ઉત્સવ

ખાખી મની-૭

‘જો બોલે સો નિહાલ, સત શ્રીઅકાલ…કેનેડે મેં ખાલિસ્તાન કી ફેવર મેં ડેમોન્સ્ટ્રેશન ઇતના બડા હોના ચાહિયે કિ ઉસકી ગૂંજ પંજાબ મેં સુનાઇ દે.’

અનિલ રાવલ

‘યે તો હોના હી થા.’ બોલીને લીચી બેસી ગઇ. ઉદયસિંહ હજી ટીવીમાં મોઢું નાખીને બેઠો હતો.

‘સર, ટીવીમાં શું શોધો છો.? બસ આટલા જ ન્યૂઝ હતા.’

‘મહારાષ્ટ્રની હદમાં આવેલું નાનકડું અલિયાપુર ગામ અને એની ટાંચણીના ટોચકા જેવડી અલિયાપુર પોલીસ ચોકી. એનું ગજું કેટલું.? આ કેસ ગાજશે નહીં. એકાદ દાડામાં બધું ભૂલાઇ જશે. એટલે આપણે પૈસાના ભાગ પાડી નાખીએ.’ ઉદયસિંહ બોલ્યો.

‘એવા વહેમમાં ન રહેતા સર. ભડકો કરવા માટે એક ચિનગારી પૂરતી હોય છે. નાની પોલીસ ચોકી હોય, પોલીસ સ્ટેશન હોય કે પોલીસ હેડક્વાર્ટર હોય….પોલીસ પોલીસ જ હોય છે. આટલા સમાચાર સાંભળીને એને ફોલો અપ કરનારા બીજી ન્યૂઝ ચેનલવાળા કે ખણખોદ કરનારા પત્રકારો શાંત બેસી રહેશે? હું નથી માનતી.’ એક મિનિટ સર. કહીને એણે મોબાઇલમાં સર્ફિંગ શરૂ કર્યું. લીચીએ ફ્રીડમ એક્સપ્રેસની સાઇટ પર સમાચાર જોયા.

‘સર, આ વાંચો.’ ઉદયસિંહે હેડિંગ વાંચ્યું: ‘વોટ વોઝ ઇન ધેટ કાર: ડ્રગ્સ, મની ઓર આર્મ્સ.?’

‘એટલે જ કહું છું કે પૈસાના ભાગ પાડીને મોકળા થઇ જઇએ.’ ઉદયસિંહના મનમાં જગ્ગીના શબ્દો ઘૂમરાતા હતા.

‘સર, જોખમનો એક નિયમ છે કે પહેલા જોખમ પછી બીજું જોખમ લેવું પડે, કદાચ ત્રીજું અને ચોથું જોખમ પણ લેવું પડે. તો જ જોખમનું ફળ મળે. હા, ફળ કદાચ મીઠું કે કડવું હોઇ શકે. સર, આપણું જોખમ તો ખાખી મની અને મોતનું છે.’


કેનેડાના ઓન્તારિયોના ગુરુદ્વારામાં ગ્રંથી તજિન્દરસિંઘ કાલરા ધાર્મિક પ્રણાલી પ્રમાણે ગુરૂગ્રંથ સાહીબ વાંચી રહ્યા હતા. તજિન્દરસિંઘ કાલરા વગદાર પોલિટીકલ લીડર અને ડોન સતિન્દર સિંઘ કાલરાના સગ્ગા ભાઇ. સતિન્દર ગુંડાગીરી અને રાજકારણની આડમાં રહીને ખાલિસ્તાની મૂવમેન્ટ ચલાવે અને તજિન્દર ધર્મની આડમાં ખાલિસ્તાની ચળવળને હવા આપે. ઓન્તારિયોના ગુરુદ્વારામાં સરદારજીઓનું મોટી સંખ્યામાં જમા થવું કોઇ મોટી વાત નહતી, પણ એ દિવસે સંખ્યા વધુ હતી…..કારણ કે કારણ મોટું હતું. તજિન્દરની ધાર્મિક હાકલ અને સતિન્દરની હાક હતી.
ગુરૂદ્વારામાં હાથ જોડીને પ્રાથર્ના કરી રહેલા એક નિર્દોષ બાળકે એના પિતાને પૂછ્યું: ‘પીછે ખડા વો આદમી પંખે સે હવા ક્યું દે રહા હૈ ?’

‘પુતર, ગુરૂગ્રંથ સાહીબ હમારા પવિત્ર ગ્રંથ હૈ….પઢતે વક્ત ઉસ પર મખ્ખી ભી બૈઠની નહીં ચાહિયે…ઇસલિયે પીછે ખડા સેવક ચઉરી સે હવા દે રહા હૈ.’

‘પાપા, ચઉરી ક્યા હૈ? આગે સફેદ બાલ લગાયે હૈ ક્યા વો સચ્ચે હૈ?’

‘ચઉરી લકડે યા મેટલ કી બનતી હૈ…ઔર આગે જો બાલ હૈ વહ યાક કે હોતે હૈ…યાક એક જાનવર હૈ.’

સાંભળીને ગ્રંથી તજિન્દરસિંઘ કાલરાએ ગ્રંથનું પઠન અટકાવ્યું. એ ઊભો થઇને બાપ-દીકરા પાસે આવ્યો.

‘બબ્બર, બડા પ્યારા બચ્ચા હૈ તુમ્હારા. બચ્ચે સવાલ બહુત પૂછતે હૈ…પૂછના હી ચાહિયે.’

‘વાહે ગુરુજી દા ખાલસા, વાહે ગુરૂજી દી ફતેહ.’ બબ્બર બોલ્યો.

નાનકડો સરદાર ત્યાંથી નીકળી ગયો, પછી તજિન્દરે કહ્યું: ‘અગલે સન્ડે. વડી તાદાત મેં..તૈયારી શુરૂ કર દો.’

કેનેડામાં છેલ્લા થોડા વખતમાં અલગ ખાલિસ્તાનની તરફેણમાં ઘણા મોરચા અને પ્રદર્શનો યોજાયાં હતાં, પણ રવિવારે મોટાપાયે પ્રદર્શન યોજવાનો એક પ્લાન ઘડાઇ રહ્યો હતો.
જો બોલે સો નિહાલ, સત શ્રીઅકાલ.કેનેડે મેં ખાલિસ્તાન કી ફેવર મેં ડેમોન્સ્ટ્રેશન ઇતના બડા હોના ચાહિયે કિ ઉસકી ગૂંજ પંજાબ મેં સુનાઇ દે.’ પાછળ આવીને ઊભા રહી ગયેલા સતિન્દરસિંઘે બબ્બરના ખભે હાથ મુકતા કહ્યું.

‘આપ એલાન કર દો…મૈં તૈયાર હું.’ બબ્બરે કહ્યું.

તજિન્દરે ગુરુદ્વારામાં એકત્ર લોકોને ભડકાવતું ભાષણ કર્યું ત્યારે સતિન્દરસિંઘ એક ખૂણાં ઊભો રહીને શાંતિથી સાંભળી રહ્યો હતો.
‘વાહે ગુરુજી દા ખાલસા, વાહે ગુરૂજી દી ફતેહ…જો બોલે સો નિહાલ, સતશ્રી અકાલ’ના નારાઓએ ગુરુદ્વારા ગજવી મુક્યું. ગુરૂદ્વારામાંથી ઉઠેલી જેહાદી ગૂંજ દૂરદૂર સુધી સંભળાતી રહી.


‘બસરા તું કૂછ ભી કર…ઉસકો ઢૂંઢ, જો બેગ લે ગયા હૈ…પૈસા વાપિસ લા કે દે. કેનેડ મેં…પંજાબ મેં…બૈઠે હમારે લોગોં કો ક્યા જવાબ દેંગે. બાત ભરોસે કી હૈ ઔર ઇમામ કો તું જાણતા નહીં…ઉનકે સાથ હમારા નયા નયા રિશ્તા હૈ…બિગડ ગયા તો વડી મુશ્કિલ હોણી હૈ’ હરપાલસિંઘ બોલતો રહ્યો.

‘મેરા એક પ્લાન હૈ.’ બસરા બોલ્યો.

‘તુજે જો કરના હૈ વહ કર….અગર પૈસે નહીં મિલે તો વડી ગરબડ હોણી હૈ.’


સતિન્દરસિંઘ સવારસવારમાં એના ભાઇ તજિન્દરસિંઘના ઘરે ધસી ગયો. સતિન્દરની એક આદત હતી કે જ્યારે પણ કોઇ અરજન્ટ કામ કે વાત હોય તો એ ફોન કર્યા વિના સીધો જ પહોંચી જતો. પોતાના નાના ભાઇને આ રીતે આવેલો જોઇને તજિન્દરસિંઘને નવાઇ ન લાગી, પણ કારણ જાણવાની ઉત્સુકતા વધી…એમાં થોડી ચિંતા પણ ઉમેરાઇ.

‘કી ગલ હૈ….તૂ સવેરે સવેર.?’ તજિન્દર બોલ્યો.

‘ગુજરાત સે પંજાબ પહોંચનેવાલા પૈસા રાસ્તે મેં ગાયબ હો ગયા.’

‘ગાયબ હો ગયા? મતલબ.?’ તજિન્દર દાઢી પર હાથ ફેરવતા બોલ્યો.

‘મતલબ યે કિ મહારાષ્ટ્ર કી બોર્ડર મેં પુલીસ કો કાર મિલી, ડ્રાઇવર કી લાશ મિલી.’

‘ડ્રાઇવર નહીં, વો મહેન્દરસિંઘ બસરા કી લાશ હોગી.’ તજિન્દરે કહ્યું
‘નહીં, બસરા કી જગહ કોઇ ઔર થા. બસરે કે બચ્ચેને સારી ગરબડ કર દી.’ સતિન્દર ઉકળી ગયો.

‘હરપાલ ક્યા કહેતા હૈ.?’ તજિન્દર શાંત ચિત્તે પૂછ્યું.

‘યે સબ હરપાલસિંઘને હી તો બતાયા મુઝે’ સતિન્દરે આખી કહાણી સંભળાવી.

‘આપકે કહેને પર ઇમામ ઔર હરપાલસિંઘને ૨૦ કરોડ જમા કિયે…આજકલ વહાં સિક્યોરિટી ટાઇટ હૈ.રો કી હમ પર નઝર હૈ.. હમ યહાં સે પંજાબ પૈસા નહીં ભેજ સકતે…ઇસલિયે તો ગુજરાત સે…ઔર વો ઇમામ કહેતા હૈ કિ હમને ઝ્યાદા પૈસે ઇક્ક્ઠ્ઠે કર કે દિયે થે….આપકે લોગ ગુજરાત મેં કમ હૈ’
મેરા ઇમામ કે સાથ પુરાના રિશ્તા હૈ…મૈં બાત કરુંગા ઉસસે. તુ ફિકર છડ..’ તજિન્દરે કહ્યું.

‘મર્ડર કર કે બેગ વોહી લે ગયા જિસકો પૈસે કી પૂરી જાનકારી થી…તલાશ કરો ઉસ આદમી કી જિસકો સબ પતા થા.’ તજિન્દરે એની લાંબી દાઢી પર હાથ ફેરવતા કહ્યું.


ફ્રીડમ એક્સપ્રેસની ઓફિસમાં ચીફ રિપોર્ટરના ડેસ્ક પર ફોનની રીંગ વાગી.

‘ચીફ રિપોર્ટર અમન રસ્તોગી હીઅર.’
‘મૈં થાણે ક્રાઇમ બ્રાન્ચ સે મધુકર રાંગણેકર બોલ રહા હું. આપકી અલિયાપુર કેસ કી ન્યૂઝ પઢી.’
‘થેન્ક યુ સર’
‘આપને સવાલ કિયા હૈ કિ કાર મેં ડ્રગ્સ, પૈસા યા શસ્ત્ર ક્યા થા. આપકો પતા હૈ તો હમેં બતાઓ યાર…તો હમારા કામ આસાન હો જાયે.’

‘આપ પુલીસ હો યાર, આપ ઢૂંઢ કર બતા દો તો મેરા કામ આસાન હો જાયે.’ અમન રસ્તોગીએ હસીને કહ્યું.

‘મતલબ કિ આપને હવા મેં તીર છોડા હૈ’ રાંગણેકરે કહ્યું.

‘તીર છોડા નહીં હૈ..તીર મારા હૈ…સહી જગહ પે….જિસકો લગેગા વો ચિલ્લાયેગા….રોયેગા. ફિર ઉસકા ચિલ્લાના…રોના મેરી ન્યૂઝ બન જાયેગી.’
‘આપકા તીર સહી જગહ લગા હૈ. મૈં ખુદ ઇન્કવાયરી કરને જા રહા હું.’
‘ઓલ ધ બેસ્ટ સર, મેરે અખબાર મેં કૂછ રોના યા ચિલ્લાના હૈ તો ઇસ બંદે કો યાદ કરના.’ અમને હસીને ફોન મુકી દીધો.


થાણેની હદમાં આવતા અલિયાપુર ગામની પોલીસ ચોકીમાં રાંગણેકરે એન્ટ્રી કરી. એણે કાર અને લાશ વિશે પૂછીને અલિયાપુર પોલીસ ચોકીના ઇન્સપેક્ટર સુહાસ સોલંકીને આંચકો આપી દીધો. સોલંકીને સપનેય ખયાલ નહીં કે થાણે ક્રાઇમ બ્રાન્ચના રાંગણેકર કેસની વધુ તપાસ કરવા આવશે.

‘સોલંકી, કકડીને ભૂખ લાગી છે….કાંઇક મગાવો.’

‘સાહેબ, ગરમાગરમ બટાટા વડા ને ચા આવી જ રહ્યા છે.’ સોલંકી હજી રાંગણેકરના આ રીતે ટપકી પડવાના આઘાતમાંથી બહાર આવ્યો નહતો.

નાસ્તો ચાપાણી પતાવીને રાંગણેકરે પોલીસ ચોકીને આંગણે ઊભેલી કારની તલાશી લીધી. કોઇ કડી ન મળી. બંને ત્યાં જ ઊભા રહીને વાત કરવા લાગ્યા.
‘ડ્રાઇવરના ખિસ્સામાંથી કે કારમાંથી કાંઇ મળ્યું નથી. આરસી બુક, લાઇસન્સ કાંઇ જ નહીં.’ સોલંકીએ કહ્યું.

‘ક્યાંથી મળે…પ્લાનિંગ નીટ કેલા વાટતે. લાશ ક્યાં છે.? પોસ્ટમોર્ટ રિપોર્ટ આવ્યો.?’ રાંગણેકરે પૂછ્યું.

‘લાશ સિવિલ હોસ્પિટલમાં છે ને રિપોર્ટ આવી ગયો. મોત હાર્ટફેલથી થયું છે.’

‘મોત હાર્ટફેલથી થયું તો લાશ જંગલમાં ક્યાંથી પહોંચી ગઇ.? કોઇએ બહુ સિફતથી કામ કર્યું છે.’ રાંગણેકરે કારનો રજિસ્ટ્રેશન નંબર નોંધવા પેન કાઢી….
‘સાહેબ, ફાઇલમાં બધું જ લખ્યું છે. આવો બતાવું.’ બંને અંદર ગયા. રાંગણેકરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો. કારનો રજિસ્ટ્રેશન નંબર વાંચીને બોલ્યો: જી જે ૧….અમદાવાદમાં રજિસ્ટ્રેશન થયું છે. એણે અમદાવાદ આરટીઓની હેડ ઓફિસમાં ફોન ઘૂમાવ્યો.

‘પાંડ્યા સાહેબને આપો.’ પંડ્યા સાહેબ ફોન પર આવ્યા.

‘પાંડ્યા સાહેબ, એકવાર આપણી મુલાકાત થયેલી…બાદશાહ મર્ડર કેસમાં…..યાદ આવ્યું….તમે કારના નંબર પરથી માણસનું નામ ને સરનામું કાઢી આપેલું.’
‘મધુકર રાંગણેકર. હું કારના એન્જિનના અવાજ પરથી કાર કેટલા કિલો મીટર ચાલી છે એ પારખી જનારો માણસ…તમારો અવાજ ઓળખી જ જાઉંને… તમારું નામ પણ ભૂલ્યો નથી.’ સાંભળીને રાંગણેકર ગદગદ થઇ ગયો.

‘પાંડ્યા સાહેબ એવું જ બીજું કામ છે.’
‘કાર નંબર આપો….હવે તો બધું કમ્પ્યુરાઇઝ્ડ છે.’
‘રાંગણેકર નંબર આપીને પંડ્યાના વળતા ફોનની રાહ જોતા બેઠો.’
‘સોલંકી, એક કપ ચા હો જાયે.’

સોલંકીએ બૂમ મારીને
બહાર ખડેપગે ફરજ બજાવતા હવાલદારને ચાનું કહ્યું. ચા આવી, પણ ફોન ન આવ્યો.

નેચરલ ડેથ, જંગલમાં લાશ, આરસી બુક અને લાઇસન્સ ગૂમ, કારમાંથી કાંઇ મળ્યું નથી. હવે એકમાત્ર નંબર પ્લેટ છે….કદાચ એ પણ બનાવટી હોય… રાંગણેકરનું દિમાગ ચા પીધા વિના પણ તેજ દોડતું હતું.

ઇન્ટરનેટ અને કમ્પ્યુટરના યુગમાં આટલી બધી વાર.? ‘પાંડ્યાજી, જરા જલ્દી કરો યાર.’ રાંગણેકર બબડ્યો ને ફોનની રીંગ વાગી..એણે ઝટથી ફોન ઊંચક્યો.

‘લખો એનું નામ મહેન્દરસિંઘ બસરા. ગુલમહોર સોસાયટી, સાતમે માળે, કાળિયા હનુમાન મંદિર સામે, ચાંદખેડા, અમદાવાદ.’
ફોન મુકાઇ ગયા.

લાશ મહેન્દરસિંઘ બસરાની છે.’ રાંગણેકરે કહ્યું. નામ સાંભળીને સોલંકી ચોંકી ઉઠ્યો.

‘સાહેબ, ચાલો મારી સાથે, મારે તમને કાંઇક બતાવવું છે.’ સોલંકી રાંગણેકરને બાઇક પર એને સિવિલ હોસ્પિટલ લઇ ગયો. મોર્ગમાં મૂકી રાખેલી લાશ પરથી કપડું હટાવ્યું.

‘આ જુઓ સાહેબ. આણે સુન્નત કરાવેલી છે. મરનાર મુસ્લિમ છે.’

રાંગણેકર જરા અસ્વસ્થ થઇ ગયો. એનું દિમાગ ચક્કર ખાઇ ગયું. પાછા વળતી વખતે એણે બાઇક પર બેઠા બેઠા ચાંદખેડાના સરનામે પહોંચી જવાનું વિચારી લીધું. બંને પોલીસ ચોકીમાં પ્રવેશ્યા કે તરત જ હવાલદારે કહ્યું: ‘સાબ, આપલાલા કોણી ભેટાયલા આલા આહે.’

‘આપ કૌન?’ ટેબલ પર બેસતા સોલંકીએ પૂછ્યું.
‘હું મહેન્દરસિંઘ બસરા.’
ક્રમશ:

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?