ખાખી મની-૩૫
‘હાઇ વે કેસના ઇન્વેસ્ટિગેટીવ ઓફિસર મધુકર રાંગણેકર ખુદ લાપતા.’ અમન રસ્તોગીએ સનસનાટી મચાવનારું હેડિંગ આપ્યું.
અનિલ રાવલ
‘ભાલેરાવજી, આપકો કૂછ હોને નહીં દેંગે….હમને આપસે વાદા કિયા થા લેકિન આપકો ભી હમારે લિયે કૂછ કરના હોગા.’ અભિમન્ય ુસિંહે કહ્યું અને એ જ વખતે કુમાર હાથમાં ચા અને બટાટા વડાની ટ્રે લઇને કેબિનમાં આવ્યો.
‘લિજિયે ગરમ બટાટા વડા ઔર ચાય. હમને ખાસ આપકે લિયે દિલ્હી કે મહારાષ્ટ્ર ભવન કી કેન્ટીન સે મંગવાયે હૈ.’ કુમારે ટેબલ પર ટ્રે મૂકી.
‘બદલે મેં મુઝે ક્યા કરના હોગા.’ ભાલેરાવે અભિમન્યુ સિંહની સામે જોઇને પૂછ્યું. તરત જ કુમારે ટેપ રેકોર્ડર એમની સામે મૂક્યું.
‘સચ બતા દો.ઓન રેકોર્ડ.’ કુમાર બોલ્યો.
‘મુઝે એડા સમઝા હૈ ક્યા…ઉસ દિન તુમ લોગ મંત્રાલય સે ગયેના…ઉસ કે બાદ મૈને દિલ્હી ફોન કર દિયા થા…અબતક તુમ્હારે વો…ક્યા નામ હૈ…હાં, અભય તોમાર કો ફોન પહોંચ ગયા હોગા….ઉનસે પૂછ લો ઔર જાને દો મુઝે….હેલિકૉપ્ટર સે વાપિસ ભેજ દો.’ ભાલેરાવ ઉકળી ઉઠ્યો.
અભિમન્યુ સિંહે હળવેકથી ચાનો કપ ઊંચક્યો ને ભાલેરાવના મોં પર ગરમાગરમ ચા ફેંકી. હબક ખાઇ ગયેલો ભાલેરાવ ચિત્કારી ઉઠ્યો. બાંયથી મોં લૂછવા માંડ્યો.
‘યે ક્યા વ્યવહાર કર રહે હો આપલોગ મેરે સાથ….યાદ રખો…આપલોગ સરકાર કે નૌકર હો….હમ સેવક હૈ.’ ગુસ્સામાં કુમારે એક બટાટું વડું એના મોંમાં ઠુંસી દીધું.
‘હમેં ફોન કરને કી….તુમ્હારે કિસી ગોડ ફાધર કી તાકત નહીં હૈ…સમઝે.’ કુમારે કહ્યું.
‘ખાલિસ્તાન ફન્ડિંગ કે બારે મેં જો જો જાનતા હૈ….ફટાફટ બોલના શુરૂ કર.’ અભિમન્યુ સિંહે ભાલેરાવનો કાંઠલો ઝાલી લીધો. ભાલેરાવે બટેટું વડું થૂંકી નાખ્યું ને દાઝી ગયેલા બંને ગાલને પંપાળવા લાગ્યો: ‘મુઝે છોડ દેંગેના.’
‘તુમ્હારે સ્ટેટમેન્ટ મેં કિતની સચ્ચાઇ હૈ….ઇસકી પરખ કરને કે બાદ.’ કુમારે ટેપ ઓન કર્યું.
‘લીલાસરી પોલીસ ચોકીની પોલીસ પાર્ટીના અપહરણના કેસની ચર્ચા કરવા ગુજરાતના ગૃહ પ્રધાને રાજ્યના ટોચના સિનિયર પોલીસ અધિકારીઓની ખાસ બેઠક બોલાવી હતી. પોલીસ પાર્ટીના અપહરણના કેસની તપાસ માટે ટોચના પોલીસ વડાના નેતૃત્વ હેઠળ એક ખાસ ટીમની નિમણૂક કરવાની વાત નીકળી ત્યારે સુરત પોલીસ કમિશનર વિજય સહાયે આ જવાબદારી પોતાને માથે લીધી. ટીમમાં અન્ય લોકોને સામેલ કરવાની બાબતે એમણે કહ્યું કે હાલ હું એક રહીશ…પછી જરૂર પડ્યે વિચારીએ.’ સૌના આશ્ર્ચર્યની વચ્ચે બેઠક તો દસ મિનિટમાં પૂરી થઇ ગઇ, પણ ચા-પાણી નાસ્તો અને અપહરણની ચર્ચા એક કલાક ચાલી.
બેઠક પતાવીને પાછા ઓફિસે જતી વખતે વિજય સહાયે કારમાં બેઠા બેઠા જ અપહરણ કરાયેલા ચારેય પોલીસના મોબાઇલ નંબર વાંચવા ડાયરી ખોલી. નામ અને નંબર પર ફરી રહેલી એમની નજર એક નામ પર જઇને અટકી: ‘લીચી લીલી પટેલ.’
‘વેરી ઇન્ટેરેસ્ટિંગ નેમ..લીચી પટેલ’ પોલીસ કમિશનર સહાયને પોતાના જ ઉદગારો યાદ આવી ગયા…..ઓફિસમાં પહોંચીને ડિપાર્ટમેન્ટના પોતાના એક ખાસ વિશ્ર્વાસુ માણસ કિશોરને બોલાવ્યો.
‘આ ચારેયના મોબાઇલ ટ્રેકિંગ પર મૂક અને છેલ્લે કયા ડેસ્ટિનેશન પર હતા મને કહે.’
‘આપું સાહેબ.’ કહીને એ ગયો. પોલીસ કમિશનર વિચારતા રહ્યા કે રોના ચીફ બલદેવરાજ ચૌધરીને એક સાવ નાનકડી લીલાસરી પોલીસ ચોકીની સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલમાં શું રસ પડ્યો…ચારેય પોલીસ એકીસાથે લાપતા…આનું રહસ્ય જાણવા ઊંડા ઊતરવું પડશે.
‘સર, આ ચારેયનું છેલ્લું ડેસ્ટિનેશન લીલાસરી પોલીસ ચોકી બતાવે છે.’ કિશોરે ટ્રેક કરીને રિપોર્ટ આપ્યો.
‘નજર રાખ….એમના મોબાઇલ ખુલશે તો અને ત્યારે એમનો અતોપતો મળશે.’ પોલીસ કમિશનરે બોલીને કિશોરને જવાનો ઇશારો કર્યો. થોડું વિચારીને એમણે એક કોલ લગાવ્યો.
‘નમસ્કાર સરજી, વિજય સહાય બોલ રહા હું.’
‘વિજય સહાયજી, આપકા નંબર સેવ હૈ…..બતાઓ ક્યા સેવા કર સકતા હું’ બલદેવરાજે હસીને કહ્યું.
‘સરજી, આપને એક લેડી ઇન્સ્પેક્ટર લીચી પટેલ કી ઇન્ક્વાયરી કરવાઇ થી.’ વિજય સહાય સીધા પોઇન્ટ પર આવ્યા.
‘હાં…હાં…યાદ આયા….યાદ આયા’ બલદેવરાજે વિચારવાનો ડોળ કરતા કહ્યું. સામે પોલીસ કમિશનર હતા…તેઓ એમના અવાજના અભિનયને પારખી ગયા..
‘સરજી, વો લેડી ઇન્સ્પેક્ટર ઔર ઉનકે દુસરે પુલીસવાલે સાથી… સબ કે સબ લાપતા હૈ….શાયદ કિસીને કિડનેપ કિયા હૈ’
‘અચ્છા? કબ? કહાં સે.? કૈસે?’ બલદેવરાજે અજાણ હોવાનો ઢોંગ ચાલુ રાખ્યો.
‘સરજી, માફી ચાહતા હું….લેકિન મૈં આપકો જહાં તક જાનતા-પહેચાનતા હું….ઇસ કિડનેપિંગ કે પીછે આપકા યાને કી રો કા હાથ હૈ…ક્યોં કી આપ જૈસે આલા દરજજે કે અફસર હવા મેં હાથપૈર નહીં મારતે.’
‘સહાયજી, મૈં કૂછ સમજા નહીં.’
‘સરજી, એક સવાલ કરતા હું આપસે….સિર્ફ હાં યા ના મૈં બતલાઇએગા..ક્યા હમ ઉન પુલીસવાલોં કો ઢૂંઢના બંધ કર દે?’
‘હાં’ બલદેવરાજ થોડું વિચારીને બોલ્યા ને ફોન કાપી નાખ્યો.
‘હાઇ વે કેસના ઇન્વેસ્ટિગેટીવ ઓફિસર મધુકર રાંગણેકર ખુદ લાપતા..’ અમન રસ્તોગીએ બીજે દિવસે સનસનાટી મચાવનારું હેડિંગ આપ્યું. બળતામાં ઘી હોમાયું. રહસ્યમય ઘટનાની જ્વાળાઓ ઓર ઊંચી ઊઠી.
‘સર, યે પઢિયે’ કહીને રાંગણેકરે અભિમન્યુ સિંહની સામે અખબાર મૂક્યું.
‘મુજે માલુમ હૈ….પઢ લિયા’ અભિમન્યુ સિંહે કહ્યું.
‘સર, યે સરફિરા જર્નાલિસ્ટ હૈ….પતા લગા લેગા કી આપ લોગોંને કિડનેપ કિયા હૈ….ઔર છાપ દેગા અખબાર મેં.’
‘અખબારવાલે અપના કામ કરેંગેં ઔર હમ અપના’
‘સર, એક બાત પૂછું?’ રાંગણેકરે કહ્યું.
‘હાં પૂછો.’
‘આપ લોગોં ને કિડનેપિંગ કા નાટક ક્યું કિયા.? સીધી તરહા…શક કે બેઝિઝ પર ગિરફતાર કર લેતે.’
‘હમ એફઆઇઆર નહીં લિખતે, સર્ચ વોરન્ટ લેકે નહીં જાતે, સમન્સ જારી નહીં કરતે….જિસકો ઉઠાના હૈ કભી કભી ઉનકો ભી પતા નહીં લગને દેતે…હમ કો પતા હૈ….કિસ કો સીધી ગોલી મારની હૈ ઔર કિસકો પકડ કર સચ ઉગલવાના હૈ. ના કોઇ કોર્ટ, ના વિટનેસ બોક્સ, ના વકીલ….ના ઝમાનત…હાં, એસા નહીં હૈ કી હમ જવાબદેહ નહીં હૈ….વી આર ઓલ્સો આન્સરેબલ.’ અભિમન્યુ સિંહે ચાની સિપ મારી…પછી ગાલ પર ઊપસી આવેલા સહેજ મલકાટ સાથે બોલ્યા: ‘જબ સબ પુલીસવાલે હમારી તરહા કામ કરને લગેંગેના.’ ફોનની રીંગ વાગી….વાત અધૂરી રહી ગઇ.
‘જી સર….જય હિન્દ.’ ‘અભિમન્યુ સિંહ ઊભા થયા’ રાંગણેકર, બાદ મેં બાત કરતે હૈ.’ કહીને નીકળી ગયા.
અભય તોમારે એક ફોટો અભિમન્યુ સિંહ, બલદેવરાજ અને શબનમની સામે મૂક્યો. ત્રણેયે વારાફરતી ફોટો ધારી ધારીને જોયો….શબનમ ફોટો જોઇ રહી હતી ત્યારે તોમારે કહ્યું: ‘શબનમ, યહ કામ તૂમ કરોગી. ડેટ ફિક્સ હૈ. ઔર યે રહા એડ્રેસ.’
‘યસ સર..’ શબનમે ફરી એકવાર ફોટા પર નજર ફેરવી.
‘ઇસકે બાદ મામલા તંગ હો સકતા હૈ…હમેં શબનમ કો કવર અપ કરના હૈ’ તોમાર બોલતા રહ્યા ને રૂમમાં એમની દરેક વાતને અંતે ઓકે સર સંભળાતો રહ્યો.
સતિન્દરસિંઘે એના મોબાઇલ પર ચારેક વાર વાગેલી રીંગને અવગણી…
પંજાબમાં ટોડીસિંઘ અને સાથીઓની હત્યાથી એ દુ:ખી હતો…બબ્બર, સરદાર સંધુ, ગુરચરનસિંઘ અને હવે ટોડીસિંઘ અને એના નિકટના સાથીઓ….રોના એજન્ટોએ પંજાબમાં બધાને ખતમ કરીને તબાહી મચાવી દીધી હતી…. જંગી શસ્ત્રસરંજામ પકડીને સતિન્દરસિંઘને પાંગળો બનાવી દીધો હતો. રોના એજન્ટોએ કેનેડામાં ખાલિસ્તાન મૂવમેન્ટને મદદ કરનારા પાકિસ્તાનીઓને પણ વીણી વીણીને ખતમ કર્યા હતા. સતિન્દરસિંઘના બધા અંગ કપાઇ રહ્યાં હતાં. ટોડીસિંઘની હત્યાની સાથે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવાનું એનું સપનું રગદોળાઇ ગયું હતું. ભારત તરફથી થઇ રહેલા દબાણને લીધે અને ડિપ્લોમેટીક કારણોસર લોકલ લેવલે એની રાજકીય વગ ઢીલી પડી ગઇ હતી. અત્યાર સુધી લીલીછમ રહેલી એની ડાળ સુકાવા લાગી હતી. એ કોઇને મળતો નહતો….ફોન પર પણ વાત કરવાનું ટાળતો હતો. મોટાભાગે એ ઘરમાં ભરાઇ રહેતો. એનો સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો હતો. એ તકિયામાં મોં નાખીને બેઠો ત્યાં ફરી રિંગ વાગી. એણે નામ નંબર જોઇ લેવા ખાતર મોબાઇલ જોયો. નામ વાંચીને ફોન લીધો.
‘સતિન્દર ભાઇસા’બ, ‘મૈં આપકો મિલના ચાહતી હું…..એક ખાસ બાત કરની હૈ’ મનપ્રિતસિંઘે કહ્યું.
‘મનપ્રિત, મૈં મિલના નહીં ચાહતા. ફોન પર બતાઓ.’
‘મેરે પાસ એક પ્લાન હૈ..’ મનપ્રિતે કહ્યું.
‘ઠીક હૈ….તજિન્દર ભાઇસા’બ સે બાત કર કે મૈં તુમ્હે વહીં બુલા લુંગા…વોહી તય કરેંગે.’ મનપ્રિતે હિનાને વાત કરી…જવાબમાં એણે કહ્યું કે ‘કોઇ બાત નહીં…તુમ્હે કિસી ભી તરહા ઉન તક પહોંચના હૈ….પ્લાન બતાના હૈ.’
બીજે દિવસે સતિન્દરેસિંઘે મનપ્રિતને ફોન કરીને ગુરુદ્વારામાં બોલાવી.
તજિન્દરસિંઘને આખો પ્લાન સમજાવ્યો…
‘દિલ્હી મેં ખાલિસ્તાન કા ઝંડા મૈં લહેરાઉંગી….બબ્બર કા અધૂરા કામ મૈં પુરા કરુંગી. જિસને હમારે લોગોં કો મારા હૈ…મુઝે ઉન સબસે બદલા લેના હૈ. ઇન મેં સબ સે ઉપર અભય તોમાર કા નામ હૈ.’ મનપ્રિત હિનાએ આપેલી સ્ક્રીપ્ટ મુજબ બોલી ગઇ…હિનાએ આખોય તખ્તો ગોઠવી રાખ્યો હતો. મનપ્રિતના હૈયામાંથી નીકળેલી ખોટી ભડાસ સાંભળી લીધા બાદ તજિન્દસિંઘ ખડખડાટ હસ્યો. સતિન્દરસિંઘ પણ હસવા માંડ્યો.
‘તું જાયેગી કૈસે….તેરા પાસપોર્ટ તો ભાઇસા’બ કે પાસ હૈ સતિન્દરસિંઘે કહ્યું.
‘કુડિયે, બતા તેરા અસલી પ્લાન ક્યા હૈ..? સૂના હૈ તુમને નકલી પાસપોર્ટ બનવા લિયે હૈ.’ તજિન્દરસિંઘે
‘યહાં આને કા મકસદ ક્યા હૈ તુમ્હારા..?’ સતિન્દરસિંઘે પૂછ્યું.
મનપ્રિત ગભરાઇ ગઇ … તજિન્દરસિંઘને નકલી પાસપોર્ટની ખબર પડી ગઇ. હિનાની પટકથામાં આવો સીન નહતો. હવે શું કરવું.? એ જવખતે હાથમાં ગન લઇને હિના પ્રવેશી.
‘મનપ્રિત અપના કામ કર ઔર નિકલ યહાં સે’ એણે સતિન્દરસિંઘ સામે ગન તાકી રાખી.
‘હિના, દેખો તુ ગલત કર રહી હો’ સતિન્દરને મનપ્રિતના ઇરાદાની ભણક આવી ગઇ.
‘મનપ્રિત ગોલી ચલાઓ.’ મનપ્રિતને આવી કલ્પના નહોતી કે હિના અહીં ટપકી પડશે…. એરપોર્ટ પર યશનૂરને લઇને કોણ ગયું હશે … ના … ના હું સતિન્દરસિંઘને નહીં મારી શકું. એ વિચારતી રહી.
‘મનપ્રિત સોચ મત …. અપના કામ કર ઔર.’ હિના એટલું બોલી ત્યાં સતિન્દરે પોતાના ખિસ્સામાંથી ગન ખેંચી કાઢી…એ તાંકવા જાય તે પહેલાં હિનાએ એના પર બે ગોળી છોડી…..સતિન્દરસિંઘ ત્યાં જ ઢળી પડ્યો. તજિન્દરસિંઘ એની પાસે દોડી ગયો. સતિન્દરની ગન ઉઠાવવા ગયો ત્યાં મનપ્રિતે એની પીઠમાં ગોળીઓ ધરબી દીધી. તજિન્દરસિંઘ એના ભાઇની ઉપર ઢળી પડ્યો.
‘રિલેક્સ….મનપ્રિત યશનૂર એરપોર્ટ પહોંચ ગયા હૈ…તૂ નીકલ.’
‘ઔર તુમ.?’ મનપ્રિતે કહ્યું..
‘મુઝે એક ઔર કામ હૈ…પાસપોર્ટવાલા અબ કભી નકલી તો ક્યા અસલી પાસપોર્ટ ભી નહીં બના પાયેગા.’ હિનાએ કહ્યું.
મનપ્રિતે ટેક્સી પકડી… અને હિના દૂર પાર્ક કરેલી બાઇકને કિક મારીને નીકળી ગઇ…અને ગુરુદ્વારામાં ગુરબાની ગૂંજતી રહી.
(ક્રમશ:)