ફોકસ પ્લસ: બાળકો સાથે વધુ પડતું કઠોર વલણ યોગ્ય છે?

-નીલમ અરોરા
બાળકોનો ઉછેર કરવો સરળ નથી. વિશ્વના દરેક માતા-પિતા તેમનાં બાળકોની વધુમાં વધુ સુખાકારી વિશે વિચારતા હોય છે. પરંતુ માતા-પિતા પણ ભૂલો કરતા હોય છે. કારણ કે તેઓ પણ પેરેન્ટિંગનું કોઇ નિયમિત શિક્ષણ લેતા નથી હોતા.
બાળકોનો ઉછેર કરતી વખતે જ તેઓ બધું શીખતા હોય છે. તેઓ પણ ભૂલો કરે છે અને તેમની ભૂલોમાંથી શીખે છે. ઘણી વાર માતા-પિતા એવી ભૂલો કરે છે, જેની બાળકોના જીવન પર નકારાત્મક અસર પડે છે.
જ્યારે તેઓ મોટા થાય છે અને સમજણા થાય છે ત્યારે બાળકો સાથેના તેમના મતભેદો દેખાવા લાગે છે. બાળકો માતા-પિતાને તેમના દુશ્મન માનવા લાગે છે. પરંતુ માતા-પિતા જાણતા-અજાણતા એ નથી જાણતા કે તેમના કયા વર્તનની બાળકો પર કેવી અસર થશે. જેમ કે-
આ પણ વાંચો: ફોકસ પ્લસ: માઉન્ટ આબુ ગ્રીષ્મ ઉત્સવ: આદિવાસી રીત-રિવાજો ને લોકરંગી પરંપરાનું ફ્યુઝન
બાળકો સાથે વધુ કડકાઇભર્યું વર્તન
દરેક માતા-પિતા તેમનાં બાળકોની સુખાકારી ઇચ્છે છે. તેઓ બાળકના માર્ગદર્શક પણ હોય છે. સાચા અને ખોટાની સમજ પણ બાળકોમાં માતા-પિતા દ્વારા જ વિકસિત થાય છે. અત્રે નોંધનીય છે કે દરેક નાની-નાની વાત માટે બાળકોને ટોકવા યોગ્ય નથી. તેના જીવન સાથે જોડાયેલા નાના-નાના નિર્ણયો તેમને જાતે જ લેવા દેવા જોઇએ.
જેથી કરીને તે તેમના નિર્ણય સ્વયં લેવાની ક્ષમતા વિકસિત કરી શકે. બાળકોના જીવનમાં માતા-પિતાની વધુ પડતી દખલગીરી અને તેમની મિનિટ દર મિનિટની દિનચર્યાને નિયંત્રિત કરવી, એક સમય પછી બાળકોને ખરાબ લાગે છે. તેથી જો તેમને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવા છે તો તેની સાથે વધુ પડતી કઠોરતા ન દાખવો.
આ પણ વાંચો: ફોકસ પ્લસ : વૃદ્ધાવસ્થામાં વધારો-પડકારોમાં વધારો…
તેમને માન આપો
વધતી ઉંમર સાથે માતા-પિતાએ તેમનાં બાળકોની પ્રાઇવસી અને તેમના જીવનની નાની-નાની ચીજોને મહત્વ આપવું જોઇએ. મોટા ભાગનાં માતા-પિતા એ સમજી શકતા નથી કે મોટા થયા પછી સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ વેલ્યૂ અને સ્વતંત્રતા જેવી બાબતો પણ મહત્ત્વ ધરાવે છે.
કોઇની સામે બાળક સાથે દુર્વ્યવહાર કરવો, બાળકોની નાની-નાની વાતોને કોઇ સાથે શેર કરવી, હંમેશાં બાળકને ઠપકો આપતા રહેવું, તેમને માન ન આપવું, આ પ્રકારની વાતો બાળકો બાળપણમાં તો ભૂલી જાય છે, પરંતુ તેની ખરાબ અસર જીવનભર બાળકો પર રહે છે અને તેઓ ધીમે-ધીમે માતા-પિતાને તેમના દુશ્મન સમજવા લાગે છે.
આ પણ વાંચો: ફોકસ પ્લસ : ડિજિટલ ક્રેઝીનેસનું નવું નામ ઈ-ક્રિકેટ…!
બાળકોના નિર્ણય જાતે લેવા
તેમાં કોઇ શંકા નથી કે માતા-પિતાને તેમનાં બાળકોના જીવન સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો અધિકાર છે,પરંતુ આનો અર્થ એ નથી કે બાળકોને તેમાં કોઇ છૂટ ન આપવી જોઇએ. તેમના સંબંધમાં કોઇ મોટો નિર્ણય લેતા પહેલા તેમનો અભિપ્રાય લેવો જોઇએ. જો તેઓ અસહમતી દર્શાવે છે તો તેના પર વિચાર કરવો જોઇએ.
પોતાના નિર્ણયો બાળકો પર થોપીને તમે તેને તમારા દુશ્મન બનાવો છો. બાળકોને તેના જીવન સાથે સંબંધિત નિર્ણયો જાતે લેવા માટે પ્રેરિત કરો. તેમની સાથે બને તેટલા મૈત્રીપૂર્ણ સંબંધો કેળવો. બેસીને વાત કરો. તેમને સમજાવો અને તેમની સંમતિથી જ નિર્ણય લો. જેનાથી બાળકમાં પોતાના વિશે નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ થાય છે.
આ પણ વાંચો: ફોકસ પ્લસ : બોલિવૂડના ફેશન સ્ટાઈલિશ અભિનેતા
તમારી પસંદગી તેમના પર ન લાદો
બાળકના સારા-નરસા વિશે વિચારવાની જવાબદારી માતા-પિતાની હોય છે. પરંતુ પોતાની પસંદ તેમના પર લાદવી ક્યાંનું ડહાપણ છે? તમારી પસંદગીનો વિષય તે વાંચે, ઓઢવા-પહેરવામાં તમે તેની ઇચ્છાનું ધ્યાન ન રાખો. તેણે કોની સાથે મિત્રતા કરવી જોઇએ તેનો નિર્ણય પણ તમે જ લો.
આ પ્રકારનો વ્યવહાર બાળકને ડરપોક અને કાયર તો બનાવે જ છે, સાથે ઘરના વાતાવરણથી પણ ગૂંગળામણ અનુભવે છે. તે ધીમે ધીમે પોતાની અલગ ઓળખ બનાવવામાં અસમર્થ બની જાય છે. જો તેની ઇચ્છાઓ, તેની પસંદગીઓને તમે વારંવાર નકારી કાઢો છો તો એક તબક્કે તેની ઇચ્છાઓ અને પસંદગી ખતમ થઇ જાય છે. આખરે પરિણામ એ આવે છે કે તેના મનમાં માતા-પિતા પ્રત્યે નફરત પેદા થવા લાગે છે.
આ પણ વાંચો: ફોકસ પ્લસ : વિન્ડચામનો મધુર સ્વર લાવે છે ઘરમાં સમૃદ્ધિ
તેમની લાગણીઓને સમજો
ઉંમર વધવાની સાથે બાળકોમાં શારીરિક અને માનસિક પરિવર્તન આવે છે. કિશોરાવસ્થામાં કોઇના પ્રત્યે આકર્ષણ હોવું સ્વાભાવિક છે. બાળકો કાચી ઉંમરમાં જ કોઇના પ્રેમમાં પડી શકે છે. એમાં શંકાને કોઇ સ્થાન નથી કે આ ઉંમર ભણવાની અને કારકિર્દી બનાવવાની હોય છે. પરંતુ આ પ્રકારની ભાવનાઓને જ્યારે માતા-પિતા કોઇ મહત્ત્વ આપતા નથી ત્યારે પણ બાળકોમાં ગૂંગળામણ પેદા થાય છે. કોઇના પ્રત્યે તેનો પ્રેમ, આકર્ષણ અને લગાવને સમજવું જરૂરી છે. નહીંતર માતા-પિતા તેમનાથી દૂર થવા લાગે છે.