ઉત્સવ

ધિરાણ લેતી વખતે વ્યાજદર વત્તા બીજું શું શું જાણવું જરૂરી છે?

રિઝર્વ બેંકે લોન લેનાર વર્ગના હિતમાં એક મહત્ત્વનું પગલું ભરવાનું નકકી કર્યુ છે, જેના દ્વારા લોન પરત કરતી વખતે તમારે ખરેખર કેટલો ખર્ચબોજ ઉઠાવવો પડશે તેનો ખ્યાલ આવશે અને લોનના વ્યવહારમાં

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

પારદર્શકતા વધશે. આવો, આની સરળ સમજ મેળવીએ
તમે બેંક કે ફાઈનાન્સ કંપની પાસેથી ધિરાણ-લોન લો છો ત્યારે સૌથી પહેલાં શું જુઓ છો વ્યાજદર શું છે, બરાબર? વ્યાજદર પછી ઈએમઆઈ; શું આવશે તે જાણવા ઉત્સુક રહો છો. કયા દસ્તાવેજ જમા કરાવવાનાં છે એ જાણો છો. અલબત્ત, બેંક કે ફાઈનાન્સ કંપની પણ તમને લોન આપતી વખતે તમારી પાસેથી ઘણું બધું જાણવા માગે છે. તેમને તમારી ઘણી વિગત જાણવી હોય છે. એમાંથી એ તમારી આખી કુંડલી કઢાવી લે પછી પણ તમે લોનના હપ્તા ન ભરો કે ડિફોલ્ટ કરો તો તેમની પાસે વસૂલીના માર્ગ રહે જ છે.

ખેર, આ બધી વાત કોમન વાતમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે જયારે લોન લો છો એ પછી તમે બેંક કે કંપનીને ઈએમઆઈ-હપ્તા ભરો છો, પણ શું તમને એ ખબર હોય છે કે ખરેખર તમે બેંકને કઈ અને કેટલી વધારાની રકમ ભરો છો? તમારા પર વાસ્તવમાં કેટલો ખર્ચ બોજ આવે છે?

આના જવાબમાં થોડા મહિના બાદ એક નવું પગલું અમલમાં આવી રહ્યું છે, જેનું નામ છે : ‘કી ફેકટસ સ્ટેટમેન્ટ’ કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટ તમને શું જણાવશે?

આગામી પહેલી ઓક્ટોબરથી તમામ બેન્કો અને નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ
કંપનીઓ કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટ (કેએફએસ) ઈશ્યૂ કરશે, જેની મદદથી રીટેલ લોન ગ્રાહકો એમની લોન પર લેવાતા વ્યાજનો વાસ્તવિક ખર્ચ જાણી શકશે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ગયા ફેબ્રુઆરીમાં નાણાનીતિની સમીક્ષા વખતે કરેલી જાહેરાતને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં બેન્કોને એવો આદેશ આપવામાં આવ્યો હતો કે તેમણે એમના ધિરાણદારોને વાર્ષિક ટકાવારી દર એટલે કે APR (એન્યુઅલ પર્સેન્ટેજ રેટ, અર્થાત બીજા શબ્દોમાં લોનનો કુલ ખર્ચ) જણાવવો. એપીઆર એ માત્ર વ્યાજનો દર નહીં, લોનને લગતા બીજા તમામ ખર્ચને લગતો પણ હશે. હમણાં ૧૫ એપ્રિલે આરબીઆઈએ કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટ વિશે એક સૂચના બહાર પાડી છે. આની પાછળનો ઉદ્દેશ્ય સેવામાં પારદર્શકતા લાવવા અને બેન્કોને એક માહિતગાર નાણાકીય નિર્ણય લેવાની સત્તા આપવાનો છે. આરબીઆઈની આ સૂચના નિયમનકારી બેન્કો, ફાઈનાન્સ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ રીટેલ અને એમએસએમઈ (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ) ટર્મ લોન પ્રોડક્ટ્સને લાગુ થશે.

કેએફએસ મારફત પારદર્શકતા
કેએફએસથી પારદર્શક્તા આવશે અને ધિરાણ લેનારને એ માહિતગાર નિર્ણયો લેવામાં એ રીતે મદદરૂપ થશે કે લોન લેતી વખતે અને ચૂકવતી વખતે એમને કુલ કેટલો ખર્ચ થશે એનો બરાબર ખ્યાલ મળશે. સરળ ભાષામાં કહીએ તો, આ ખર્ચમાં લોનની તમામ પ્રકારની શરતો અને લોન સંબંધિત ફી તથા વીમા ચાર્જિસ, લીગલ ચાર્જિસ સહિત ચાર્જિસને આમાં આવરી લેવામાં આવશે.

આ મહત્ત્વનું એટલા માટે છે કે કેએફએસ કાનૂની ભાષાને સાદી ભાષામાં સમજાવે છે અને બોરોઅર-ધિરાણ લેનારને એક ટૂંકા ફોર્મમાં બધી જ મહત્ત્વની વિગતો પૂરી પાડે છે.

વાર્ષિક ટકાવારી દર એ લોનધારકને એની લોનની રકમ પર ભોગવવો પડતો વાર્ષિક ખર્ચ છે. કેએફએસમાં એપીઆરની એક કમ્પ્યુટેશન શીટ (ખર્ચને લગતી વિગત) અને લોન ચુકવણીના સમયગાળા વિશેનું ટેબલ હશે. લોનધારકને એના પ્રત્યેક પેમેન્ટ માટે એની પાસેથી વસૂલ કરવામાં આવેલા ચાર્જિસની વિગત તેમજ રસીદ તથા સંબંધિત દસ્તાવેજો પણ પૂરા પાડવામાં આવશે.
નિયમનકાર બેન્ક કે કંપની કેએફએસમાં દર્શાવ્યા ન હોય એવા કોઈ પણ ચાર્જિસ કે ફી લોનધારક પાસેથી એની સ્પષ્ટ મંજૂરી વગર કોઈ પણ તબક્કે વસૂલ કરી શકશે નહીં.

કેએફએસ મેળવવાનું મહત્ત્વ
કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ કરાયેલ ઈક્વેટેડ પીરિયોડિક ઈન્સ્ટોલમેન્ટ (ઈપીઆઈ) વિશે પણ જાણી લેવું મહત્ત્વનું છે. કેએફએસમાં દર્શાવવામાં આવનાર મહત્ત્વની બાબતોમાં એક હશે, સમાન સમયાંતરના હપ્તા (ઈપીઆઈ)નો ઉલ્લેખ, જેમાં લોનધારકે લોનની ચુકવણી માટેના પિરિયડની નિશ્ર્ચિત કરાયેલી સંખ્યા વખતના પેમેન્ટની સમાન અને નિશ્ર્ચિત રકમની વિગત હશે.
ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ્સને (ઈએમઆઈ) તરીકે ગણવામાં આવે છે. એ તો સૌ જાણે જ છે કે વ્યક્તિગત લોનધારકો એમની લોનની રકમની માસિક હપ્તાવાર ચુકવણી કરતા હોય છે,
જેને ‘ઈએમઆઈ’ કહેવાય છે. આમ ઈપીઆઈનો સીધો અર્થ થાય છે ઈએમઆઈ. બેન્કો અને ફાઈનાન્સ કંપનીઓએ લોનધારકોને લોનને લગતા અન્ય મહત્ત્વના દસ્તાવેજો સાથે કેએફએસની કોપી ઈમેલ કે એસએમએસના માધ્યમથી મોકલવાની રહેશે. ડિજિટલ ધિરાણના કેસમાં, લોનધારક તેના સ્ક્રીન પર લોનની વિગતો અંતર્ગત કેએફએસની માહિતી મેળવી શકશે. જેને ધારક આસાનીથી વાંચી શકશે અને ડાઉનલોડ કરી શકશે.

સમજાવવાની ભાષા સરળ હોવી જોઈએ : આરબીઆઈનો આદેશ છે કે લોનધારકને સમજાય તે ભાષામાં કેએફએસ લખાયેલું હોવું જોઈએ. બેન્કોએ લોનધારકને કેએફએસની વિગત સમજાવવાની રહેશે. ધારો કે લોનધારકને કેએફએસ મળ્યું ન હોય અથવા એને એમાં કોઈ ખામીઓ જણાય તો તે એને લોન આપનાર નિયમનકાર બેન્ક કે કંપનીને તે
વિશે જાણ કરી શકે છે. આમાં સૌથી પહેલા ઋણદાતા બેન્ક કે કંપનીના આંતરિક ઓમ્બડ્સમેનને ફરિયાદ કરવાની એને તક મળશે, જેમણે તે ફરિયાદનો ૩૦ દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે. ધારો કે લોનધારક એની ફરિયાદના નિવારણથી સંતુષ્ટ ન થાય તો એ આરબીઆઈના બેન્કિંગ ઓમ્બડ્સમેન (એક પ્રકારનું ફરિયાદ નિવારણ તંત્ર) પાસે પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker