ઉત્સવ

દુબઈ કે યુએઈમાં સ્ટડી કે બિઝનેસ કરવા ઈચ્છતા હો તો જાણી લેજો

મુંબઈ સમાચાર ટીમ
દુનિયાના ગ્લોબલ ટૂરિસ્ટ સિટીમાં દુબઈનું નામ મોખરાનું છે, પરંતુ ત્યાં કે પછી યુએઈમાં સ્થાયી થવા માટે ગોલ્ડન વિઝાની પૉલિસી સૌથી પહેલી કામ આવે છે. ‘ગોલ્ડન વિઝા’ની પૉલિસી પણ સ્પોન્સરશિપ સિસ્ટમ અન્વયે યુએઈમાં પહેલી યોજના અમલી બનાવી હતી, જેમાં વિદેશી લોકોને ફક્ત હંગામી ધોરણે રહેવાની મંજૂરી આપે છે. જો તમે દુબઈમાં રહેવા ઈચ્છતા હો તો આ મહત્ત્વની માહિતી જાણી લેવાનું જરૂરી છે.

વાસ્તવમાં ‘ગોલ્ડન વિઝા’ પૉલિસી મુખ્યત્વે રોકાણકારો, રિસર્ચર્સ, સ્ટુન્ડન્ટસ અને ટેલેન્ડેટ વિદ્યાર્થીઓને યુઈએમાં પાંચથી દર વર્ષ માટે રહેવા પરમિટ આપે છે. યુએઈએ દેશમાં પ્રતિભાશાળી લોકોને રાખવાના ઉદ્દેશથી ગોલ્ડન વિઝાનો પ્રારંભ કર્યો છે, તેથી તેના માટે કોઈ પણ અરજી કરી શકે છે. સામાન્ય રીતે વિદેશી નાગરિકને એમ્પ્લોયર તમને સ્પોન્સર કરી શકે છે, જેમાં તમને બે-ત્રણ વર્ષ રહેવાની મંજૂરી આપી છે. જોકે, યુએઈ ગોલ્ડ વિઝા અંગે તમને પાંચથી દસ વર્ષ રહેવા માટે રેસિન્ડેન્સી આપે છે.

ગોલ્ડન વિઝા કોઈ પણ વ્યક્તિને મળી શકે છે, પરંતુ સરકાર તમને સિક્યોર બનાવે છે, જેમ કે અહીં રહેનારી વ્યક્તિ પોતાનો બિઝનેસ કે રિસર્ચ સંબંધમાં પાંચથી દસ વર્ષ સુધી યુએઈમાં રહી શકે છે. તેના મારફત વ્યક્તિને યુએઈમાં ૧૦૦ ટકા ઓનરશિપ મળે છે. આ વિઝા લેનારી વ્યક્તિને નેશનલ સ્પોન્સર શોધવાની જરૂરિયાત પડતી નથી.

ગોલ્ડન વિઝાની અરજીની પ્રક્રિયા પણ સરળ છે. યોગ્ય પેપરવર્ક કર્યા પછી પોતાના બિઝનેસને આગળ વધારવા માટે તૈયારી દાખવવાની રહે છે. યોગ્ય માપદંડના આધારે રહેવા માટેની પરવાનગી મળે છે. એના સિવાય રોકાણકારો કે રિસર્ચર કે ટેલેન્ટેડ લોકોને દસ વર્ષના વિઝા માટે પાત્ર છે, જ્યારે બિઝનેસમેન અને વિદ્યાર્થીઓને પાંચ વર્ષના વિઝા આપવામાં આવે છે.
ગોલ્ડન વિઝાની પાત્રતા માટે ખાસ તો ૧૦ વર્ષના વિઝાની અરજી કરનારા રોકાણકારોને યુએઈની એક ફર્મમાં મૂડી રૂપે ઓછામાં ઓછા ૨૦ કરોડનું રોકાણ કરવાનું રહે છે, જ્યારે બીજી બાજુ પાંચ વર્ષના વિઝા માટે રોકાણકારોએ ઓછામાં ઓછું ૧૦ કરોડનું રોકાણ કરવાનું રહે છે. ઉપરાંત, આર્ટિસ્ટ ઍન્ડ કલ્ચરલ સેક્ટરના પ્રતિભાશાળી લોકોને યુએઈના વૈજ્ઞાનિક પરિષદ અને સાંસ્કૃતિક અને યુવા મંત્રાલય જેવા અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. મિનિમમ ગ્રેડ ૯૫ ટકા અને ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા ૩.૭૫થી સરેરાશ ગ્રેડ પોઈન્ટવાળા વિદ્યાર્થીને પાંચ વર્ષ માટે યુએઈ રિસેન્ડન્સ વિઝા માટે અરજી કરી શકે છે.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે યુએઈના ગોલ્ડન વિઝા ધરાવનારા ભારતીયોની યાદીમાં બોની કપૂરના પરિવારમાં જાહન્વી કપૂર, અર્જુન કપૂર, ખુશી કપૂર અને અંશુલા કપૂરને દસ વર્ષના વિઝા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, સંજય દત્ત, સંજય કપૂર અને સલમાન ખાનને પણ ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button