ઉત્સવ

૨૨ જાન્યુઆરી ૨૦૨૪થી જય શ્રીરામ

આજે આટલું જ -શોભિત દેસાઈ

ઈશ્ર્વર ઉપર કે અન્ય ઈશ્ર્વરીય માનવો પર જ્યારે સામાન્યજનને અપાર વહાલ ઊભરાય ત્યારે તુકારાનો ઉપયોગ થતો હોય છે. મારા કૃષ્ણ, મારા મહાવીર, મારા બુદ્ધને બદલે મારો કૃષ્ણ મારો મહાવીર મારો બુધ્ધ ઉપયોગમાં લેવાય છે. એમ… આ ક્ષણે તો ૧૪૦ કરોડમાંથી ૧૨૦ કરોડ લોકો ૧૦૦% એવું વિચારે છે કે આ નરેન્દ્ર મોદી તો ખરો કમાલનો માણસ છે! કૈં પણ હોહા કર્યાં વગર, પૂરેપૂરી ચોક્કસાઈ સાથે પોતાનું કામ કર્યે જ જાય છે, નિશ્ર્ચિત કરેલા સમયખંડમાં જ, નિયત તારીખ અને નિયત સ્થળની વચનપૂર્ણતા સાથે. રાજેન્દ્ર શુકલએ નર્મદ (યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે)ને અર્પણ કરાયેલી ગઝલ ગુજરાતીને ધરી છે, જેનાં બે શેર ખાસ પરમ આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ૧૨૦ કરોડ લોકો તરફથી આ ક્ષણે કાનમાં કહી રહ્યો છું, તમે સૌ સાંભળો.
કરીને પાત્ર સૌ ખાલી ખરેખરના પીનારાએ
તરસ અકબંધ રાખી છે કે બારે મેહ છે આગે
શબદની સલ્તનત છોડો, ગઝલનું તખ્ત પણ છોડો
ચલો ઓ શ્ર્વાસ મારા! કે હજી ફત્તેહ છે આગે
શું આયોજન! શું શિસ્ત! શું સમયપાલન ! સાધુ સંપ્રદાય-ધર્મપ્રજા-કલાકારગણ-મીડિયાકર્મીગણ-ગેરહાજર રાજકારણીઓ અને અતિશય સુઘડ સ્વચ્છ અણીશુદ્ધ, નવલરૂપથી ઓપતી નવ્ય અવધપુરી… આહાહાહા… કદાચ ત્યાં દૈહિક હાજર રહ્યા હોઈએ અને કશુંક અજુગતુ દૃષ્ટિગોચર થતાં સૂંપર્ણ ચિત્ર પર કોઈ અજાણ્યા રંગની પીંછીનો લસરકો લાગ્યાની અનુભૂતિ થાય એના કરતાં ટીવી પર બધું જ એકદમ સ્વચ્છ, સુઘડ અને અપેક્ષા મુજબનું થયું એનો આનંદ શબ્દમાં કેવી રીતે વર્ણવવો!!! અલગ ફિરકા-વિચારધારા – આરાધ્ય દેવને અનુસરતા સંત-કથાકાર-વકતા સાથે ઊભા હોય ત્યારે હિન્દુત્વ એકતા દેખાય એનો આનંદ શબ્દમાં કઈ રીતે વર્ણવવો!!! અને મારા ઘરમાં હજી પાંચ વરસ પહેલાં જ જેમનો જન્મ થયો હોય એવા ભુવનમોહન સ્મિત ફરકાવતા રામભગવાનની આટલી નાની વયની કરુણા સમગ્ર વિશ્ર્વના વ્યથિત-વ્યગ્ર-વિચલીત પ્રજાજનોના હૃદય ઠારવા પર્યાપ્ત છે એ અનુભવવાનો આનંદ શબ્દમાં કઈ રીતે વર્ણવવો!!! અને છેલ્લે આજના અત્યંત ટૂંકા અિિંંયક્ષશિંજ્ઞક્ષ જાફક્ષના કાળમાં આટલા ઓછા શબ્દોમાં પણ અક્ષરોઅક્ષર હું તમારું ધ્યાન મારા લેખમાં પરોવી શક્યો છું એ મહાસિદ્ધીનો આનંદ પણ શબ્દમાં કેવી રીતે વર્ણવવો…!!!
મારી અંગત વાત કરું તો મને મહાલયોથી વિશેષ, હૃદયમાં બિરાજતા ઈશ્ર્વરસ્વરૂપોની વધુ દરકાર છે. ૫૦ વર્ષથી જેને સેવું છું એ મારી ગઝલને ય મેં ઉપસાવેલી આસ્તિકીથી દૂર રાખી છે. પણ આ વખતના જોસ્સો-હુજુમ-લોક-શામેલિયત કંઈ દિવ્ય અને નોખા જ હતા… તે ત્યાં સુધી કે મારી કલમથી પણ ન જ રહેવાયું અભિવ્યક્ત થયા વગર. મને પરમાત્માએ મા વાગિશ્ર્વરીએ મોકલેલી બન્ને અંજલિ ગઝલ તમને પહોંચાડું છું, જતનપૂર્વકની જાળવણીની અપેક્ષા સાથે…
(૧) ભવિષ્યના શાશ્ર્વત વર્તમાનની ગઝલ
ભગવાન શ્રીરામનાં ચરણોમાં સાદર વંદનસહ…
ન કોઈ તાણ, અયોધ્યામાં રામ બેઠા છે,
સજાવો બાણ, અયોધ્યામાં રામ બેઠા છે
શમી ગયા છે હવે સાગરી ઉપદ્રવ સૌ,
છે સ્થિર વહાણ, અયોધ્યામાં રામ બેઠા છે
લખીને નામ જો નાખે તું સરયુના જળમાં,
તો તરશે પાણ, અયોધ્યાયમાં રામ બેઠા છે
બધી વિમાસણો, ચિંતાઓથી થઈ જા મુક્ત,
તું એ જ જાણ, અયોધ્યામાં રામ બેઠા છે
હું ભારતીય અને હિંદુ છું, અને મારી
છે ઓળખાણ… અયોધ્યામાં રામ બેઠા છે
(૨) મારા અંગત રામની ગઝલ
ધનુષ્ય-બાણના દ્વયમાંય રામ બેઠા છે,
ક્ષમા, વિવેક, વિનયમાંય રામ બેઠા છે
દરેક સંગિની સાથે દલીલબાજી બાદ,
પરાજયો અને જયમાંય રામ બેઠા છે
હું જે કરીશ, હશે રામની જ ઈચ્છા મુજબ,
મેં જે કર્યું છે એ તયમાંય રામ બેઠા છે
શમે જઠર જ્યાં ભૂખ્યાં, એ મોરારિબાપુની,
કથાના સુર ને લયમાંય રામ બેઠા છે
હું કાપી આટલું અંતર કદાચ ના યે જઉં,
અવધપુરી ને હૃદયમાંય રામ બેઠા છે
હરે રામ હરે કૃષ્ણ (૧૯૭૦)માં એ વખતનો સાવ નવો ગાંજા-ચરસનો જુવાળ અને એનાં પારિવારિક નુકસાનને બહુ સરસ વર્ણવવામાં આવ્યાં હતાં. પણ આર.ડી. બર્મનનું એ ફિલ્મનું સંગીત, ધૂન, સ્વરાંકન અને કવિશ્રી આનંદ બક્ષીની કવિતાઓ સમયની ધરા પર અમીટ છાપ છોડી ગયાં છે. અને… કિશોરકુમારની ઘેરી અષાઢી રજૂઆત તો બેજોડ જ છે…
દેખો ઓ દિવાનો તુમ યે કામ ના કરો
રામ કા નામ બદનામ ના કરો
રામને હંસ કર સબ સુખ ત્યાગે
ઔર તુમ દુ:ખ કે ડર સે ભાગે
જીવનકો નશેકા તુમ ગુલામ ના કરો
રામ કા નામ બદનામ ના કરો
છેલ્લે એક ભજ્ઞક્ષિિંજ્ઞદયતિશફહ સવાલ… તુલસી, રવીન્દ્રનાથ, કબીરની સાથે આનંદ બક્ષી અને અન્ય ફિલ્મ કવિઓને બેસાડી શકાય? ટૂંકી ટચ સમયમર્યાદામાં અમર્યાદ કાવ્યલક્ષી શક્યતાઓ મૂકી શકવા બદલ?
આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો