ઉત્સવ

ખાખી મની-૩૬

‘લીલીને ડીકેને ભેટીને મન ખોલીને રડવું હતું…એની છાતીમાં મોં મૂકીને ચીસો પાડવી હતી.’

અનિલ રાવલ

‘મિસ લીચી લીલી પટેલ, તુમ્હારે નામ કે પીછે બાપ કા નહીં….માં કા નામ હૈ…ક્યું.?’ શબનમે પૂછ્યું.

‘મિસ શબનમ, ક્યું કી મેરા બાપ નહીં હૈ.’

‘અરે વાહ….તુમ કો તો મેરા નામ ભી પતા હૈ….ઇનકા નામ જાનતી હો.?’ શબનમે બાજુમાં બેઠેલા બલદેવરાજને બતાવતા પૂછ્યું.
‘બલદેવરાજ…આપ લોગ સીક્રેટ એજન્સી સે હો’
‘વાહ પોલીસ મેં ઐસે લોગ હોને ચાહિયે…હૈના સર.?’
‘હમ કો યહાં ક્યું લાયે હો?’ લીચીએ પૂછ્યું.

‘સવાલ હમ કરેંગેં…તુમ્હે સિર્ફ જવાબ દેને હૈ….મિસ લીચી.’ બલદેવરાજે કહ્યું.

‘તુમ્હારા બાપ નહીં હૈ યા તુમ ઉસકે બારે મેં બોલના નહીં ચાહતી.?’ શબનમે કહ્યું.

‘મેડમ, આપ મેરી માં સે સબકૂછ જાન કર આયે હો. ઉન દોનોં કી લવ સ્ટોરી…ઉનકી શાદી…મેરી માં કા ખાલિસ્તાની કનેક્શન હૈ યા નહીં…મૈં ઉસ ખાલિસ્તાની બાપ સે મિલી હું યા નહીં સબકૂછ…આપ બતા કર નીકલે થે કી આપકી ઇન્ક્વાયરી અભી ખતમ નહીં હુઇ…..મેડમ, ખતમ કિજિયે આપકી ઇન્ક્વાયરી….પૂછીએ મુઝે જો પૂછના હૈ વહ. ખોજ નિકાલિયે હમારા ખાલિસ્તાની કનેક્શન.’

‘બરસાતવાલી રાત કાર કી ડિકી મેં સે ક્યા મિલા થા.?’ બલદેવરાજે પૂછ્યું.

લીચીના દિમાગમાં જાણે કે બોમ્બ ફાટ્યો…એના ભેજાના ફુરચા ઊડી ગયા. એને એમ હતું કે રોના આ ઓફિસરો ખાલિસ્તાની કનેક્શન શોધવા સંબંધમાં પૂછપરછ કરશે. એણે માથું ઝકઝોળીને આંખ મીંચી લીધી.

‘મિસ લીચી, આંખ બંધ કર લેને સે હમ અદ્રશ્ય નહીં હોને વાલે…આંખે ખોલો ઔર સચ બતાઓ ડિકી મેં ક્યા થા?’ શબનમે કહ્યું.

લીચીએ હળવેથી પાંપણ ઊંચી કરી. ‘મૈં સબકૂછ ઓન રેકોર્ડ બોલના ચાહતી હું.’ શબનમે ટેપ રેકોર્ડર સામે મૂક્યું.

‘ઉસ રાત બારીશ બહુત થી. હમ ચાર…મૈં, સિનિયર ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ રમેશ પાટીલ ઔર હવાલદાર કનુભા પોલીસ ચૌકી મેં થે…લાઇટ નહીં થી….ના નેટવર્ક થા. અચાનક ઉદયસિંહને કહા ચલો ટાઇમ પાસ કરતે હૈ….હાઇવે પર જાતે હૈ….ગાડિયાં ચેક કરતે હૈ…અચ્છા ટાઇમ પાસ હો જાયેગા…મૈને ના કહી…સર, યે અપના કામ નહીં હૈ…લેકિન ઉન્હોને કહા…..અરે ટાઇમ પાસ તો કરના હૈ….ચલો મઝા આયેગા…મૈં જુનિયર થી…કૈસે મના કરતી….બાકી દોનોં ભી કૂછ નહીં બોલે….મૈં ભી ગઇ. ચેકિંગ કે દૌરાન એક કારમેં સે બેગ મિલી. પૈસોં સે ભરી બેગ. ઉદયસિંહ કી નિયત ખરાબ હો ગઇ….વો બોલે લે ચલો ઇનકો હમારે સાથે….હમ ડ્રાઇવર કો લે ગયે…ઉસને ઉનકો મારાપીટા….ઔર પૂછતે રહે કી પૈસે કિસ કે હૈ…મૈં બીચને પડી કી કમસે કમ મારો મત…ફિર ઉસકો લોક અપ મેં ડાલ દિયા જહાં વો મર ગયા…ઉદયસિંહ કે કારન હમ ફંસ ગયે…ફિર જાન બચાને કે લિયે ઉદયસિંહને નયા આઇડિયા દિયા કી હમ લાશ કો મહારાષ્ટ્ર કી બોર્ડર કે બહાર છોડ આતે હૈ…હમને કિયા…હમકો સાથ દેના પડા…ક્યા કરતી જુનિયરથી’
‘પૈસે કી બેગ કહાં હૈ?’ શબનમે પૂછ્યું.

મેરે ઘર કે માલિયે મેં સંભાલ કે રખી હૈ…ઉસને મુઝે જબરજસ્તી સે બેગ અપને ઘર લે જાને કો કહા….ઔર હાં..ઉસમેં સે દો કરોડ રૂપિયે નીકાલ કર જગ્ગી કો દિયે..જગ્ગી ઉનકી જાન કે પીછે પડ ગયા થા…મુઝ સે કહા કી વો કિસી ડ્રગ્સ કે મામલે મેં ફંસ ગયા હૈ…ઉસકો ચુકાના હૈ….એકબાર ઉન્હોને બેગ કા પૈસા ફિફ્ટી ફિફ્ટી કર લેને કી ઓફર ભી કી થી…ફિર એક દિન બસરા કા મર્ડર કરને કો કહા….મૈંને ના કહી તો ઉસને મુઝે ધમકી દી કી તુમ્હારે ટાઇમ પાસ કે ચક્કર મેં યે સબ હુઆ હૈ….એસા મૈં પ્રેસ રિપોર્ટર અમન રસ્તોગી કો બોલ દુંગા….ઉસને પાટીલ સે અમન રસ્તોગી કો ફોન ભી કરવાયા થા…વો મુઝસે અમન રસ્તોગી કા મર્ડર કરવાના ચાહતા થા…ક્યોં કી રસ્તોગી હાઇવે કેસ કે બારે મેં કાફી કૂછ જાન ચુકા થા. મૈં ટાલતી રહી…તબ તક આપ હમેં યહાં લાયે.’
શબનમે ટેપ સ્વિચ ઓફ કરીને બલદેવરાજ સામે જોયું. બંને હસ્યા. લીચીને એમના હસવાનું કારણ ન સમજાયું. શબનમે બીજું નાનું ટેપ રેકોર્ડર કાઢીને ઓન કર્યું.

‘બરસાતવાલી રાત કો જો કૂછ ભી હુઆ ઉસકી જિમ્મેદાર લીચી હૈ. હાઇવે પર ગાડિયાં ચેક કરને કા આઇડિયા ઉનકા થા. વો થ્રીલર નોવેલ પઢતી રહેતી થી….ઉનકો લાઇફ મેં થ્રીલ ચાહિયે થા…ક્યા ઉખાડ લિયા કાર ચેક કર કે…પૈસોં કી બેગ મિલી….અનવર કો મારાપીટા….પૈસા કહાં સે આયા…કિસ કા હૈ…અનવર કો પૂછતી રહી…મત મારો ઉનકો હમને સમજાયા…નહીં માની…લોક અપ મેં ડાલ દિયા…બિચારા અનવર લોક અપ મેં મર ગયા…બોલી કી અનવર કે સાથ કાર કો છોડ આતે હૈ….ગુજરાત કી બોર્ડર કે ઉસ પાર…..વહાં કી પુલીસ ઢૂંઢતી ફિરેગી ઔર હમ પૈસોં કા બટવારા કર લેંગે…બેગ અપને ઘર લે ગઇ…બોલી પૈસો કા ચાર હિસ્સા હોગા. પ્રેસ મેં જાને કી ધમકી દે કર…વો મુઝ સે બસરા ઔર અમન રસ્તોગી કા મર્ડર કરવાના ચાહતી થી…હમ બુરી તરહા ફંસ ગયે….લીચી કે થ્રીલ મેં.’

શબનમે ટેપ બંધ કર્યું. ટેપમાંથી આવી રહેલા ઉદયસિંહના અવાજને સાંભળી રહેલી લીચીના હાવભાવનું બારીક નિરીક્ષણ કરી રહેલા બલદેવરાજે કહ્યું: ‘દોનોં કી કહાની ફિલ્મી હૈ લેકિન….સચ્ચી કહાની કિસકી હૈ.?’


મનપ્રિત અને યશનૂર દિલ્હી એરપોર્ટ પર ઉતર્યાં. યશનૂર પાસે સામાનમાં બન્ને વચ્ચે એક બેગ હતી….જે ફ્લાઇટની કેબિનમાં જ મૂકી હતી….એટલે ચેકઆઉટમાં સમય ન લાગ્યો. આખે રસ્તે મનપ્રિત જાગતી રહી…આંખ મીંચે તો સામે સતિન્દર સિંઘ અને તજિન્દર સિંઘની લાશો તરવરતી દેખાતી. એને પતિ બબ્બરના મોતનો બદલો લેવો હતો…કાયમ માટે દિલ્હી આવી જવું હતું. હિનાએ એની પાસે જ કામ કરાવ્યું. છેલ્લી ઘડીએ કોઇ ગરબડ થાય તો કવર અપ કરવા એ પોતે હાજર થઇ ગઇ. એ હિનાની અસલિયત જાણતી નહતી. હિના રોની એજન્ટ હતી અને અન્ય એક એજન્ટની સાથે મળીને બબ્બરને મેપલ લેકમાં ડૂબાડીને ખતમ કરનાર એ પોતે હતી. હિના ગેમ રમી ગઇ….એણે મનપ્રિતની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. એણે મનપ્રિતના હાથે સતિન્દરનું મર્ડર કરવાનો પ્લાન બનાવ્યો હતો અને પોતે તજિન્દરને પતાવાની હતી…પણ મનપ્રિતનો પડછાયો બનીને સાથે રહેનારી હિનાએ સતિન્દરને ગોળીએ દેવો પડ્યો ને મનપ્રિતે તજિન્દરને ખતમ કરવો પડ્યો. આ ગેમમાં બાજી તો હિના જ મારી ગઇ ગઇ હતી. એક જ સમયે બનેલી ડબલ મર્ડરની ઘટના મનપ્રિતના દિમાગમાંથી હટતી નહતી. સતિન્દરના માણસો પીછો કરતા હશે અને મર્ડર કરી નાખશે એવા ભયથી થથરતી મનપ્રિત યશનૂરને વળગીને બેસી રહેલી.

હિનાના કહેવા મુજબ કોઇ એને એરપોર્ટ પર લેવા આવવાનું હતું. ‘મનપ્રિત યશનૂરનો હાથ પકડીને આમતેમ નજર કરતી બહાર આવી. સામે એક લેડી એના નામનું પાટિયું ઝાલીને ઊભી હતી. એણે યશનૂરને એ લેડી બતાવી. બંને એમની પાસે જાય તે પહેલાં એ લેડીએ જઇને પૂછ્યું: ‘મનપ્રિત.’

મનપ્રિતે હા પાડી. ‘મૈં શબનમ. વેલકમ ટુ ઇન્ડિયા.’ શબનમની સાથેના એક જણે યશનૂરના હાથમાંથી બેગ લઇ લીધી. એમના માટે રાહ જોઇ રહેલી કારમાં ત્રણેય બેઠા ને કાર પૂરપાટ દોડવા લાગી. શબનમની કારની આગળ અને પાછળ બે કાર કવર અપ કરી રહી હતી.

કાર સાઉથ દિલ્હીના વૈભવી વસંત કુંજમાં જઇને ઊભી રહી. શબનમ બંનેને લઇને એક અપાર્ટમેન્ટમાં દાખલ થઇ.
‘આપકો કૂછ દિન યહાં રહેના હૈ.’ શબનમ બોલી.

‘મૈં મેરે પેરેન્ટસ કો ફોન કર દેતી હું.’ મનપ્રિતે કહ્યું.

નહીં અભી નહીં…સતિન્દર ઔર તજિન્દર કે મર્ડર કી બાત ફૈલ ગઇ હોગી..રિસ્ક નહીં લેના…હમ ખુદ આપ કો પેરેન્ટ્સ કે ઘર પહોંચા દેંગે.’ શબનમના મોબાઇલ પર બીપ અવાજ આવ્યો. એણે વાંચીને કહ્યું ‘મુઝે નીકલના હોગા….તુમ્હારી સુરક્ષા કા પુરા બંદોબસ્ત કિયા હૈ.’ મનપ્રિત કાંઇ બોલે તે પહેલાં શબનમ વીજળીની ગતિએ નીકળી ગઇ. કારમાં બેસીને પહેલું કામ મોબાઇલના મેસેજનો જવાબ આપવાનું કર્યું. મેસેજ ટાઇપ કરીને ડ્રાઇવરને કહ્યું. ‘બ્લ્યુ સ્કાય એવિયેશન….હેલિકૉપ્ટર બેઝ.’


ઓન્તારિયોના ગુરુદ્વારામાંથી તજિન્દરસિંઘ અને સતિન્દરસિંઘની લાશો મળી આવતા શીખ સમાજમાં કોલાહલ મચી ગયો. પોલીસે કોર્ડન કરી લીધેલા એરિયાની બહાર એકઠા થયેલા શીખોના ચહેરા પર માતમ હતો તો કોઇના ચહેરા આક્રોશથી લાલઘૂમ હતા. પોલીસ એમને કાબૂમાં લેવા મથી રહી હતી…પ્રેસ અને ટીવી મીડિયામાં ઉશ્કેરાટ હતો. પત્રકારોમાં સત્ય જાણી લેવાની અધિરાઇ હતી ને કેમેરાઓ જે આંખે ચડે એ ઝીલી લેવા ઝૂમી રહ્યા હતા….. ઝઝૂમી રહ્યા હતા. બે લાશો ગુરુદ્વારાની બહાર લવાઇ ને ઝપાટાભેર એમ્બ્યુલન્સમાં ધકેલી દેવાઇ. એમ્બ્યુલન્સના કર્કશ સાયરને મેદનીની ગમગીનીમાં વધારો કર્યો. એમ્બ્યુલન્સની પાછળ તજિન્દરસિંઘ અને સતિન્દરસિંઘના શોકમગ્ન અનુયાયીઓ અને ટેકેદારોનાં વાહનોનો શાંત કાફલો જઇ રહ્યો હતો.


‘ગ્રંથિ તજિન્દરસિંઘ અને ઉનકે ભાઇ સતિન્દરસિંઘ કી કેનેડા કે ઓન્તારિયો કે ગુરુદ્વારામેં ગોલી માર કર હત્યા. ધર્મસ્થલ મેં ઘટી ઇસ ઘટના સે શીખ સમુદાય મેં આક્રોશ ફૈલ ગયા હૈ. દોનોં લાશોં કો પોસ્ટમોર્ટમ કે લિયે ભેજ દિયા હૈ. સોર્સ કે મુતાબિક કિસીને એક યંગ લડકી કો ગુરુદ્વારા મેં જાતે દેખા હૈ. પુલીસને પ્રાઇમરી બયાન મેં ઇસ ડબલ મર્ડર કો અંદરુની મામલા બતાયા હૈ.’

લીલીના મોંમાંથી ચીસ નીકળી ગઇ. ચીસ પછીના સન્નાટામાં એ બે ગોઠણ વચ્ચે માથું નાખીને સૂનમૂન બેસી રહી. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એ આંસુ સતિન્દરના મોત માટે નહતા…એમાં લીચી માટેનો ઝુરાપો હતો…એની ચીખમાં લીચીના રહસ્યમય અપહરણથી સર્જાયેલો ખાલીપો હતો. ટીવીનાં દ્રશ્યોએ તો એને રડાવવા માટે માત્ર ચાંપ દાબી હતી. હકીકતમાં લીચીનું અપહરણ થયું ત્યારથી એના મનમાં ડૂમો ભરાયેલો હતો. કોની પાસે હૈયું ઠાલવે…કોને કહે મનમાં ધરબાયેલી વ્યથા. આખરે લીચી અને ડીકે સિવાય એનું કોણ હતું. પહેલાં લીચીનું અપહરણ અને હવે સતિન્દરનું મર્ડર. બારણે બેલ વાગી ને એને ડીકેના આવવાની આશા જાગી. લીલીને ડીકેને ભેટીને મન ખોલીને રડવું હતું…એની છાતીમાં મોં મૂકીને ચીસો પાડવી હતી. વરસોથી દાબી રાખેલી ચીસોને વાચા આપવી હતી. સાડીના છેડાથી મોં લૂછીને એણે બારણું ખોલ્યું.

‘નમસ્તે આન્ટી. ઓળખાણ પડી.?’ શબનમે બે હાથ જોડતા કહ્યું.
લીલી પટેલનો રડમસ ચહેરો ફિક્કો પડી ગયો. હાથ-પગ ઢીલાં થઇ ગયા. શરીરે પરસેવો બાઝી ગયો.
‘હાં.’ લીલી માત્ર એટલું જ બોલી શકી.

‘અંદર આવવાનું નહીં કહો.?’
એણે હાથના ઇશારે અંદર આવવા કહ્યું. શબનમ જઇને સોફા પર બેઠી. ટીવી પર સતિન્દરના ન્યૂઝ ફરી ચાલ્યાં. લીલી રીમોટ લઇને સ્વિચ ઓફ કરવા લાગી…
‘સો સોરી….તમારા દુ:ખના સમયે આવી. સતિન્દર અને એના ભાઇની કોઇએ કેનેડામાં હત્યા કરી નાખી.’ શબનમ બોલી. લીલીએ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ટીવી બંધ કરીને એ ચૂપચાપ સામેના સોફા પર જઇને બેઠી.

‘આન્ટી, તમારા માળિયામાં એક બેગ છે.’
લીલી શબનમની સામે એક ટસે જોતી રહી…કોઇ મડદાની આંખ ખુલ્લી રહી ગઇ હોય એમ….પછી એણે માળિયા
તરફ મોં કર્યું.

‘વનરાજ.’ શબનમે માળિયા પર નજર કરતા બૂમ મારી.

વનરાજ અંદર આવ્યો. શબનમે એને માળિયા પરથી બેગ ઉતારવાનું કહ્યું. અચેતન અવસ્થામાં બેઠેલી લીલીની આંખના ખૂણામાંથી આંસુ ટપક્યાં.

વનરાજ બેગ ઉતારીને બહાર ગયો. શબનમે બેગ પરની ધૂળ ઝાટકી. બેગ ખોલવા ગઇ. ઝીપરની કડી ન હતી. એણે સેફ્ટી પીનની મદદથી બેગ ખોલી. રૂપિયા હોવાની ખાતરી કરીને બેગ બંધ કરી.
આન્ટી, તમારે મારી સાથે આવવું પડશે. વનરાજ, બેગ કાર મેં રખો.’

લીલીનો નિષ્પ્રાણ દેહ ઉઠ્યો. બારણે તાળું માર્યું. લીલી એક જીવતી લાશની જેમ કારમાં બેઠી. દમણથી સુરત એરપોર્ટ સુધીની સફરમાં એક પણ શબ્દ નહીં ઉચ્ચારેલી લીલી હેલિકૉપ્ટરમાં બેસતા માત્ર એટલું જ બોલી: ‘મને મારી લીચીને એકવાર મળવા દેજો.’(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button