ઉત્સવ

ઇસરોના નવલા અધ્યક્ષ ડૉ. કે. શિવન

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

ડૉ. કે. શિવન ઇસરો. (ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઈંજછઘ)ના નવમા અધ્યક્ષ હતા. તેઓ એ.એસ. કિરણકુમારના ઇસરોના અનુગામી અધ્યક્ષ હતા. તેઓ વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટરના બારમા ડિરેકટર હતા.

તેમનું પૂરું નામ કૈલાસવાદીયૂ શિવન છે. તેઓનો જન્મ ૧૯૫૭ના એપ્રિલ મહિનાની ૧૪ તારીખે તામિલનાડુના સરકાલ્વિલાઇ નામના ગામમાં થયો હતો તેઓ મદુરાઇ યુનિવર્સિટીમાંથી ઇ.જભ. થયા હતા, અને મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ. ટૅકનોલૉજીમાંથી ઇ. ઝયભવ થયા હતા અને બૅગલૂરુની ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાંથી ખ.ઊ. થયા હતા. તેમણે મુંબઇની ઈંઈંઝમાંથી ઙવ.ઉ.ની ડિગ્રી મેળવી હતી.

ઇસરોના અધ્યક્ષ થયા પહેલાં તેઓ વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટરના ડિરેકટર હતા અને સાથેસાથે તેઓ લિક્વીડ પ્રોપલ્સન સિસ્ટમના પણ ડિરેકટર હતા. લિક્વીડ પ્રોપલ્સન સિસ્ટમના ડિરેકટર બનવું તે ભારે જવાબદારીનું કામ છે. શિવનના અનુગામી એસ. સોમનાથે પણ આ જવાબદારીભરી જગ્યા નિભાવી હતી. લિકવીડ પ્રોપલ્સન સિસ્ટમમાં ઓક્સિજનવાયુ (ઘ૨)ને પ્રવાહી બનાવવાનો હોય છે અને હાઇડ્રોજનવાયુ (ઇં ૨)ને પણ પ્રવાહી બનાવવાનો હોય છે. આ બંને વાયુઓ ભેગા મળી રોકેટના ઇંધણ તરીકે વપરાય છે જે રોકેટને જબ્બર ધક્કો મારી અંતરીક્ષમાં ખૂબ જ ઝડપે ચલાવે છે જે રોકેટને પૃથ્વીની ગ્રેવટીને ભેદી અંતરીક્ષમાં લઇ જાય છે. તે રોકેટનું બહુ જ શક્તિશાળી ઇંધણ તરીકે વપરાય છે.

તેઓ આંબાની વાડીના ખેડૂતના પુત્ર છે. તેઓ તેમના કુટુંબના પ્રથમ ગ્રેજ્યુએટ છે. તેઓ એરોનોટીકલ ઇન્જિનિયરીંગના ગ્રેજ્યુએટ છે. તેઓ એરોસ્પેશ ઇન્જિનિયર પણ છે. તેઓએ લાઁચ વેહિકલના પ્રોજેકટ (ઙજકટ ઙછઘઉંઊઈઝ)માં પણ કામ કર્યું છે. ૨૦૧૮માં તેમને ઇસરોના ચૅરમૅન નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઇસરોના ચૅરમૅન ભારત સરકારના સ્પેશ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પણ હોય જ છે જેથી તેમને વાંધાવચકા કાઢનારા અને અભિમાની, પોતાને કાંઇક સમજનારા સરકારના ઈંઅજ ઑફિસરો સાથે કામ પાર પાડવાનું હોતું નથી. તેઓની ચૅરમૅનશિપ નીચે ઇસરોએ ચંદ્રયાન-૨ને ચંદ્ર પર વિક્રમ લેન્ડરને ઉતારવાનું હતું જેમાં પ્રજ્ઞાન રોવર (બગી) હતું. લેન્ડર ચંદ્રની સપાટી પર ઊતરતું હતું અને સપાટીથી માત્ર ૨ સ.ળ. ઉપર હતું અને નિયંત્રણ બહાર ચાલ્યું ગયું અને ચંદ્રની સપાટી પર જઇને પડ્યું. ઇસરો અને ડૉ. શિવન માટે આ મોટો સેટબેક હતો. શિવન પછી નિવૃત્ત થવાના હતા અને આ અણગમતો બનાવ બન્યો. શિવન મોટા નિષ્ણાત હોવા છતાં આપણે ઉપર તેમનો અભ્યાસ, નિપુણતા, સ્પેશ સાયન્સની વિવિધ શાખાઓમાં તેમની ઉત્તમ કામગીરી હતી. તેમ છતાં શિવન થોડા અનલકી નીવડયા, તેને નિયતિ માની લેવાની. તાજેતરમાં સ્પેશક્ષેત્રે ખૂબ જ આગળ એવા રશિયાનું લ્યૂના-૨૫ ચંદ્રયાન-૨ના વિક્રમલેન્ડરની જેમ ચંદ્ર પર તૂટી પડ્યું હતું. આ તો અંતરીક્ષવિજ્ઞાન ટૅકનોલૉજી છે ગમે ત્યારે ગમે થઇ જાય, જરા જેવી ચૂક પૂરા પ્રોજેકટનો નાશ કરી શકે. ચંદ્રયાન-૨ના વિક્રમલેન્ડરની ચંદ્ર પર ઊતરતી વખતે જે નિષ્ફળતાને વર્યું, તેને ઇસરોના વિજ્ઞાનીઓને ઘણું બધું શિખડાવ્યું. ચંદ્રયાન-૩ના ચંદ્ર પર વિક્રમલેન્ડર જે સફળતાને પ્રાપ્ત થયું તે ચંદ્રયાન-૨ના વિક્રમલેન્ડરની નિષ્ફળતાની દેન છે જેમ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે તેમ નિષ્ફળતા એ સફળતા મેળવવાની તક પૂરી પાડે છે, જો માનવી તેની નિષ્ફળતાને ગંભીર લે તો.
જ્યારે ચંદ્રયાન-૨નું વિક્રમલેન્ડર ઊતરતું હતું ત્યારે લેખક ટી.વી. સ્ટુડિયોમાં હતા અને એન્કર તેમના પર એક પછી એક પ્રશ્ર્નની ઝડી બોલાવતો હતો અને તે ક્ષણે તે એટલો બધો તો ઉત્તેજિત થઇ ગયો હતો કે તેની સીમા નહીં. તેનો અવાજ પણ મોટો થઇ ગયો હતો. વિક્રમ લેન્ડરની ચંદ્ર પર ઊતરવાની ક્ષણ તદ્ન નજીક હતી અને તેના ક્રેશ થયાના સમાચાર આવ્યા. આખો ટી.વી. સ્ટુડિયો સૂમસામ થઇ ગયો. અમે કાંઇ બોલ્યા વગર ઘર તરફ જવા વળી ગયા. તો પછી ડૉ. શિવન પર કેવી વિતી હોય તે તો ખબર પડે જ. નરેન્દ્રભાઇએ શિવનને આશ્ર્વાસન આપ્યું અને આપણે ચંદ્ર પર ઊતરવાના જ છીએ તેમ કહ્યું. ચંદ્રયાન-૩ એ તે સાબિત કર્યું અને તેનો જ આખા ભારતને આનંદ હતો ડૉ. શિવન રોવર પ્રજ્ઞાન, લેન્ડરમાંથી બહાર ન નીકળ્યું અને ચંદ્રની ભૂમિ પર ચાલવા ન લાગ્યું ત્યાં સુધી ક્ધટ્રોલ રૂમમાં જ બેસી રહ્યા હતા અને ચંદ્રયાન-૩ની સફળતાથી ખૂબ રાજી થયા હતા. વિજ્ઞાનીઓનો આ જ સ્પીરીટ હોય છે.

ચંદ્રયાન-૨નું ઓરબીટર સુંદર કામ કરી રહ્યું છે. તેને ચંદ્રની ધરતીના સુંદર છાયાચિત્રો લીધાં છે અને ભારતમાં મોકલ્યાં છે. તેને ચંદ્ર પર જે વિક્રમ સારાભાઇ કેટર (ઉલ્કાકુંડ) છે તેના સરસ અને સ્પષ્ટ ફોટા લીધાં છે અને બીજી પણ ઘણી માહિતી મેળવી ઇસરોના વિજ્ઞાનીઓને મોકલ્યાં છે. આ રીતે ચંદ્રયાન-૨ ૯૦ ટકા સફળ રહ્યું છે. અને ચંદ્રયાન-૩ને સફળતા મેળવવા ખૂબ જ મદદ કરી છે. તે હવે ચંદ્રયાન-૩ની ઓરબીટર તરીકે બધી જ જવાબદારી સંભાળે છે. ઇસરોને ચંદ્રયાન-૩ સાથે ઓરબીટર મોકલવાની જરૂર પડી નથી. આમ ચંદ્રયાન-૨ના ઓરબીટરે ચંદ્રયાન-૩નું પણ ઓરબીટર રહ્યું છે. ચંદ્રયાન-૩ના ઓરબીટરની વય ઇસરોએ માત્ર એક વર્ષની અંદાજી હતી. તે જબ્બર લાંબો સમય સુધી જીવિત રહીને કામગીરી બજાવતું રહ્યું અને હવે ચંદ્રયાન-૩ની ઓરબીટર તરીકે જવાબદારી સંભાળી રહ્યું છે. ચંદ્રયાન-૩ સાથે ઓરબીટર મોકલવાનું નહોતું તેથી ઇસરોએ ઘણા બધા કરોડ બચાવ્યા છે. ઇસરોનાં વિજ્ઞાનીઓ જ્યારથી ચંદ્રયાન-૨નું વિક્રમ લેન્ડર તૂટી પડ્યું ત્યારથી ચંદ્રયાન-૨ના ઓરબીટર સાથે કામ કરતા રહ્યા અને ચંદ્રયાન-૨ના ઓરબીટરને કામ કરાવતા રહ્યાં. તેની સાથે સતત સંપર્ક રાખી ચંદ્રની સપાટી વિશે સંશોધન કરતા રહ્યા. આ બહુ મોટી વાત ગણાય.

ચંદ્રયાન-૩ સાથે ઇસરોને ઓરબીટર મોકલવું પડ્યું નથી. તેની સાથે ઇસરોએ પ્રોપલ્સન મોડ્યુલ જ મોકલ્યું છે જેને વિક્રમલેન્ડરને રોવર પ્રજ્ઞાન સાથે ચંદ્ર પર ઊતરવા છોડી દીધું છે. આ તેની એક કામગીરી હતી. તેની બીજી કામગીરી દૂરથી પૃથ્વીનો અભ્યાસ કરવાની છે. પૃથ્વીના વાયુમંડળનો, પૃથ્વી પર જીવન છે. તેની અલગ અલગ નિશાનીઓનો અભ્યાસ કરવાની છે. પ્રોપલ્સન
મોડયુલ આ અભ્યાસ એટલા માટે કરે
છે કે ભવિષ્યમાં કોઇ એક્ઝોપ્લેેનેટ પર જીવન હોય તો તેની નિશાનીઓ મળી રહે જે પૃથ્વીના વાયુમંડળ અને જીવનના અભ્યાસથી જે નિશાનીઓ મળી છે. તેની સાથે સરખાવી નક્કી કરી શકાય કે એક્ઝોપ્લેનેટ પર જીવન છે કે નહીં, પૃથ્વી પર જીવન છે તેથી પૃથ્વી પરની વનસ્પતિ સૂર્યની હાજરીમાં ફોટોસિન્થેસીસની ક્રિયા કરે છે. તેમાં કાર્બનડાયોકસાઇડ લઇ ઑક્સિજન વાયુમંડળમાં પ્રવેશે તે ક્રિયા જો એક્ઝોટબેનેટ પર ચાલતી હોત તો ત્યાં જીવન હોવાનું માની શકાય. બીજું કે પૃથ્વી પર જીવન જે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે તે ક્રિયા પણ બીજા ગ્રહ પર પણ કદાચ ચાલતી હોય.
પ્રોપલ્સન મોડ્યુલનો આ અભ્યાસ આપણી આકાશગંગામાં બીજા તારાની ફરતે ગ્રહ પર જીવન હોય તો તે શોધવા મદદ કરશે. બધાને વિદિત છે કે સૂજર્યમાળાની બહારના તારાની ફરતે પરિક્રમા કરતાં ૧,૦૦૦થી વધારે ગ્રહો મળી આવ્યાં છે અને તેમાંના એક છે. બરાબર પૃથ્વી જેવડા અને કદાચ વાયુમંડળ પણ ધરાવે તેવા ગ્રહો છે.

ડૉ. શિવન પર સરકારે એક નવી જવાબદારી નાખી છે. તેઓ હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટૅકનોલૉજી ઇન્દરોના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button