ઉત્સવ

ખાખી મની-૩૦

‘મતલબ કે સતિન્દર સિંઘ, લીલા પટેલ અને એની સુપુત્રી સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલને ખાલિસ્તાની મૂવમેન્ટ સાથે સીધો સંબંધ છે.’

અનિલ રાવલ

તજિન્દર સિંઘ અને સિતન્દર સિંઘ ગુરુદ્વારાની અંદરની ખાસ મીટિંગ માટેની રૂમમાં બેઠા હતા.

‘ભાઇસા’બ…અબ વક્ત આ ગયા હૈ…એક્શન લેને કા.’ સતિન્દર બોલ્યો.

‘હકુમ વાહે ગુરુજી દા….જૂન ૧૯૮૪ કે વો દિન….જબ હમારે હરમંદિર મેં હમારે હી લોગોં પર ગોલિયાં ચલી થી…..ઉસકા બદલા લેને કા વક્ત આ ગયા હૈ. જો બોલે સો નિહાલ’ તજિન્દર સિંઘે ગર્જના કરી.

‘ભાઇસા’બ, ટોડી સિંઘને પૂરી તૈયારી કર લી હૈ. હમારે પાકિસ્તાની દોસ્તલોગને કાફી મોડર્ન ફટાકે ભેંજ રખેં હૈ….સબકેસબ ફોડ ડાલેંગેં….ફિર સે આસરા લેંગેં હરમંદિર મેં…’ સતિન્દરનું ઝનૂન બોલી ઊઠ્યું.

‘અબ કી બાર લાલ કિલ્લે નઝદીક કિસાન આંદોલન શુરુ કરવા દો….
‘ખાલિસ્તાની ઝંડા લહેરાયેંગે લાલ કિલ્લે પર’ તજિન્દર બરાડ્યો..


બલદેવરાજ ચૌધરી અને શબનમ વડોદરામાં મામા-મામીને તથા દમણમાં લીલી પટેલને મળીને દિલ્હી પાછા ફર્યા એ જ દિવસે નેશનલ સિક્યોરિટીની ઓફિસમાં અભય તોમારની રાહ જોતા બેઠાં હતાં. થોડી જ વારમાં અભિમન્યુસિંહ દાખલ થયા. ત્રણેય પોતપોતાની મુલાકાતો વિશે વિગતે ચર્ચા કરે તે પહેલાં તોમાર પ્રવેશ્યા. ‘સોરી ટુ કિપ યુ વેઇટિંગ..’ બોલીને બેઠા.

‘બતાઇએ ચૌધરીજી…’ તોમારે કહ્યું ને બલદેવરાજ ચૌધરીએ કેનેડા અને પંજાબના ખાલિસ્તાની ત્રાસવાદ સાથે ગુજરાતને જોડતી કડી દોરી આપી…..શબનમે સતિન્દર અને લીલી પટેલના પ્રેમલગ્ન અને એ બંનેથી જન્મેલી સબ ઇન્સ્પેક્ટર દીકરી લીચી પટેલની રસપ્રદ રજૂઆત કરી…

‘સર ઇન શોર્ટ ખાલિસ્તાની મૂવમેન્ટ સાથે કોઇ તો કનેક્શન છે…’ બલદેવરાજે કહ્યું.

‘કનેક્શન છે જ સો ટકા છે…’ અભિમન્યુ સિંહે બલદેવરાજે દોરેલાં ચિત્રમાં રંગ પૂરવાની શરૂઆત કરી. ‘સર, વરસાદની એ રાતે હાઇ-વે પર બનેલી ઘટના સાથે આનો સીધો સંબંધ છે. લીલાસરી પોલીસ ચોકીની પોલીસ ટુકડીએ ચેકિંગ કરીને પૈસાની બેગ કબજે લીધી….બેગ ગુમ થઇ ગઇ….ડ્રાઇવર અનવર મૃત્યુ પામ્યો…કારને મૃત ડ્રાઇવર સાથે મહારાષ્ટ્રની હદમાં છોડી દેવાઇ….અનવરના કપડાં પરથી એક ભીનો વાળ મળી આવ્યો..ફોરેન્સિક રિપોર્ટમાં એ વાળ લીલાસરી પોલીસ ચોકીની લેડી ઇન્સ્પેક્ટર લીચી પટેલનો હોવાનું માલૂમ પડ્યું છે…હાઇ-વે પરના આ ખેલના ખેલાડીઓ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઉદય સિંહ, સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલ, હેડ કોન્સ્ટેબલ પાટીલ અને હવાલદાર કનુભા છે.’ બોલીને અભિમન્યુ સિંહે રાંગણેકરે આપેલી ફાઇલ તોમાર સામે સરકાવી….

‘અને હવે હાઇ-વે કહાની પાર્ટ ટુ. ગુમ થયેલી બેગમાં પૈસા જ હોવા જોઇએ. ખાલિસ્તાની મૂવમેન્ટ કે ત્રાસવાદ માટે શસ્ત્રો ખરીદવાના આ નાણાં અનવર અમદાવાદથી મુંબઇ લઇ જતો હતો. અને અવસ્થી પૈસાની બેગ દિલ્હીમાં ચીફ મિનિસ્ટરને આપવાનો હતો..આ કૌભાંડમાં સીધા સંડોવાયેલા મહારાષ્ટ્રના એક મિનિસ્ટર ભાલેરાવ ખુદે મારી પાસે કબૂલાત કરી છે. ગુજરાતના શીખોએ અમદાવાદના ઇમામની સાથે મળીને નાણાં એકઠાં કર્યાં હતા. આ રહ્યો ઇમામનો મોબાઇલ નંબર.’ અભિમન્યુ સિંહે નાની ડાયરી કાઢીને તોમારને નંબર બતાવ્યો.

‘આનો મતલબ એ કે સતિન્દર સિંઘ, લીલી પટેલ અને એની સુપુત્રી સબ ઇન્સ્પેક્ટર લીચી પટેલને ખાલિસ્તાની મૂવમેન્ટ સાથે સીધો સંબંધ છે.’ બલદેવરાજે શબનમની સામે જોતા કહ્યું.
‘સર, પણ પૈસાની બેગ ક્યાં ગઇ.?’ શબનમ બોલી.

‘એ તો લીલાસરી પોલીસ ચોકીની ચંડાળ ચોકડી જ કહી શકે…’ અભિમન્યુ સિંહે કહ્યું. બરાબર એ જ વખતે એક યુવતીએ બારણે ટકોરા માર્યા ને અંદર આવીને કહ્યું: ‘સર, એક ઇમ્પોર્ટન્ટ મેસેજ હૈ.’ તોમાર એની પાછળ ગયા.

એમના ગયા પછી શબનમ બોલી: ‘સર, આપણે લીલી પટેલને મળવાને બદલે લીચી પટેલને મળવાની જરૂર હતી.’

તોમાર બાજુના રૂમમાં દાખલ થયા…પેલી યુવતીએ એમને હેડ ફોન આપ્યા તોમાર હેડ ફોન કાને ચડાવીને ધ્યાનથી સાંભળવા માંડ્યા.

‘ટોડી, ઑપરેશન બ્લ્યુ સ્ટાર કા બદલા લેને કા વક્ત આ ચુકા હૈ…ઇસ બાર લાલ કિલ્લે પર સે ખાલિસ્તાની ઝંડા લહેરાના હૈ….યે કામ બબ્બર કે હાથોં હોના થા…..અબ તૂ કરેગા…’
‘વાહે ગુરુજી દા ખાલસા…..તુસી ચિંતા છડો….’

ફોન કટ થયાનો અવાજ આવતા તોમારે હેડ ફોન ઉતાર્યા.

‘સર, યે સતિન્દરસિંઘ કા કોલ થા…ઔર યે ટોડીસિંઘ કા લોકેશન હૈ..’ યુવતી સામેના બોર્ડ પર એનું લોકેશન બતાવતા કહ્યું.

તોમાર કેબિનમાં પાછા ફર્યા. ખુરશીમાં બેસતાં જ હાથના તમામ આંગળાના એકપછીએક ટાચકાં ફોડતા જઇને બોલવા લાગ્યા: ‘સતિન્દર, તજિન્દર, લીલી પટેલ, લીચી પટેલ, ઇમામ, અવસ્થી, ભાલેરાવ, દિલ્હી કે ચીફ મિનિસ્ટર….જીતને ભી લોગ હો….કિસી કો નહીં છોડના……ઔર અભી અભી એક નામ મિલા હૈ…..ટોડીસિંઘ.’
જ્યારે પણ એક્શન લેવાનો ઇશારો કરવો હોય ત્યારે તોમાર આ રીતે આંગળાના ટાચકાં ફોડવા લાગતા.


અબ્દુલ્લાએ ઓચિંતા ઇમામના રૂમમાં ધસી જઇને કહ્યું: ‘મૈં અલિયાપુર જા કર આયા…વહાં બાત ચલ રહી હૈ કિ લીલાસરી પુલીસ ચોકી કી લેડી પોલીસ ઇન્સ્પેક્ટર કભી ભી ગિરફતાર હોગી. બેગ કા રાઝ લીલાસરી પુલીસ ચોકી મેં કહીં તો દફન હૈ…’

ઇમામે તસ્બી બાજુએ મૂકતા કહ્યું: ‘તો ફિર જગ્ગી વો દોનોં કો ઉઠા લે ઇસ સે પહેલે હમ ઉઠા લેતે હૈ….અગર પુલીસવાલે ચૂપચાપ હમેં બેગ વાપીસ કર દેતે હૈ તો છોડ દેંગેં યા ફિર…..દોનોં કી લાશ કો ખુદ પુલીસ ઢૂંઢ નહીં પાયેગી.’

‘લેકિન આપ કહે રહે થે કિ ગ્રંથિ કે સાથ મિલ કે જાઇન્ટ આપરેશન કરેંગેં.’

‘ઝરૂરત પડને પર લબ્ઝ વાપિસ ભી તો લિયા જા સકતા હૈ…..પૈસે હમારી કોમને ઝ્યાદા ઇક્કઠે કિયે હૈ…’

‘તો ફિર…..દોનોં કો ઉઠા લેતે હૈ.’ અબ્દુલ્લાની વફાદારી રણકી.
‘ઇન્શા અલ્લાહ’ ઇમામ તસ્બી ફેરવવા લાગ્યા.


રસ્તોગી રોજ ઉદયસિંહના ફોનની રાહ જોતો હતો….લીચી પટેલ સેટલમેન્ટ કરવા માગે છે…એટલે એવું ઉદયસિંહે ચોખ્ખું કહેલું….એણે ઉદયસિંહને સામેથી ફોન કરવાનો વિચાર કર્યો., પણ એમાં એક પત્રકારની પ્રતિષ્ઠાનો સવાલ હતો. રૂમમાં કોફીનો મગ પકડીને મનમાં સંખ્યાબંધ સવાલો સાથે બાખડી રહેલા રસ્તોગીએ દિમાગ લડાવવાની કવાયતમાં રાધિકાને જોતરવાનો નિર્ણય કર્યો.
‘રાધી, મેં રાંધેલા પકવાન સામે તૈયાર પડ્યા છે ને હું ખાઇ નથી શકતો.’ એ બોલ્યો.

‘મને રસોઇ આવડતી નથી. તું સાદીસીધી લેન્વેજમાં સમજાવ’ રાધીએ કહ્યું.

‘ઉદયસિંહનો ફોન કેમ નહીં આવતો હોય..? એણે સાફ કહેલું કે લીચી પટેલ સેટલમેન્ટ કરવા માગે છે….ને લીચી કહેશે એ ટાઇમે અને જગ્યાએ મળશું’ રસ્તોગી બોલ્યો.

‘રાધીએ રસ્તોગીના ચાળા પાડતાં કહ્યું. માય લવવવવવવવ, તારા સવાલનો જવાબ તારા આ વાક્યમાં જ છે…લીચી કહેશે એ ટાઇમે ને જગ્યાએ મળશું.’

‘ઓહ માય ગોડ…..આટલી સિમ્પલ વાત હું સમજી ન શક્યો. મતલબ તેઓ કોઇ કારણસર ટાઇમ પસાર કરી રહ્યા છે…આ લીચીની ચાલ હોઇ શકે છે.’ રસ્તોગીએ કહ્યું.

‘ના મિસ્ટર ચીફ રિપોર્ટર, આ પેંતરો ઉદયસિંહનો પણ હોઇ શકે. સંયુક્ત સાહસ હોય….પૈસાનો મામલો હોય….ત્યારે સૌથી પહેલા નિયત બગડે…અંદરોઅંદર ઝગડા થાય ને કોઇનું મર્ડર પણ થાય.’ બોલીને રાધી ગંભીર થઇ ગઇ. એને ગંભીર જોઇને રસ્તોગી બોલ્યો: ‘રાધી માય લવ….શું થયું તું કેમ સિરિયસ થઇ ગઇ.?’

‘એ લોકો તને મળવા માગે છે. તું એક જ છો જે એમનું રહસ્ય જાણે છે.’ એ અટકી ગઇ…

‘રાધી, મારું મર્ડર કરવું એટલું આસાન નથી….એવું થયું તો આખા દેશમાં તહેલકો મચી જશે.’
‘તું પ્લીઝ કોઇ ઉતાવળિયું પગલું નહીં ભરતો….હું હજી તને કહું છું કે મને સોશ્યલ મીડિયામાં આ કેસ ઉછાળવા દે.’ રાધીએ કહ્યું.

‘ના, તારી જરૂર પડશે તો જરૂર કહીશ.’

‘આઇ વિશ કે તને મારી જરૂર પડે.’ રાધીએ કહ્યું.


‘સત શ્રી અકાલ.’ બોલીને જગ્ગીએ ફોન પર ગ્રંથિ સાહેબને સીધી વાત કરી કે હું મારા બંદાઓને લઇને જાઉં છું ઉદયસિંહ અને લીચીને ઊંચકી લેવા.’

‘નહીં હમ ઇમામ કે સાથ મિલ કે જોઇન્ટ ઑપરેશન કરેંગે.’ ગ્રંથિએ કહ્યું.

‘મૈં અબ ઝ્યાદા રાહ નહીં દેખ સકતા……સતિન્દર મેરી જાન ખા રહા હૈ.’
‘અગર જોઇન્ટ ઑપરેશન નહીં કરેગેં તો ઇમામ મેરી જાન ખા જાયેગા’
‘સાહબ, હમારા મકસદ એક હૈ….કેસે ભી પૈસે કી બેગ હાંસિલ કરના’
‘નહીં…નહીં..હમારા મુસ્લિમો કે સાથ ભાઇચારા હૈ…..સવાલ ખાલિસ્તાની મૂવમેન્ટ કા હૈ…..હમેં અંદર અંદર નહીં લડ મરના’
‘તો ફિર મુઝે ભી સાથ લેકર જા’ ગ્રંથિ સાહેબે કહ્યું.

‘બહેતર હૈ આપ સાથ ના આયે….ઇસ કામ મેં આપ કી ઝરૂરત નહીં હૈ….રખતા હું.’ જગ્ગીએ ઉતાવળે ફોન કાપી નાખ્યો.


‘મનપ્રિત, મુઝે તુમસે મિલના હૈ.’ હિનાએ ફોન કરીને મનપ્રિતને કહ્યું…ને અડધા કલાકમાં બંને એક નાનકડી કોફી શોપમાં બેઠા હતાં.

‘મૈં તુમ્હારે ઇન્ડિયા જાને કા બંદોબસ્ત કર સકતી હું.’ હિનાએ સમય વેડફ્યા વિના કહ્યું.

‘હિના, તુમ તો જાનતી હો….પાસપોર્ટ નહીં હૈ હમારે પાસ.’ મનપ્રિતે કહ્યું.

‘મૈં તુમ દોનોં કા ફેક પાસપોર્ટ બનવા સકતી હું….લેકિન એક શર્ત પર’
‘કૌન સી શર્ત કેસી શર્ત..મનપ્રિત ફેક પાસપોર્ટ અને શરતની વાતથી મૂંઝવણમાં મુકાઇ ગઇ. એ કાંઇ કહે તે પહેલાં હિના બોલી: ‘બદલે મેં…..તુમ્હે એક કામ કરના હોગા.’
હિનાએ અગાઉ કોઇપણ જાતની શરત કે કામની વાત મૂકી નહોતી. હવે બનાવટી પાસપોર્ટની સામે શેની શરત કે કયું કામ કરાવવા માગતી હશે અને ફેક પાસપોર્ટ સાથે પકડાઇ ગયા તો આખી જિંદગી જેલમાં……મનપ્રિતે અંતરાત્માનો અવાજ સાંભળવા માગતી ન હોય એમ કાન પર બંને હાથ મૂકી દીધા.

‘તુ ફિકર ના કર મનપ્રિત…..તું મેરી ફ્રેન્ડ હૈ…..મેરા પ્લાન ફુલપ્રૂફ હૈ…

‘ઇન્ડિયા પહોંચાને કી જિમ્મેદારી મેરી’ હિનાએ એના કાન પરથી હાથ હટાવતા કહ્યું.

સતિન્દર સિંઘ અને ખાલિસ્તાની મૂવમેન્ટનો ભય…પોતાના અને યશનૂરના જીવ પરનું જોખમ અને કાયમ માટે ભારત જતા રહેવાની પ્રબળ ઇચ્છાએ મનપ્રિતને હિનાની શરત સાંભળવા મજબૂર કરી દીધી.

‘શર્ત બતાઓ’ મનપ્રિતે અચકાતા કહ્યું.

‘એક મર્ડર કરના હૈ તુમ્હે..’ હિના બોલી.

નીરવ શાંતિ ઓઢીને બેઠેલી કોફી શોપમાં એક ઠંડો સન્નાટો છવાઇ ગયો.

મનપ્રિતે ઘરે જઇને બબ્બરના કબાટનું લોકર ખોલ્યું. અંદરના ખાનામાંથી એક નકશો કાઢીને જોયો…..મેપ સંકેલીને પાછો મૂક્યો. કપડાંની થપ્પી નીચેથી રિવોલ્વર કાઢી…..સાયલન્સર ચડાવ્યું….અને કબાટના અરીસા સામે ઊભી રહીને પોતાની જાતને ધારી ધારીને જોઇ….એક ઊંડો શ્ર્વાસ લઇને ગન પાછી મૂકી દીધી. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ