ઉત્સવ

જીઆઈ ટેગ મળ્યા પછી વૈશ્ર્વિક બજારમાં ‘કચ્છી સૂકો મેવો’ તરીકે ઓળખાતી ખારેકને મળ્યું પ્રાધાન્ય

વલો કચ્છ -પુર્વી ગોસ્વામી

ચોમાસુ બેસે એટલે ખારેકના એંધાણ બંધાય આ વર્ષે તો જાન્યુઆરીમાં જીઆઈ ટેગ મળ્યા પછી વૈશ્ર્વિક બજારમાં કચ્છની ખારેકને પ્રથમ પ્રાધાન્ય અપાય તેવી શક્યતાઓ અને ખેડૂતોની ખુશી બંને વર્તાઇ રહી છે. ચોમાસામાં ખારેક બેસ્ટ છે કારણકે તેમાંથી વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ અને બી કોમ્પ્લેક્સ મળી આવે છે. જે વ્યક્તિને ખૂબ થાક લાગતો હોય, શારીરિક અને માનસિક કામ વધુ રહેતા હોય તેમણે ખારેક ખાવી જોઇએ.

કચ્છ માટે આનંદના સમાચાર એ છે કે કચ્છી ખારેક’ને ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડ માર્કસ (CGPDT) તરફથી જીઓગ્રાફીક ઇન્ડિકેશન (જીઆઈ) ટેગ મળ્યો છે.

અગાઉ વર્ષ ૨૦૧૧ માં ગીર વિસ્તારની કેસર કેરીને આ ટેગ મળ્યો હતો આ પછી કચ્છી ખારેક આ ટેગ મેળવનાર ગુજરાતનું બીજું અને કચ્છનું પ્રથમ ફળ બની ગયું છે. ભાલ પ્રદેશમાં ઉગાડવામાં આવતા ભાલિયા ઘઉંને પણ અગાઉ ટેગ મળી ચૂક્યો છે આમ કૃષિ પેદાશની દ્રષ્ટિએ ખારેક ત્રીજા નંબરે છે. આમ કચ્છના ખેડૂતોની આ કૃષિ સફળતા મોટી વૈશ્ર્વિક ઉપલબ્ધિ સાબિત થઈ છે. આ થકી સંરક્ષણ અને સંવર્ધનના વધુ પ્રયાસો હાથ ધરાશે. એવું નથી કે ખારેક કચ્છમાં થાય છે, અન્ય રાજ્યોમાં પણ તેનું ઉત્પાદન છે પરંતુ વ્યાવસાયિક ઓળખ સાથે ખારેકનું નામ લઈએ એટલે ગુજરાતનાં કચ્છનું નામ લેવાય.

જીઆઈ જર્નલમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છમાં ખારેકની હાજરી લગભગ ૪૦૦-૫૦૦ વર્ષ પહેલા પણ હોવાની માનવામાં આવે છે. ભારતની ઉત્તર-પશ્ર્ચિમ સરહદે ખજૂરનાં ઝાડ પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલા બીજમાંથી વિકસિત થયા હતા, પ્રવાસીઓ હજ માટે મધ્ય-પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે પણ જ્યાંથી તેઓ બીજ સાથે ઘણી સામગ્રી લાવતા હતા. એ પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ શાસકોના મહેલોમાં કામ કરતા આરબ માળીઓએ પણ અરબ દેશોમાંથી ખજૂરના બીજ લઇ આવ્યા હોય. વધુમાં જીઆઈ જર્નલે નોંધ્યું છે કે, કદાચ, સમગ્ર વિશ્ર્વમાં કચ્છ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં તાજી ખજૂરની ખેતી, માર્કેટિંગ અને ઉપયોગ થાય છે. આ વિસ્તાર ભારતમાં ખજૂરની કુલ ખેતીમાં ૮૫% થી વધુ હિસ્સો ધરાવે છે.’ અન્ય રાજયોના મુકાબલે આપણે જીઆઇ ટેગની ઓળખ મેળવવામાં મોડા જાગૃત થયા છીએ અથવા બહુ ઓછા ઉત્પાદનો આ ટેગ હાંસલ કરી શક્યા છે.

આમ આરબનું ખજૂરરૂપી આવેલું ફળ ભારત આવીને ખારેક બની ગયું. એ માટેના કારણો એ છે કે ભારતીય વર્ષાઋતુની તાસીર અને કચ્છનું ભેજવાળું હવામાન ખારેકને લીલી રાખે છે જે ખારેક બને છે જ્યારે આરબનું સૂકું અને ગરમ હવામાન તેને વૃક્ષ પર જ સૂકવી નાખે છે જે ખજૂર કહેવાય છે. કચ્છ આમેય પાણી માટે તરસતો પ્રદેશ તરીકે ઓળખાય છે એટલું જ નહીં પ્રાપ્ય પાણી પણ ખારું હોવાથી બધા પાકો આ પ્રદેશ માટે શક્ય નથી પરંતુ ખારેક ત્રણથી ચાર હજાર ટીડીએસ જેટલું ખારું પાણી સહી લે છે. આમ ખારેક અને ખજૂરનું વૃક્ષ એક હોવા છતાં બંનેની ભિન્નતાનો લાભ છેલ્લાં ચારસો વર્ષથી મળતો રહ્યો છે. કુદરતી ફર્ટિલાઇઝેશન પર આધારિત ખારેકની ખેતી કઈ સરળ નથી. કારણકે તે કુદરતી રીતે ફલિત થતી નથી. ખેડૂતો તેના માટે ‘નરવાની પ્રક્રિયા’ કરે છે ત્યારે માદા વૃક્ષો ફળ દેવા સક્ષમ બને છે. હવે તો ખેડૂતો ટીશ્યુ કલ્ચરથી તૈયાર કરેલા રોપાઓનું વાવેતર કરતાં હોય છે.

ભાવાનુવાદ: ચોમાસો વે ઇતરે ખારેકજા એંધાણ બંધાજે હિન વરે ત જાન્યુઆરીમેં જીઆઈ ટેગ જુડ઼ે પૂંઠીયા વૈશ્ર્વિક ભજારમેં કચ્છજી ખારેકકે પેલો પ્રાધાન્ય ડેવાજે ઍડ઼ી શક્યતાઉં નેં ખેડૂએંજી ખુશી બોય વર્તાજેતિ. ચોમાસેમેં ખારેક બેસ્ટ આય કુલા ક ઇન મિંજાનું વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ નેં બી કોમ્પ્લેક્સ મલેંતા. જુકો ગચ થકી રોંધા વે, શારિરીક નેં માનસિક કમ ગચ કરીંધા હોય ઇનીકે ખારેક ખેંણી ખપે.

કચ્છલા આનંદજા સમાચાર ઇ ઐં ક કચ્છી ખારેક’કે ભારતજા કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડ માર્કસ (CGPDT) વટાનૂં જીઓગ્રાફીક ઇન્ડિકેશન (જીઆઈ) ટેગ જુડ઼્યો આય. હિન પેલા વરે ૨૦૧૧ મેં ગીરજી કેસર કેરીકે હી ટેગ જુડ઼્યો વો હિન પોઆ કચ્છી ખારેક હી ટેગ મેડ઼્વીંધલ ગુજરાતજો બ્યો નેં કચ્છજો પેલો ફડ઼ ભનિ વ્યો આય. ભાલ પ્રિડેસજે ભાલીયે ઘઉંકે પણ પેલા હી ટેગ મિલ્યો વો ઇતરે કૃષિ પેધાસજી નજરે ખારેક ત્રે નિમરે આય. ઇં કચ્છજે ખેડૂએંજી હી કૃષિ સફડ઼તા વડી વૈશ્ર્વિક ઉપલબ્ધિ ચોવાજે. હિન થકી સંરક્ષણ નેં સંવર્ધનજા અનાં વધુ પ્રિયાસ હથમેં ગનાંધા. ઍડ઼ો નાય ક ખારેક કચ્છમેં જ થિએતી, બ્યે રાજ્યમેં ઇનજો ઉત્પાદન આય પ વ્યાવસાયિક ઓરખ સાથે ખારેકજો નાં ગ઼િનો ઇતરે ગુજરાતજે કચ્છજો નાંલો સામે અચે.

જીઆઈ જર્નલમેં વતાયમેં આયો આય ક, કચ્છમેં ખારેકજી હાજરી લગભગ ૪૦૦-૫૦૦ વરે પેલાજી મઞેમેં અચેતી. ભારતજી ઓતરી- આથમણી સરહધતે ખજૂરજા ઝાડ઼ પ્રિવાસીએં ભરાં ફગાયમેં આવલ બી મિંજા વિકસિત થ્યા વે જુકો પ્રિવાસી હજલા મધ્ય-પૂર્વજે ડેસજી જાત્રાઉં કરીંધા વા નેં વેપારજે માટે પ ઉતાનૂં બી ભેરા ખણી આયા વે. ઇં પ વે ક કચ્છજે રાજાએં વટે કમ કરીંધલ અરબી માડ઼ી પિંઢજે ડેસ મિંજાનૂં ખજૂરજા બી ગ઼િની આયા વે. વધુમેં જીઆઈ જર્નલમેં નોંધ આય ક, કિતેક સજી ધુનિયામેં કચ્છ હિકડ઼ો માત્ર એડો થલ આય જિત તાજી ખજૂરજી ખેતી, માર્કેટિંગ ને ઉપયોગ થિએતો. હી વસ્તાર ભારતમેં ખજૂરજી કુલ ખેતીજે ૮૫% કનાં વધુ હિસ્સો ધરાયતો.’ બ્યેં રાજયજે મુકાબલે પાં જીઆઇ ટેગજી ઓરખ ગ઼િનેમેં મોડ઼ા જાગ્યા અઇયું અથવા ઘણે ઓછા ઉત્પાદન હી ટેગ હાંસલ કરે સગ્યા ઐં. સમાચાર ત રોગાનકે ટેગ ડેરાયજા પ વા પ રાજકીય ક વ્યક્તિગત નિરસતા કિતેક જભાભદાર વે.

ઇં અરબજો ખજૂરરૂપે આવલ હી ફ્રુટ ભારતમેં અચિને ખારેક ભનિ વ્યો. ઇનજા કારણ ઇ ઐં ક ભારતજી વિરસા ઋતજી તાસિર નેં કચ્છજો ભેજવારો હવામાન ખારેકકે નીરી રખેતો જેંસે ખારેક ભનેતિ જેર અરબજો સૂકો નેં ગરમ હવામાન તેંકે જાડ઼તે જ સુકાય વજેતો જુકો ખજૂર ચોવાજેતી. હવામાન જ ન પાણી પ અગત્યજો આય. કચ્છ હુઇં પાણીલા વલસધો પ્રડેસ તરીકે ઓરખાજેતો ઇતરો જ ન જુકો પાણી આય સે પ ખારો હૂંધે જે કારણ મિડે પાક હિન પ્રડેસલા શકય નાય પ ખારેક ત્રે નું ચાર હજાર ટીડીએસ જિતરો ખારો પાણી સેન કરી ગિનેતી. ત ખારેક નેં ખજૂરજો જાડ઼ હિકડ઼ો આય તેં છતાં બોંયજી ભિન્નતાજો લાભ છેલી ચાર સધિનું મલંધો રયો આય. કુધરતિ ફર્ટિલાઇઝેશન તે આધારિત ખારેકજી ખેતી કીં સેલી નાંય. કુલા ક ઇ કુધરતિ ફલિત થિએ નતી. ખેડૂ તેંલા કરે ખાસ નરેજી પ્રક્રિયા’ કરીયેંતા તેર માદા તે ફડ઼ ડિસજેતા. હાંણે ત ખેડૂત ટીશ્યુ કલ્ચરસે તૈયાર કેલ રોપેજો વાવેતર કરીંધા થ્યા ઐં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો