ઉત્સવ

વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે સ્વદેશી કલ્ચરનો પવન?

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

મેક ઇન ઇન્ડિયાનો નારો જયારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આપેલો ત્યારે તેની મજાક ઉડાડવામાં કોઇએ કસર છોડી નહોતી. તેથી જ આજે જગતમાં મોબાઇલ ફોનના ઉત્પાદનમાં ભારત દ્વિતીય સ્થાને છે. તેવી ઘણી એચિવમેન્ટસ સ્વીકારવી આ ટીકાખોરો માટે મુશ્કેલ છે.

પણ જયારે ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ અને મેઇડ ઇન અમેરિકાના નારા આપે છે. ત્યારે પૂરી દુનિયા તેને સ્વીકારે છે અને તે બરાબર છે તેમ જસ્ટીફાઇ પણ કરે છે આમ ઘરકી મુર્ગી દાલ બરાબર જેવો ઘાટ છે!
સ્વદેશી પ્રોડક્ટસ અને સ્વદેશી કલ્ચરનો પવન દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે અને દરેક દેશ તેના સેંકડો વર્ષ જૂના કલ્ચરને આજની પેઢીને બતાવીને તેઓને તેમના દેશના રીચ કલ્ચરથી વાકેફ કરવાના પ્રયત્નો કરે છે અને તેનું તાજેતરનું ઉદાહરણ છે “ને ઝ 2”નામના ચીની મુવીની સફળતા.

દુનિયામાં બોકસ ઓફિસ કલેકશનમાં અમેરિકા પ્રથમ ક્રમાંકે અને ચીન બીજા નંબરે આવે છે પણ ચીનની મુવી ટિકિટ સેલની આવક હોલીવૂડ મુવી ચીનમાં પ્રદર્શિત કરવામાં આવે છે તેની છે પણ 2023 પછી પહેલીવાર તેમાં પરિવર્તન થતું જોવા મળે છે. જેમ કે 2023માં ચીની બોક્સ ઓફિસ કલેકશનમાં પહેલી 10 ફિલ્મોમાં માત્ર એક હોલીવૂડ ફિલ્મ “ગોડઝીલા એક્સ કિંગ ધ ન્યુ એમ્પાયર” હતી.

1990માં ચીની થિયેટર્સ હોલીવૂડ મુવી એક્ઝિબીટ કરવા માટે ખોલવામાં આવ્યા ત્યાર પછી ચીની બોકસ ઓફિસમાં આટલા વર્ષોમાં પહેલીવાર જોવા મળ્યું છે કે પહેલી 9 બોકસ ઓફિસ સક્સેસફૂલ મુવી પ્રોડયુસ્ડ ઇન ચાઇના છે. મુવી મેકિંગમાં સ્વદેશીકરણની શરૂઆત તો ચીનમાં 2017માં થઇ ગયેલી, જયારે “વુલ્ફ ઓફ વોરિયર” મુવી ચીને બનાવેલી જેમાં ચીની રિટાયર્ડ સોલ્જર્સ અમેરિકન વિલનને પીટી નાખે છે અને તેના પછી તો 2021માં “ધ બેટલ એટ લેક ચેન્જિંગ” મુવી પ્રોડયુસ કરવામાં આવ્યું. જેમાં ચીની વોલન્ટિયર્સ અમેરિકન સોલ્જર્સને કોરિયન વોરમાં હરાવતા બતાવવામાં આવ્યા છે.

ચીની સિવિલ સોસાયટીનું માનવું છે કે એ દિવસો ગયા જયારે ચાઇનીઝ કુંગ ફું પાંડા ઉપર હોલીવૂડવાળા મુવી બનાવે અને ચાઇનીઝ લોકો પૈસા ખર્ચીને જોયા કરે, કારણકે ચીની કલ્ચરને ચીન કરતા કોઇ વધારે સારી રીતે ના સમજી શકે અને તેથી જ ચીનમાં ચીની કલ્ચર ઉપર મુવી બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે. જેનું છેલ્લું ઉદાહરણ છે “ને ઝા 2” કે જે 16મી સદીની માયથોલોજિકલ સ્ટોરી ઉપર આધારીત છે.

જે 2019માં આવેલી “ને ઝા”મુવીની સિકવન્સ છે. જેમાં 3 વર્ષની એક બાળકી સુપર પાવર સાથે જન્મે છે. જેની આયુ માત્ર 3 વર્ષની જ છે. પણ જેમાં તે તેના ગામને પોલિટિશયન, ગુન અને દાનવોથી ત્રાસથી બચાવે છે. ફિલ્મ 29 જાન્યુઆરી 2025ના રિલીઝ થયેલી અને 10 દિવસમાં તો તેણે 1.2 બિલ્યન ડોલર્સની કમાણી કરી લીધી છે અને સૌ પ્રથમ ફિલ્મ છે કે જે પૂરેપૂરી ચીનમાં ચીની ટેક્નિશિયનોએ પ્રોડયુસ કરેલી છે.

ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી આ મુવીની અભૂતપૂર્વ સફ્ળતાથી બહુ ખુશ છે અને તેથી જ ચીની સરકારે ચીની નવા વર્ષની અઠવાડિયાની રજા વધુ એક દિવસથી વધારી દીધી કે જેથી ચીનાઓ આ ફિલ્મ જોઇ શકે.

ચીની મુવીઝમાં થતી અમેરિકન સૈનિકોની કોરિયન વોરમાં ધોલાઇ વગેરે 2017થી જ ચાલુ થઇ ગયેલ છે. તેથી અમેરિકા સાથે સંબંધો વણસવાની શરૂઆત તમામ મોરચે થઇ ગયેલ છે અને તેના કરતાં પણ ચીન તેના કલ્ચરને ચીનાઓની નવી પેઢીને અને દુનિયાને તેના ગૌરવશાળી વારસાથી વાકેફ કરવા માગે છે અને સાચે જ કહે છે કે તેનું ચિત્રીકરણ વિદેશી નહીં પણ ચીનાઓ જ સાચી અને ઇફેકિટવ રીતે કરી શકે.

જેમ કે ભારતમાં પણ 2025ના કેન્દ્ર સરકારના બજેટમાં 50 ઐતિહાસિક સ્થળોની પહેચાન કરીને તેના ભવ્ય ભૂતકાળને સજીવન કરીને જીવંત કરવા માગે છે જેથી ભારતની નવી અને જૂની પેઢી ભારતના ભવ્ય ભૂતકાળ પરંપરા અને એચીવમેન્ટસથી ગુપ્તા, ચોલા, મોર્ય, ચૌહાણ, પાંડયા વગેરે ડાયનેસ્ટીના રાજમાં ભારતે શોર્ય અને સમાજક્ષેત્રે કરેલી આર્થિક પ્રગતિને દુનિયા જાણી શકે અને આટલું જ નહીં પણ રામાયણ, મહાભારત ઉપર આજે પણ નાટકો એને ટીવી સિરિયલોના માધ્યમથી પણ લોકો સુધી ભારતની મહાન ગૌરવશાળી ઉપલબ્ધિઓ પ્રદર્શિત કરવામાં આવે છે, અને લગભગ 500 વર્ષ ઉપરાંતની કાનૂની લડાઇ પણ અયોધ્યામાં સ્થાપિત રામમંદિરે તો એવી હવા સર્જી છે કે ભારતમાં નહીં પણ વિદેશમાં રહેતા ભારતીયોની પણ જિંદગીમાં એક ઇચ્છા છે કે એકવાર તો અયોધ્યા જઇને રામ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવા અને આના કારણે રિલિજીલિયસ ટૂરિઝમ આજે ટોચના ક્રમાંકે છે.

જે રોજગાર અને આવકના નવાં ક્ષેત્રો ઊભા કરે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ છે કે જેમાં 50 કરોડ કરતાં વધારે શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરીને ડૂબકી મારીને પવિત્રતાનો અનુભવ કરેલ છે.
રશિયામાં પણ “ધ અગ્લી સ્વોન’ મુવી 1967ની બહુ ચર્ચિત અને સફળ નવલકથા પર આધારિત છે. આજ વસ્તુ આજે જાપાન જર્મની જેવા મોટા ભાગના દેશો કરી રહ્યા છે. અને તેથી આજે દુનિયાભરમાં કલ્ચરલ રિવોલ્યુશન આવી રહ્યું છે. તેથી જ તો શાળામાં ભણાવવામાં લેખોમાં, ટીવી ડિબેટમાં સોશિયલ મીડિયામાં ચર્ચાઓમાં અને મુવી પ્રોડકશન, ટીવી સિરિયલો અને ડ્રામામાં રિચ કલ્ચર પ્રમોટ થતું જોવા મળે છે. હાલમાં જ અમેરિકાની વિઝિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જયારે એલન મસ્કએ તેના 3 સંતાનો સાથે મુલાકાત કરી ત્યારે મોદી સાહેબે મસ્કના બાળકોને પંચતંત્રની ચોપડીઓ ભેટ આપેલી હતી. અમેરિકન ઓથર અને સ્ક્રીપરાઇટર રે બ્રેડ બરીનું કહેવું છે કે “યુ ડોન્ટ હેવ ટુ બર્ન બુકસ ટુ ડિસ્ટ્રોયે અ કલ્ચર, જસ્ટ ગેટ પીપલ ટુ સ્ટોપ રીડિંગ ધેમ.”

આ પણ વાંચો…મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત ભારતના નહીં અમેરિકાના ફાયદામાં

20 એનબીએફસીએ આરબીઆઈને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પરત કર્યાં

મુંબઈ: રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ અને આઈડીએફસી લિ. સહિતની 20 નોન બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી)એ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પરત કર્યા હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ગત શુક્રવારે જણાવ્યું હતું.
જે નોન બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓએ સર્ટિફિકેટ ઑફ રજિસ્ટ્રેશન પરત કર્યા છે તેમાંથી બે કંપનીઓ હવે નોન બૅન્કિંગ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન બિઝનૅસમાંથી બાકાત થઈ ગઈ છે તેમાં મેનોવે ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિ. અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિ.નો સમાવેશ થાય છે.

આ સિવાય આઈડીએફસી લિ., આઈડીએફસી ફાઈનાન્સિયલ હોલ્ડિંગ કંપની લિ. અને અન્ય 16 કંપનીઓનું સર્ટિફિકેટ ઑફ રજિસ્ટ્રેશન પરત કરવાનું કારણ અમાલગમેશન અથવા તો મર્જરને કારણે તેમનું અસ્તિત્વ નથી રહ્યું. આ ઉપરાંત રિઝર્વ બૅન્કે 17 એનબીએફસીનું સર્ટિફિકેટ ઑફ રજિસ્ટ્રેશન કેન્સલ અથવા તો રદબાતલ કર્યું હોવાનું આરબીઆઈએ યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે રદબાતલ કરવામાં આવેલ એનબીએફસીઓની રજિસ્ટર્ડ ઑફિસ પશ્ર્ચિમ બંગાળમાં હતી.

વધુમાં અન્ય એક યાદીમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે અપેલેટ ઑથોરિટી/કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને કામધેનુ ફાઈનાન્સ કંપની પ્રા. લિ.નું લાઈસન્સ પુન: સ્થાપિત કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button