાઉન્ડ અને પર્સનલ લાઇફની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.

ગ્લોબલ ફિનોમિના છે વરની જાસૂસી

ફક્ત આપણા દેશમાં લગ્ન અગાઉ જાસૂસીનું ચલણ નથી પરંતુ વિદેશોમાં પણ જાસૂસી થાય છે. હા રીતો અને જે મામલામાં જાસૂસી થાય છે તે આના કરતા અલગ હોય છે. જ્યાં સુધી એ સવાલ છે કે સૌથી વધુ કયા દેશોમાં વરની જાસૂસી કરવામાં આવે તો અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સૌથી ઉપર છે.

અહીં બેકગ્રાઉન્ડ પ્રોફેશનલ એજન્સીઓ મારફતે ચેક કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે લગ્ન ઓનલાઇન ડેટિંગ એપ મારફતે નક્કી થયા હોય. લોકો ક્રેડિટ સ્કોર, જોબ સ્ટેટ્સ અને ક્રિમિનલ રેકોર્ડ ચેક કરાવે છે. જ્યારે આરબ દેશ (યુએઇ, સાઉદી અરેબિયા, કતાર)માં નિકાહ અગાઉ ખાસ કરીને એ જોવામાં કે છોકરો ધાર્મિક રીતે કટ્ટર છે કે નહીં અને તેની ફાઇનાન્સિયલ સ્ટેટસ કેવું છે. મુસ્લિમ નિકાહમાં છોકરાના પરિવારનો ઇતિહાસ અને ધાર્મિક વિચારોની વધુ તપાસ થાય છે.
ચીન, જાપાન અને કોરિયામાં પણ વર અને અનેકવાર ક્ધયાની જાસૂસી થાય છે. આ દેશોમાં પણ છોકરીવાળા લગ્ન અગાઉ છોકરાની આર્થિક પરિસ્થિતિ, પરિવારની સંપત્તિ અને ભવિષ્યની યોજનાઓની જાસૂસી કરાવે છે. જાપાનમાં તો છોકરાના કામની સ્થિરતાને જોઇને લગ્ન નક્કી થાય છે.

આ પણ વાંચો: ફોકસ : મહાનગરોમાં હવે અનિદ્રા બીમારી નથી, લાઇફસ્ટાઇલ છે

આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ લગ્ન અગાઉ વરની જાસૂસી કરવાનું ચલણ છે, પરંતુ આ ભારતની સરખામણીએ કાંઇક અલગ રીતે થાય છે. અહીં પણ છોકરાવાળા એ સુનિશ્ર્ચિત કરવા માગે છે કે છોકરાની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. ચરિત્ર ઠીક છે કે નહીં, લગ્ન પછી દગો આપવાના ચાન્સ તો નથી ને.

પાકિસ્તાનમાં નિકાહ છોકરા અને છોકરી વચ્ચેના નહીં પરંતુ બે પરિવારો વચ્ચેનું જોડાણ માનવામાં આવે છે. એટલા માટે પરિવારના લોકો છોકરાનાં માતા પિતા, દાદા-દાદી અને આખા પરિવારની જાસૂસી કરાવે છે. છોકરાની જાતિ અને સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે. ખાસ કરીને સિંધ, પંજાબ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વામાં જ્યાં જાતિય ઓળખ મહત્ત્વપૂર્ણ છે.

ઉત્તર હોય કે દક્ષિણ, બધા શોધે છે વરરાજાના જૂઠ

જો તમારા મનમાં એ જાણવાની સહજ જિજ્ઞાસા છે કે શું ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ વરની જાસૂસી કરવામાં આવે છે તો એ સવાલનો જવાબ હા છે. લગ્ન અગાઉ વરની જાસૂસી ફક્ત ઉત્તર ભારત સુધી સીમિત નથી. દક્ષિણ અને મધ્ય ભારતમાં પણ આ ચલણમાં છે, પરંતુ ઉત્તર ભારતની સરખામણીમાં અહીં થનારી વરની જાસૂસીમાં અંતર છે.

અલગ અલગ વિસ્તારોમાં વરની જાસૂસી

ઉત્તર ભારત (દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ)માં સામાન્ય રીતે દહેજ અને સ્ટેટ્સની તપાસ કરાય છે.લગ્નમાં મોટા ખર્ચ થતા હોય છે એટલા માટે પરિવાર એ સુનિશ્ર્ચિત કરવા માગે છે કે છોકરો આર્થિક રીતે સ્થિર છે કે નહીં અને દહેજને લઇને કોઇ લાલચ નથી ને. જાસૂસીમાં સરકારી નોકરી પણ ધ્યાનમાં રહે છે. સરકારી નોકરી ધરાવતા છોકરાઓની ડિમાન્ડ વધુ હોવાના કારણે તેમની નોકરી અને સેલેરીને લઇને ખોટું બોલવાના કેસ વધુ સામે આવે છે.
દક્ષિણ ભારત (તમિળનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા)માં સૌથી વધુ વરની કુલ, રીતિ રિવાજો અને પરિવારની સામાજિક સ્થિતિની જાસૂસી કરવામાં આવે છે. વિદેશમાં નોકરી કરનારા પર વધુ ધ્યાન અપાય છે. ખાસ કરીને તેમના પર જે અમેરિકા, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયામાં કામ કરવાનો દાવો કરતા હોય છે. અહીં આઇઆઇટી અને આઇઆઇએમ અને મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલા છોકરાઓની શાખને લઇને ખૂબ વેરિફિકેશનની જાસૂસી કરવામાં આવે છે કે તેમની ડિગ્રી અસલી છે કે નહીં.

આ પણ વાંચો: ફોકસઃ …ત્યારે સૌર ઊર્જાથી રોશન થયા મણિપુરના ગ્રામીણ વિસ્તારો

મધ્ય ભારત (મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશા)માં સૌથી વધુ એ જોવામાં આવે છે કે છોકરાની નોકરી સ્થિર છે કે નહીં. પ્રોપર્ટી અને લોન હિસ્ટ્રી પર ધ્યાન આપવામાં આવે છે. આ ક્ષેત્રમાં મિડલ ક્લાસ પરિવાર વધુ છે એટલા માટે એ પણ જોવામાં આવે છે કે છોકરો દેવામાં તો ડૂબેલો નથી ને.

સાથે છોકરાના ક્રિમિનલ રેકોર્ડની પણ જાસૂસી કરવામાં આવે છે. જોકે એ જાણવું હોય કે દેશમાં ક્યા વિસ્તારોમાં સૌથી વધુ વર અને ક્ધયાની જાસૂસી કરવામાં આવે છે તો નિશ્ર્ચિત રીતે ઉત્તર ભારતમાં સૌથી વધુ જાસૂસી કરવામાં આવે છે. ખાસ કરીને દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહારમાં. કારણ કે અહીં લગ્નોમાં છેતરપિંડી થવાના કેસ સૌથી વધુ સામે આવે છે. એટલા માટે પરિવાર વરના બેકગ્રાઉન્ડને ચેક કરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button