અનિલ રાવલ
લીલાસરી પોલીસ ચોકીમાં થનારી સંભવિત હત્યાને બદલે અપહરણની ઘટના બની ગઇ…..અપહરણ પણ કોનું? પોલીસનું…પોલીસ ચોકીમાંથી પોલીસને જ ઉઠાવી જવાયા…એ પણ ધોળે દિવસે…આ સનસનાટીભરી ઘટનાની હજી કોઇને જાણ નહોતી થઇ…ઘટનાના કલાકો બાદ પણ ઉજ્જડ પોલીસ ચોકીના દરવાજા ખુલ્લાફટાક હતા….ટેબલ ખુરસી ઊંધા પડ્યા હતા..ટેલિફોનનો વાયર ખેંચી કઢાયો હતો….લાઇટ પંખા ચાલુ હતા. કોઇ ફરિયાદ નોંધાવવા આવે અથવા ડ્યૂટી બદલાય ત્યારે અથવા બીજી પાળીના પોલીસ આવે ત્યારે જ અપહરણનો કિસ્સો પ્રકાશમાં આવે…..પણ ફરિયાદી આવે કે બીજી પાળીના પોલીસ આવે તે પહેલાં બીજી એક ચોંકાવનારી ઘટના બની. જગ્ગી એના ચાર-પાંચ જણ સાથે પોલીસ ચોકીમાં ધસી ગયો…એના માણસો ચોકીમાં ફેલાઇ ગયા…ધમાચકડીમાં ઊથલી પડેલા ખુરસી ટેબલ સામે રિવોલ્વરો તાકી…છેક પાછળના વાડામાં જઇ આવ્યા. બે કાર અને મોટરસાઇકલ એમની એમ જ હતી…કોઇ તોડફોડ થઇ નહતી. બંદૂકો ચાલી નહતી…ગોળીઓ છૂટી નહતી….લોહીના નિશાન નહોતા…જગ્ગીએ ટેબલ પર હાથ પછાડ્યો: ‘સાલ્લા ઇમામ હમસે પહેલે હાથ માર ગયા.’ જગ્ગીના શબ્દો હજી શમ્યા નહીં ત્યાં પોલીસ ચોકીની બહાર ચિચિયારી કરતી બે કાર થોભી એમાંથી ગન સાથે બુકાનીધારીઓ ઉતરીને ચોકીમાં ધસી ગયા…ને જગ્ગી અને સાથીદારોને જોઇને ગન તાકીને ઊભા રહ્યા. પોલીસ ચોકીમાં બે ટોળકી સામસામે બંદૂકો તાકીને ઊભી હતી.
જગ્ગી ભાઇ આપ?’ કાળી બુકાની પાછળથી અબ્દુલ્લાનો અવાજ આવ્યો.
‘કહાં હૈ…પુલીસ ઇન્સ્પેક્ટર બાઇ ઔર ઉનકે સાથી.?’ બુકાની ખોલી નાખતા પૂછ્યું.
‘મુઝે લગા કી આપલોગ ઉઠા કે લે ગયે’ જગ્ગી બોલ્યો.
‘હમ તો આપકે સામને અભી આયે.’ અબ્દુલ્લાએ એના સાથીઓને બતાવતા કહ્યું.
‘તો કહાં ગયે યે લોગ? શાયદ કિડનેપિંગ…ઇસકે પીછે પૈસોં કી બેગ હૈ….બેગ કે સાથ પુલીસ કો ભી ઉઠા કે લે ગયે….કોઇ હમારા ભી બાપ નીકલા’ જગ્ગીએ પોલીસ ચોકીના દરવાજાને લાત મારતા કહ્યું.
જગ્ગીભાઇ કૂછ બડા ચક્કર હૈ, ઇમામ કો બતાના ઝરૂરી હૈ…..ચલતા હું.’ શાણા અબ્દુલ્લાને વધુ વખત ત્યાં ઊભું રહેવું યોગ્ય ન લાગ્યું.
ભાલેરાવે ઇન્ટરકોમ પરથી અવસ્થીને ફોન જોડ્યો. એણે ધીમા અવાજે કહ્યું: ‘સૂનો અવસ્થી, હેલિકોપ્ટર બુક કરો અરજન્ટ….દિલ્હી સે બુલાવા આયા હૈ’
‘કબ નિકલના હૈ.?’ અવસ્થીએ સંકોચાતા પૂછ્યું.
‘અભી કા અભી.’ ભાલેરાવે કહ્યું.
‘કોઇ સામાન નહીં ના સાથ મેં….ક્યું કિ મૈં રડાર પર હું.’ અવસ્થીએ સ્પષ્ટતા કરી….
‘અરે નહીં રે બાબા…ગભરને કા નહીં…મૈં હૈના સાથ મેં’
***થોડીવાર પછી મંત્રાલયમાંથી નીકળીને બંને સરકારી કારમાં સાંતાક્રુઝના પવનહંસ એર બેઝ પર પહોંચ્યા….હવામાં પાંખો વીંઝતું ને ઘોંઘાટ કરતું હેલિકેપ્ટર તૈયાર જ હતું….બંને કારમાંથી ઊતરીને લગભગ દોડીને હેલિકેપ્ટરમાં ચડી ગયા….જેવું હેલિકેપ્ટરે ટેકઓફ કર્યું કે તરત જ પાઇલટની બાજુ બેઠેલો કુમાર બહાર આવીને બોલ્યો: ‘હમારી સ્પેશ્યલ સવિર્સમેં આપકા સ્વાગત હૈ…થેન્ક યુ ભાલેરાવજી, હમારી સિક્યોરિટી કે બગૈર આપ….બિના કિસી ચાલબાજી કિયે અવસ્થી કો લે કર આ ગયે’
સમસમી ઉઠેલા અવસ્થીએ ગુસ્સામાં ભાલેરાવની સામે જોયું….
‘સોરી અવસ્થી…મૈં લાચાર થા…પર યે અચ્છે લોગ હૈ…હમ દોનોં કો કૂછ નહીં હોને દેંગેં…બોલા મુજે.’
‘ક્યા ખાક કૂછ નહીં હોને દેગેં….યે આઇબીવાલે હૈ…..ઇન્ટેલિજન્સ બ્યૂરો.’
કુમાર બંનેની વાતોની મજા લઇ રહ્યો હતો….
‘આપ દોનોં અપના મોબાઇલ ફોન મુજે દે દો…બાદમેં આરામ સે બાતેં કરતે રહેના..’
‘દેખા….શુરૂઆત હો ચુકી’ અવસ્થી પોતાનો મોબાઇલ કુમારની હથેળીમાં પછાડીને મૂકતા બોલ્યો.
પગ અને મુક્કીઓ પછાડતા જગ્ગી અને અબ્દુલ્લા પોતાની ગેંગ સાથે લીલાસરી પોલીસ ચોકીમાંથી નીકળ્યા ગયા. અબ્દુલ્લા ક્યારેય ઇમામને ફોન કરીને ખલેલ પહોંચાડવામાં માનતો નહીં…એને રૂબરૂ વાત કરવાની ટેવ…પણ પોલીસ ચોકીની ઘટના ઇમામને કહેવી જરૂરી હતી. કારમાં બેસતા જ એણે ઇમામને ફોન લગાવ્યો. રિંગ વાગી ગઇ..ઇમામે ફોન ઉપાડ્યો નહીં…નમાજ પડતા હશે કે આરામ ફરમાવતા હશે એવું માનીને એણે કોલ કરવાનું માંડી વાળ્યું….પણ પોલીસ પાર્ટીનું અપહરણ કોણે કર્યું હશે એ વિચાર એના મનમાં કલાકના સો કિલોમીટરની ઝડપે દોડી રહ્યો હતો..
સાલ્લા અઇસા કૌન લોગ હૈ જો પુલીસ કો કિડનેપ કર સકતા હૈ?’ એનું દિમાગ કામ કરતું બંધ થઇ ગયું.
જડ મગજના જગ્ગીને ભળતો જ વિચાર આવ્યો…એણે ઉદયસિંહના મોબાઇલ પર ફોન કર્યો……
‘સ્વિચ ઓફ…ઓય તેરી બેણ કે ટક્કે…ઉદયા, મેરે સે બચણે કે વાસ્તે અગર તુને કિડનેપિંગ કા નાટક કિયા તો તુઝે છડુંગા નહીં….પુલીસવાલોં કા કોઇ કિડનેપિંગ કરતા હૈ ક્યા….કરતા હૈ?’ એણે ડ્રાઇવ કરનારા પોતાના બંદાને પૂછ્યું..
‘નહીં જગ્ગીભાઇ….પુલીસ કા કિડનેપિંગ કોઇ નહીં કર સકતા.’ બંદાએ કહ્યું…
‘પુલીસને ખુદ અપના કિડનેપિંગ કરવાયા હૈ યા ફિર યે કોઇ બડા ગેંગ કા ગેમ હૈ’ જગ્ગીને ગ્રંથિ હરપાલસિંઘને કોલ કરવાનો વિચાર આવ્યો. રિંગ વાગી રહી હતી ‘ઓય મારાજ ફોન ઉઠાઓજી….વડી સનસનીખેજ ખબર હૈ…સૂણ કે તૂસી હેરાન હો જાના હૈ.’ રિંગ વાગી ગઇ. ગ્રંથિ સાહેબે જગ્ગીનો કોલ ન લીધો. પાજી કમાલ હૈ તૂસી…ઇતના ઇમ્પોર્ટન્ટ કોલ મિસ કોલ મેં ડાલ દિયા…ઓય તૂ એસ્કેલેટર દબા.’ એણે પોતાના બંદાને કહ્યું ને કારે ૧૨૦ની સ્પીડ પકડી.
જગ્ગીની કાર ઢાબાના પાર્કિંગ એરિયામાં પહોંચી…કારમાંથી ઊતરીને એણે પગેથી દરવાજો બંધ કર્યો…ધૂંઆપૂઆં થતો જગ્ગી કેબીનમાં પ્રવેશ્યો કે સામે બે જણ રિવોલ્વર તાકીને ઊભા હતા.
‘વેલકમ જગમોહનસિંઘ બિન્દ્રા…ઉર્ફ જગ્ગી…ઉર્ફ જગ્ગી દા ઢાબા કે માલિક.’
‘ઓય કોણ હો તૂમ લોગ.? ક્યા હૈ યે સબ?’
‘આવાઝ નીચી રખો..હમ કૌન હૈ અભી પતા લગ જાયેગા. તુમ્હારી કેબીનમેં સે ડ્રગ્સ મિલા હૈ.’ એક જણે ટેબલ મૂકેલુ ડ્રગ્સ ભરેલું ઓશિકું બતાવતા કહ્યું. બીજાએ જગ્ગીના ખિસ્સામાંથી મોબાઇલ અને પેન્ટ પાછળ ભરાવેલી ગન આંચકી લીધી.
‘ચૂપચાપ હમારે સાથ ચલિયે.’ ગનવાળા હાથે દરવાજો બતાવતો ઇશારો કર્યો.
‘ક્યા ચાહિયે આપકો? કિતના ચાહિયે..? બૈઠ કે બાત કરતે હૈ’ જગ્ગી ખુરસી પર બેસવા ગયો…અચાનક એક જણે ખુરસીને લાત મારી.
‘ચલને કે લિયે બોલા હૈ…બૈઠને કે લિયે નહીં’ બીજો જણ નક્કર પુરાવા તરીકે મળી આવેલા ડ્રગ્સના ઓશિકાને પ્લાસ્ટીની કોથળીમાં નાખવામાં લાગ્યો.
‘એક ફોન કરને દો મુઝે…સિર્ફ એક…દુસરે કોલ કી ઝરૂરત નહીં પડેગી’ જગ્ગી ઠંડે કલેજે બોલ્યો.
‘જગ્ગી અપના ઔર હમારા ટાઇમ બરબાદ મત કરો….ચલો.’ ગનવાળો હાથ જગ્ગીની છાતી સુધી લંબાયો..જગ્ગીથી આગળ જઇને એક જણે કેબીનનો દરવાજો ખોલ્યો…જગ્ગીની પાછળ રહેલા બીજાએ ગન એની પીઠ પર મૂકી….બહાર ઊભેલી કાળા કાચવાળી કાર રિવર્સ આવી…..પાછલો દરવાજો ખોલીને જગ્ગીને અંદર ધકેલ્યો. એની બંને બાજુ બે જણ ગોઠવાયા ને કાર પુરપાટ દોડવા લાગી….કોઇ અજાણ્યા સ્થળે.
અબ્દુલ્લાએ ઇમામના રૂમના દરવાજે બે ટકોરા માર્યા…ને અંદર ગયો…
સામે કરડાકીભર્યા બે ચહેરાઓ રિવોલ્વર તાકીને ઊભા હતા…ને એમની એક બાજુ ઇમામ અને બીજી બાજુ ગ્રંથિ હરપાલસિંઘ બેઠા હતા.
અબ્દુલ્લાભાઇ, ઇમામ કબ સે તુમ્હારી રાહ દેખ રહે હૈ…….તુમને કોલ કિયા…એકબાર….લેકિન મોબાઇલ હમારે પાસ હૈ’ એક જણે મોબાઇલ બતાવતા કહ્યું. બીજાએ આગળ જઇને અબ્દુલ્લાનો મોબાઇલ અને ગન આંચકી લીધા. હેબતાઇ ગયેલો અબ્દુલ્લા નિ:સહાયપણે ઇમામ અને ગ્રંથિને જોતો રહ્યો.
અચ્છા હુઆ ગ્રંથિ સાહબ યહીં પર મિલ ગયે…..હમારા કામ આસાન હો ગયા….ચલો ચલો હમારે પાસ વક્ત બહુત કમ હૈ’ બીજો એક જણ બોલ્યો.
રિવોલ્વરોના ઇશારે ઇમામ, ગ્રંથિ અને અબ્દુલ્લાને નીચે ઊભેલી કારમાં ધેકેલી દેવાયા…..કાર પૂરપાટ દોડવા લાગી….એક અજાણ્યા સ્થળે પહોંચવા..
કમનસીબે કોઇ માણસ લીલાસરી પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ફરક્યો નહીં…ચાવાળો પણ ન દેખાયો….ઝાડુવાળી બાઇએ રજા પાળી દીધી હતી…સાંજ પડી…સૂરજ ઢળ્યો. રાતપાળી વાળા પોલીસ ઇન્સ્પેક્ટર રતુભાએ બુલેટ ચોકીની બહાર ઊભું રાખ્યું. ચશ્માં કાઢીને ઉપલા ખિસ્સામાં મુક્યા. સિગારેટ સળગાવી..બે દમ મારીને જેવા પોલીસ ચોકીમાં દાખલ થયા કે એમના પગ ખોડાઇ ગયા. બહાદુરી દેખાડવાનો માંડ મોકો મળ્યો હોય એમ રિવોલ્વર ખેંચી કાઢીને બધે ઝડપથી આંટો મારી આવ્યા…ગંભીર પરિસ્થિતિ પામી ગયેલા ઇન્સ્પેક્ટર રતુભાએ ફોન કરવા રિસિવર કાને માંડ્યું….સુનકાર સાંભળીને વાયર તપાસ્યો. ઊંધી પડેલી ખુરસી સીધી કરીને બેઠા…મોબાઇલ કાઢીને ફોન જોડ્યો.. સાહેબ, લીલાસરી પોલીસ ચોકીમાં ભાંગફોડ થઇ છે ને આપણી ટીમ લાપતા છે…કદાચ કોઇ એમનું અપહરણ કરી ગયું છે.’
પોલીસ ચોકીમાં ભાંગફોડના અને મારપીટના કિસ્સા અગાઉ કદાચ બન્યા હશે….પણ પોલીસ ટીમની સામૂહિક અપહરણની ઘટના પહેલીવાર નોંધાઇ હતી. ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા…વધારાની પોલીસ કૂમકો ગોઠવી દેવામાં આવી. વાયરલેસ સતત રણકતા રહ્યા. જોત જોતામાં ગુજરાત પોલીસ કમિશનર અને ગૃહ પ્રધાન સુધી વાત પહોંચી ગઇ. પછી ઉચ્ચ સ્તરીય તપાસના હુકમ છુટ્યા.. હાઇ વે પરના બંને બાજુના સીસીટીવી કેમેરાની ચકાસણીના આદેશો અપાયા. હાઇવે પર કરવામાં આવેલી પૂછપરછ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એવા તારણ પર આવ્યા કે પોલીસનું સામૂહિક અપહરણ થયું હોવું જોઇએ. સવાલ એટલો જ હતો કે અપહરણ કોણે કર્યું અને અપહરણ કરવા પાછળનો હેતુ શું હતો. આસપાસના-લોકલ પત્રકારો તો લીલાસરી પોલીસ ચોકીની બહાર માહિતી માટે એકઠા થઇ જ ગયા હતા…સાથે સાથે છેક અમદાવાદથી રિપોર્ટરો-ટીવી ચેનલના પત્રકારોની ઓબી વેનની કતાર લાગી હતી…..લોકલ પત્રકારમાં એક ગજાનન પણ હતો….લીલાસરી પોલીસ ચોકીની ઘટનાની જાણ થઇ કે તરત જ એણે અમન રસ્તોગીને ફોન કર્યો હતો.
‘રસ્તોગી સા’બ….એક બડી ખબર દેતા હું આપકો….લીલાસરી પોલીસ ચોકી કે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર, સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલ, કોન્સ્ટેબલ પાટીલ ઔર હવાલદાર કનુભા કા કિડનેપિંગ હો ગયા.’
રસ્તોગી દિગ્મૂઢ બની ગયો. એનું દિમાગ સૂન મારી ગયું.
‘મેં પહોંચતા હું’ એણે ફોન કાપી નાખ્યો.
કાશ, ‘એક દિવસ પહેલા ઉદયસિંહ અને લીચીએ મળવાનો ટાઇમ આપ્યો હોત તો લીચીનું નિવેદન લઇને એક મોટા ન્યૂઝ છાપી નાખ્યા હોત’ લીલાસરી પોલીસ ચોકીના કોફીનમાં આખરી ખિલ્લો મારે જ મારવો હતો……એવું વિચારી રહેલા રસ્તોગીને ક્યાં ખબર હતી કે એની એ મુલાકાત આખરી હોત….એના મર્ડરનો પ્લાન બની ચુક્યો હતો…બીજી જ ક્ષણે એના દિમાગમાં અપહરણ કોણે કર્યું હશે એનો વિચાર ઝબુક્યો. રાંગણેકર પાસે માહિતી હશે જ….એણે રાંગણેકરને ફોન લગાડ્યો.
રાંગણેકર સાહેબ, ‘હાઇવેવાળી સ્ટોરીમાં ગજબનો ટિવ્સ્ટ આવ્યો’
‘શું થયું?’ રાંગણેકરે પૂછ્યું…
‘કેમ તમને નથી ખબર…ઉદયસિંહ અને લીચી પટલીલાસરી પોલીસ ચોકીમાં થનારી સંભવિત હત્યાને બદલે અપહરણની ઘટના બની ગઇ…..અપહરણ પણ કોનું? પોલીસનું…પોલીસ ચોકીમાંથી પોલીસને જ ઉઠાવી જવાયા…એ પણ ધોળે દિવસે…આ સનસનાટીભરી ઘટનાની હજી કોઇને જાણ નહોતી થઇ…ઘટનાના કલાકો બાદ પણ ઉજ્જડ પોલીસ ચોકીના દરવાજા ખુલ્લાફટાક હતા….ટેબલ ખુરસી ઊંધા પડ્યા હતા..ટેલિફોનનો વાયર ખેંચી કઢાયો હતો….લાઇટ પંખા ચાલુ હતા. કોઇ ફરિયાદ નોંધાવવા આવે અથવા ડ્યૂટી બદલાય ત્યારે અથવા બીજી પાળીના પોલીસ આવે ત્યારે જ અપહરણનો કિસ્સો પ્રકાશમાં આવે…..પણ ફરિયાદી આવે કે બીજી પાળીના પોલીસ આવે તે પહેલાં બીજી એક ચોંકાવનારી ઘટના બની. જગ્ગી એના ચાર-પાંચ જણ સાથે પોલીસ ચોકીમાં ધસી ગયો…એના માણસો ચોકીમાં ફેલાઇ ગયા…ધમાચકડીમાં ઊથલી પડેલા ખુરસી ટેબલ સામે રિવોલ્વરો તાકી…છેક પાછળના વાડામાં જઇ આવ્યા. બે કાર અને મોટરસાઇકલ એમની એમ જ હતી…કોઇ તોડફોડ થઇ નહતી. બંદૂકો ચાલી નહતી…ગોળીઓ છૂટી નહતી….લોહીના નિશાન નહોતા…જગ્ગીએ ટેબલ પર હાથ પછાડ્યો: ‘સાલ્લા ઇમામ હમસે પહેલે હાથ માર ગયા.’ જગ્ગીના શબ્દો હજી શમ્યા નહીં ત્યાં પોલીસ ચોકીની બહાર ચિચિયારી કરતી બે કાર થોભી એમાંથી ગન સાથે બુકાનીધારીઓ ઉતરીને ચોકીમાં ધસી ગયા…ને જગ્ગી અને સાથીદારોને જોઇને ગન તાકીને ઊભા રહ્યા. પોલીસ ચોકીમાં બે ટોળકી સામસામે બંદૂકો તાકીને ઊભી હતી.
જગ્ગી ભાઇ આપ?’ કાળી બુકાની પાછળથી અબ્દુલ્લાનો અવાજ આવ્યો.
‘કહાં હૈ…પુલીસ ઇન્સ્પેક્ટર બાઇ ઔર ઉનકે સાથી.?’ બુકાની ખોલી નાખતા પૂછ્યું.
‘મુઝે લગા કી આપલોગ ઉઠા કે લે ગયે’ જગ્ગી બોલ્યો.
‘હમ તો આપકે સામને અભી આયે.’ અબ્દુલ્લાએ એના સાથીઓને બતાવતા કહ્યું.
‘તો કહાં ગયે યે લોગ? શાયદ કિડનેપિંગ…ઇસકે પીછે પૈસોં કી બેગ હૈ….બેગ કે સાથ પુલીસ કો ભી ઉઠા કે લે ગયે….કોઇ હમારા ભી બાપ નીકલા’ જગ્ગીએ પોલીસ ચોકીના દરવાજાને લાત મારતા કહ્યું.
જગ્ગીભાઇ કૂછ બડા ચક્કર હૈ, ઇમામ કો બતાના ઝરૂરી હૈ…..ચલતા હું.’ શાણા અબ્દુલ્લાને વધુ વખત ત્યાં ઊભું રહેવું યોગ્ય ન લાગ્યું.
ભાલેરાવે ઇન્ટરકોમ પરથી અવસ્થીને ફોન જોડ્યો. એણે ધીમા અવાજે કહ્યું: ‘સૂનો અવસ્થી, હેલિકોપ્ટર બુક કરો અરજન્ટ….દિલ્હી સે બુલાવા આયા હૈ’
‘કબ નિકલના હૈ.?’ અવસ્થીએ સંકોચાતા પૂછ્યું.
‘અભી કા અભી.’ ભાલેરાવે કહ્યું.
‘કોઇ સામાન નહીં ના સાથ મેં….ક્યું કિ મૈં રડાર પર હું.’ અવસ્થીએ સ્પષ્ટતા કરી….
‘અરે નહીં રે બાબા…ગભરને કા નહીં…મૈં હૈના સાથ મેં’
***થોડીવાર પછી મંત્રાલયમાંથી નીકળીને બંને સરકારી કારમાં સાંતાક્રુઝના પવનહંસ એર બેઝ પર પહોંચ્યા….હવામાં પાંખો વીંઝતું ને ઘોંઘાટ કરતું હેલિકેપ્ટર તૈયાર જ હતું….બંને કારમાંથી ઊતરીને લગભગ દોડીને હેલિકેપ્ટરમાં ચડી ગયા….જેવું હેલિકેપ્ટરે ટેકઓફ કર્યું કે તરત જ પાઇલટની બાજુ બેઠેલો કુમાર બહાર આવીને બોલ્યો: ‘હમારી સ્પેશ્યલ સવિર્સમેં આપકા સ્વાગત હૈ…થેન્ક યુ ભાલેરાવજી, હમારી સિક્યોરિટી કે બગૈર આપ….બિના કિસી ચાલબાજી કિયે અવસ્થી કો લે કર આ ગયે’
સમસમી ઉઠેલા અવસ્થીએ ગુસ્સામાં ભાલેરાવની સામે જોયું….
‘સોરી અવસ્થી…મૈં લાચાર થા…પર યે અચ્છે લોગ હૈ…હમ દોનોં કો કૂછ નહીં હોને દેંગેં…બોલા મુજે.’
‘ક્યા ખાક કૂછ નહીં હોને દેગેં….યે આઇબીવાલે હૈ…..ઇન્ટેલિજન્સ બ્યૂરો.’
કુમાર બંનેની વાતોની મજા લઇ રહ્યો હતો….
‘આપ દોનોં અપના મોબાઇલ ફોન મુજે દે દો…બાદમેં આરામ સે બાતેં કરતે રહેના..’
‘દેખા….શુરૂઆત હો ચુકી’ અવસ્થી પોતાનો મોબાઇલ કુમારની હથેળીમાં પછાડીને મૂકતા બોલ્યો.
પગ અને મુક્કીઓ પછાડતા જગ્ગી અને અબ્દુલ્લા પોતાની ગેંગ સાથે લીલાસરી પોલીસ ચોકીમાંથી નીકળ્યા ગયા. અબ્દુલ્લા ક્યારેય ઇમામને ફોન કરીને ખલેલ પહોંચાડવામાં માનતો નહીં…એને રૂબરૂ વાત કરવાની ટેવ…પણ પોલીસ ચોકીની ઘટના ઇમામને કહેવી જરૂરી હતી. કારમાં બેસતા જ એણે ઇમામને ફોન લગાવ્યો. રિંગ વાગી ગઇ..ઇમામે ફોન ઉપાડ્યો નહીં…નમાજ પડતા હશે કે આરામ ફરમાવતા હશે એવું માનીને એણે કોલ કરવાનું માંડી વાળ્યું….પણ પોલીસ પાર્ટીનું અપહરણ કોણે કર્યું હશે એ વિચાર એના મનમાં કલાકના સો કિલોમીટરની ઝડપે દોડી રહ્યો હતો..
સાલ્લા અઇસા કૌન લોગ હૈ જો પુલીસ કો કિડનેપ કર સકતા હૈ?’ એનું દિમાગ કામ કરતું બંધ થઇ ગયું.
જડ મગજના જગ્ગીને ભળતો જ વિચાર આવ્યો…એણે ઉદયસિંહના મોબાઇલ પર ફોન કર્યો……
‘સ્વિચ ઓફ…ઓય તેરી બેણ કે ટક્કે…ઉદયા, મેરે સે બચણે કે વાસ્તે અગર તુને કિડનેપિંગ કા નાટક કિયા તો તુઝે છડુંગા નહીં….પુલીસવાલોં કા કોઇ કિડનેપિંગ કરતા હૈ ક્યા….કરતા હૈ?’ એણે ડ્રાઇવ કરનારા પોતાના બંદાને પૂછ્યું..
‘નહીં જગ્ગીભાઇ….પુલીસ કા કિડનેપિંગ કોઇ નહીં કર સકતા.’ બંદાએ કહ્યું…
‘પુલીસને ખુદ અપના કિડનેપિંગ કરવાયા હૈ યા ફિર યે કોઇ બડા ગેંગ કા ગેમ હૈ’ જગ્ગીને ગ્રંથિ હરપાલસિંઘને કોલ કરવાનો વિચાર આવ્યો. રિંગ વાગી રહી હતી ‘ઓય મારાજ ફોન ઉઠાઓજી….વડી સનસનીખેજ ખબર હૈ…સૂણ કે તૂસી હેરાન હો જાના હૈ.’ રિંગ વાગી ગઇ. ગ્રંથિ સાહેબે જગ્ગીનો કોલ ન લીધો. પાજી કમાલ હૈ તૂસી…ઇતના ઇમ્પોર્ટન્ટ કોલ મિસ કોલ મેં ડાલ દિયા…ઓય તૂ એસ્કેલેટર દબા.’ એણે પોતાના બંદાને કહ્યું ને કારે ૧૨૦ની સ્પીડ પકડી.
જગ્ગીની કાર ઢાબાના પાર્કિંગ એરિયામાં પહોંચી…કારમાંથી ઊતરીને એણે પગેથી દરવાજો બંધ કર્યો…ધૂંઆપૂઆં થતો જગ્ગી કેબીનમાં પ્રવેશ્યો કે સામે બે જણ રિવોલ્વર તાકીને ઊભા હતા.
‘વેલકમ જગમોહનસિંઘ બિન્દ્રા…ઉર્ફ જગ્ગી…ઉર્ફ જગ્ગી દા ઢાબા કે માલિક.’
‘ઓય કોણ હો તૂમ લોગ.? ક્યા હૈ યે સબ?’
‘આવાઝ નીચી રખો..હમ કૌન હૈ અભી પતા લગ જાયેગા. તુમ્હારી કેબીનમેં સે ડ્રગ્સ મિલા હૈ.’ એક જણે ટેબલ મૂકેલુ ડ્રગ્સ ભરેલું ઓશિકું બતાવતા કહ્યું. બીજાએ જગ્ગીના ખિસ્સામાંથી મોબાઇલ અને પેન્ટ પાછળ ભરાવેલી ગન આંચકી લીધી.
‘ચૂપચાપ હમારે સાથ ચલિયે.’ ગનવાળા હાથે દરવાજો બતાવતો ઇશારો કર્યો.
‘ક્યા ચાહિયે આપકો? કિતના ચાહિયે..? બૈઠ કે બાત કરતે હૈ’ જગ્ગી ખુરસી પર બેસવા ગયો…અચાનક એક જણે ખુરસીને લાત મારી.
‘ચલને કે લિયે બોલા હૈ…બૈઠને કે લિયે નહીં’ બીજો જણ નક્કર પુરાવા તરીકે મળી આવેલા ડ્રગ્સના ઓશિકાને પ્લાસ્ટીની કોથળીમાં નાખવામાં લાગ્યો.
‘એક ફોન કરને દો મુઝે…સિર્ફ એક…દુસરે કોલ કી ઝરૂરત નહીં પડેગી’ જગ્ગી ઠંડે કલેજે બોલ્યો.
‘જગ્ગી અપના ઔર હમારા ટાઇમ બરબાદ મત કરો….ચલો.’ ગનવાળો હાથ જગ્ગીની છાતી સુધી લંબાયો..જગ્ગીથી આગળ જઇને એક જણે કેબીનનો દરવાજો ખોલ્યો…જગ્ગીની પાછળ રહેલા બીજાએ ગન એની પીઠ પર મૂકી….બહાર ઊભેલી કાળા કાચવાળી કાર રિવર્સ આવી…..પાછલો દરવાજો ખોલીને જગ્ગીને અંદર ધકેલ્યો. એની બંને બાજુ બે જણ ગોઠવાયા ને કાર પુરપાટ દોડવા લાગી….કોઇ અજાણ્યા સ્થળે.
અબ્દુલ્લાએ ઇમામના રૂમના દરવાજે બે ટકોરા માર્યા…ને અંદર ગયો…
સામે કરડાકીભર્યા બે ચહેરાઓ રિવોલ્વર તાકીને ઊભા હતા…ને એમની એક બાજુ ઇમામ અને બીજી બાજુ ગ્રંથિ હરપાલસિંઘ બેઠા હતા.
અબ્દુલ્લાભાઇ, ઇમામ કબ સે તુમ્હારી રાહ દેખ રહે હૈ…….તુમને કોલ કિયા…એકબાર….લેકિન મોબાઇલ હમારે પાસ હૈ’ એક જણે મોબાઇલ બતાવતા કહ્યું. બીજાએ આગળ જઇને અબ્દુલ્લાનો મોબાઇલ અને ગન આંચકી લીધા. હેબતાઇ ગયેલો અબ્દુલ્લા નિ:સહાયપણે ઇમામ અને ગ્રંથિને જોતો રહ્યો.
અચ્છા હુઆ ગ્રંથિ સાહબ યહીં પર મિલ ગયે…..હમારા કામ આસાન હો ગયા….ચલો ચલો હમારે પાસ વક્ત બહુત કમ હૈ’ બીજો એક જણ બોલ્યો.
રિવોલ્વરોના ઇશારે ઇમામ, ગ્રંથિ અને અબ્દુલ્લાને નીચે ઊભેલી કારમાં ધેકેલી દેવાયા…..કાર પૂરપાટ દોડવા લાગી….એક અજાણ્યા સ્થળે પહોંચવા..
કમનસીબે કોઇ માણસ લીલાસરી પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ફરક્યો નહીં…ચાવાળો પણ ન દેખાયો….ઝાડુવાળી બાઇએ રજા પાળી દીધી હતી…સાંજ પડી…સૂરજ ઢળ્યો. રાતપાળી વાળા પોલીસ ઇન્સ્પેક્ટર રતુભાએ બુલેટ ચોકીની બહાર ઊભું રાખ્યું. ચશ્માં કાઢીને ઉપલા ખિસ્સામાં મુક્યા. સિગારેટ સળગાવી..બે દમ મારીને જેવા પોલીસ ચોકીમાં દાખલ થયા કે એમના પગ ખોડાઇ ગયા. બહાદુરી દેખાડવાનો માંડ મોકો મળ્યો હોય એમ રિવોલ્વર ખેંચી કાઢીને બધે ઝડપથી આંટો મારી આવ્યા…ગંભીર પરિસ્થિતિ પામી ગયેલા ઇન્સ્પેક્ટર રતુભાએ ફોન કરવા રિસિવર કાને માંડ્યું….સુનકાર સાંભળીને વાયર તપાસ્યો. ઊંધી પડેલી ખુરસી સીધી કરીને બેઠા…મોબાઇલ કાઢીને ફોન જોડ્યો.. સાહેબ, લીલાસરી પોલીસ ચોકીમાં ભાંગફોડ થઇ છે ને આપણી ટીમ લાપતા છે…કદાચ કોઇ એમનું અપહરણ કરી ગયું છે.’
પોલીસ ચોકીમાં ભાંગફોડના અને મારપીટના કિસ્સા અગાઉ કદાચ બન્યા હશે….પણ પોલીસ ટીમની સામૂહિક અપહરણની ઘટના પહેલીવાર નોંધાઇ હતી. ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા…વધારાની પોલીસ કૂમકો ગોઠવી દેવામાં આવી. વાયરલેસ સતત રણકતા રહ્યા. જોત જોતામાં ગુજરાત પોલીસ કમિશનર અને ગૃહ પ્રધાન સુધી વાત પહોંચી ગઇ. પછી ઉચ્ચ સ્તરીય તપાસના હુકમ છુટ્યા.. હાઇ વે પરના બંને બાજુના સીસીટીવી કેમેરાની ચકાસણીના આદેશો અપાયા. હાઇવે પર કરવામાં આવેલી પૂછપરછ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એવા તારણ પર આવ્યા કે પોલીસનું સામૂહિક અપહરણ થયું હોવું જોઇએ. સવાલ એટલો જ હતો કે અપહરણ કોણે કર્યું અને અપહરણ કરવા પાછળનો હેતુ શું હતો. આસપાસના-લોકલ પત્રકારો તો લીલાસરી પોલીસ ચોકીની બહાર માહિતી માટે એકઠા થઇ જ ગયા હતા…સાથે સાથે છેક અમદાવાદથી રિપોર્ટરો-ટીવી ચેનલના પત્રકારોની ઓબી વેનની કતાર લાગી હતી…..લોકલ પત્રકારમાં એક ગજાનન પણ હતો….લીલાસરી પોલીસ ચોકીની ઘટનાની જાણ થઇ કે તરત જ એણે અમન રસ્તોગીને ફોન કર્યો હતો.
‘રસ્તોગી સા’બ….એક બડી ખબર દેતા હું આપકો….લીલાસરી પોલીસ ચોકી કે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઉદયસિંહ પરમાર, સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલ, કોન્સ્ટેબલ પાટીલ ઔર હવાલદાર કનુભા કા કિડનેપિંગ હો ગયા.’
રસ્તોગી દિગ્મૂઢ બની ગયો. એનું દિમાગ સૂન મારી ગયું.
‘મેં પહોંચતા હું’ એણે ફોન કાપી નાખ્યો.
કાશ, ‘એક દિવસ પહેલા ઉદયસિંહ અને લીચીએ મળવાનો ટાઇમ આપ્યો હોત તો લીચીનું નિવેદન લઇને એક મોટા ન્યૂઝ છાપી નાખ્યા હોત’ લીલાસરી પોલીસ ચોકીના કોફીનમાં આખરી ખિલ્લો મારે જ મારવો હતો……એવું વિચારી રહેલા રસ્તોગીને ક્યાં ખબર હતી કે એની એ મુલાકાત આખરી હોત….એના મર્ડરનો પ્લાન બની ચુક્યો હતો…બીજી જ ક્ષણે એના દિમાગમાં અપહરણ કોણે કર્યું હશે એનો વિચાર ઝબુક્યો. રાંગણેકર પાસે માહિતી હશે જ….એણે રાંગણેકરને ફોન લગાડ્યો.
રાંગણેકર સાહેબ, ‘હાઇવેવાળી સ્ટોરીમાં ગજબનો ટિવ્સ્ટ આવ્યો’
‘શું થયું?’ રાંગણેકરે પૂછ્યું…
‘કેમ તમને નથી ખબર…ઉદયસિંહ અને લીચી પટેલ સહિત ચાર પોલીસનું કિડનેપિંગ થઇ ગયું.’
‘ઓહ નો….મને નથી ખબર’ રાંગણેકર બોલ્યો.
‘મને તો એમ કે તમને ખબર હશે…રાંગણેકર સાહેબ તમે તો આ કેસની ખાલ ખેંચી કાઢી છે’ રસ્તોગી બોલ્યો એ જ વખતે દિલ્હીમાં રોની ઑફિસના અંદરના રૂમમાં આઇબી ચીફ અભિમન્યુ સિંહ ઉદયસિંહ, લીચી પટેલ, પાટીલ અને કનુભાના ચહેરા પરથી કાળું કપડું ઊંચકી રહ્યા હતા. (ક્રમશ:)ેલ સહિત ચાર પોલીસનું કિડનેપિંગ થઇ ગયું.’
‘ઓહ નો….મને નથી ખબર’ રાંગણેકર બોલ્યો.
‘મને તો એમ કે તમને ખબર હશે…રાંગણેકર સાહેબ તમે તો આ કેસની ખાલ ખેંચી કાઢી છે’ રસ્તોગી બોલ્યો એ જ વખતે દિલ્હીમાં રોની ઑફિસના અંદરના રૂમમાં આઇબી ચીફ અભિમન્યુ સિંહ ઉદયસિંહ, લીચી પટેલ, પાટીલ અને કનુભાના ચહેરા પરથી કાળું કપડું ઊંચકી રહ્યા હતા. (ક્રમશ:)