ઉત્સવ

મારી ક્ષમાપનામાં જાયયમ Speed Breaker JEALOUSY

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

સંસારના વ્યવહારમાં ઘણીવાર સાંભળવા મળતું હોય છે કે, મમ્મીને તો નાની બેન જ ગમે છે, મારા પ્રત્યે તો કાંઈ નથી. પપ્પા હંમેશાં ભાઈનું જ માને છે, મારાં સાસુ તો દેરાણીને પૂછીને જ બધું કરે છે, મારા શેઠ તો એને જpriority આપે છે… સહજતાથી બોલતાં આવાં વાક્યોનું કારણ હોય છે, ealousy!
Jealousyમાંથી અણગમો આવે, disliking આવે!
જેવી disliking feeling આવે એટલે તે વ્યક્તિ સાથે discomfort થઈ જવાય અને ત્યાંથી શરૂ થાય વેરની યાત્રા, દ્વેષની યાત્રા, આત્મ અશુદ્ધિની યાત્રા!
જે વ્યક્તિ અમૂલ્ય અને દુર્લભ એવા મનુષ્ય ભવમાં આત્માની શુદ્ધિ નથી કરતાં, તેમને પછી અનંતભવ અશુદ્ધિના મળે છે.
પર્વાધિરાજ પયુર્ષણમાં અમારો એ જ સંદેશ છે; દરેક વ્યક્તિને તેના પુણ્ય અનુસાર જ મળે છે. તમને જે મળે છે, તે તમારા પુણ્ય અનુસાર મળે છે.
બીજાની પ્રાપ્તિ જોઈ, જેના અંતરમાં આનંદ થાય, તે પરમાત્માના વંશ હોય.
જેને જ્યારે જે મળે છે, તે તેના કર્મ પ્રમાણે મળે છે. મારી jealousy કરવાથી એના સુખ, એની પ્રગતિ કે એને મળતી સાનુકૂળતાઓ કંઈ અટકવાની નથી, કેમ કે, એના એવા પ્રકારના પુણ્યનો ઉદય છે, તો પછી jealousy શા માટે?
સમજણનો અભાવ જ વ્યક્તિમાં jealousyના ભાવ જગાડે છે.
ગુસ્સો લાકડા બાળવાથી લાગેલી આગ જેવો હોય છે, જે દેખાય છે, જ્યારે ઈર્ષ્યા leak થયેલાં gas જેવી હોય છે, જે દેખાતી નથી પણ જ્યારે અનેક ચિનગારી લાગે ત્યારે આખા ઘરને બાળી નાખે.
એકપણ અવગુણને ક્યારેય નાના માની નગણ્ય ન કરવા.
જૈન દર્શનમાં એવા અનેક દૃષ્ટાંતો છે, જેમાં જેમણે ઈર્ષ્યા કરી છે એમણે પ્રભુને, ગુરુને અને ધર્મને ગુમાવ્યા છે. મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરનાર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીના વિનય અને ભદ્રિકતાના ગુણોના કારણે ગુરુ તરફથી મળતા વિશેષ માનસન્માનની ઈર્ષ્યાના કારણે, ભાઈશ્રી વરાહ મિહિરે ગુરુને, ધર્મને અને પ્રભુને ગુમાવ્યા.
સમજણના અભાવના કારણે ઈર્ષ્યા થઈ, ઈર્ષ્યાના કારણે comparison શરૂ થઈ, એને વધારે માન મળે છે અને મને ઓછું! પછી competition શરૂ થઈ, એમનાથી વધારે મહાન થવા અને એમને નાના બનાવવા સાચાં-ખોટાં કાર્યો થવા લાગ્યાં.
Jealousy હંમેશાં પ્રાપ્તિનું calculation કરાવે. એને શું મળ્યું અને મને શું મળ્યું? જ્યારે સંબંધોમાં ઈર્ષ્યા થાય, ત્યારે સંબંધો તૂટ્યાં વિના ન રહે.
ઈર્ષ્યા અંતે દ્વેષમાં પરિણમે છે.
કેટલાંક લોકો એવા હોય, જે પોતાના નુકસાનથી દુ:ખી થાય એ સ્વાભાવિક છે પણ જે ઈર્ષ્યાળુ હોય, તે બીજાના નુકસાનથી વધારે સુખી થાય.
જેને બીજાનો loss જોઈને હાશ થાય, તે ઈર્ષ્યાળુ હોય. આવી વ્યક્તિઓને વધારે ક્યાંય માન – સન્માન કે આદર – આવકાર મળતાં નથી. જ્યારે જે સરળ હોય છે, બીજાના સુખને જોઈ ખુશ થાય છે, તેને બધે માન-સન્માન મળતાં હોય છે.
જેવું મનમાં jealousyનું engine લાગે એટલે તરત જ પાછળ comparison, competition અને complainનાcompartments જોડાઈ જાય, જે અંતે તન અને મન બંને અસ્વસ્થ કરી દે!
માટે જ, અમારી તમને પ્રેરણા છે, સમજણની યાત્રા કરો અને મહિનામાં એકવાર સ્મશાનની યાત્રા કરો.
સમજણની યાત્રા કરો અને સ્વયંને સમજાવો, ઈર્ષ્યાની આગમાં બળવા જેવું નથી, ઈર્ષ્યા દ્વેષ બનીને ભવોભવ સાથે આવે છે, ઈર્ષ્યાના કારણે સંસારનું પરિભ્રમણ વધે છે.
ધર્મ સ્થાનકમાં તો કદાચ ગુરુનો અવાજ સંભળાય કે ન સંભળાય, પણ સ્મશાનમાં જે invisible ગુરુ હોય, તે તમને એવો અવાજ સંભળાવી દે, જે ક્યારેય ભૂલાય નહીં.
પોતાને તે dead bodyના સ્થાન પર મૂકો અન સત્યનું જે realisation થાય, તે તમારા સ્વભાવને પરિવર્તન કરવાનું શ્રેષ્ઠ પરિબળ બની જાય.
જો તું ઈર્ષ્યાની આગમાં બળવાનું બંધ નહીં કરે તો કાળ તો એક દિવસ તને બાળવાનો જ છે. જો અંતે બળવાનું જ છે તો આજથી બળી-બળીને જિંદગીને વ્યર્થ કેમ બનાવવી?
જ્યારે તમને jealousy થાય, ત્યારે ealousyની વાત બીજાને ન કરવી. સામેવાળી વ્યક્તિ જો kerosene જેવી હશે તો તમારી આગને વધારશે.
તમારી આસપાસ ક્યારેય રાગનાં પાત્રો, કામનાં પાત્રો ન રાખવાં, જે તમારી ઈર્ષ્યાની, તમારી ઈચ્છાઓની આગને વધારે, પણ તમારી આસપાસમાં કલ્યાણ મિત્રો રાખવા જે આગને ઠારનારા હોય.
જેમની આસપાસ કલ્યાણ મિત્ર એવા ગુરુ હોય, એનામાં ઈર્ષ્યાની આગ ન હોય અને કદાચ અનાદિકાળના સંસ્કારના કારણે એના અંતરમાં ઈર્ષ્યાની આગ લાગે કે તરત જ કલ્યાણ મિત્ર ગુરુ એને શાંત કરી દે.
ઈર્ષ્યા એક એવી આગ છે, જે ક્ષણમાં તમારી સાધના – આરાધના, ઉપવાસ, સામાયિક, વ્રત-જપને પણ ભસ્મીભૂત કરી નાખે છે.
કોઈના સુખમાં, સ્વયંને દુ:ખી કરવા, એનું નામ ષયફહજ્ઞીતુ! કોઈની પ્રસન્નતાનો બાગ જોઈને, પોતાના દિલમાં આગ લગાડવી, એનું નામ jealousy.
Jealousyથી મુક્ત થવાનો ઉપાય છે, સંતોષ!
જો સંતોષ નામનો સદ્ગુણ પ્રગટે તો jealousy ક્યારેય ન થાય.
ઈર્ષ્યાથી મુકત થવા, કરો પ્રયોગ:

  • દર મહિને એકવાર એક કલાક માટે સ્મશાનમાં જઈને બેસો. સ્મશાનથી મોટા ગુરુ કોઈ ન હોય.
  • એકવાર વ્યક્તિને આંખ સામે મૃત્યુ દેખાવા લાગે, એટલે સમજાઈ જાય કે જો એક દિવસ બળવાનું જ છે.
  • તો આજે ઈર્ષ્યાની આગમાં શા માટે બળવાનું?
  • શા માટે comparison કરવાની? શા માટે competition કરવાની?
  • જે સ્મશાનયાત્રા કરે, એની jealouseyની સ્મશાનયાત્રા નીકળી જાય, એની રાગ-દ્વેષની સ્મશાનયાત્રા નીકળી જાય.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button