ઉત્સવ

જ્વેલરી શોરૂમ

આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે

મુંબઈ ડ્રીમ સિટી કહેવાય છે. અહીં સફળતાના શિખરે પહોંચવા સ્વપ્ના જોવાનો સૌને અધિકાર છે. શરત એટલી જ છે કે તમે મુશ્કેલીઓ સામે લડો, હિંમત રાખો અને તમારા સ્વપ્નાને સિદ્ધ કરવા અથાગ મહેનત કરો.

આવું જ એક સપનું ૩૨વર્ષીય સુભાષ જોષીએ જોયું હતું. એસ્ટેટએજન્ટની ઓફિસમાં ડેટાઓપરેટિંગનું કામ કરી રહેલા સુભાષને પોતાનો કોઈ ધંધો શરૂ કરીને સફળ થવું હતું. પિતાજીની માંદગીને લીધે તેનો કોલેજનો અભ્યાસ અધૂરો રહી ગયો હતો, પણ તે ઘણો મહેનતુ અને હોશિયાર હતો.

સુભાષ તેના કોલેજ મિત્ર હીરેન શાહને મળ્યો. હીરેને કહ્યું- મારા પપ્પાનો જ્વેલરીનો શોરૂમ છે, હું એમની સાથે જ છું. તારે જ્વેલરીમાં આવવું છે.

સુભાષ- હા, કોઈ દુકાન લેવી પડે ને…

હીરેન- મારા શોરૂમ માટે જુદી જુદી કંપનીના ફ્રેન્ચાઈઝ હું જ લાવું છું. હું તારા માટે પણ અપાવી શકું, પણ નકકી કરેલા ટાર્ગેટ પ્રમાણે તારો ધંધો ચાલવો જોઈએ.

સુભાષ- હું મારા ધંધાને બેસ્ટ કરવા રાત-દિવસ એક કરીશ, પણ દુકાન શરૂ કરવા કેટલી મૂડી જોઈએ?

હીરેન- જો સાઉથ મુંબઈ કે દાદરમાં નાનામાં નાની દુકાનના ભાવ આસમાને છે. કદાચ, વસઈમાં કોઈ નાની દુકાન મળી જાય. તો ય ૮૦ લાખ કે એક કરોડ જોઈએ. તારી પાસે ઈન્વેસ્ટ કરવા માટે કેટલા છે?

સુભાષ- ૨૫લાખ જેટલા કરી શકું, પણ આપણે બેંકમાંથી લોન લઈએ તો? દર મહિને હપ્તા ભરવા પડે. શરૂઆતમાં ત્રણેક વર્ષ તકલીફ પડે, પણ વાંધો નહિ.

જો તું બધું મેનેજ કરવા તૈયાર હોય તો. હું ફ્રેન્ચાઈઝ માટે કંપનીઓનો કોન્ટેક્ટ કરું છું.
સુભાષે હીરેનને લોનના ડોકયુમેન્ટ પર પાર્ટનર તરીકે સહી કરવા કહ્યું. સુભાષ:- મેં માત્ર ફ્રેન્ચાઈઝ લાવવાની વાત કરી હતી, હું પાર્ટનર તરીકે સહી ન કરું, તને લોન મળે છે તો ગેરેન્ટર તરીકે સહી કરીશ.

બેંકના મેનેજરની સલાહ મુજબ સુભાષે પોતાની પત્ની દિવ્યાનું નામ પાર્ટનર તરીકે રાખ્યું અને હીરેને ગેરેંટર તરીકે સહી કરી.

લોનની કાર્યવાહીના ભાગરૂપે દુકાન અને સુભાષ જ્યાં રહેતો હતો તે અંધેરીનો ફલેટ પણ મોર્ગેજ કરવો પડ્યો.

કલ્યાણમાં એક જૂની દુકાન ખરીદીને ત્યાં સુભાષે જ્વેલરી દુકાન શરૂ કરી. નામ રાખ્યું, ‘દિવ્યા જ્વેલરી શોરૂમ.’

હવે સુભાષનો એક જ ધ્યેય, મારો જ્વેલરી શોરૂમ સરસ ચાલે, હું એક સફળ બિઝનેસમેન બનું. જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન શાનદાર રીતે કર્યું. હીરેનના પિતાશ્રી બાબુભાઈએ સુભાષને આશિષ આપ્યા. સુભાષના માતા-પિતાના હસ્તે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ચાર વર્ષનો દીકરો મેહુલ પપ્પાની નવી દુકાનમાં દોડાદોડી કરતો હતો. દિવ્યા બધાને આવકારતી હતી. હીરેન ઘરાકોને સંભાળતો હતો. પહેલે જ દિવસે ૪૦ હજારનો વકરો થયો.

સુભાષ બીઝી રહેવા લાગ્યો. ઘરાકોની ભીડ, ભાવની રકઝક, એમાં ય પાછો લગનગાળો. ફ્રેન્ચાઈઝના ટાર્ગેટને પહોંચી વળવા સવારથી મોડી રાત સુધી શોરૂમમાં બેસતો, પણ લોનના હપ્તા ભરવાની તારીખ આવે અને એને ટેન્શન થઈ જતું.

હંમેશાં હસતા ચહેરાવાળો સુભાષનો ચહેરો ધીરેધીરે ગંભીર રહેવા લાગ્યો. વીકએન્ડમાં દિવ્યા અને મેહુલ સાથે બહાર ફરવા જવાનું કે વસઈમાં રહેતાં મમ્મી-પપ્પાને ઘેર જવાનો પણ સમય ન રહેતો.

સુભાષ જાણતો હતો કે ધંધો જામતા બે-ત્રણ વર્ષ લાગે પણ તેને લોનના હપ્તા ભરવાનું ભારે ટેન્શન રહેતું. કોઈ ઘરાકી જ ન હોય તો સુભાષ શું કરે?

બે વર્ષ પૂરાં થતાં હીરેને ત્રણ ફ્રેન્ચાઈઝ કંપનીના ૨૦ ટકા કંપનીને કેશમાં જ આપવા કહ્યું. સુભાષે કહ્યું- નવ લાખ રોકડા એકી સાથે ક્યાંથી આપું? હમણાં પાંચ આપું અને બાકીના છ મહિના પછી ચૂકવી દઈશ.

હીરેને કહ્યું- જ્વેલરી માર્કેટમાં કોઈ ઉધારી રાખતું નથી, આ કંપનીઓ પણ તારા બિઝનેસથી ખુશ નથી. કદાચ, આવતા વર્ષે તારી સાથે ડિલ ન પણ કરે.

હીરેનના ગયા પછી સુભાષ ચિંતાના વાદળમાં ઘેરાઈ ગયો. એની પોતાની બચત અને પપ્પાની ફિક્સના ૨૦લાખ આ ધંધામાં એણે હોમી દીધા હતા. બેંકની લોન માટે ઘર અને દુકાન પણ મોર્ગેજ હતી. હવે શું થશે? ઘરાક આવે તો ધંધો થાય, ધંધો થાય તો હપ્તા ભરાય.

સુભાષના જ્વેલરી શોરૂમ નજીક આવેલી જ્વેલરીના બે દુકાનોએ પણ હીરેન પાસે ફ્રેન્ચાઈઝ લીધી અને ભાવ ઘટાડી દીધા જેને કારણે સુભાષને બીજો ફટકો લાગ્યો.
સુભાષે આ અંગે હીરેનને ફોન કરીને પૂછયું તો એણે કહ્યું કે મારો આ જ ધંધો છે, તે તને પૂછીને કરું? તારામાં ધંધાની કુશળતા નથી તો હું શું કરું? જો બેંકના હપ્તા બરાબર ભરજે કંઈ થાય તો હું જવાબદાર નથી. આટલું કહેતા હીરેને ફોન કટ કરી દીધો.

બૅન્કમાંથી મેસેજ આવ્યો કે ત્રણ મહિનાના હપ્તા બાકી છે, દસ દિવસમાં નહીં ભરો તો કડક પગલાં લેવા પડશે.

સુભાષે ના છૂટકે હીરેનને ફોન કર્યો, પણ આ નંબર અસ્તિત્વમાં નથી એવો જવાબ મળ્યો. સુભાષે ખબર કઢાવી તો તો ખબર પડી કે હીરેન કેનેડા ગયો છે. સુભાષ ગભરાયો બાપરે, હવે શું થશે?

દિવ્યા સાથે સુભાષ બેંક મેનેજરને મળવા ગયો. મેનેજરે કહ્યું- તમારી મુશ્કેલી હું સમજી શકું છું, પણ જો તમે લોનના હપ્તા ન ભરો તો કાનૂની કાર્યવાહી કરવી જ પડે.

સાયકોલોજીમાં બી.એ. પાસ થયેલી દિવ્યાએ આનો ત્વરિત ઉપાય કરવાનું બીડું ઝડપ્યું. એના આળખીતા મનોવૈજ્ઞાનિક કાઉન્સિલર ડૉ. દેસાઈ મેડમનો કોન્ટેક્ટ કર્યો. એમણે સુભાષનો કેસ હાથમાં લીધો. ત્રણ-ચાર મિટિંગ પછી તેમણે સુભાષની હતાશા-ચિંતા દૂર કરતાં કહ્યું- માત્ર સમસ્યાને શા માટે વળગી રહેવાનું, તેનો ઉપાય શોધો.

દેસાઈ મેડમે એક એન.જી.ઓ. સાથે વાત કરીને ફાઇનલ ડોકયુમેન્ટ તૈયાર કરાવ્યા.

સુભાષને કહ્યું- એ સંસ્થા તારી લોન એકીસાથે ચૂકવી દેશે.

સુભાષની અથાક મહેનત અને કપળા સંજોગો સામે ઝઝૂમવાની તત્પરતા જોઈને એન.જી.ઓ. એને મદદ કરવા તૈયાર થઈ.

સુભાષને એન.જી.ઓ.નો સશક્ત ટેકો મળ્યો. નસીબ આડેનું પાંદડું ખસી ગયું.
આજે સુભાષનો દિવ્યા જ્વેલરી શોરૂમ એક બહોળો વેપાર ધરાવતો વિશ્ર્વસનીય શોરૂમ ગણાય છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button