ઉત્સવ

કચ્છી લગ્નગીતોમાં છે લોકજીવન સાથે પ્રકૃતિની છાંટ

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

(ચિત્ર સંદર્ભ-રામરાંધ, તેરા)
લોકગીતેંમેં માનવી સંવેધનાજો વાસ્તવિક ચિત્રણ વેતો. પારંપરિક જીયણમેં લગ્ન અર્થાત્ વીયાં, (કચ્છમેં લગન કે વીયાં ચોવાજેતો) જે અવસરતે હર્ષ-ઉલ્લાસ, સુખ-ડુખજ્યું લાગણીયું વ્યતીત થીએંત્યું. લગ્નગીતેંમેં નારીજી લાગણીયું, મનજા ઊમળકા નેં ક્ધયા અનાં કુંવારી આય તડેં સામે પક્ષવારા માંગો ખણીને અચેંતા. તડેં ઇનીજે મનમેં ગ઼ણેમડ઼ે કલ્પનાઉં અચેત્યું. પાણી ભરીંધે, લુગડા ધુંધે ક બ્યા કમ કરીંધે ક્ધયાજી લાગણીયું વ્યક્ત થીંધી હોયતી. બોય પાસેં વીયાંજી તૈયારીયું ચાલુ થિઇ વિઞેંતી તેર સરૂઆત ગુણેસ સ્થાપનાસેં કરેમેં અચેતી. બાજોટ તે ગુણેસડાડાજી મૂર્તિ રખીનેં ગીત ગાતેમેં અચેતો ક,
ગુણેસ પાટ વેરાઈયેં સખી સમરીયેં શ્રીરામ,
રત્તો કુરો વખાણીયોં રતી રે ચારે મજીઠ રે,
રત્તા રે વરજીજા મોડ઼ીયા રત્તા ક્ધયાજા ડંધ,
પીળો કુરો વખાણીયો રે, પીરો હાઈધરજો છોડ઼ રે,
પીરા વરજીજા પોપચા, પીરી ચિણેજી ડાર
ધોરો કુરો રે વખાણીયો રે ધોરો કુરો,
ધોરો ક્ધયાજો પાનેતર, ધોરો રે વરજીજો મોતીજો હાર.

હિન ગીતમેં નિડારા-નિડારા લાલ, પીરો, ધોરો હી રંગ કિતરા મહત્ત્વજા ઐં તેંજી ગ઼ાલ રજુ કરેમેં અચેતી. લાલ રંગજો મોર, ક્ધયાજા ડંધ, પીરો હાઇધરજો છોડ઼, વરજા પોપચા, ચિણેજી ડાર, ધોરો લાડીજો પાનેતર નેં વરજો મોતીજે હારજો ઉલ્લેખ આય.

લાડેજો ધોડ઼ેતે ચડ઼ેજો વારો આયો આય તેર મડ઼ે પરિવારજા સગ઼ા ચંપેજે ફૂલ નેં ડોલરજે ફૂલસે લાડે કે સરંખાયોં અયોં. નેં હુંભસે વખાણ કરીંધે ગીતજે રૂપમેં લાડેકે પેંણેલા ઉત્સાહ વધારીયેંતા. ગીતજા સબધ ઐં ક,
ચડ઼ લાડા ઘોડ઼ે ને છેલ છોગા છોરે
મારલજો વર ચડ઼ંધો રે ઘોડ઼ે
ઘોડ઼લજો વર ચડ઼ંધો રે ધોડ઼ે
બાપા જાણે રે મુંજો હીરે લાડલો પેંણે
માડ઼ી જાણે રે મુંજો ચંપો ડોલરિયો
કાકા જાણે રે મુંજો હીરે ભત્રીજો પેંણે
કાકી જાણે રે મુંજો ચંપો ડોલરિયો
મામો જાણે રે મુંજો હીરો ભાણેજો પેંણે
મામી જાણે રે મુંજો ચંપો ડોલરિયો
જ઼્ડેં લાડો જન ખણીને લાડીજે ઘરે પૂઞી વિનેતો તેર વરપક્ષજી બાઈયું વીંયાણકે સંબોધીને નીચે રજુ કેલ ગીત ગાઇયેંત્યું,
વીંયાણ શેરી શણગાર વીંયાણ શેરી શણગાર,
અસીં આયાસીં ઓડ઼ણા રે
ખેંધાસિં ખાજા નેં ખન વરરાજા કે લાડૂવારે,
વીંયાણ માયરો શણગાર વીંયાણ માયરો શણગાર,
અસીં આયાસીં ઓડ઼ણા રે
સિયારેમેં વીયાંજો માંઢવો બંધલ આય ઇતરે કોયલ ત વે નં. પ તય માંઢવેજે હિન ગીતમેં ઠાકરકે નોતરેનેં કોયલડ઼ીજી હાજરી વતાઇંયેતા.
વડો – વડો માંઢવો નવલખો,
આયો-આયો સિયારેજો માસ, કોયલડી રે કડાં વસે.
માંઢવે મેં સાજનીયા નોતર્યા,
સડાંઈ – સોઆગણ લક્ષ્મીજા કંથ, કોયલડ઼ી રે કડાં વસે.
વડો-વડો માંઢવો નવલખો,
આપો – આપો ઉનારે જો માસ, કોયલડ઼ી કિડાં બોલે.
માંઢવે મેં મથુરાદાસ ઠાકર નોતર્યા,
સડાઈ સોઆગણ જમનાબાઈજા કંથ, કોયલડ઼ી રે હિડાં વસે.
ક્ધયા સોરો શણગાર કરેંને માંઢવેમેં અચેતી નેં વીયાંજી વિધિ ચાલુ થિએતી. હિન સિવા મેંધી, લગ઼નજા ગીત તીં ફટાણા જેડ઼ા ગીત પ હિન ઉત્સવમેં ઉમંગજો વધારો કરીયેંતા નેં ભેરો પાંજી સંસ્કૃતિકે કે પ ઉજાગર કરીંયેંતા.
જડ઼ે લગનજી વિધી સંપન્ન થીએતી તડેં ધી જે વિદાયજો ટાણું અચેતો. હી ગ઼ણેં કરુણ દ્રશ્ય આય. ગીતમેં જાંબુજે ઝાડ઼ નીચાં વિદાય ડીંને ટાણે કોયલ જેડ઼ે મિઠે સુરવારી ધી ઊભી આય, તેંકે ચોર’ (લાડેકે સંબોધીને) અચીને કુઠી વિઞેંતો. ગીત હિન પ્રમાણે આય.
ધીયડ઼ી આંબો મોર્યોને લીંબે ચાલ,
કોયલ હલઈ સાવરેં,
જાંબુડ઼ા હેઠ કોયલ હલઈ સાવરેં,
આયો આયો કિન ગામજો ચોર,
લાખેણી ધીયડ઼ી ગ઼િની વ્યો.
હેડ઼ા રુડ઼ા બાવાજીજા રાજ છડેંને કિડાં હલ્યાં રે,
ધીયડ઼ી આંબો મોર્યોને લીંબે ચાલ
કોયલ હલઈ સાવરેં રે…
ભાવાનુવાદ: લોકગીતોમાં માનવીય સંવેદનાનું વાસ્તવિક ચિત્રણ જોવા મળે છે. પારંપરિક જીવનમાં લગ્નપ્રસંગે હર્ષોલ્લાસ, સુખદુ:ખની લાગણીઓ વ્યતીત થતી હોય છે. લગ્નગીતોમાં નારીની લાગણીઓ, મનના ઉમળકા અને જયારે ક્ધયા કુંવારી હોય ત્યારે સામે પક્ષવાળા માગો લઈને આવે છે ત્યારે એનાં મનમાં ઘણો ઉમળકો અને કલ્પનાઓ સર્જાતી હોય છે. પાણી ભરતાં, કપડા ધોતાં કે બીજા અન્ય કામો કરતાં ક્ધયાની લાગણીઓ વ્યક્ત થતી જોવા મળે છે. બંને પક્ષે લગ્નની તૈયારીઓ ચાલુ હોય છે ત્યારે શરૂઆત ગણેશ સ્થાપનાથી કરવામાં આવે છે અને બાજોઠ પર ગણેશદાદાની સ્થાપના કરી ગીત ગાવામાં આવે છે કે, ગણેશ પાટ બેસાડીએ સખી સૌ સમરીએ શ્રી રામને. આ સાથે ગીતનો ભાવાર્થ રજુ કરીએ તો વિવિધ રંગો જેવા કે લાલ, પીળો, સફેદ રંગ શુકનમાં કેટલા મહત્ત્વના છે તેનું વર્ણન છે. લાલ રંગનો મોર, ક્ધયાના દાંત, પીળો હળદરનો છોડ, વરના પોપચા, ચણાની દાળ, સફેદ કપાસ ક્ધયાનો પાનેતર અને વરનો મોતીનો હાર છે. (શબ્દાર્થ : કપા- કપાસ, વેરાઈયેં- બેસાડીયએ, કુરો- શું, ડંધ- દાંત, રત્તા- લાલ, મજીઠ- લાલ રંગની વનસ્પતિ, પોમચો- પીળા રંગનું વસ્ત્ર, પાનેતર- ક્ધયાની સફેદ સાડી, પાટ- બાજોઠ, હાઈધર- હળદર)
વરરાજાનો ઘોડે ચડવાનો પ્રસંગ આવે છે ત્યારે પરિવારના સગાંસંબંધીઓ ચંપો અને ડોલરના ફૂલ તરીકે લાડાને સરખાવે છે અને ખૂબ હૂંફ અને લાગણી સાથે વખાણ કરતાં ગીતના રૂપમાં તેને પરણવા માટેનો ઉત્સાહ વધારે છે. એ કચ્છી ગીતમાં માતા-પિતા, કાકા-કાકી, મામા-મામી સૌ વરરાજાને ચંપો અને ડોલરિયો તરીકે સંબોધી પોતાનો પ્રેમ વરસાવતા ઘોડે ચડવા પ્રેરે છે. એ પછી વીંયાણ એટલે કે વેવાણને સંબોધીને ગીત રજુ કરવામાં આવે છે.
લગ્નની જાન લઈને વરપક્ષવાળા જયારે ક્ધયાની શેરી નજીક આવે છે ત્યારે આ ગીત ગાય છે. વેવાણ હવે શેરી શણગાર અમે આવી ગયા છીએ. વરરાજાને લાડુ અમને ખાંડવાળા ખાજા (સાટા) ખાઈશું. ઘોડાને જોગાણ આપો કપાસીયા આપો. આમ લગ્નની તૈયારી કરવાનું કહે છે અને માયરો શણગારવાનું કહે છે. (શબ્દાર્થ : વીંયાણ- વેવાણ, અસીં આયાસી-
અમે આવ્યા છીએ, ઓડણા- નજીક, ખેંધાસી- ખાઈશું, ખાજા- સાટા, ખન- ખાંડ, મંગે- માંગે, ડયો- આપો.)
માંડવાની વાત આવે છે ત્યારે માંઢવો લગ્નગીત ભાવરસ સાથે રજુ થાય છે જેનો ભાવાર્થ છે માંડવો સવાલાખનો છે. શીયાળાની ઋતુમાં કોયલ ક્યાં વસે છે. માંડવામાં સજનિયાં આવે છે, સુહાગણો આવે છે. આજ માંડવામાં મથુરાદાસ ઠાકરને નોતરીને કોયલની હાજરી રજુ કરવામાં આવે છે. જમનાબાઈના કંથ કહે છે કે કોયલડી અહીં વસે છે. (શબ્દાર્થ: વડો- મોટો, માંઢવો- માંડવો, નવલખો- મૂલ્યવાન, સાજનિયા- જાનમાં આવેલા સજજનો, આયો- આવ્યો, હિડાં- અહીં, કિડાં- ક્યાં, વસે- રહે)
ક્ધયા સોળ શણગાર સજીને માંડવે પ્રવેશ કરે છે અને લગ્નની તમામ વિધિઓ એક પછી એક શરૂ થતી આવે છે જેમાં મેંદી, લગ્નના અન્ય ગીતો સાથે ફટાણા જેવા રમૂજી અને કટાક્ષયુક્ત ગીતો ગાવામાં આવતા હોય છે જે ઉત્સવમાં ઉમંગનો વધારો તો કરે છે સાથે આપણી સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે.

જયારે લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થાય છે ત્યારે વિદાયનો કરુણ પ્રસંગ આવે છે જે અત્યંત કરુણ ભાસે છે. જે ગીત દ્વારા રજુ કરવામાં આવે છે. આ વિદાય ગીતમાં કાળજાના કટકા સમાન પુત્રીને વિદાય આપતી વખતે ખૂબ જ વ્યથિત હૃદયે માતા ગાય છે. જાંબુના ઝાડ નીચે વિદાય આપતી વખતે કોયલ જેવા મધુર સ્વરવાળી પુત્રી ઊભી હતી તેને કયા ગામથી ચોર આવીને લઈ જઈ રહ્યો છે.
(શબ્દાર્થ: ધીયડી- પુત્રી, ભૌરવી- ભોળવીને, ગિનીવ્યો- લઈ ગયો, હેઠ- નીચે, રમધી વિઈ- રમતી હતી, લાખેણી- મૂલ્યવાન, હેડા રૂડા- આવા સુંદર, બાવાજીજા રાજ- પિતાજીના રાજ, કિડાં હલ્યાં- ક્યાં ચાલ્યા, સાવરેં- સાસરે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.