ઉત્સવ

જોગીજે ધિલમેં રમે વિઠો કો? – રામ

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

વિશ્ર્વની લગભગ ભાષાઓમાં ઉખાણાં સાહિત્ય પ્રકાર જોવા મળે છે. આ સર્વવ્યાપક સાહિત્ય પ્રકાર ઉત્કંઠાને પોષનારું છે. સામન્ય જને તેને બાળકોને સમર્પિત સમજ્યો છે, પણ કચ્છી ભાષાની પિરુલિયું એટલે કે ઉખાણાં એ વિદ્વાનોની કસોટી કરનારા સાબિત થયાં છે. કચ્છી પિરુલિયું સમાજ જીવનની સર્વરંગી વાતો, દાન, લોભ, સ્ત્રી દાક્ષિણ્ય, પશુ-પંખી, બાળસાહિત્ય, ઇતિહાસ, રાજ્ય વ્યવસ્થા જેવા કેટલાય વિષયોને યથોચિત ન્યાય આપે છે. આથી કચ્છનું આ સાહિત્ય માત્ર બાળકોને સમર્પિત ન રહેતા જનજનને આકર્ષિત કરનારું છે. ‘પિરુલી’ સંસ્કૃત શબ્દ ‘પ્રહેલિકા’ થી અપભ્રંસ પામ્યું હોઈ શકે: જેમાં ક્રીડા, ગોષ્ઠી, વિનોદ અને અન્યની હાજરીમાં ગૂઢ વાત રજૂ કરવાની, મતિ મુંઝવતા શબ્દોની પહેલી સ્વરૂપે રજૂ કરવાની કરામત સામેલ છે. કચ્છીમાં ‘મધ્યાંતર્લિપિકા’ શ્ર્લોક રૂપે એક પિરુલિની વાત કરવી છે જેનું ચતુર્થ વાક્ય આગળની ત્રણ લીટીઓના જવાબ સાથે જ પ્રસ્તુતિ આપે છે. કચ્છીની ગહનગૂઢ પિરુલિયુંની ઉપમા દર્શાવવાની સાથે ૨૨ મી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસને લીધે રામાયણનાં પાત્રો દર્શાવતી એક પ્રહેલિકા આજે લેખમાં સ્થાન પામી છે. પ્રશ્ર્નનો જવાબ ચોથી પંક્તિનો પહેલો શબ્દ, બીજા પ્રશ્ર્નનો જવાબ બીજો, ત્રીજાનો ત્રીજો, એવી રીતે સમજતા તે રચના આ પ્રમાણે છે.

ભાવાનુવાદ: ધુનિયાજી ગ઼ાટી ગ઼ાટી મિણી ભાસાએંમેં પિરુલિયું સાહિત્ય પ્રિકાર ન્યારેલા જુડ઼ેતો. હી સર્વવ્યાપક સાહિત્ય પ્રિકાર ઉત્કંઠાકે જગાઇંધલ આય. સામાન્ય માડૂ ત ઇનકે બારેંલા સમર્પિત પ્રિકાર સમજ્યોં અયોં, પ કચ્છી ભાસાજી પિરુલિયું હી વિદ્વાનેંજી કસોટી કરીંધલ સાભિત થ્યા ઐં. કચ્છી પિરુલિયું સમાજજે જીયણજી ગ઼ાલીયું, ડાન, લોભ, સ્ત્રી દાક્ષિણ્ય, પશુ-પંખી, બારસાહિત્ય, ઇતિયાસ, રાજ્ય વ્યવસ્થા જેડ઼ા કિતરાય વિષયેંકે સુઠો ન્યાય ડિંયેતા. ને ઇતરે કચ્છજો હી સાહિત્ય ખાલી બારેંકે સમર્પિત ન રુંધે જનજનકે આકર્સે તો. પિરુલી’ સંસ્કૃત સબધ ‘પ્રહેલિકા’ મિંજાનું અપભ્રંસ થ્યો હોઇ સગ઼ે: જેમેં ગોષ્ઠી, વિનોદ ને બેંજી હાજરીમેં ગૂઢ ગ઼ાલ રજૂ કરેજી, મતિ મુંજાઇંધલ સબધજી પહેલી સ્વરૂપેં રજૂ કેં જી કરામત સામેલ આય. કચ્છીમેં ‘મધ્યાંતર્લિપિકા’ શ્ર્લોકરૂપે હિકડ઼ી પિરુલીજી ગ઼ાલ કેંણી આય જેંજો ચોથે વાક્યમેં અગ઼િયાજી ત્રે લીટીએંજા જવાભ ભેરો જ પ્રિસ્તુતિ ડેતા. કચ્છીજી ગુઢ પિરુલીયુંજી ઉપમાએં ભેરી ૨૨ મી જાન્યુઆરીજે ઐતિહાસિક ડીં જે લીધે રામાયણજે પાત્ર વારી હિકડ઼ી ‘પ્રહેલિકા’ આજજે લેખમેં થાન ગ઼િડ઼ો આય. સવાલજો જવાભ ચોથી પંક્તિજો પેલો સબધ, બે સવાલજો જવાભ બ્યો, ત્રે જો ત્ર્યો, એડ઼ી રીતે સમજધે રચના હિન પ્રિમાણે આય.

જોગીજે ધિલમેં વિઠો કો? કાયર સદા કો કરીં?
કેર જનમ ડીંઘલ અગસ્ત મુની કે? સિજ઼જો પુતર કેર?
પરસાજે પ્રભુ ત કીં? સજણસેં ભુલ થિઈ વિઞે ત કો કરી?
રામ રૂએંતા, કુંભકર્ણ વટ વિઈ, માફી મ મઙી ગ઼િનેંતા.

વિસ્તારથી સમજાવતાં; જોગીજે ધિલમેં રમે વિઠો કો?’ અર્થાત જોગીના દિલમાં કોણ બેઠો છે? નો જવાબ ચોથી પંક્તિનો પહેલો શબ્દ તે ‘રામ’ છે. ‘કાયર સદા કો કરીં?’ અર્થાત કાયર સદા શું કરે? જવાબ ચોથી પંક્તિનો બીજો શબ્દ એટલે કે ‘રૂએંતા’ થશે અર્થાત ‘રડે છે’. ‘કેર જનમ ડીંઘલ અગસ્ત મુનીકે?’ એટલે કે અગસ્થ મુનિને જન્મ દેનાર કોણ? તો જવાબમાં ચોથી પંક્તિજો ત્રીજો શબ્દ ‘કુંભ’ આવશે. ‘સિજજો પુતર કેર?’ એટલે કે સૂરજનો પુત્ર કોણ? જવાબ છે – ચોથી પંક્તિનો ચોથો શબ્દ – ‘કર્ણ’. ‘પરસાજે પ્રભુ ત કીં?’ અર્થાત પ્રભુને કઈ રીતે પામી શકાય? તો તેનો જવાબ ચોથી પંક્તિનો પાંચમો શબ્દ છે – ‘વટ વિઈ’ આમ તો ‘પાસે બેસીને’ થાય પણ અહીં પાસેનો અર્થ ‘હૃદયમાં ધ્યાન ધરીને’ કરવામાં આવ્યું છે. ‘સજણસેં ભુલ થિઈ વિઞે ત કો કરીં?’ અર્થાત સજજનથી ભૂલ થઈ જાય તો શું કરે? તેનો જવાબ ચોથી પંક્તિનો છઠ્ઠો શબ્દ – માફી મઙી ગિનેંતા’ એટલે કે માફી માંગી લે છે.

તૃતીય વાક્યના બંને પ્રશ્ર્નો જીવનશીખ પણ રજૂ કરે છે સામન્ય કરતાં જુદી આ પ્રહેલિકાની સુંદર રચના સૌને મોહિત કરી દેનારી છે. જે કચ્છના વિદ્વાન કવિ વૈયાકરણી શ્રી પ્રતાપરાય ત્રિવેદીની આપેલી દેન છે. તેમણે કચ્છી સાહિત્યમાં પોતાની ઉમદા સેવા આપી હતી.

આ તો માત્ર એકનો દાખલો આપ સમક્ષ રજૂ કર્યો. આવી અનેક સુંદર પિરુલિયું કચ્છીમાં ઉપલબ્ધ છે, તો આ ભાષાને તેના રસિકો આ સાહિત્ય પ્રકારના અન્યો ઉદાહરણથી પણ માણે તેવી અપેક્ષા. જે માત્ર યુક્તિબદ્ધ તૈયાર પ્રશ્ર્નો ન હોતા જીવનયાપનના દાખલા અને દ્રષ્ટાંતો થકી પણ ઉપયોગી સાબિત થાય છે. ઠેરઠેર રામલાલાના આગમનની ઉજવણીઓ થઈ રહી હતી ત્યારે માંડવી તાલુકાનાં કાઠડા ગામનો એક શ્રદ્ધાપ્રેરી કિસ્સો હૃદયમાં ગુંજી રહ્યો હતો. લાકડા કાપીને પોતાનું એકલવાયું જીવન વ્યતીત કરતાં વયોવૃદ્ધ મહિલા માલતીબહેન સેવકે પોતાની જીવનભરની એકઠી કરેલી પૂંજીમાંથી એક લાખ રામાર્પણ કરી અવસરને ઉજવ્યો. એક સામાન્ય મહિલાનું આ યોગદાન ઊઠીને ચિતે વળગે તેવું રહ્યું. રામયુગીન રાજ્યની આ શરૂઆત નહીં તો બીજું શું હોઇ શકે! સર્વત્ર રામ ભક્તો આનંદિત છે, પણ શું એ ઉમંગ તે દિવસ પૂરતું મર્યાદિત રહી શકે ખરું? રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી યશસ્વી વડા પ્રધાન જ્યારે સમગ્ર ભારતવાસીઓને સંબોધન હતું કે, આ અવસર માત્ર વિજય નહીં વિનયનો છે. કારણકે રામ એ આગ નહીં પરંતુ ઊર્જા છે. રામ કોઈ સમસ્યા નહીં પણ સમાધાન છે. આ સંબોધનાત્મક વાકયોને દરેક નાગરિકે પોતાના જીવનમાં અપનાવવું પડશે અને ત્યારે જ દેશ ‘વિશ્ર્વમિત્ર’ મટી ‘વિશ્ર્વગુરુ’ સિદ્ધ થશે.

ભાવાનુવાદ: ત્રીજે વાક્યજા બોય સવાલ જીયણજો બોધ પ રજૂ કરેંતા, સામન્ય કનાં જુધિ હિન પિરુલીજી ખાસી રચના મિણીકે મોહે વિજે એડ઼ી આય. જુકો કચ્છજા વિદ્વાન કવિ વૈયાકરણી શ્રી પ્રતાપરાય ત્રિવેદીજી ડિનલ ડેન આય. હિની કચ્છી સાહિત્યમેં ઘણે ઉમધા સેવા ડિનો આય.

હી ત ખાલી હિકડ઼ો જ ધાખલો આં વટ રજૂ કર્યો. એડ઼ી લાટ લાટ પિરુલિયું કચ્છીમેં ન્યારેલા જુડ઼ેતી, ત હિન ભાસાકે પ્રેમ કરીંધલ રસિક હિન સાહિત્ય પ્રિકારરજા બ્યા ડાખલા પ માણીંયે તેડ઼ી આસ આય. જુકો ન ખાલી હોસિયારી સે તિયાર સવાલ ન હૂંધે જીવનયાપનજા ડાખલા નેં દ્રષ્ટાંત થકી પ ઉપયોગી સાભિત થિએંતા. ઠેકઠેકાણે રામલલાજે આગ઼મનજી ઉજણીયું થિઈ રિઇ હુઇ તેર મડઇજે કાઠડ઼ા ગામજો હિકડ઼ો શ્રદ્ધાપ્રેરી કિસ્સો ધિલમેં ગુંજી રયો વો. લકડ઼ા કપીને પિંઢજો હેકલવાયો જીવન વ્યતીત કરીંધલ વયોવૃદ્ધ મહિલા માલતીભેંણ સેવક પિંઢજી સજ઼ે જીયણજી ભેરી કરલ પૂંજીમિંજાનું હિકડ઼ો લખ રામાર્પણ કરે અવસરકે ઉજવેં વે. હિકડ઼ી સામાન્ય મહિલાજો હી યોગધાન ઊઠીને ચિતતે વડ઼ગે તેડ઼ો વો. રામજુગ જે રાજ્યજી હી સરૂઆત ન ત બ્યો કુરો હુઇ સગ઼ે! સર્વત્ર રામ ભક્ત રાજી આય, પ કુરો હી ઉમંગ ઇ ડીં પૂરતો જ મર્યાધિત રિઇ સગ઼ે ખરો? રામલલાજી પ્રાણપ્રતિષ્ઠા વિધિ પૂરી કરેને પાંજા યશસ્વી વડા પ્રધાન જેર મિડ઼ે ડેસવાસીએંકે સંબોધન ડીનોં હો તેર બોલ્યા હુઆ ક, હી અવસર ખાલી વિજય ન વિનયજો આય. કુલા ક રામ ઇ આગ ન પ ઊર્જા આય. રામ કો સમસ્યા ન પ સમાધાન આય. હી સંબોધનાત્મક વાકયેંકે પાં મિણી નાગરિકેંકે પિંઢજે જીયણમેં અપનાઇણા ખપે ને તેર જ ડેસ ‘વિશ્ર્વમિત્ર’ મટે ‘વિશ્ર્વગુરુ’ સિદ્ધ થીંધો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button