ઉત્સવ

રામલીલા રજૂ કરતા કમાંગર ચિત્રો કચ્છી, મેવાડી તો ક્યાંક બ્રિટીશ પ્રભાવવાળાં

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

(તસવીર: પ્રદીપ ઝવેરી)
હૈ રામ કે વજુદ પે હિન્દોસ્તાનકો નાઝ
ભારત નેં ભારતજે માડુએંજી સાંસ્કૃતિક ચેતનામેં શ્રીરામજો અવતાર કવિ મોમ્મદ ઇકબાલજી રામ’ નાંલે લિખલ કવિતામેં ખાસી રીતેં વતાયમેં આયો આય. ઇક્બાલ રામકે ‘ઇમામ- હિંદુ’ ભારતજા પ્રમુખ તરીકેં ઓરંખાયો આય, જેંજે અસ્તિત્વજો સજ઼ે ડેસકકે ગર્વ હો. ઇની ભગવાન શ્રી રામકે જિંદગી કી રૂઇ’ (જીવનનો આત્મા) નેં રૂસાનિયત કી શાન’ (આધ્યાત્મિકતાનું ગૌરવ) ચ્યોં અયો. નવરાત્રિજા ડીં હલેતા પણ જાધ પ્રભુ શ્રી રામકે કરેજા બો પ્રયોજન ઐં. હિકડો ત દશેરા મૂરમેં આય જુકો દશાનનદહનસેં ઉજવાઇંધો. તેં સિવા જીં ભારતજે નિડારે નિડારે સ્થડ઼તેં રામલીલાજો આયોજન થિએતો, તીં કચ્છજે વિવિધ ગામડ઼ેમેં પ નોં ડીં રામલીલાજો આયોજન થીંધો હોયતો. જેંલા કલાકાર મેણેં પેલા તૈયારી કરીંધા હોયતા નેં અજ઼જે આધુનિકિકરણજે વડ઼ગણ મેં પ માડૂ હસીંખુસી માણીયેંતા. ખેર, મૂંકે ત કમાંગરી ચિત્રમેં રામલીલાજી વિશેષતાઉં મથે ગ઼ાલ કરેજી આય. રામલીલાકે પ્રસ્તુત કરીંધલ અદ્ભુત ભીંતચિત્રેંજી ઝાંખી હી પ્રડેસમેં સચવાણી આય. સાડ઼ા ચારસો વરે જુનોં નખત્રાણે તાલુકેજો બીબર ગોઠ ક જિત પ્રસિદ્ધ રામમંધિર તે સદીયેંનું નવલાં નોરતા વીયે તેર રામલીલાજો આયોજન મંધિર ટ્રસ્ટવારા કરીંયેંતા. હી રામમંધિરમેં લાટ જેડ઼ા ભીંતચિતર કંઢારેમેં આયા ઐં. હીં ન્યારેલા વનોં ત ભારતજો સંગીત, નાટક, નૃત્ય, ચિત્રકલા, સ્થાપત્ય, શિલ્પ હી મિડ઼ે માડૂંએંકે દર્શનશાસ્ત્ર તીં ધર્મશાસ્ત્રજો જ્ઞાન પીરસેંતા, જુકો વિવિધતાકે પ્રોત્સાહન ડિંયેંતા.

તાજેતરમાં કલાતીર્થ ટ્રસ્ટે ભીંતચિત્રોમાં રામાયણનું ‘કલાસંધાન’નામનું અનુવાદિત પુસ્તક પ્રગટ કર્યુ છે, જે ચિત્રકળા ક્ષેત્રે અભુતપૂર્વ છે. મૂળે તેના લેખક અને સંશોધક પ્રદીપ ઝવેરી છે, જેનું અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ અમદાવાદના વિમલાબહેન ઠક્કરે કરી આપ્યું છે. તેમણે ચિત્રભાષા અને પરિભાષા બન્ને સમજીને અનુવાદ કર્યો છે. અને રમણીક ઝાપડિયા કલાતીર્થ ટ્રસ્ટ વડે જે પ્રકાશન પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવું કાર્ય તો કોઇ સાધનસંપન્ન સંસ્થા કરતી હોય છે! રામની પૌરાણિક કથા, મૂળરૂપે વાલ્મિકી રામાયણમાંથી ઊતરી આવી છે, તે લેખકો અને કવિઓને તેના પ્રસારને આભારી છે. જેમણે ભારતીય ઉપખંડની વિવિધ ભાષાઓમાં તેમના જુસ્સાને પ્રતિબિંબિત કર્યો છે તે માત્ર કવિઓ અને લેખકો માટે જ નહીં પરંતુ કલાકારો માટે પણ એક આદર્શ અને પ્રેરણાદાયી મહાકાવ્ય છે. યુગોથી રામાયણનું વર્ણન વિવિધ શૈલીઓ અને ભારતીય કલાની પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવ્યું છે, જેમાં લોકકલા અને ભારતમાં ફેલાયેલા મહેલો, મંદિરો અને સામાન્ય લોકોના ઘરોની દિવાલો પરનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સૂચિમાં મુખ્યત્વે રામાયણ વિષય પર આધારિત ભીંતચિત્રોનો સમાવેશ થાય છે, આથી પ્રદીપભાઇએ કમાંગરથી આકર્ષાઈને કચ્છથી શરૂઆત કરી હતી પરંતુ ગુજરાત પૂરતાં સીમિત ન રહેતાં રાજસ્થાન, મધ્યપ્રદેશના ચિત્રોનો અભ્યાસ એકધારા પ્રવાસ ખેડીને કર્યો છે. આજે તેમની ભ્રમણયાત્રાની આંખે રામાયણનાં ચિત્રોની ખાસિયતો માણીએ. જે કચ્છનો બેનમૂન કલાવારસો છે.

અગાઉ બીબરની રામ મંદિરની વાત કરી તેમાં રામાયણ અને ભાગવત પુરાણના દ્રશ્યો દર્શાવતા ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યું હતું, એટલા માટે કે રણની ખારી હવાએ આ ચિત્રો પર સફેદ પડ બનાવી દીધું છે. પરંતુ પ્રદીપભાઇએ તસવીરોમાં આ સુંદરતા કંડારીને વારસો જાળ્વ્યો એ માટે સૌ તેમના આભારી રહેશે. એ ચિત્રોમાં મરાઠા કલામના કેટલાક ઘટકો જોવા મળે છે. પાત્રો દ્વારા પહેરવામાં આવેલા પોશાક અને
ઘરેણાં મેવાડી છે, પરંતુ સંસ્કૃતિ કચ્છી છે. એક દ્રશ્યમાં રાવણનો
રથ એક કચ્છી ગાડું, દામણી જેવો છે. પૃષ્ઠભૂમિમાં ફળ ધરાવતા ખજૂરના વૃક્ષો કચ્છી વાતાવરણનું નિર્દેશન કરવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ નિરૂપણ કચ્છી સંસ્કૃતિની ઊંડી અસર દર્શાવે છે. કચ્છનું અન્ય
એક સ્થળ, અંજાર સ્થિત કેપ્ટન મેકમર્ડોનું ઘર પણ રામાયણની
વિશિષ્ટ શૈલી રજુ કરતા ચિત્રો સાથે પુસ્તકમાં રજુ થયાં છે. જેમાં
ઘરની પશ્ર્ચિમ દિવાલમાં હાથીઓની લડાઈ, શાહી શોભાયાત્રા અને
કેપ્ટન મેકમર્ડોના ચિહ્નના દ્રશ્યો છે. આ ચિહ્નો બ્રિટિશ પ્રભાવની ઝાંખી રજુ કરે છે.

રામ જનમસેં સરુ થીંધલ કચ્છી રામરાંધજો પેલો ચિત્તરસે ચોપડ઼ીજે પેલે અધ્યાયજી સરૂઆત થિએતી. મન મોહિ ગ઼િને ઍડ઼ા રામરાંધજા વર્ણન ૧૮૭૫-૮૦ મેં દોરેમેં આયા હૂંધા. કચ્છજે તેરે ગામજા ભીંતચિતર ક જુકો કચ્છજે કલાકારેં ભરાં તૈયાર કરલ શ્રેષ્ઠ કૃતિ ઐં. જેંમેં પ્રિથવી ઇતરે ક ધરતીમાંકે ગોંજો સરુપ ડિઇને પેલે અધ્યાયજી સરૂઆત કિઇ આય.

કચ્છજા શાસક, રા દેશડ઼જી ઇનીજે પુતર ગગુભા (હમીરજી)કે તેરા જાગીર ડિંની હુઇ. ગગુભા તેરાજા શાસક તરીકેં સ્થાપિત થે પૂંઠીયા કિલેજો નયો નિર્માણ ક્યો હો. નેં સોણલ ગ઼ાલીયું કે આધાર ગ઼િનો ત, નયે આવાસકે પવિતર કરેલા, રામાયણ વિસય ગ઼િનીને ભીંતેં મથે ચિતર દોરેમેં આયા વા. ગગુભા, હિકડ઼ા રામ ભક્ત વા. ઇતરે હિની ઇનીજે ડીંજી સરુઆત ભને તિતરી શુભ ભનાયલા, વિંછાણ ઍડ઼ી રીતાં ગોઠવ્યો ક રોજ સુભુજો ઊઠીને પેલા ડરસન શ્રી રામજેં જનમજે પ્રસંગસે થિએ. ૨૧.૯ મીટર લમી નેં ૮૭ સેમી પોલી હી તખતી કિલેજી મથેજે માડ઼જી ચાર દિવાલુંતે ચિતરેંમેં આવઇ આય.

ચિત્રો સ્થાનિક ઇમારતોના આકાર અને સ્થિતિઓને પ્રતિબિંબિત કરે છે. ઇમારતો, મહેલો અને મંદિરો તેરામાંથી પસંદ કરેલા સમકાલીન બાંધકામ જેવા લાગે છે. સ્ત્રીઓ અને અપ્સરાઓની લાક્ષણિકતાઓ અને શરીર કચ્છી છે અને તેમની હેરસ્ટાઈલ પણ કચ્છની ગ્રામીણ સ્ત્રીઓ દ્વારા રાખવામાં આવતી હોય તેવી છે. તકતીમાં દર્શાવવામાં આવેલી રંગબેરંગી પાઘડીઓ અને માથાના વસ્ત્રો કચ્છમાં તહેવારોના પ્રસંગોએ જોવા મળતી તમામ શૈલી દર્શાવે છે.

શ્રીરામ અને સીતાએ પરંપરાગત કચ્છી રાજપૂત શૈલી અનુસાર પોશાક પહેરેલા છે. રાજવીના શયનખંડ માટે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હોવાથી, કલાકારે રામાયણનો સુખદ અંત દર્શાવ્યો છે. અહીં, અત્યાચારી રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા પછી રામના રાજ્યાભિષેક સમારોહ સુધીની વાર્તા દર્શાવવામાં આવી છે. ભારતમાં ભીંતચિત્ર નિરૂપણની પરંપરામાં ભાગ્યે જ કોઈને એક જગ્યાએ અને નિરંતર રીતે દર્શાવાયા હશે. આમ કલા માત્ર આનંદ આપે છે એવું નથી. દર્શન, વિચાર, પ્રેરણા અને પ્રવૃત્તિ સુધી લઈ જઈ માણસના જીવનને સંસ્કારવાનું કાર્ય પણ એ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા