ઉત્સવ

આજના બોધમાં શામિલ થાવ નવી શોધમાં શામિલ થાવ

આજે આટલું જ -શોભિત દેસાઈ

(અજાણ્યા મૌલિક લેખકના ઋણસ્વીકાર અને ફેરફારની ક્ષમાપના સાથે પાંચ વરસ પહેલાં સોશિયલ મીડિયા પરની એક વાઈરલ ક્લીપ આજે તમારી આંખોને પીવડાવવી છે, પીવા-પીવડાવવાવાળા મફલરબાજની નજરબંધીના સોગંદ સાથે.)
શોધું છું, ક્યાં ગુમ થઈ ગયું આ બધું?!
એ કાળા કાળનાં હુલ્લડો
એ વારંવારના કરફ્યુ
એ રોજ થતા હત્યાકાંડ
એ સૈન્યની શહેરમાં કૂચ
એ દહેશત, એ ભય, એ સન્નાટો, એ આગજની…
શોધું છું, ક્યાં ગુમ થઈ ગયું આ બધું ?!
એ પોરબંદરની માફિયાગીરી
એ સલાયાની દાણચોરી
એ ભરૂચની લુખ્ખાગીરી
એ લતીફનું રાજ અને રિસાલદારનો દરબાર
એ ભડકે બળતું અમદાવાદ
એ ભડભડ સળગતું વડોદરૂ
એ સળગતાં શહેરો અને ખાખ થતાં નગરો, એ બળતાં ગામડાંઓ અને ભસ્મ થતાં મહાનગરો…
શોધું છું, ક્યાં ગુમ થઈ ગયું આ બધું ?!
એ રોજરોજનો પાણીકાપ
એ તરસતું કચ્છ
એ વલખતું સૌરાષ્ટ્ર
એ તરસે ટળવળતું ઉત્તર ગુજરાત
એ રાશનની કતારો
એ ભૂખે મરતું ગુજરાત
એ ભાંગેલા રસ્તાઓ
એ બિસ્માર રાજમાર્ગો
એ ખખડધજ બસો
એ ખંડેર જેવા બસસ્ટેન્ડ
એ રૂપિયામાંથી પંદર પૈસા ચુકવતું તંત્ર,
એ સરકારી નોકરોની કામચોરી અને બેઇમાની…
શોધું છું, ક્યાં ગુમ થઈ ગયું આ બધું ?!
એ રોજ થતાં બોમ્બ બ્લાસ્ટ
એ આતંકી હુમલાઓ
એ ત્રાસવાદીઓના મોત પર આંસુ સારતાં સુપર સાડીધારી
એ રાષ્ટ્રની સંપદાને ચોક્કસ કોમની ગણાવતા જોધપુરીધારી
એ મુંબઇ હુમલા વખતે વારંવારના વસ્ત્ર પરિધાન
એ હુમલાને બહુમતીપ્રેરિત ગણાવતા લુચ્ચા ઉંબાડિયાબાજો….

શોધું છું, ક્યાં ગુમ થઈ ગયું આ બધું ?!

એ કોમનવેલ્થના કૌભાંડ
એ કોલસાની દલાલીમાં મોં કાળું કરી ચૂકેલા ૫૪૨માંથી કેટલાક
એ 2Gનું ભોપાળું
એ આદર્શમાં થયેલું છિનાળુ
(આ અને બીજા ઘણાના હાલના પુન:સ્થાપન છે જ અત્યંત શર્મનાક)
એ સંરક્ષણ સોદાઓની દલાલી
એ જમીનનાં સોદાઓ, આસમાનની હરાજી અને દરિયાની વેચવાલી
એ શક્તિશાળી જમાઈ,
એ રાષ્ટ્રીય રાજકુમારી,
એ ઉચ્છૃંખલ રાજકુમાર,
એ સર્વશક્તિમાન સાડી
અને આ બધાને કુર્નિશ બજાવતો એક લાચાર અર્થશાસ્ત્રી..
શોધું છું, ક્યાં ગુમ થઈ ગયું આ બધું ?!
શ્રીરામને કાલ્પનિક કહેવાવાળા લુચ્ચાઓ
શ્રીરામ જન્મભૂમિ તાસકમાં ભેટ ધરવાની કોશિશ કરવાવાળા ગુલામો…
શોધું છું, ક્યાં ગુમ થઈ ગયું આ બધું ?!
બહુ મોટો વિલાસ કામના/નક્કામા મીડિયાનો એ છે કે મતદાર જોરદાર જાગૃત છે હવે
૧૦૦૦ ૨૦૦૦. લેવાવાળો પણ બટન પર આંગળી તો પોતે નક્કી કરેલા નામ પર જ મુકશે .
હાલની પાંચ વર્ષની અવધીના સૂરજની સાંજ ચાલી રહી છે. નવો, વધુ દૈદિપ્યમાન સૂરજ ઊગે અને વધુ બાંધછોડ ન કરવી પડે એવી આશા સાથે
ચાલો, ફરી સવાર વિષે રાહ જોઈએ
કાલે ગયો’તો એમ ફરી જાય છે સૂરજ
કૈલાસ પંડિત
તા. ક. કૌભાંડ-કમખાણ-ભવાડા થયા જે કંઈ એમાં સરકારનો ભાગ વિક્રેતાને અપાયો, બોટલના ભાવ એ ના એ રાખીને… એટલે ઉદાર પીવાવાળાને તો અન્યાય જ… અને છતાં કોઈ પણ પ્રકારનો ઉહાપોહ કર્યા વગર એણે તો પોતાની “ખાનદાનીને આંચ નથી આવવા દીધી… ચીયર્સ…
આજે આટલું જ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત