ઉત્સવ

ઈ-વેસ્ટમાંથી ઈનોવેશન:ચલો…ચલો, નયે ખ્વાબ બુન લે..

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

દુનિયાભરમાં દરરોજ જેટલા ડિવાઈસનો આવિષ્કાર નથી થતો એટલા ડિવાઈસ સ્ક્રેપ થઈ રહ્યા છે-ભંગારમાં જઈ રહ્યાં છે. ઝડપી અપડેટ થતી ટૅકનોલૉજીમાં ઘણા એવા ડિવાઈસ છે, જે હવે કોઈ દિવસ કામમાં નથી આવવાના. બીજી તરફ, ઉપયોગમાં લેવાતી ટૅકનોલૉજીમાંથી જ્યારે ડિવાઈસ બગડી જાય છે ત્યારે એને ફેંકી દેવામાં આવે છે, પણ ડિજિટલ ડિવાઈસનો વધતો જતો કચરો ચિંતાનું કારણ છે. કારણ એ જ કે એના વાયર બીજી વખત એ જ ટૅકનોલૉજીમાં ઉપયોગમાં નથી લેવાતા, જ્યારે પ્લાસ્ટિક ડિવાઈસ હોવાથી કચકડું તૂટી જાય છે એટલે ફરી એસેમ્બલ કરવું બીજી વસ્તુઓની તુલનામાં શક્ય નથી, પણ આપણા દેશમાં બંગાળની ધરતી પર એક એવું પણ ગામ છે, જ્યાં આવી વસ્તુઓનું માર્કેટ-બજાર ભરાય છે અને ઈનોવેશન થાય છે. ચાલો, ત્યારે આ બજારમાં ડોકિયું કરીએ.

પશ્ર્ચિમ બંગાળના પાટનગર કોલકાતાથી ૬૫ કિલોમીટરના અંતરે મથુરાપુર ગામે એક મેળો ભરાય છે, જેને ભાંગા મેલા કહે છે. બંગાળી ભાષામાં ‘ભાંગા’ એટલે ભંગાર એટલે આ ભંગારનો મેળો છે. અગાઉ તૂટી ગયેલી અને નક્કામી વસ્તુઓ આ માર્કેટમાંથી મળતી, પણ છેલ્લા પાંચ વર્ષથી ડિજિટલ ડિવાઈસનો ખડકલો જોવા મળે છે. ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણનો અનોખો મેળો પણ કહી શકો. થોડું ટેક્નિકલ કામ આવડતું હોય તો સેમી રિપેરેબલ વસ્તુઓ સરળતાથી મળી શકે છે, જેમાં થોડી કારીગીરી કરતા એ ડિવાઈસ સારું કામ આપી શકે છે. બસ શું કામ આવશે અને ક્યાં કામ લાગશે એ નક્કી હોય તો આ માર્કેટ ઈનોવેટર્સ માટે સ્વર્ગ છે.

એક મિત્રને અહીંથી માત્ર ૧૭૦૦ રૂપિયામાં સ્માર્ટફોન મળ્યો. ખોટ ખાલી એટલી જ હતી કે, એની સ્ક્રિન રિપેર થાય એમ ન હતી, પણ અંદરના બધા જ ફંક્શન ચાલું. આ કારીગર મિત્રએ બિન્ડો સ્ક્રિનના પૈસા આપીને નવા જેવો મોબાઈલ ચાલું કરી લીધો. એ પણ બેસ્ટ ગણાતી કંપનીનો. આપણા દેશમાં
ઈ-વેસ્ટની સમસ્યા રાક્ષસી રૂપ લેતી જાય છે. એવામાં ગગનગામી ઉડાન ભરતી શોધથી નક્કામો કચરો વધી રહ્યો છે, જેને સ્ક્રેપ પૉલિસી અંતર્ગત આવરી લેવાય છે. જોકે વાત જ્યારે એમાંથી કંઈક નવું કરવાની થાય છે ત્યારે રી-ન્યૂ અભિગમનો સૂર્યોદય થાય છે. નવા કલરફૂલ અને લેટેસ્ટ ડિવાઈસ વધુ સારી અને કોમ્પેક સાઈઝમાં આવતા જૂના ડિવાઈસનો કચરો વધ્યો છે. બીજી તરફ, જૂના ડિવાઈસ ફેંકીને લોકો નવા ડિવાઈસ ખરીદે છે ત્યારે આવા કચરા વધે છે. કદાચ આ કોસ્ટ માર્જિનથી વિચારીને કેટલીક મોબાઈલ કંપનીએ ચાર્જર અને હેન્ડસ્ફ્રી મોબાઈલ સાથે આપવાના બંધ કરી દીધા છે. આવા કોસ્ટ કટિંગ માર્જિન માર્કેટમાં આવું ભાંગા બજાર મળે એટલે ગુજરી બજારને પણ ટક્કર મળે. ખાસ વાત એ છે કે, નક્કામા થઈ ગયેલા આ ડિવાઈસ આ માર્કેટમાં ચાલું કંડિશનમાં હોય છે. વસ્તુ ખૂટતી હોય તો માત્ર એના કેટલાક વાયર્સ કે સપોર્ટની હોય છે. સૌથી ખાસ વાત એ છે કે, ભાંગા માર્કેટ હવે સેક્ધડહેન્ડ ડિવાઈસ માટેની માર્કેટ બની ગઈ છે. અહીં આઈસી સર્કિટથી લઈને ઈલેક્ટ્રિક ઉપકરણના વાયર પણ સસ્તા ભાવે મળી રહે છે. આમ એક ઈ-વેસ્ટ બીજામાં ડાયરેક્ટ ઉપયોગમાં લેવાતા એની આવરદા વધી જાય છે, જ્યારે બીજા એક જરૂરિયાતવાળા વ્યક્તિને વસ્તુ મળી રહે છે. જો કે, કેટલાક ડિવાઈસ જેવા કે, ફોન, સર્કિટ, માઉસ, અમુક કી ખરાબ થઈ ગયેલા કી – બોર્ડ, પોર્ડ, વાયર, યુએસબી પીન, એલઈડી એવી તમામ વસ્તુ જેને રી-એસેમ્બલ કરી શકાય છે, જેના લીધે ખરા અર્થમાં ઈવેસ્ટને ઘટે છે. એટલું જ નહીં, શો-રૂમમાં મોબાઈલની બેટરી લેવા જઈએ તો મોંઘી પડે, પણ આવી માર્કેટમાં એવી બેટરી મળે છે જેના ફોન ભલે પતી ગયા હોય પણ બેટરી મસ્ત હોય.

આમ વેસ્ટને વેસ્ટ કરવા કરતાં ઈનોવેસ્ટ કરીએ તો ઘણો ફાયદો થાય છે. એસેમ્બલિંગ કરતાં ઘણા લોકો અહીંથી મોટી માત્રામાં સામાન ખરીદવા આવે છે. અહીં એવો સામાન જે વેસ્ટ છે પણ બીજા ડિવાઈસને મોટો સપોર્ટ આપી શકે છે, જેમકે ડેટા કેબલ હોય પણ એન્ડ્રોઈડનો વાયર ન હોય તો અહીંથી સસ્તામાં મળે. જે એક રીતે તો વેસ્ટ જ છે. ઘણા ઈનોવેટર્સ એવા હોય છે જે નક્કામા થઈ ગયેલા ડિવાઈસને વ્યવસ્થિત બનાવીને વેચે છે, જેમકે મોબાઈલ કવરમાં કંઈક નાની વસ્તુઓ મૂકીને ડેકોરેશન પીસ બનાવી કાઢે એટલે મોબઈલ કવર પણ વપરાય અને બીજી વસ્તુ પણ બને. માર્કેટમાં જેમ બ્રાન્ડની વેલ્યૂ છે એમ એવો પણ વર્ગ છે, જેને સ્માર્ટફોન પોસાય એમ નથી એટલે આવા રી-એસેમ્બલની સેલ વેલ્યૂ ઓછી હોવા છતા તે આનંદ સાથે કબાડી ગણાતી વસ્તુઓમાં ઉત્સાહ ટકાવી રાખે છે.

હા, એક વાતની સ્પષ્ટતા કે, આ કોઈ રવિવારી કે શનિવારી માર્કેટ નથી. માર્કેટમાં પણ ઈ-વેસ્ટના કેટલાક નિયમ છે. ભંગાર થઈ ગયેલી એવી વસ્તુ અહીં વેચાતી નથી, જેમાંથી કંઈ બનવાનું જ નથી.

પરિસ્થિતિનો પવન પલટાતા વાર નથી લાગતી. ‘ગેલેક્સી’ જેવી લાગતી ગેલેરી પણ આઉટ ઑફ ડેટ થઈ જાય. તો બીજી તરફ સાવ તૂટેલી સ્ક્રિનમાંથી પણ મસ્ત પ્રકાશ આપતી ટોર્ચ આવી માર્કેટમાં મળી જાય. જૂની વસ્તુમાં કાટ લાગે તો નક્કામી બને, પણ ઈ-વેસ્ટ ડિવાઈસમાં રી-ન્યૂનો વિચાર માત્ર વસ્તુને કાટ લાગવા નથી દેતો.

આઉટ ઓફ ધ બોક્સ
કોઈ પણ ક્ષેત્રમાં હોય, સતત અને સખત અપડેટ થતા રહો, કારણ કે આઉટડેટેડ થયા બાદ આપણા દિમાગની પણ કોઈ કિંમત નહીં ચૂકવે…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress