કેલિડોસ્કોપિક વ્યક્તિત્વ એટલેસ્વ. પ્રેમજીભાઇ ઠક્કર
વલો કચ્છ -ડો. પૂર્વી ગોસ્વામી
હજુ હમણાં જેમની જન્મતિથિ વીતી એવા કચ્છના રાપરમાં પ્રેમજીભાઈનો જન્મ ૨૩મી ઓગસ્ટ ૧૯૧૦ના થયો હતો. જે કચ્છના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનારું રાજકીય કમ સામાજિક વ્યક્તિત્વ હતું. એટલે આજે એ કેલિડોસ્કોપિક વ્યક્તિત્વને એકવાર યાદ કરવું ઘટે. તેમણે ૧૯૩૪માં અંજારમાં સ્વતંત્ર બાલમંદિરની સ્થાપના કરેલી જેમાં શિક્ષક તરીકે ફરજ બજાવવા ઉપરાંત કાયદાનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો અને વકીલાત કરતા રાજકીય ક્ષેત્રે જોડાશે એવી ખબર ન રહેતા એમનું કાર્યક્ષેત્ર જ બદલાઈ ગયું. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૯૫૨માં રાજ્યસભાના સભ્ય અને પાછળથી ગુજરાતના મહેસૂલ મંત્રી તરીકે આગળ વધી. એ સિવાય એમણે કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, સારસ્વતમ સંસ્થા અને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ તથા કચ્છ જિલ્લા સમાજ કલ્યાણ બોર્ડના ઉપપ્રમુખ જેવા હોદ્દાની શોભા વધારી.
કચ્છના દુષ્કાળની મુશ્કેલીઓથી પ્રેમજીભાઇ પૂરેપૂરા વાકેફ હતા એટલે જ્યારે તેઓ મંત્રીપદે હતા ત્યારે અનેક દૂરોગામી પગલાઓ પણ લીધાં હતાં જેમાં બન્ની પ્રદેશમાંથી હજારોની સંખ્યામાં પશુધનનો પ્રવાહ છેક દક્ષિણ ગુજરાત સુધી પહોંચાડી દુષ્કાળમાં તેમનું રક્ષણ કરાવ્યું હતું અને એટલે જ આ સ્થળાંતર વખતે બન્નીના માલધારીએ હિ અસાંજો પે આય કહીને તેમને સંબોધ્યા હતા. કેમ્પ ઉપર તેઓ રૂબરૂ મુલાકાત લેવા જતાં અને માલધારીઓની પૂછા કરતા ત્યારે લોકોએ તેમને ‘પાંજો માડુ’નું બિરુદ આપ્યું હતું.
અત્યારે તો સૌ કચ્છવાસીઓ મેઘમહેરે મહાલે છે ત્યારે પ્રદેશના નામચીન જળસંગ્રહિત સ્ત્રોતો તરીકે નિર્મિત ડેમની વાત પણ યાદ આવે ત્યારે કચ્છનો સૌથી નયનરમ્ય રુદ્રમાતા ડેમ કેમ ભૂલાય. સૌથી મોટો રુદ્રમાતા ડેમનું અડીખમ બાંધકામ પ્રેમજીભાઈની મહેનતનું પરિણામ છે. જે સાવ દેશી પણ દૂરંદેશી પદ્ધતિથી બાંધવામાં આવ્યું હતું, ખાસ વાત એ છે કે મશીનો ન હતા તે સમયે મજૂરો કરતાં વધુ ૨૦૦૦ ગધેડાને કામે લગાડ્યા હતા. સમગ્ર કચ્છમાં રુદ્રમાતા જેવા નાના-મોટા વીસેક જેટલા ઈરીગેશન ડેમ તેમની દીર્ઘદ્રષ્ટિથી બંધાયા હતા, જે કચ્છના પાણીના પ્રશ્ર્નો વચ્ચે રાહતની કામગીરી હતી એટલું જ નહીં અબડાસા અને લખપતના બે ડેમ આયોજન પંચમાં લેવાયા ન હતા ત્યારે ભૂતપૂર્વ ગવર્નર શ્રીમન નારાયણના સહકારથી તેમણે ખાસ દિલ્હી જઈને મંજૂરીની જહેમત ઉઠાવી હતી.
તેમણે કરેલ કામગીરીમાં મહેસૂલ ખાતાના તમામ પ્રશ્ર્નો ઉકેલવા માટે ૧૫ મહિનાની યોજના તથા પશુધન સ્થળાંતર અને તેમણે બચાવવા માટે ગોરધન ગોપાલક અને ગોકુલ જેવી યોજનાઓ શરૂ કરાવ્યાની મુખ્ય કામગીરી તરીકે ગણાય છે. પારડીના ઘાસીયા જમીનના ઐતિહાસીક પ્રશ્ર્ન સહિતના અનેક પ્રશ્ર્નો ઉકેલ્યા હતા. અછત પુર-રાહત તેમજ કોમી હુલ્લડોને પહોંચી વળવાની કામગીરી પણ તેમણે કુશળતાપૂર્વક નિભાવી હતી. કંડલાનું ઇલેક્ટ્રિક પાવરહાઉસ તથા કંડલાથી અમદાવાદ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ તેમની મહેનતનું પરિણામ છે તદુપરાંત તેમણે શિક્ષણક્ષેત્રે નોંધનીય ફાળો આપ્યો હતો.
તેમણે ઇસ ૧૯૬૦ પછી ઇન્ડિયન ગમ ઇન્ડ. સાથે મંત્રીપદે આરુઢ પ્રેમજીભાઈએ સંભવત રાજ્યના પ્રથમ ખઘઞ કર્યા હતા જેમાં લોરીયાથી ભીરંડિયારા માર્ગ પરની સરકારી જમીન પર ગોવારનું વાવેતર કરી આસપાસના ૨૦૦૦ લોકોને રોજીરોટી આપવાનો ઉદ્દેશ નક્કી કર્યો હતો. પરંતુ કંપનીની કામને આગળ ધપાવ્યું નહીં એટલે વિરોધનાં સૂર વચ્ચે એમઓયુ ફોક કરી દેવાયા હતા. સંભવત: એ આઝાદ ગુજરાતના પ્રથમ ખઘઞ હશે જે કચ્છમાં થયા હતા.
ભાવાનુવાદ: અનાં હેવર જેંજી જનમતિથિ વિઇ ઍડ઼ા કચ્છજે રાપરમેં સ્વ. પ્રેમજીભાજો જનમ ૨૩મી ઓગસ્ટ ૧૯૧૦ મેં થ્યો હો. જુકો કચ્છજે સર્વાંગી વિકાસમેં નોંધપાત્ર યોગડાન ડીંધલ રાજકીય તીં સામાજિક વ્યક્તિત્વ હોઆ. હિની ૧૯૩૪મેં અંજારમેં અલાયધી બારમિંધરજી થાપના કિઇ હૂઇ જેમેં માસ્તર તરીકેં પિંઢ ફરજ બજાય સિવા કાયધેજો અભ્યાસ પ પૂરો ક્યો હો નેં વકીલાત કઇંધે રાજકીય છેતરમેં જોડાંધા એડ઼ી કો ખિબર ન રૂંધે ઇનીજો જીયણ જ સજો ભધલી વ્યો. ઇનીજી રાજકીય કારકિર્દીજી સરૂઆત ૧૯૫૨મેં રાજ્યસભાજા સભ્ય ને પૂંઠીયાનું ગુજરાતજે મહેસૂલ મંત્રી તરીકે અગ઼િયા વધઇ હૂઇ. હિન સિવા ઇની કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, સારસ્વતમ સંસ્થા ને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રજા પ્રમુખ તીં કચ્છ જિલ્લા સમાજ કલ્યાણ બોર્ડજા ઉપપ્રમુખ જેડ઼ે હોધેજી શોભા વધાર્યો હો.
કચ્છજે ડુકારજી મુસિભતુંએંસે પ્રેમજીભા ભરાભર વાકેફ હોઆ ઇતરે જેર હિની મંત્રીપધતે વા તેર કિઇક સૂંઠા પગલાં ગિડ઼ો હો જેમેં બન્ની પ્રડેસમિંજાનું હજારેંજી સંખ્યામેં પશુધનજો પ્રિવાહ છેટ ડખં ગુજરાત તઇં પુજાઇ ડુકારમેં ઇનિજી રિખ્યા ક્યોં હો ઇતરે જ હિન હિજરતે ટાંણે બન્નીજા માલધારી “હિ અસાંજો પે આય ચિઇને ઇનીકે સંબોધન ડીનોં હો. કેમ્પ તે ઇની રૂબરૂ મુલાકાત ગિનંધે વનંધે ટાણે માલધારીએંજી પુછા કરીંધા તેર માડૂ ઇનીકે ‘પાંજો માડુ’જો બિરુધ ડીંનોં હો.
હેર ત મિડ઼ે કચ્છવાસી મીં જી મહેર થિઇ આય ત રાજી ઐં નેં ઍડ઼ે મેં પ્રડેસજે નામચીન ડેમેં મિંજાનુ હિકડ઼ે જી ગ઼ાલ જાધ અચે હી આય રુદ્રમાતા ડેમ, હી કીં ભુલાજે? મિણીયા વડો રુદ્રમાતા ડેમજો અડીખમ બાંધકામ પ્રેમજીભાજી મેનતજો પરિણામ આય. જુકો સાવ ડેસી પ ડૂરંડેસિ પદ્ધતિસેં બંધેમેં આયો હો, ખાસ ગ઼ાલ ત ઇ આય ક ઉન સમો મેં ઇતરા મશીન ન વા ઇતરે મજૂરેં ભરાં કમ કરાયજો હો પ હિન ડેમમેં મજુરેં કનાં વધુ ૨૦૦૦ ગડોડ઼ેકે કમતે લગાયમેં આયો હો. સજે કચ્છમેં રુદ્રમાતા જેડ઼ા નિંઢા- વડા વીયારોક જિતરા ઈરીગેશન ડેમ પ્રેમજીભાજી કિરપા સે બંધાણા હૂંધા, જુકો કચ્છજે પાણીજે સવાલેં વિચ રાહતજી કમગીરી ચોવાજે ઇતરો જ નં અભડ઼ાસો નેં લખપતજા બ ડેમ આયોજન પંચમેં ગ઼િનાણા ન વા તેર ભુતપૂર્વ ગવર્નર શ્રીમન નારાયણજે સહકારસે પ્રેમજીભા જ ખાસ ડિલ્લી વિઞીનેં મંજૂરીજી મેનત ક્યોં હો.
ઇનીજે કરલ કમેમેં મહેસૂલ ખાતાજા કિઇક પ્રશ્ર્ન જે ઉકેલજે માટે પનરો મેણેજી યોજના તીં પશુધન સ્થળાંતર ને ઇનીકે ભચાયલા ગોરધન ગોપાલક ને ગોકુલ જેડ઼ી યોજનાઉં સરૂ કરાયજી મેન કમગીરી વખણાજેતિ. પારડીજા ઘાસીયા જમીનજા ઐતિહાસીક પ્રશ્ર્ન સહિતજા કિઇક પ્રશ્ર્ન ઉકેલ્યા વા. અછત પુર-રાહત તીં કોમી હુલ્લડકે પુજેલા કુશલતાસેં કમ ક્યોં હો. કંડલાજો ઇલેક્ટ્રિક પાવરહાઉસ તીં કંડલાનું અમધાવાદ સુધેજા રાષ્ટ્રીય ધોરીમાર્ગજો કમ ઇનીજી મેનત્જો પરિણામ આય હિન સિવા ઇની ભણતરલા ગચ કમ ક્યો હો.
ઇની ૧૯૬૦ પૂંઠીયા ઇન્ડિયન ગમ ઇન્ડ. ભેરો મંત્રીપધતે રિઇને કડાચ રાજ્યજો પેલો ખઘઞ ક્યોં હો જેમેં લોરીયાનું ભીરંડિયારા મારગજી સરકારી જમીનતે ગોવારજો વાવેતર કિરેને મૂરજે ૨૦૦૦ જિતરે માડૂએં કે રોજીરોટી ડેઅરાયજો ઇરાધો હો પ કંપનીજો કમ અગ઼િયા ન વધંધે વિરોધજે સૂર વિચ એમઓયુ ફોક કરી ડિનેમેં આયા વા. સંભવત: હી આઝાધ ગુજરાતજા પેલા ખઘઞ હૂંધા જુકો કચ્છમેં થ્યા વા.