ઉત્સવ

ભારતીય અંતરીક્ષયુગના મહારથીઓ

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

આમ જુઓ તો ભારત માટે અંતરીક્ષયુગ નવો નથી. વિષ્ણુભગવાન ગરૂડના વાહન પર બધે જાય છે. કાર્તિક સ્વામી મોરના વાહન પર બધે જાય છે. હનુમાનજી આકાશમાં ઊડે છે. નારદજી પણ બધે જ અંતરીક્ષમાં વિહાર કરતા ફરે છે. રાવણ પાસે તેના ભાઇ કુબેરે બનાવેલ પુષ્પક વિમાન હતું. કુબેરે વિમાન બનાવેલ હતું જેની પાસેથી રાવણે બળજબરીથી છિનવી લીધું હતું. રાવણે એ પુષ્પક વિમાન દ્વારા સીતાજીનું હરણ કરેલું. રામે રાવણ સાથે યુદ્ધ કરીને તેને હરાવી, તેને મારીને લંકા જીતી હતી, અને પછી લંકાની ગાદી વિભીષણને આપી હતી, અને તેને લંકાપતિ બનાવ્યો હતો, રામનો ૧૪ વર્ષનો વનવાસ પૂરો થયો હતો, તેથી તે અયોધ્યા પાછા જવા તૈયાર થયા હતા, આ વખતે વિભીષણે રામને કહ્યું કે પગપાળા અયોધ્યા પાછા જવા ઘણો સમય લાગશે અને અયોધ્યામાં ભરત આપની આતુરતાથી રાહ જુએ છે, માટે આપ પુષ્પક વિમાનમાં અયોધ્યા જાવ જેથી થોડા જ કલાકમાં ત્યાં પહોંચી જશો. આમ એક રીતે તમે લંકાને જીતી છે, તેથી લંકા તમારી છે અને પુષ્પક વિમાન પણ તમારું જ ગણાય, અને તો તમારા વતી લંકાનું રાજ ચલાવીએ છીએ. પરિસ્થિતિ જોઇને વિભીષણની વિનંતીને માન આપી રામ વિભીષણે ઓફર કરેલા પુષ્પક વિમાનમાં અયોધ્યા જવા તૈયાર થયા. પુષ્પક વિમાનમાં રામ ભગવાન, સીતાજી, સુગ્રીવ, હનુમાનજી, લક્ષ્મણ અને વિભીષણ અયોધ્યા ગયા. કથા પ્રમાણે પુષ્પક વિમાન એવું હતું કે તેમાં જેટલા માણસોને બેસવું હોય તેટલા માણસો બેસી શકે છે છતાં એક સીટ (ખુરશી, તયફિ)ં ખાલી રહે. રસપ્રદ વાત એ છેે હવે નાસા એવું ઇન્ટરનેશનલ સ્પેશ બનાવે છે કે તેમાં જેટલા એસ્ટ્રોનોટને રહેવું હોય તેટલું તે મોટું થાય.

મહામુનિ ભારદ્વાજે વિમાનશાસ્ત્ર નામનો પૂરો ગ્રંથ લખ્યો છે જે ઉપલબ્ધ પણ છે, આમ ભારત માટે અંતરીક્ષયુગ નવો નથી, હજારો વર્ષથી તે જાણીતો છે. તેમ છતાં આપણને હજુ એ ખબર નથી કે વિમાનશાસ્ત્રમાં ભારદ્વાજ મુનિ વિમાનને પૃથ્વીની ગ્રેવિટીની વિરુદ્ધ ઉડાડવા શું લખે છે, અને આવા વિમાનમાં તેના ઇંધણ વિશે શું લખે છે આપણે ભારદ્વાજ મુનિના વિમાનશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કરવો જોઇએ. તે માટે રોકેટશાસ્ત્રી, વિજ્ઞાની, અને સંસ્કૃતના જાણકાર વિદ્વાનોએ મળીને તથ્ય શોધી કાઢવું જોઇએ, પછી કહી શકીએ કે ભારદ્વાજમુનિનું વિમાનશાસ્ત્ર કેટલું વૈજ્ઞાનિક છે અને કેટલું કલ્પનાત્મક છે. ગરૂડ અને મોરની ભગવાનને લઇને ઉડવાની શક્તિ કેટલી. તેઓ દૈવીપક્ષીઓ હતાં તે વાત જુદી છે.

અત્રે આપણે ભારતીય અંતરીક્ષયુગના મહારથીઓની ટૂંકમાં વાત કરવાનાં છીએ, પણ આપણે ભારતીય અંતરીક્ષયુગના પિતામહ વિક્રમ સારાભાઇથી પ્રારંભ કરવાને બદલે દાદરના નીચેના પગથિયેથી ઉપર ચઢીશું, અથવા કહો કે મૂળથી નહીં પણ ઉપરથી નીચે ઊતરીશું, એટલે કે અર્વાચીન જમાનાના મહારથી શ્રીધર પેન્નીકર સોમનાથથી શરૂ કરી ઉપર જવું, જેઓએ ભારતીય અંગરીક્ષયુગના હાલના મહારથીઓને તાકાત બક્ષી. આ વખતે આપણે ગીતાના નીચે પ્રમાણેના શ્ર્લોકને અનુસરીશું ઉર્ધ્વમૂલ મધ:શાખ અશ્ર્વત્થં પ્રાહૂ રવ્યયમ્ ાા છદાંસિ યસ્ય પર્ણાનિ યર્સ્ત વેદજ્ઞ વેદ વિત્ાા અર્થાત્, જેનું મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે આ પ્રમાણે મૂળમાં વિક્રમ સારાભાઇ છે અને પછી ઇસરોનાં બીજા બધાં
અધ્યક્ષો છે.

આપણે એસ. સોમનાથના જીવન અને કાર્યથી શરૂ કરીએ. તેમનું પૂરું નામ શ્રીધર પેન્નીકર સોમનાથ છે. તેઓ ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રના દશમા અધ્યક્ષ (ચૅરમૅન) છે. તેઓ કે. શિવન પછીના ઇસરોના ચૅરમૅન છે. તેઓ વિક્રમ સારાભાઇ સેન્ટરના ડિરેકટર હતા. એ જગ્યાએ પહેલા કે. શિવન હતા.

આ રીતે તેઓ કે. શિવનને પગલે ચાલ્યા છે. તેઓ કેરળના ચરથાણા ગામમાં ૧૯૬૩ના જુલાઇ મહિનામાં જન્મ્યા છે. તેઓ થંગલ કુન્જુ મુસલીઆર કૉલેજોમાંથી ઇ. ઝયભવ થયા છે, અને તેમણે બેંગલૂરુની ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સમાંથી ખ.ઊ. કર્યું છે. તેઓ ભારતના એરોસ્પેશ ઇન્જિનિયર છે. ચંદ્રયાન-૩ જે ચંદ્ર પર સફળ રીતે ઊતર્યું. તે તેમની ચૅરમૅનશિપ નીચે ઊતર્યું. તેમાં લેન્ડર વિક્રમ અને રોવર (બગી) પ્રજ્ઞાન હતાં. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતર્યું, જેણે ભારતને એવો પ્રથમદેશ બનાવ્યો જેણે ચંદ્રના દુર્ગંમ દક્ષિણધ્રુવ પર લેન્ડર ઉતાર્યું હોય હવે ભારત દુનિયામાં ચોથો દેશ બન્યો કે જેને ચંદ્ર પર સોફટ લેન્ડિંગ કર્યું હોય અને તે પણ દુર્ગમ દક્ષિણધ્રુવ પર. સોમનાથે રોકેટની બનાવટ અને તેના બીજા ગુણધર્મોના ક્ષેત્રે પણ પાયાનું યોગદાન આપ્યું છે.

સોમનાથે પ્રારંભ પોલટ સેટેલાઇટ લૉંચ વેહિકલ પ્રોજેકટ (ઙજકટઙછઘઉંઊઈઝ) થી કરેલો. તેઓને પછી વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના અસોસિએટ ડિરેકટર નિમવામાં આવ્યા હતા અને પછી ૨૦૧૦માં તેમને જીયોસિંક્રોનસ સેટેલાઇટ લૉંચ વેહિકલ માર્ક-ઈંઈંઈં ના પ્રોજેકટ ડાયરેકટર તરીકે નિમવામાં આવ્યા. તેઓ પ્રોપલ્સન એન્ડ સ્પેશ ઓર્ડિનન્સ એન્ટીટીન ડેપ્યુટી ડિરેકટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

૨૦૧૫ના જૂન મહિનામાં તેમને તિરુવનંતપુરમ્ સ્થિત લીકવીડ પ્રોપલ્સના સિસ્ટમના ડિરેકટર તરીકે નિમવામાં આવ્યા. આમ સોમનાથને સ્પેશક્ષેત્રે, સ્પેશ ખેડાણક્ષેત્રે જુદીજુદી શાખાઓનો સારો અનુભવ હતો. ૨૦૧૮માં તેમને વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટરના ડિરેકટર તરીકે નિમવામાં આવ્યા. ૨૦૨૨માં તેઓને ઇસરોના ચૅરમૅન તરીકે નિમવામાં આવ્યા. ઇસરોના અધ્યક્ષ ભારત સરકારના સ્પેશ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પણ હોય છે. આમ અંતરીક્ષ ખેડાણ ક્ષેત્રે સોમનાથની મઝલ લાંબી છે અને એટલો જ તેનો મોટો અનુભવ છે. જ્યારે લેન્ડર ચંદ્ર એટલે સોમ પર ઊતર્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથને અભિનંદન આપતા કહ્યું હતું કે સોમનાથે સોમ પર લેન્ડર ઉતાર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button