ઉત્સવ

પતંગ – કનકવો – પડાઈ: ઢઢ્ઢો, લીર, કાંપ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

નાનપણમાં જ કેલેન્ડરની જે કેટલીક તારીખ ગોખાઈ ગઈ એમાં એક હતી ૧૪ જાન્યુઆરી, ઉત્તરાયણ – મકરસંક્રાંતિનો દિવસ. તલના લાડુ અને મમરાની ચીકીની જ્યાફત અને સૌથી વધુ મહત્ત્વનું ‘કાયપો છે’ના ગગનભેદી નાદ સાથે અગાસીમાં પતંગ ચગાવવાનો જલસો. આજે પણ ૧૪ જાન્યુઆરી છે અને સૂર્યની ગતિને કારણે ભૂતકાળમાં કેટલીક વાર બન્યું છે એમ આ વખતે પણ ૧૫ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ છે. આનંદ અને ઉજવણીનો આ તહેવાર ભાષામાં પણ કેવો વણાઈ ગયો છે એની લિજ્જત આજે આપણે માણીએ. કાગળ અને વાંસની સળી જેવા સહેલાઈથી ઉપલબ્ધ એવા કાચા માલ સાથે પતંગ તૈયાર કરવામાં આવે છે. કનકવો અને પડાઈ પતંગના પર્યાયવાચી શબ્દો છે. ફીરકી, ક્ધનો, પેચ, માંજો વગેરે શબ્દો પતંગ ઉડાડવાની મોજ સાથે સંબંધ ધરાવે છે.

કનકવાના રોટલા થવા મજેદાર રૂઢિપ્રયોગ છે. હવામાં પતંગ મસ્ત લહેરાતો હોય ત્યાં પાડોશી દેશ અચાનક આક્રમણ કરે એમ કોઈ એક કનકવો (પતંગ) તમારા કનકવા સાથે પેચ લડાવવા આવી પહોંચે. પેચ લડાય ત્યારે ક્યારેક બંને પતંગ ભેગા થઈ જાય ત્યારે રોટલા જેવો ઘાટ થાય અને એટલે કનકવાના રોટલા થયા એમ કહેવાય છે. આ પરિસ્થિતિમાં માંજાનું જોર નથી રહેતું અને કનકવાના બંને રોટલા જમીન પર પડી જાય જેને માટે રામ રોટલો થઈ ગયો એવો શબ્દપ્રયોગ વપરાય છે.

ગુજરાતી વિશ્ર્વકોશ અનુસાર વાંસની સળીમાંથી બનાવેલા કમાન અને ઢઢ્ઢા ઉપર ડાયમંડ (ચોરસ) આકારનો પાતળો કાગળ ચોટાડી તથા નીચે ફૂમતું લગાવી પતંગ બનાવવામાં આવે છે; અને તેને ક્ધના બાંધી દોરી વડે ચગાવવામાં આવે છે. પતંગના ઘણા પ્રકાર છે અને તેની બનાવટ તથા કદને અનુલક્ષીને તેનાં વિવિધ નામ પડ્યા છે. સૌથી નાનો પતંગ તે ‘ફુદ્દી’ અને તેનાથી મોટા પતંગ અનુક્રમે ‘પાવલો’, ‘અડધિયો’, ‘પોણિયો’ અને ‘આખિયો’ – એ નામે ઓળખાય છે. પતંગની આસપાસ તેની ચારેય કિનારીએ દોરી નાખી પતંગનો કાગળ તે દોરી પર ચોટાડી દે છે. તેવા પતંગને ‘દોરીદાર’ પતંગ કહે છે. પતંગ સુશોભિત દેખાય એટલા માટે કેટલીક વખત તે એક જ રંગના કાગળનો ન બનાવતાં જુદા જુદા રંગના અનેક કટકાનો બનાવવામાં આવે છે. આવા પતંગને તેના દેખાવ પ્રમાણે ‘અટાપટાદાર’, ‘ડોબદાર’, ‘મથ્થાદાર’ – એવાં જુદાં જુદાં નામ અપાય છે. પતંગની બે સળીમાંની સીધી સળીને ઢઢ્ઢો અને કમાનદાર સળીને કમાન કે કાંપ કહે છે. ઢઢ્ઢાના નીચલા છેડાને પુછલ્લો અને બીજાને મુઢ્ઢા કહે છે અને ત્યાં ત્રિકોણાકાર કાગળ ચોડવામાં આવે છે. કમાનના બે છેડાને કુબ્બા કહે છે. બહુ મોટા પતંગને તુક્કલ કહે છે. કોઈ કારણસર પતંગ હવામાં ગોથા ખાતો હોય તો એ અટકાવવા પુછલ્લાને લૂગડાની લાંબી લીર એટલે પૂછડું બાંધવામાં આવે છે. હવામાં પતંગ ઊડવા લાગે એની થોડી મજા લીધા બાદ નજીકમાં ઊડી રહેલા પતંગ સાથે પેચ લડાવવામાં આવે છે. કોઈ વળી સામાવાળાના પતંગ ખેંચીને કાપી નાખે છે જે ‘ખેંચકાપ’ કહેવાય છે. પેચ લડાવવા મોટે ભાગે ‘સહેલ’ આપવાનો રિવાજ વિશેષ રૂઢ છે. ‘સહેલ’ આપવા દોરને ઢીલો મૂકવામાં આવે છે. તેના બે પ્રકાર છે : ‘લોટતી સહેલ’ અને ‘ઊડતી સહેલ’.

HUMOUR IN POLITICS

અંગ્રેજી માધ્યમમાં ભણતું બાળક જ્યારે ન સરખું અંગ્રેજી કે ન સરખી ગુજરાતી બોલતા જાણતું હોય ત્યારે એમ કહે કે ‘પપ્પા, મારે આકાશમાં કાઇટ ફ્લાય કરવો છે’ ત્યારે હસવું વધારે આવે, નિરાશા ભાગ્યે જ થાય એ હકીકત છે. Tomorrow is a Kite Flying Day. આજે આપણે કાઈટની અંગ્રેજી કહેવતો અને રૂઢિપ્રયોગોનો આનંદ લઈએ. વધારે ઊંચાઈ દર્શાવવા અતHigh As a Kite કહેવાય છે. I have no interest in parasailing as high as a kite. ઊંચે આકાશમાં ઊડી પેરાસેઇલિંગ કરવાની મારી કોઈ ઈચ્છા નથી. આનંદની કોઈ સીમા ન રહે એ દર્શાવવા સુધ્ધાં આ પ્રયોગ વપરાય છે.I was as high as a kite when I found out that I’d gotten an A on my hardest exam. સૌથી અઘરી પરીક્ષામાં એ ગ્રેડ મળતા મારી ખુશીની કોઈ સીમા ન રહી. Flying a Kite એટલે લોકોની રૂચિ જાણવાના આશય સાથે વિચાર કે વાત વહેતી મૂકવી. Higher Than a Kite રૂઢિપ્રયોગને આકાશ કરતા જમીન સાથે વધુ નિસબત છે. શરાબ અથવા કૅફી દ્રવ્યના સેવનથી ખૂબ નશો ચડ્યો હોય એ દર્શાવવા આ પ્રયોગ વપરાય છે. I failed to explain my point to a group of youngsters as the were higher than a kite. જુવાનિયાઓ દારૂના નશામાં ચૂર હોવાથી હું તેમને મારી વાત ન સમજાવી શક્યો. કોઈની અવગણના કરવી હોય કે એ વ્યક્તિને આઘી કરવી હોય એ માટે I failed to explain my point to a group of youngsters as the were higher than a kite. રૂઢિપ્રયોગ વાપરવામાં આવે છે. When the man asked for more money the woman told him to go fly a kite પુરુષે જ્યારે વધારે પૈસાની માગણી કરી ત્યારે સ્ત્રીએ તેને ‘ચાલતી પકડ’ એમ રોકડું પરખાવી દીધું. One of the meanings of KITE is a message, note, or letter passed secretly or illegally to or between prisoners. કેદીઓ વચ્ચે સંદેશો ગેરકાયદે વહેતો મૂકવો.The prison guard confessed to passing a kite to one of the inmates instructing him to murder a prisoner who had given evidence against the criminal organization. ગુનાઇત સંસ્થાની જાણકારી આપનાર કેદીની હત્યા કરવાનો સંદેશો ગેરકાયદે અન્ય કેદીને પહોંચાડ્યો હોવાની કબૂલાત જેલના ચોકીદારે કરી.

भाषेत रमलेला पतंग

મકર સંક્રાતિ આવે એટલે આકાશમાં પતંગ ઉત્સવ શરૂ થઈ જાય. कोणाचा पतंग गोते खातोय, कोणाचा कटतोय किंवा कोणाचा उंच उंच जातोय हे पाहणं मनोरंजक असते. કોની પતંગ ઊંચે જાય છે, કોની ગોથા ખાય છે તો કોનો કપાઈ જાય છે એ જોતા જોતા ચિચિયારીઓ પાડવાનો આનંદ અનેરો હોય છે. पतंगाला योग्य असे सुत्तर पाडणे हे महत्त्वाचे असते. સુત્તર પાડણે એટલે કના બાંધવી. મરાઠીમાં પતંગના પ્રકાર टुक्कल, झोप्पड, बॉट्टल તરીકે ઓળખાય છે. પતંગ ચગાવવાની આગલી રાત્રે રીલની દોરીમાંથી માંજો તૈયાર કરવાની પ્રક્રિયા મરાઠીમાં धागे सुतवायचे તરીકે ઓળખાય છે. પતંગ ઉડવા લાગ્યા પછી तो गिरक्या घेतोय, कनतोय, झोपतोय, खाली सूर मारतोय यावर त्याला शेपूट लावायची, कन्नी बांधायची की अजून काय करायचं ते ठरायचं. પતંગ ચકરાવો લે છે, કોઈ બાજુએ નમી જાય છે, ડચકા ખાય છે કે નીચે પ્રયાણ કરે છે એના આધારે એને પૂંછડી લગાવવી કે બીજું કંઈ કરવું એનો નિર્ણય લેવામાં આવે છે. પતંગ ચગાવવાના આનંદમાંથી કેટલાક વાક્ય પ્રયોગ અસ્તિત્વમાં આવ્યા છે. ‘वावडी उठविणे’, ‘गोते खाणे’, ‘ढील देणे’ यांसारख्या वाक्प्रचारांचा समावेश आहे. एखादा विद्यार्थी परीक्षेत वारंवार नापास होत असेल तर तो ‘गोते खातोय’ असे उपहासाने म्हटले जाते. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં વારંવાર નાપાસ થાય તો એ ગોથા ખાય છે એવું એની મજાક ઉડાવવા કહેવામાં આવે છે. वावडी’ म्हणजे खूप मोठ्ठा पतंग असणे. वावड्या उठविणे या वाक्प्रचाराचा अर्थ अफवा पसरविणे असा असतो. ખૂબ મોટો પતંગ મરાઠીમાં વાવડી તરીકે ઓળખાય છે. વાવડયા ઉઠવીણે એટલે અફવા ફેલાવવી એવો ભાવાર્થ છે.

पतंग के अर्थ 

હિન્દીમાં પતંગ ભાષામાં પણ સારી પેઠે ચગે છે. સંજ્ઞા (પુર્લિંગ) હોય તો એનો અર્થ गवाक्ष, खिड़की, रोशनदान (ઝરૂખો, બારી, જાળિયું) એવો થાય છે. હવે જો એ વિશેષણ તરીકે વપરાય તો उड़नेवाला जो गिरता हुआ जाता हो એવો અર્થ ધારણ કરે છે. ગગનમાં ઊંચે જતી વસ્તુ જે છેવટે નીચે આવે છે. જેમ કે સૂર્ય કે પછી કરોળિયો. આ જ શબ્દ સંજ્ઞા (સ્ત્રીલિંગ) હોય ત્યારે पतले कागज़ से बनी वह वस्तु जो डोर की सहायता से हवा में उड़ाई जाती है: कनकौआ, गुड्डी, चंग। પાતળા કાગળની બનેલી વસ્તુ જે દોરીની મદદથી હવામાં ઉડાડવામાં આવે છે. અર્થરૂપ જૂજવા, અંતે તો શબ્દ તો એનો એ જ હોય. પતંગની કહેવતો અને રૂઢિ પ્રયોગો જોઈએ. इमली की जड़ से निकला पतंग જેનો અર્થ બુદ્ધિ બહેર મારી જાય એવું કે પછી આશા પણ ન રાખી હોય એવું કામ થઈ જાય એવો થાય છે. पतंग होना मतलब गायब हो जाना या उड़ जाना. કોઈ વ્યક્તિ ગાયબ થઈ જાય કે હવામાં ઓગળી જાય એ માટે પતંગ હો ગયા કહેવાય છે. पतंगे लगना એટલે બહુ માઠું લાગવું, ગુસ્સાથી કે ઈર્ષ્યાથી બળવું એવો અર્થ થાય છે. पतंगसाज़ी એટલે પતંગ તૈયાર કરવાનો – બનાવવાનો વ્યવસાય. अत्यधिक पतले काग़ज़ से बनाया जानेवाले पतंग को पापड़ी पतंग कहा जाता है. અત્યંત પાતળા કાગળમાંથી તૈયાર થયેલો પતંગ પાપડી પતંગ તરીકે ઓળખાય છે. પાપડી પણ અત્યંત પાતળી હોવાથી આવી ઉપમા મળી હશે. जो पतंग पूरे काग़ज़ से एक पट्टी कम कर के बनाई जाती है उसे नौशेरवाँ-पतंग कहते हैं. અર્થ એકદમ સ્પષ્ટ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો